________________ આપણે સરળ અને પ્રામાણિકપણે વર્તવા કરવાનું, ને એમ કરવા છતાં કોઈને પસંદ ન પડ્યું તો પણ આપણે તો આપણા દિલથી કશું ખોવાનું નથી. હા, સરળ વ્યવહારમાં ઔચિત્ય અને વિવેક જરૂર જાળવવાના. તેમ છતાં સામાને ખોટું લાગે તો કાં આપણાં પુણ્ય ઓછાં, અગર સામાની કક્ષા જ તેટલી હશે કે એને એમ લાગે. પવિત્રપણે વર્તાવ છતાં આપણને કોઈ આપત્તિ પણ આવે, તો માનવું કે ભવિતવ્યતા જ એવી હશે. અગર, એમાં જવાબદાર આપણાં પૂર્વના કર્મ છે, અને એ કર્મ એવાં છે કે એ એનો ભાવ એક યા બીજી રીતે ભજવ્યા વિના નહિ રહે. જૂઠ કે માયા કરીને પૈસા કમાઈ લાવ્યા, પણ જો પૂર્વના કર્મ ભૂંડા હશે તો ચોરી થઈને કે ભૂલી જઈને અથવા છોકરો માંદો પડીને કે બીજો કોઈ પ્રસંગ ઊભો થઈને પૈસા તો જવાના જ ! ઉપરાંત પેલું પાપ માથે ચઢ્યું. ને બીજી ત્રીજી હાયવોય ઊભી થાય એ જુદું ! ત્યારે સરળતા, પ્રામાણિકતામાં કદાચ પૈસા ન મળ્યા તો એટલું જ પાપ ભોગવી લીધું ! કોઈ પણ આપત્તિ કે નુકસાન એ તો આપણાં પોતાના જ દુર્ભાગ્યનો અવસ્થંભાવી વિપાક છે. એમાંથી ભલભલા બુદ્ધિ-વૈભવવાળા, સમર્થ કે ભારે આગળ વધેલા પણ, જો બચી શકતા નથી. તો આપણે ક્યાંથી બચવાના હતા ? ‘ભગવાન તીર્થંકરદેવ જેવાને પણ પૂર્વનાં અશુભ કર્મ કનડ્યા વિના રહેતા નથી તો આપણે કોણ માત્ર ? નહિતર જોઈએ તો શું એ પરમપુરુષે પૂર્વ જીવનમાં અને અહીં જન્મથી માંડીને પુણ્ય ઓછા ઉપાભર્યા છે ? કેમ એણે બચાવ ન કર્યો ? આપણને ઝટ ઉતાવળ થાય છે કે “હું આટલો ધર્મ કરું છું છતાં મને કેમ આ દુઃખ આવ્યું ?' મેલાં કપડાંને ગમે તેટલો સાબુ દો, તેથી કાચો મેલ કપાય, પણ કોઈ પાકો 74 ઉપાધિ થી સમાધિ તરફ