________________ છે. હલકા પશુ જેવા જીવનમાં મઝા માનતા નહિ. ઢોરને નાગા ફરવાની છૂટ છે એમાં મઝા કહેવાય ? શોભા કહેવાય ? આને મઝા અને શોભા ગણશો તો પછી ઢાંક્યા રહેવામાં મઝા ને શોભા નહિ ગણાય. મઝા અને શોભા તો ઢાંક્યા રહેવામાં છે. બસ, એ જ ન્યાયે મઝા ને શોભા ગમે તેમ ઢાંક્યામાં નહિ અર્થાત્ ઉદ્ભટ પહેરવેશમાં નહિ, પરંતુ વિવેકભર્યા સુશીલ પહેરવેશમાં છે. આ વિવેક અને વેશની સુશીલતા એ ગુણ છે, મઝા અને શોભા માટે એની જરૂર છે. તો શું મનોરથ આવા ગુણોના અને સુકૃતોના કરવાના કે માટીની માયાના ? મનોરથના જોર પર પ્રયાસનો વેગ : કહો, પાછો એજ પ્રશ્ન છે કે સારા મનોરથો કેમ નથી જાગતા ? જરૂરી લાગ્યા નથી ? કે એ ફળવાની આશા નથી ? જરૂરી તો છે જ, પણ ફળવાની આશા નથી એમ કહેશો ? દુન્યવી તો એવા મનોરથો કરો છો કે જેની સંભાવના ઘણીઘણી દૂર હોય છે. ત્યારે, અહીં તો સફળતાની સારી સંભાવના છે. હા, એકલા મનોરથથી ફળ નહિ પમાય. તે માટેનો પ્રયાસ પણ જોઈશે. પરંતુ વેગવાળો પ્રયાસ મનોરથમાંથી જન્મે છે, એ ન ભૂલશો. ખૂબ કમાવાના મનોરથ હોય છે તો એ માટે દોડાદોડી પણ જોરદાર થાય છે ને ? કદાચ આજે સફળતાની શક્યતા ન લાગતી હોય તો ય સારા મનોરથ કરવામાં જાય શું ? ખરી રીતે મનોરથને શક્યતાની સાથે બહુ સંબંધ નથી રહેતો. સંબંધ રહે છે રુચિ સાથે. આજ સીમંધર ભગવાન અહીં પધારવાની શક્યતા નથી, છતાં મનોરથ સેવાય છે કે “પ્રભુ અહીં પધારે તો કેવું સારું !' બસ, એજ રીતે નાની-મોટી આત્મહિતકર વસ્તુની રુચિ, અને તનમનાટ રાખશો તો મનોરથ એના થયા કરશે, અને આશાનું કિરણ દેખાતાં કે આશાનો શબ્દ સંભળાતાં એની તરફ પ્રયત્ન થશે. “સબૂર” અવાજ કોનો ? : ચન્દ્રને આપઘાત માટે આપઘાત નહોતો કરવો, પરંતુ સરાસર ઉપાધિ થી સમાધિ તરફ