SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અવાજ આવ્યો ત્યાં ચન્દ્ર ચોકે છે ! મનને એમ થાય છે કે- “આ શું? અહીં કોઈ આવતું નથી, અને દૂર રહ્યા રહ્યા અવાજ કરતું લાગે છે ! તો શું એ કોઈ દૈવી સહાય છે ? શું એની પાસે કોઈ મંત્રવિદ્યાજડીબુટ્ટી હશે કે જેથી હું પાછો સારી રીતે શ્રીમંત બની જાઉં ? લાવ, હવે તો જોવા દે કે આ કોણ બોલી રહ્યું છે ? કદાચ વળી દૈવી સહાય એવી મળે કે પછી બધાનાં મુખ બંધ કરી દઉં !' મનોરથ સુકૃતના ખરા?: જુઓ, માણસને આશાના શબ્દ ક્યાં સુધીની મધલાળ મોમાંથી ઝરતી કરી આપે છે ! કેવા મનોરથો જગાવી આપે છે ! જીવન આખું કેવું મનોરથોથી ભર્યુંભર્યું રખાય છે ! પરંતુ મનોરથ કેવા ? કોઈ પરમાર્થ-પરોપકારના સુકૃતના ખરા ? કોઈ ક્ષમાદિના ખરા ? કોઈ મહાન દેવ-ગુરુ-ધર્મભક્તિ કે વ્રત નિયમના, ને ત્યાગ-તપસ્યાના ખરા ? ચારિત્રના કે ઉત્કટ પરીસહ-ઉપસર્ગ સહવાના ખરા ? અને માનવતાના મધ્યમ ગુણોના પણ મનોરથ ખરા ? મનોરથ સમજો છો ને ? જેના કોડ થાય કે “આ ક્યારે મળે ! મળે તો કેવું સારું ! કેવી રીતે મળે ! બસ, મળી જાય તો પછી હું આવો આવો ભાગ્યશાળી બની જાઉં ! તો હું આમ કરું !..' આવા આવા કોડ થાય એ મનોરથ કહેવાય. આપણે કોડ કરવાના છે આવા હિતકર વસ્તુના, આત્માના પ્રાથમિક સગુણોથી માંડીને ઉચ્ચ કોટિના સદ્ગણોના. માનવ જીવન વિશિષ્ટ શાના પર ? : એવા સારા મનોરથ કેમ નથી જાગતા ? શું એ જરૂરી નથી કે એવી આશા નથી ? સારા મનોરથ જરૂરી નથી એમ કહેવા જતાં જંગલી જીવન કે પશુના જીવન કરતાં કોઈ ઊંચા સારા જીવનની જરૂર નથી એમ માન્ય ગણાશે ! માનો છો આવું? માનવ જીવનમાં જો ધર્મ અને ગુણોને સ્થાન ન હોય તો પશુ જીવન કે જંગલી જીવન કરતાં વિશેષતા શી? ઉચ્ચતા શી? મઝા ઉચ્ચ જીવનમાં ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy