________________ શિષ્ય પર એ વિશ્વાસ મૂકે છે કે આ શિષ્ય હવે પાકો વિરાગી અને સાધક તથા સમર્પિત છે. શિષ્ય ગુરુ પર એ વિશ્વાસ મૂકે છે કે આ ગુરુ કેવળ નિઃસ્વાર્થ ભાવે મને શુદ્ધ આરાધનામાં જોડવાના, અને ઝીણા પણ પાપથી બચાવવાના. તો બંનેએ વિશ્વાસ કેવો અદા કરવો જોઈએ ? છતાં કળિકાળની બલિહારી છે કે એવું પણ જોવા મળે છે કે ગુરુ શિષ્યને ચારિત્ર વિરાધનાના પાપમાં જોડતા હોય, કષાયમાં ચઢાવતા હોય, કે શિષ્યની સાધના, ઉત્સાહ વગેરે પ્રત્યે બેદરકાર હોય ! ત્યારે શિષ્ય પણ એવા જોવા મળે છે કે ગુરુને ઉઠા ભણાવતા હોય ! વૈરાગ્ય, સમર્પણ અને સાધનામાં દંભ, પ્રમાદ, અહંત વગેરે સેવતા હોય ! તારક વફાદારીરૂપી મહાદેવીની ઉપાસના કરી લેવાના આ અનન્ય ભવમાં એની વિટંબણા, આશાતનાદિ કરવાનું બને એ કેવીક મૂઢ અવસ્થા ! પૂછો, એવું કોણ કરાવે છે ? જવાબ માટે પાછું એજ આધિ-વ્યાધિ-ઉપાધિ પર જવું પડશે. એ ત્રિપુટી જબરી છે; એવી એ આડે આવે છે કે આરાધનાને અટકાવી આશાતના કરાવે. શિષ્યને જાતે ગુરુ બનવાની ને સ્વતંત્ર વર્તવાની લાલસા, અને ગુરુને મોટાઈ સત્તાધીશપણું, સુખશીલતા તથા સ્વાર્થના અન્ય કામો વગેરેની લગની અને લયલીનતા એ આધિ ઉપાધિ છે, એનાથી વફાદારીનો ભંગ થાય એ સહજ છે. એવું જ સંસારમાં પિતા-પુત્ર, પતિ-પત્ની, સ્વજનસ્નેહી, શેઠ-નોકર વગેરેને એવી કોઈને કોઈ ખોટી ઉપાધિના વળગાડ છે, આધિના રંગ છે, કે જે બીજાના વિશ્વાસને વફાદાર નથી રહેવા દેતા. મંત્રી પર રાજાને પ્રામાણિક અને સમર્થ તરીકેનો વિશ્વાસ હતો, તો મંત્રી પણ એ વિશ્વાસને બરાબર વફાદાર રહીને વર્તતો. ઊંચું જીવન જીવવામાં જે મઝા અને નિશ્ચિત્તતા છે, તે અધમ જીવન જીવવામાં નથી. મંત્રીની વફાદારીથી રાજાનો પ્રેમ ગાઢ બનતો હતો; અને લોકને પણ સારી પ્રીતિ રહેતી. જીવનમાં ત્રણ મહાન ગુણ : પવિત્રતા, વિનય, સેવા. ઉપાધિ થી સમાધિ તરફ 7 2.