SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ લાગવાથી જ ને ? એ જો નથી કરવું, ને ભવિતવ્યતા કે ભાગ્યોદયની દયા ઉપર છોડવું છે, તો શું લાગે છે કે આપણા પુરુષાર્થ વિના એવી દયા વરસી જાય ? ભાળ્યા કોઈ જગતમાં, જે પુરુષાર્થ વિના સારા થઈ ગયા ? આ પુરુષાર્થમાં પહેલું તો આ કરવાનું આવશે કે, સારી ભાવનાને બાધ કરે અને નરસી ભાવનાને જગાડે-પોષે એવા નિમિત્તો અને સંયોગોને શક્ય પ્રમાણમાં દૂર કરવા; અથવા આપણે એમાંથી દૂર રહેવું. એવું જ સત્સંગ, તીર્થયાત્રા, કલ્યાણમિત્ર યોગ વગેરે સારી ભાવનાના પોષક સંયોગો અને નિમિત્તાનું શક્ય પ્રમાણમાં સેવન કરવું. માદક આહાર, તામસી આહાર, પ્રકૃતિ વિરુદ્ધ આહાર અને અધિક આહાર એ પણ ભાવનાને બગાડે છે, તો એમાં ન ફસાવું. બાકી, શુભ ભાવના માટે : * ભવનો ભય, પરલોકભય અને પાપનો ભય જોઈએ. * તત્ત્વજ્ઞાન અને ઉત્તમ પુરુષોના ચરિત્ર પ્રસંગો ભરચક પ્રમાણમાં યાદ કરવા જોઈએ. * સદા ધર્મવાચન-ધર્મશ્રવણ જોઈએ. * અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના વગેરે બાર ભાવનાઓનું તથા મૈત્રી આદિ ચાર ભાવનાઓનું રટણ જોઈએ. * તત્ત્વોનું ચિંતન તો ચાલ્યા જ કરે. * મહાપુરુષોના ઉત્તમ પરાક્રમોનું ચિંતન. * પરમાત્માનું સ્વરૂપ, જીવન, ગુણો, શક્તિ અને ઉપકારોની વિચારણા. * વિવિધ વિશેષણો અને ઉપમાઓથી પરમાત્માની અનેક માનસિક ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy