________________ પરલોકના ત્રાસ : મોટા રાજાનો ખાસ માનીતો ઘોડો પણ રાત પડ્યે તબેલામાં પૂરાય છે ત્યાં રાતભર ડાંસમચ્છરની પીડામાં રાત કેવી રીતે કાઢતો હશે એની કલ્પના છે ? પાછું શોભા માટે એના પૂંછડાના વાળ કાપી નાખીને ટૂંકા કરી નાખ્યા હોય ત્યાં એ ડાંસમચ્છરના ક્રૂર ડાંસની સામે શું રક્ષણ ? એવી સ્થિતિને એક રાત પણ સહવાનું ગજું છે ? ના, તો શું સમજીને કહો છો કે જોયું જાશે ? આ તો મામૂલી દુઃખનું દૃષ્ટાંત; તે સિવાયના આજના વિજ્ઞાનના અખતરા અને દવાઓના ઉત્પાદન માટે પશુ-પંખી-કીડાઓને કેવા રીબાવી-રીબાવીને કચરવામાં આવે છે, પીડવામાં આવે છે, અમેરિકાના કcખાનામાં યંત્રો દ્વારા પશુઓની ચામડી ઉઝરડવી, માંસ, લોહી, કલેજા વગેરે છૂટા પાડવા વગેરે કેવી કેવી ક્રૂરતાથી થાય છે, જીવોની કેવી કરુણ ચીસોના આર્તનાદ વાતાવરણમાં ગુંજીને કરુણતા સર્જી રહ્યા હોય છે, ને ભયંકરતા પ્રદર્શિત કરી રહ્યા હોય છે, એ બધું જાણો છો ? સાંભળતાં પણ કમકમાટી વછૂટે એવું એ ચિત્ર છે ! બોલવું સહેલું છે કે “પરલોકમાં જોઈ લઈશું' પણ આ હત્યાકાંડની રીબામણો અને ત્રાસ કલ્પનામાં લાવો તો સમજાય કે આવું સહવું કેટકેટલું મુશ્કેલ છે ? ત્યારે નરકની પીડાઓનું તો પૂછવું જ શું? તેમ, પૃથ્વીકાયાદિ જીવોની તો વળી કોઈ ઓરજ યાતનાઓ છે ! અને નિગોદ-કંદમૂળ લીલફુગ વગેરે એક શરીરમાં અનંત જીવોની જકડામણમાં તો નરક કરતાં ય અનંતગણું દુ:ખ છે. આ બધું શું છે ? વિષય-કષાયરૂપી સંસાર ખેલવાના પરલોકમાં દુ:ખ માટે પરલોકદષ્ટિએ પણ સંસાર દુ:ખફલક છે. (3) સંસાર દુઃખાનુબંધી છે. સંસારના દુ:ખસ્વરૂપ અને દુ:ખદ ફળે પતતું નથી. સંસાર એ પછી પણ દુઃખની પરંપરા ચલાવે છે. અહીં એક પ્રશ્ન થશે, પ્ર.- સંસારના યોગે બાંધેલા કર્મ તો પોતાનું ફળ એકવાર આપી રવાના થાય, પછી દુ:ખની પરંપરા ચાલવાનું ક્યાં રહ્યું ? ઉપાધિ થી સમાધિ તરફ 100