________________ પાસે સમ્યગ્દર્શન હોત તો એ શિખવત કે, (1) “ખેર ! પૂર્વે કરેલી ખોટી ધનલાલસા, ચડસ અને મમતની આધિમાં ભૂલ્યો, પણ હવે શા સારુ ભૂલવું ? હવે તો માનવું કે સારુ થયું કે કમેં મારી લાલસા, ચડસ અને મમતને પોષ્યા નહિ ! નહિતર તો વળી એ ખતરનાક દુર્ગુણોમાં હું આગળ ક્યાંનો ક્યાં ય ઘસડાઈ ગયો હોત !' (2) “એટલે જે થાય તે સારા માટે. ભવિતવ્યતા બળવાન છે ! એણે મને આ અવશ્ય ભાવી વસ્તુ દેખાડીને તક આપી, જાણે કહ્યું કે ઊભો રહે ઊભો, આ પ્રકાશભર્યા માનવ અવતારમાં ઊંધો ક્યાં ચાલ્યો જાય છે ? લે પકડ આ સન્માર્ગે જવાની દિશા.” (3) “જે અવશ્ય મૂકીને જ મરવાનું, એવા જડ પદાર્થોના કારમાં મોહ અને કાળી મહેનતમાં જકડાઈ, જે પરભવે સાથે આવે એવા આત્મગુણો, સદ્ભાવનાઓ અને સમ્રવૃત્તિઓને કાં અવગણી રહ્યો છે ?' (4) જડના ગુણો ખીલવ્ય, જડના સારા-નરસાપણાની ભાવનાઓ કેળવ્યું, અને જડ પાછળની આંધળી દોટ મૂક્ય તારો પોતાનો આત્મા વિસરાઈ ટળવળી રહ્યો છે ! (5) અહીંનો જડ સરંજામ તો એક દિ જશે, પણ તારા આત્માને ભાવી કાળની જે મંજીલ લેવી પડશે, એ વખતે એ જો સદગુણો, સભાવનાઓ અને સમ્પ્રવૃત્તિઓરૂપી ધનવાળો નહિ હોય તો એ દરિદ્રની દશા કઈ ? અહીં જડની પાછળ કેળવેલ લંપટતા, મોહ, કષાયો, વગેરે દુર્ગુણો અને આહાર-વિષય-પરિગ્રહની કુટેવો પરભવ આત્માની સાથે લાગી જઈને કેવી દુર્દશા કરશે? માટે, (6) “સાવધાન બન, જાગ્રત થા, ટટાર થઈ જા, હજી માનવઆયુષ્યનું મહાન પુણ્ય હાથમાં છે એની કદર કરી એના દ્વારા આત્મધન ખૂબ ખૂબ કમાઈ લે...' ભવિતવ્યતા આ તક આપે છે, એમ સમજ. (7) વિશ્વનાં જીવ, પુદગલ વગેરે દ્રવ્યો પર ઉત્પત્તિ-વ્યય-ધ્રૌવ્યની ઉપાધિ થી સમાધિ તરફ 53