________________ વ્યાધિ-ઉપાધિના તાપે તપ્યા કર્યો છે. આ રીતે તપ્યો તપ્યો છતાં માને છે, “થાય છે ! દેવભક્તિ, જ્ઞાનધ્યાન, વ્રત-પચ્ચખાણ વગેરે કરવાની શી ઉતાવળ છે ?' ધર્મમાં આ વિચાર ! અને જેમાં આત્મા સારી રીતે સળગે તેમાં પાવરધો બનવાનું ! આધિ-વ્યાધિ-ઉપાધિના કામ જલદી કરવાના ! કેવી કમનસીબી હાથે કરીને તાણી લાવવાની ! હા ! જે બિચારા વીતરાગનું શાસન પામ્યા ન હોય તે તો તેમ કરે, પણ શ્રી વીતરાગ પરમાત્માનું શાસન પામ્યા પછી આ કંગાલિયતતા રહે, મૂઢપણું થાય, એ ભવિષ્યની મહાન દુર્દશા સૂચવે છે. ઉપાધિ એનું નામ કે જેને પામવાથી આધિ મોંઘી હતી તે સસ્તી થઈ. ઉપાધિ એ આધિને તેડાવવાની કંકોત્રી છે. આધિની સ્ટીમરમાં બેસવાનો પાસપોર્ટ ઉપાધિ છે. ઉપાધિ એટલે જીવને પરમાત્માથી દૂર પાડનારો અને પરાયામાં પલોટી નાખનારો વળગાડ ! મોટરવાળાને શી ચિંતા ? : શ્રીમંતને મોટરમાં જોઈને કદાચ મનમાં થાય, “આપણે તો ટાંટીઆ ઘસીને આવવું પડે છે, આ તો આવ્યા મોટરમાં, છે કાંઈ ચિંતા ?" પણ એ વિચાર્યું ખરું કે મોટર એ ઉપાધિ છે, ત્યાં આધિ (ચિંતા) ન હોય ? કહ્યું કે, આધિની સ્ટીમરમાં બેસવાનો પાસપોર્ટ ઉપાધિ છે. હૈયાનો ફોટો લેવાતો નથી એટલે એમ ખબર ન પડે, પણ એમને પૂછ્યું ખબર પડે કે, એમને ચિંતા છે કે નહિ, અથવા કેટલી ચિંતા છે. પૂછો કે- “શેઠ ! તમારે મોટર એટલે કે કાંઈ ચિંતા ? આ તરત આવ્યા ! અમારે તો ટાંટી ઘસીને આવવાનું. પેલો શેઠ જો ઠાંશમાં રહે તો એ વાત જૂદી, બાકી સરલ હોય તો કહે, “મારી ચિંતાની ક્યાં માંડે છે ? ભલા ભાઈ ! તારે તો આ ટાંટી ઘસીને આવવું એટલી જ ચિંતા પણ મારે તો મોટર પાછળ ઢગલો ચિંતા ! મારી ઉપાધિ થી સમાધિ તરફ