SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ તમને થશે કે, પ્ર.- અનાદિનો અભ્યાસ જ રાગદ્વેષથી જોવાનો પડી ગયો છે, ત્યાં એ શી રીતે બને ? ઉ- પણ મુંઝાશો નહિ. અનંતા મહાપુરુષો એ કરી ગયા છે, એટલે અશક્ય નથી એ સિદ્ધ થાય છે. રાગદ્વેષ વિનાના ઉદાસીન દર્શનનો ઉપાય એ છે કે જે કાંઈ દેખાય એના તત્ત્વમાં ઊંડા ઉતરો. એ જુઓ કે જડ પુદ્ગલો માત્ર પરિવર્તનશીલ છે, આજે ઉજળા, તો કાલે કાળા; ઘડીમાં મીઠા, તો પછી કડવા; હમણાં સારા સુગંધી, એજ પછી દુર્ગધવાળાં. આમ જયારે એ પલટા પામ્યા જ કરે છે, તો એના પર રાગદ્વેષ શા કરવા ? હા, જો સારું એ સદાનું સારું હોત તો તો હજી એને સારું માની ખીલ્યા હોત એ સહેતુક ગણાત. પરંતુ જો એ પાછું નરસું થવાનું જ છે, તો એના પર ખીલવામાં શી બુદ્ધિમતા છે ? રાગ-અરુચિ કરવામાં શો અર્થ સરવાનો છે ? બરફીના પુદ્ગલ પેટમાં ગયા પછી ગંદા અને પરિણામે વિષ્ઠાના પુદ્ગલ બની જાય છે, પછી શા માટે બરફી પર રાગની દૃષ્ટિથી જોવું ? તેમ, એના એ જ સારા પુગલના વર્ણ-રસ-ગંધ ફરી જઈ બગડી ગયા પછી એના પ્રત્યે શા માટે મોઢું મચકોડવું ? તમે કહેશો, “એ બગડી ગયા એટલે મનને એમ થાય છે;' પરંતુ મહાનુભાવ ! એ તો વિચારો કે, એ બગડે એમાં આપણે બગડવું ? હવા બગડે છે છતાં માણસ પોતાનું શરીર ન બગડવા દેવાની પૂરી કાળજી કરે છે. તો જડ બગડે એમાં આપણા આત્માનું શું બગાડવું કે આપણે કરમાઈ જવું, ને એ સુધરે એમાં આત્માનું શું સુધર્યું કે એને જોઈને મલકાઈ જવું ને આખો નચાવવી ? અરે ! વ્યવહારુ દષ્ટિએ પણ આપણા તાબાની નહિ એવી સેંકડો હજારો ચીજો જોવા સાંભળવા મળે છે, એ સારી માની ખીલ્યા, તેથી આપણને થોડી જ કામમાં આવે ઉપાધિ થી સમાધિ તરફ 1 1 3
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy