SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ને વારે પોતાના આત્માનું મૂલ્યાંકન કરો, પરમાત્માનું મહત્ત્વ વિચાર્યા કરો, આત્મહિતકારી વસ્તુઓ, પરમાર્થ-પરોપકાર, દયા, કૃતજ્ઞતા, દયા, વિશ્વ વાત્સલ્ય વગેરે ગુણો અને દેવ-ગુરુ-ધર્મની ઉપાસના, એની મહત્તા મનમાં લાવ્યા કરો, એની જ તીવ્ર અભિલાષા સેવ્યા કરો. આધિ-ઉપાધિ ઉપર ચડસ-મમત : ભૂલશો નહિ, આ ચડસ અને મમત એક પ્રકારની આધિ છે, અને એ દુન્યવી કોઈને કોઈ ઉપાધિ ઉપર ઊભા થાય છે, આધિ અને ઉપાધિના તાપ, કહો, કેવા ? માણસ કલ્પી ભલે લે કે હું વધુ સુખી થઈ રહ્યો છું પણ આધિ-ઉપાધિમાં દિલને જંપ, સ્વસ્થતા, શાન્તિ, પ્રસન્નતા ન હોય. એમાં પાછા ચડસ-મમત કરાય એટલે એ અજંપાઅશાન્તિ વધે છે. માણસ કેટલીય માનસિક કલ્પનાઓ અને ચિંતાઓ ઉપર ચડસમાં ચડે છે. એટલે મૂળ આધિ ઉપાધિ છે. તો કહો, આ આધિ-ઉપાધિના તાપ આવી પડ્યા છે કે ઊભા કર્યા છે ? મન ઠગતું હોય, મનાવતું હોય કે “શું કરીએ આ બધું આવી પડ્યું છે,” તો એવા મનને ઓળખી લેજો, અને ઠગાશો નહિ. આધિ પર કેટલું ગુમાવવાનું? : શ્રેષ્ઠીપુત્ર ચન્દ્ર પરદેશ અને તે પણ દરિયાપાર જવાનો ચડસ લઈ બેઠો, માનસિક એક આધિ જાતે ઊભી કરી, તો પછી માતા-પિતાનું ભંગાતું હૃદય જોવા તૈયાર નથી, એમની સોનેરી શિખામણ પર પણ ધ્યાન દેવા તૈયાર નથી. ત્યારે ધર્મકમાઈનો જે અહીં અણમોલો અવસર આવી મળ્યો છે એનો તો વિચાર જ શું કામ કરે ? પિતા પાસેથી ઉછીની મૂડી-માલ લઈ જવા તૈયાર થઈ ગયો. નવી ઉપાધિ ઊભી કરી તો જુઓ કે એ કેવા તાપમાં તપશે. અપશુકનો અને કર્મનો સંબંધ : - હવે એ (શ્રેષ્ટિપુત્ર ચન્દ્ર) નીકળવા માટે જ્યાં ઊભો થવા જાય છે ત્યાં પગના અંગૂઠામાં ધોતિયાની કિનાર ફસાઈ પડી. ત્યાં જ માતાપિતા ઉપાધિ થી સમાધિ તરફ 18
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy