________________ દશ વાગે, ઉઠું છું છ વાગે પણ વચ્ચે આંખ ખૂલી જાય છે.” પણ સુતી વખતે ભેજામાં કેઈક વિચારોની ગડમથલનું ભુંસું ભરીને સુતો હોય, એટલે અધવચ્ચે આંખ ન ખૂલી જાય તો બીજું થાય શું? પણ આજકાલનો વૈદ્ય કે ડૉક્ટર ઘરાક જોઈને મલકાય, મનમાં વિચારે, “ખમતી આસામી છે, હાથે કરીને પૈસા ખુવાર કરવા આવ્યો છે, ભલે આવ્યો. વળી ‘ના’ કહીશ તો મને અબુઝ માનીને બીજા વૈદ્ય-ડૉક્ટરને પકડશે. ત્યારે આપણે તો ધંધો માંડી બેઠા છીએ. ધંધો ન ચલાવીએ તો ઘર કેમ નભે ?'... પછી એને કહેશે, “જુઓ, તમને એનીમીયા છે, આ દવા ખાઓ, આ રીતે ખાઓ,...' વગેરે વગેરે ચાલ્યું, બસ આ રીતે વ્યાધિનો તાપ હાથે કરીને ઊભો કરે છે. વ્યાધિના તાપની કરુણ કથની : આજના કાળે વ્યાધિઓ કેટલા પ્રકારની ? એમ તો પ્રાચીન ચરક-સુશ્રુત જેવા વૈદકના ગ્રન્થો કેટલીય પ્રકારની વાતની વ્યાધિઓ, કેટલીય જાતની પિત્તની વ્યાધિઓ અને કેટલીય ભાતની કફની વ્યાધિઓ બતાવે છે; પરંતુ તે કાળે વૈદો અને વૈદોને ત્યાં જનારાઓ બહુ ઓછી સંખ્યામાં દેખાતા. એ સૂચવે છે કે વ્યાધિઓ બહુ ઓછા પ્રમાણમાં રહેતી. જયારે આજે ડૉક્ટરોની અને એને ત્યાં જનારા દરદીઓની સંખ્યા ભારે મોટી દેખાય છે, એટલે વિચારવાનું છે કે આજના કાળે વ્યાધિઓના ઉપદ્રવ કેટલા ? એમાં આજની જીવન પદ્ધતિ એવી બનાવી દીધી છે કે વ્યાધિને વહેલું તેડું મળે. એના પરિણામે દવા લેવા દોડે. એ દવાઓ પાછી એવી કે એક વ્યાધિ શાંત કરે ત્યાં બીજી વ્યાધિએ થોડા વખત પછી દેખાવ દીધો જ છે ! દા.ત. પેટમાં મળ છે, અને સાથે મેલેરિયા કે ઇન્ફલ્યુએન્ઝા છે, ક્વીનાઈનથી મેલેરિયા દાળ્યો, અથવા બીજી દવા ઇંજેક્શનથી ઇન્ફલુએન્ઝા દાળ્યો, એટલે મળને જે તાવ પકવનારો હતો, તે તાવ દૂર થયાથી પછી કેટલાય દિવસો કે મહિના સુધી માં કડવું, અંગસુસ્ત, વગેરે વ્યાધિઓ પીડ્યા જ કરે છે ! વ્યાધિઓના આ તોફાનમાં જીવને શાંતિ અને સુખના અનુભવ કેવા ! ચાલાક ડૉક્ટરો વળી ઉપાધિ થી સમાધિ તરફ