SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કદરમાં શું કરવાનું? : હજીય સૂક્ષ્મતાથી જોશો તો જણાશે કે મોટેભાગે હજી તો ત્યાં સ્વાર્થની વાસના કામ કરી રહી હોય છે, કદર તો એથી ઊંચે છે. કદર તો એ કહે છે, કદર તો એ માગે છે કે “આ જ્યારે આટલો રાગ અને સેવા કરે છે, તો પછી મારે એની પ્રત્યે સૌમ્ય વાણી-વર્તાવ રાખવો, એના દિલનો ભંગ થાય એને આઘાત લાગે એવા શબ્દ ન બોલવા, એવી પ્રવૃત્તિ ન કરવી. એનો મારા પ્રત્યે કોઈ કટુ બોલ કે પ્રતિકૂલ વ્યવહાર મારે ખમી ખાવો. તેમ પત્ની પ્રત્યે એ પણ એક કદર છે કે એને જવાબદારીઓ ઉપાડવામાં મદદગાર થવું. જીવનમાં ધાર્મિકતા પવિત્રતા રાખી પત્નીને બહુ પાપમાં ન જોડવી. વાસનાતૃપ્તિમાં એને ન ઘસડવી; તેમ, એના સિવાય કોઈ સ્ત્રી પ્રત્યે દૃષ્ટિ સરખી ન નાખવી. કદર નથી માટે ક્લેશ વગેરે : કદરમાં જો આવી આવી બાબત સચવાતી હોય તો ઘરફ્લેશ થાય ? પત્નીને આકરા શબ્દો કહી એના હૃદયમાં ભંગ કરાવી જાતે તો ધર્મસાધના નહીં કરવી પણ પત્ની પર બધો બોજો નાખી એનેય વ્રત-પચ્ચખાણ તથા ધર્મક્રિયામાં અંતરાયભૂત થવાનું કરાય ? આર્યપતિની કદરની ઊંચી કક્ષા : પત્નીની એક પતિ-નિષ્ઠાની કદર ઉપર એનું ખમી ખાવાની એનું સહી લેવાની વાત રખાય તો આજે જે ઘર ઘર ક્લેશ દેખાય છે તે હોય ? એ તો જુઓ કે સવારથી રાત સુધી એ કેટલું વૈતરું કૂટે છે? કેટકેટલું એ સહે છે? કેટકેટલી બાબતો એ સંભાળે છે ? એનો 8 2 ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy