________________ પોતાના અને બીજાના કાટલાં જુદા : એકલી સેવામાં આ થોડું જ છે ? આત્માના કોઈ ગુણોમાં આવું બને છે કે માણસ ચાહે છે, હક કરે છે કે મારી પ્રત્યે બીજાઓએ ગુણનો વર્તાવ કરવો જ જોઈએ, ન કરે તો ન ચાલે, ગુણનો વર્તાવ કરે તો એ સારો માણસ.” આમ બીજા માટે ખરું પણ પોતાના માટે નહિ ! કેવો વિચિત્ર ન્યાય ! પોતાના માટેના કાટલા જુદા અને બીજા માટેના જુદા ! બીજાએ મારી આગળ સાચું જ બોલવું જોઈએ. હું બીજા આગળ જૂઠું બોલું તો વાંધો નહિ,' “બીજા મારી નિંદા બિલકુલ ન કરે, હું “બીજાની નિંદા ભારોભાર કરી શકું એ કરવાનો જાણે પરવાનો ! “બીજા મારી પત્ની ઉપર નજર ન નાખે; નજરો નાખ્યા કરે તો એને હું બદમાશ ગણું, અને મારે પરસ્ત્રીઓ પર દષ્ટિ નાખવાની છૂટ ! ત્યાં હું બદમાશ નહિ.” “બીજાઓ મારી સેવા કરવા બંધાયેલા; ન કરે તો એ સ્વાર્થી કહેવાય. હું બીજાની સેવા કરવા બંધાયેલો નહિ !' જગતના કેવા ઊલટા રાહ છે ! ના, ત્યારે ત્યાં એમ હશે કે મને બીજાઓ બિચારા નરકાદિ દુર્ગતિમાં ન પડે એની દયા આવે છે, માટે એ સીધા ચાલે એમ ઇચ્છું છું.” એમ ? ને જાતની દયા નથી આવતી ? ના, વાત જ એક છે સ્વાર્થ સાધુતા અને જાતવડાઈમાં મચ્યા રહેવું. કિંમત માત્ર પોતાની; બીજા એટલે કિંમત વિનાના ! માનવ જેવા મહા અવતાર છતાં કેટલી કંગાળ ચિંથરેહાલ દશા ! ગુણ કેળવવામાં કઠિનાઈ પડે તો ય કઠિનાઈના તાપ વેઠીને પોતાના આત્મારૂપી સુવર્ણને ગુણોની શુદ્ધિ આપવાને બદલે અનાદિના જે દોષ, જે મલિનતા ચાલી આવે છે એમાં વધારો કરવાનો ? શું નથી લાગતું કે આવું તો અનંતા ભવોમાં કર્યું માટે જ રખડતા છીએ ? એટલું વિચારો કે આ અવળચંડાઈ કોની ખાતર થઈ રહી છે. ઉપાધિ થી સમાધિ તરફ