________________ પેલા કહે છે, “મહારાજ ! આ પ્રેમ જુદો. એકબીજાનો વિરહ ખમી શકે નહિ એવો એ છે. તમારે પારખું કરી જોવું હોય તો જુઓ, વિરહમાં અવનવું જોવા મળશે !' રાજાની યોજના : રાજા, વાજાં ને વાંદરા, ત્રણેયની એક સ્થિતિના શા ભરોસા ? મંત્રી પર અથાગ પ્રેમ અને વિશ્વાસ છતાં એણે એક પોતાના મનથી સાદી પણ ખરેખર જે ભયંકર નીવડી એવી પરીક્ષા કરવાની યોજના મનમાં ઘડી કાઢી; અને તે અનુસાર મને રાજય વ્યવસ્થા સોંપીને પોતે યુદ્ધ જવાનું નક્કી કર્યું. યુદ્ધબુદ્ધ શાનું ? ખોટો પેતરો જ હતો, છતાં મારે જવાનું નહોતું તેથી મને આનંદ થયો. શાથી એ તું સમજી શકે છે ને ? મોહને પનારે પડેલા જીવની કેવી દુર્દશા હોય છે ! અતિશય રાગમાંથી અનર્થ : હે ચન્દ્ર ! અધિક પડતા રાગની મોટી મોંકાણ છે ! એવા રાગાંધના હૈયાં એટલા બધા નબળાં પોચલાં બને છે કે પછી ત્યાં ઉમદા સાત્ત્વિક વિચારણાઓ માટે અવકાશ રહેતો નથી, સારી વાતો જીવનમાં ઉતારવા માટે પુરુષાર્થ જાગતો નથી.” આજે શું છે ? લક્ષ્મી અને હોદ્દાના અધિક પડતા રાગ જ મલિન વિચારણાઓને અધમ કૃત્યો આચરાવે છે ને ? મુનિ કહે છે “હે ચન્દ્ર ! દિલ તો એટલું બધું વિશાલ અને ધરાયેલું બનાવવું જોઈએ કે કુવિચાર અને કુયોજનાઓને એમાં સ્થાન ન મળે. પણ એ ક્યારે બને ? રાગમૂઢતા ઓછી થાય તો ને ? સુજ્ઞ યુવક ! ભૂલતો મા, ભવિષ્યના દીર્ઘ કાળપંથે હજી જે પ્રયાણ કરવાના છે, તે સુખદ અને શાબાશીભર્યા તો જ બનશે કે જો આપણે સઘળા દોષોના મૂળભૂત આ રાગ પર ભારે અંકુશ મૂકીશું. બધાય અનર્થો મૂળભૂત અતિશય રાગમાંથી જન્મે છે. દુનિયાની સારી સારી ચીજો, ધનસંપત્તિ, ઘરદુકાન, કુટુંબપરિવાર, માનપાન વગેરે પર વધારે પડતા આકર્ષણ થાય છે તો ઉપાધિ થી સમાધિ તરફ 8 9