________________ વખતે મોહનો કારમો ઉન્માદ હતો એટલે જ પત્નીના મડદાના દર્શન પાછળ પણ ઘેલો બનીને કેઈ ને કંઈ વિચારે ચઢ્યો હતો ! અને રાજાને મહા મૂર્ખ માનતો હતો કે એણે મને આટલું મડદાનું ય દર્શન કરવાની સ્થિતિ મારા માટે ન રાખી. એ તો હવે મને લાગે છે કે રાજાએ દૂરંદેશીપણાથી જ મડદું તરત જ બાળવા મોકલી દીધું હતું. તું ય ચમકશે કે એમાં તે વળી ક્રૂરતા કે દૂરંદેશીપણું? પણ તું જો પછી શું બન્યું એ, એથી દૂરંદેશીતા બરાબર સમજાશે. ચિતા શાંત : મંત્રીનું રુદન : રાજાની મૂર્ખાઈનો બહુ વિચાર ન કરતાં તરત જ મેં પાણી મંગાવી ચિતા ઓલવાવી નાખી, અને શેષ રહેલાં હાડકાં ભેગાં કરી એની આગળ હું ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો ! આંખમાંથી પાણીની ધારા વહી રહી છે, અને મુખમાંથી પોકનો ગદ્ગદ કરુણ સ્વર ચાલી રહ્યો છે ! અહાહા ! કેટલા ઊંડા દુ:ખના સાગરમાં હું પટકાયો ! મારા એ રુદનથી ત્યાં આવેલા લોકોનાં પણ હૈયાં આ મારાં દુઃખથી વધુ દ્રવિત થઈ ગયાં અને એ ય બધા રોવા લાગ્યા ! અરે ! વનનાં પંખેરાના પણ કરુણ આર્તનાદ ભર્યા કલ્પાંત વાતાવરણ વધુ કરુણ કરી દીધું ! બીજાનાં ય દુઃખનું છાતી ફાટ રુદન કોને નથી પીગળાવતું ? હાડકાનું પોટકું ઘેર : રાજા દુરંદેશી : લોકો બિચારા ગભરાઈ ગયા કે આ મંત્રીનું શું થશે ! એમણે મને ઘણું ઘણું આશ્વાસન આપ્યું, પણ શોકના મેરુ-ભાર એમ શે” મીટે ? અંતે એ હાડકાંનું પોટલું હું ઘેર લઈ આવ્યો, અને રોજ એની હું દર્શન-પૂજા કરવા લાગ્યો. મહાનુભાવ ! હવે વિચાર, કે જો મડદું જ મને દર્શન કરવા મળ્યું હોત તો હું એને બાળવા દેત ? એની પાછળ એવો પાગલ થાત કે ચોવીસેય કલાક એની આગળથી હું ખસત નહિ ! અને કદાચ કોઈ પરાણે એને બાળવા લઈ જાત તો હું જીવતો એની ચિતામાં કૂદી કેમ ન પડત ?'... આવો બધો દીર્ધદષ્ટિનો વિચાર રાજાએ કેમ ન કર્યો હોય ? માટે જ હું તો હવે માનું છું કે ઉપાધિ થી સમાધિ તરફ 1 32