________________ માલમિલકત અને રંગરાગ રૂપી ઉપાધિની જ ખાતર ને ? એ ઉપાધિ માનસિક આવી ઊંધી આધિ રચે છે. માટે જ કહેવાય છે કે આધિવ્યાધિના ત્રિવિધ તાપથી ભર્યો આ સંસાર જીવના હીર ચૂસી લે છે. એનાથી જો ન બચાય તો આત્માના તેજ ખીલવાના નથી. ઉપાધિના પહેલાં તો મૂલ્યાંકન કરવા જ ખોટાં છે. મૂલ્યાંકન કરો છો એટલે જ “ઉપાધિ પહેલી, અને ગુણ કે ધર્મ પછી,'- એમ ધોરણ રાખો છે. પરિણામ એ આવે છે કે જે ગુણો અને ધર્મ આત્માને મહાશાન્તિ અર્પનારા છે, તાજગી આપનારા છે, મસ્ત અને માતબર રાખનારા છે, એને અવગણી માલમિલકત અને રંગરાગના ભોગની ઉપાધિને માથે ચઢાવી કેઈ ચિંતાઓ, કેટલીય અશાન્તિ, નિરાશા, નિસાસા વગેરેના ભોગ બનવું પડે છે. સેવાથી શા શા લાભ? : સ્વાર્થ સાધનામાં રચ્યાપચ્યા રહેવાથી સરવાળે આવું જ બધું જોવા મળે છે. ત્યારે સેવા અને પરોપકારથી જીવનને સુવાસિત રાખવામાં મન પ્રફુલ્લિત રહે છે, હૃદયને આશ્વાસન રહે છે કે ચાલો કાંઈક સુકૃત કમાયા ! આમ તો તન-મન-ધન અંતે બધા જ ખોવાઈ જવાના છે. એમાંથી જેટલા સેવા અને પરમાર્થના કાર્યમાં વપરાયા, એટલા લેખે લાગ્યા” સ્વાર્થભાવને બદલે સેવાભાવને જીવનમંત્ર બનાવી દેવો જોઈએ. એજ વેશ્યા રહે કે હું અને મારું બીજાના ખપમાં કેમ આવીએ !" જ્યાં એની તક દેખાય કે ઝટ ઝડપી લેવાય. સેવા માટે હાડકાં હરામ નહિ, પણ આખાં, સેવા માટે ધન મોઘું નહિ પણ સસ્તું.” સેવા કરતાં કરતાં તો સેવાનો એક નાદ લાગે છે, સેવામાં જ રસ આવે; સેવા કરવાની મળ્યાથી આનંદ થાય, સ્ફર્તિ આવે; રાત પડ્યે દિલને ઠંડક વળે કે આજે આટલી સેવા કરવાનું કમાયો.” જાતે સેવા કરવાની આદત કુટુંબ પર પણ એવી આદતની હોંશ જગાવે છે. ત્યારે એ પણ વસ્તુ છે કે સેવાભાવ લોકપ્રિયતાને લાવે છે. કહો છો ને નમે એ સૌને ગમે ? જો નમવા માત્રથી આ, તો સેવા કર્યાથી તો એથીય વિશેષ થાય એમાં શી નવાઈ ? ઉપાધિ થી સમાધિ તરફ