________________ હોય ? મહામુનિઓના તેવા ઉપસર્ગમાં તમને ઝટ ગભરામણ થાય છે, “હાય ! આ તો કેમ સહન થાય ? અને આવું ભયંકર સહવામાં તે ઉછરંગ હોતો હશે ?' પરંતુ દુનિયાના પણ આવા ચન્દ્ર જેવાના દાખલા જુઓ-વિચારો તો લાગશે કે, કષ્ટમાં ઉછરંગ ક્યારે થાય ? : કોઈ ચોક્કસ લક્ષ્યની લગની લાગ્યા પછી એ સિદ્ધ કરનારા ઉપાય ભલે ને કઠિન હોય, ભારે કષ્ટ-ત્રાસભર્યા હોય, તો ય એ આદરવાના ઉછરંગ છે, આદરવામાં જરાય ગભરામણ નથી થતી. મોક્ષપ્રાપ્તિનું, આત્મસંશોધનનું, અને કર્મક્ષયનું પાકું લક્ષ્ય બંધાઈ એની લગની લાગી જવી જોઈએ. પછી એના ઉપાયભૂત કષ્ટમય અનુષ્ઠાનોમાં પણ ભારે ઉત્સાહ અને ખંતથી પ્રયત્ન થાય છે. આત્માને ખડતલ બનાવો : જીવનની નદી વહી ચાલી છે. એને કદાચ આખી નહિ તો ય એમાંથી અમુક નહેરને મોક્ષમાર્ગની કષ્ટમય સાધનાના ક્ષેત્ર પર વહેવડાવવાની જરૂર છે. એ કરવાથી આત્મા ખડતલ બને છે. સુંવાળી સાધનામાં ખડતલ નહિ બનાય. સાધના કરતાં, તન, મન, ધન વગેરે જે કોઈ સંપત્તિ મળી છે તેનો ભોગ આપવો જોઈએ. જીવને એમ થાય કે હું સાધના કરી રહ્યો છું તેમાં તન-મન-ધનનો ઘસારો ઉપાડી રહ્યો છું, તો આત્મા ખડતલ બને અને એથી ઊંચી ઊંચી સાધનાઓના પરાક્રમ ખેડી શકે. આ બધું શક્ય છે હોં, પણ મૂળમાં મુખ્ય લક્ષ્યની લગની લાગવી જોઈએ. એક વાર સમુદ્રમાંથી બચ્યામાં સંકેત : ચન્દ્રને લગની લાગી છે તેથી પર્વત પર સડસડાટ ચઢી જઈ એક મોટી શીલા પર ચઢી આપઘાત માટે નીચે પડતું મૂકવાની તૈયારી કરે છે. કેવી દુર્દશા ! માનવજીવનનો સર્વનાશ સર્જવા તૈયાર થયો છે ! એને એ વિચાર નથી આવતો કે- “આ હું, સમુદ્રમાં વહાણ ભાંગીને ઉપાધિ થી સમાધિ તરફ 37