________________ મહાસત્તાનાં નિરંતર ચાલી રહેલ અબાધિત શાસનને ઓળખ. (8) જગતનું કોઈ જ દ્રવ્ય, કોઈ જ વસ્તુ ઉત્પત્તિ, નાશ અને કાયમપણાનાં વર્ચસ્વમાંથી બાદ નથી. તો આત્માને સંપત્તિ-દરિદ્રતા વગેરે ક્યાં કાયમ જ છે ? (9) એકલો પુણ્યોદય જ કે એકલો પાપોદય જ માત્ર આવ્યા જ કરે એવું ક્યાં છે ? કે માત્ર વિખરાઈ જ જાય એવું ક્યાં છે ? આવે છે, જાય છે, આવે છે, જાય છે... એવું ચાલ્યા કરે છે. તો પણ જ્યાં સુધી જીવે વિષય-કષાયો અને કુમતિ-કુપ્રવૃત્તિઓમાં ડૂળ્યા રહેવાનું રાખ્યું હોય ત્યાં સુધી. બાકી તો, (10) એની લત મૂકી દઈ વૈરાગ્ય, ત્યાગ, સણો, સદ્ભાવનાઓ, અને બાહ્ય-આભ્યન્તર તપભર્યા જીવન બનાવાય તો એ શુભાશુભ કર્મનાં ફિંદામાંથી સર્વકાળ માટે છૂટી જવાય છે. (11) “એ ન બને ત્યાં સુધી ઉત્પત્તિ-નાશ-પ્રૌવ્યના મહાશાસનથી બનતી ઘટનાઓ પાછળ હર્ષ-શોકની વિટંબણા તું કાં વહોરે ?...' સમ્યગ્દર્શન હોત તો આવી આવી કઈ હિતશિક્ષા અને પ્રેરણાઓ આપી હોત; અને આધિ-ઉપાધિની આધિ ઓછી કરાવી હોત ! પણ વો દિન કહાં કે મિયાં કે પાંઉ મેં જૂતી ? “સબૂર” અવાજ ફરીથી ? : ચન્દ્ર તો બિચારો માનસિક આધિના તાપમાં તપી રહ્યો છે, એટલે “સબૂર” અવાજ તો સાંભળ્યો, જરાક ખચકાયો ય ખરો, પણ પછી પાછો વળી જુએ છે તો કોઈ દેખાતું નથી, એટલે પાછો પૃપાપાત કરવા હાથ ઊંચા કરી તૈયાર થાય છે. ત્યાં ફરીથી તરત જ “સબૂર' અવાજ આવે છે. એટલે પાછો ચમક્યો, મનોમન વિચારે છે, આ કોણ બોલી રહ્યું છે ?' પાછો વળી ચારે કોર દષ્ટિ નાખે છે, પણ કોઈ નજરે ચઢતું નથી. મનને એમ થાય છે કે, 54 ઉપાધિ થી સમાધિ તરફ