Page #1
--------------------------------------------------------------------------
________________
થાળી રા:
જમીયતા)
આત્મજ્ઞાનની
નિર્મળતાથી આત્મસમાધિ પ્રગટે છે.
સમાધિની પૂર્ણતાથી મુક્ત દશા પ્રગટે છે.
- સુવિચાર અને તત્ત્વવિચાર કરવાની ક્ષમતા વધે છે.
આત્મા-અનાત્માનો વિવેક થાય છે અને સુવિચારદશાથી ]
(આત્મજ્ઞાન પ્રગટે છે,
'ચિત્તની વધતી વધતી શુદ્ધિ-વૈરાગ્યવૃદ્ધિ
સત્સંગથી સદગુણોની - વૃદ્ધિ અને મોહ-આસક્તિનો -
ઘટાડો.
સત્સંગની રુચિ અને સમય વધારવા
વ્યવહારિક પ્રસંગોમાં . વ્યસ્તતા અને રુચિપૂર્વકની
આસક્તિ ઘટાડવા
o
vate
Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
( શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા |
(સંસ્થાના મુખ્ય ઉદેશો અને પ્રવૃત્તિઓ ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્યમૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન કરવું. શિષ્ટ, સંસ્કારપ્રેરક અને આધ્યાત્મિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાહિત્યનું તેમજ સંસ્થાના આધ્યાત્મિક મુખપત્ર “દિવ્યધ્વનિ'નું નિયમિતપણે પ્રકાશન કરવું. અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન-સંશોધન-અનુશીલન કરવું. ભક્તિસંગીતની સાધના તેમજ સત્સંગ-સ્વાધ્યાયના કાર્યક્રમોનું અવાર-નવાર આયોજન કરવું. દેશ-વિદેશમાં વૈવિધ્યપૂર્ણ જીવનવિકાસલક્ષી શિબિરો તેમજ તીર્થયાત્રાઓના આયોજન દ્વારા ઉમદા સંસ્કારોનું સિંચન કરવું. સંસ્કારસિંચક-આ પ્રવૃત્તિઓ દ્વારા લોકમાનસમાં જીવનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે
અભિરુચિ કેળવવી અને આશ્રમજીવન જીવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા. રક્તદાન તથા વિવિધ પ્રકારનાં આરોગ્ય ચિકિત્સા કેમ્પોનું અવારનવાર (પ્રસંગોપાત) નિઃશુલ્ક આયોજન કરીને સમાજના સામાન્ય વર્ગના લોકોની સેવા કરવી.
સંસ્થાનો પરિચય) + વિદ્યા-ભક્તિ-આનંદધામ, લાયબ્રેરી તથા ધ્યાનકક્ષ
આશરે 500 મુમુક્ષુ ભાઈ-બહેનો એકી સાથે ભક્તિ-સ્વાધ્યાયનો લાભ લઈ શકે તેવો વિદ્યા-ભક્તિ-આનંદધામ નામનો અતિ આધુનિક સુવિધાસભર હૉલ છે; જેમાં વિવિધ પર્વોના પુનિત દિવસોમાં અનેક પ્રસિદ્ધ સ્વાધ્યાયકારો, ભક્ત-શ્રોતાજનોને પોતાની વાણીનો લાભ આપે છે. અર્વાચીન સ્થાપત્યના નમૂનારૂપ આ સત્સંગધામમાં ત્રણ ગુરુદેવોનાં સૌમ્ય, શાંત, ભાવવાહી ચિત્રપટોની સ્થાપનાથી આ હૉલની ભવ્યતામાં જાણે કે ઓર ઉમેરો થાય છે.
હૉલની નીચેના ભાગમાં લગભગ ૧૫,000 ઉપરાંત ગ્રંથોવાળું સમૃદ્ધ ગ્રંથાલય (લાયબ્રેરી) છે તથા ત્યાં જ વ્યક્તિગત અને સામૂહિક ધ્યાનની સાધના અર્થે ભાઈઓ તથા બહેનો માટેનાં અલગ-અલગ ધ્યાનકક્ષોની વ્યવસ્થા છે.
- આવાસની સુવિધાઓ સત્સંગી ભાઈ-બહેનો માટે અલગ-અલગ રહેઠાણની અતિ સુંદર વ્યવસ્થા | કેન્દ્રમાં ઉપલબ્ધ છે. કેન્દ્રના મુખ્ય બિલ્ડીંગમાં લગભગ ૧૦૦ ભાઈઓ, સામેના મહિલા
(ટાઈટલ પેજ-૩ ઉપર ચાલુ)
Page #3
--------------------------------------------------------------------------
________________
w,
અધ્યાત્મ પંથની યાત્રા
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક: ૨૫૪/૪૯૭/પ૨પ/પલ૯ નાં વિશેષાર્થ
વિશેષાર્થ લેખક : પૂ. સંતશ્રી આત્માનંદજી
પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર
(શ્રી સત્કૃત-સેવા-સાધના-કેન્દ્ર સંચાલિત) કોબા-જિ. ગાંધીનગર (ગુજરાત) - ૩૮૨ ૦૦૭
ફોન નં. (૦૭૯) ૩૨૭૬૨૧૯૪૮૩ ફેક્સ નં. (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨
E-mail. srask@rediffmail.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
જયંતભાઈ એમ. શાહ, પ્રમુખ
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા-જિ. ગાંધીનગર (ગુજરાત) - ૩૮૨ ૦૦૭ ફોન નં. (૦૭૯) ૩૨૭૬૨૧૯૪૮૩ ફેક્સ નં. (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨
પ્રથમ આવૃત્તિ દ્વિતીય આવૃત્તિ
મૂલ્ય : રૂ।. ૨૦
, આઘ્યાત્મિક
THE RIVER
ટાઇપસેટીંગ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા
ફોન નં. (૦૭૯) ૩૨૭૬૨૧૯૪૮૩ ફેક્સ નં. (૦૭૯) ૩૨૭૬૧૪૨
૫૦૦૦
૧૦૦૦
સાધના
કેન્દ્ર
(4)
૩૮૨૦૦૯
ફોન
૧૫સી,
ઈ. સ. ૧૯૮૦
ઈ. સ. ૨૦૦૫
મુદ્રકસ્થાન ઃ ભગવતી ઑફસેટ
બંસીધર એસ્ટેટ, બારડોલપુરા
અમદાવાદ-૩૮૦ ૦૦૪, ફોન નં. ૨૨૧૬ ૭૬૦૩
Page #5
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
સમર્પણ
મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે.”
આ ઉપરોક્ત શાસ્ત્રવચન અનુસાર સરળ, સહજ અને સુખદ છતાં દીધે, વિકટ અને પુરુષાર્થસાધ્ય એવા મોક્ષમાર્ગમાં પ્રવૃત્તમાન મહાજ્ઞાની પુરુષોને અને તેમના બતાવેલા માર્ગે ચાલી રહેલાં તેમના આશ્રયવાન સર્વ મુમુક્ષુઓને આ ગ્રંથ સાદર સમર્પણ કરું છું. ૐ
– વિશેષાર્થ લેખક
Page #6
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
અધ્યાત્મનો પંથ દર્શાવનાર જ્ઞાનીની વાણીનું માહાભ્ય
(હરિગીત) ૧. જિનવચન ઔષધ આ, વિષયસુખનું વિરેચન અમીગણું; મૃત્યુજ રાવ્યાધિહરણ, ક્ષયકરણ દુઃખ સમસ્તનું.
(હરિગીત) ૨. વિવેક ને સબોધ જે, કલ્યાણજન્ય પ્રશાંતને,
સુતત્ત્વ ઉપદે શતી જે સંતો તણી વાણી ઠરે. ૩. “શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ
પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચન્દ્રથી ઉજ્જવળ શુક્લધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલા તે નિગ્રંથના પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો !
એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના.” ૪ જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ
અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે.
- (દોહા) વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરો ગનાં, કાયર ને પ્રતિકૂળ. મંત્ર તંત્ર ઔષધ નહીં, જે થી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.
૧. શ્રી દર્શનપાહુડ/૧૭ (રા. છ. દેસાઈ કૃત પદ્યાનુસાર) ૨. શ્રી જ્ઞાનાર્ણવ/૧૮ એજન. ૩. શ્રીમદ્ રાજચંદ્ર વિ. પત્રાંક પ૨. ૪. એજન વ. પત્રાંક ક૭૯. ૫. અને ૩. એજન/પૃષ્ઠ ૩૧.
Page #7
--------------------------------------------------------------------------
________________
3
૭.
૮.
૯.
૧૦.
૧૧.
૭.
૮.
૯.
X
અધ્યાત્મ પંથની યાત્રા
આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. (સવૈયા એકત્રીસા)
જો પૈ તોહિ તરિવૈકી ઈચ્છા કછુ ભઈ ભૈયા તૌ તૌ વીતરાગજૂકે વચઉર ધારિએ, ભૌ સમુદ્રજલમેં અનાદિ હી તેં બુડત હો; જિનનામ નૌકા મિલી ચિત્તð નટારિએ. ખેવટ વિચારી શુદ્ધ થિરતાસો ધ્યાન કાજ, સુખ કૈં સમૂહકો સુદૃષ્ટિસૌ નિહારિએ, ચલિએ જો ઈંહ પંથ મિલિએ શ્યૌ મારગમેં; જન્મ જરા મરનકે ભયકો નિવારિએ. (સવૈયા એકત્રીસા)
સુન જિનવાની જિહ પ્રાની તજ્યો રાગદ્વેષ, તેઈ ધન્ય ધન્ય જિનઆગમનેં ગાએ હૈ . અમૃત સમાની યહ જિહું નાહિં ઉર આની, તેઈ મૂઢ પ્રાની ભાવભંવરિ ભ્રમાએ હૈ . યાહી જિનવાનીકો સવાદ સુખ ચાખ્યો જિન, તેઈ મહારાજ ભયે કરમ નસાએ હૈં. તાતેં ઢગ' ખોલ ભૈયા લેહ જિનવાની લેખ, સુખકે સમૂહ સબ યાહીમેં બતાએ હૈં. અનુભવ સુખ ઉત્પત્તિ કરત ભવભ્રમ ધરૈ ઉઠાઈ, ઐસી બાની સંતકી જો ઉર ભેદૈ આઈ. અનેક સંશો છેદે, પરોક્ષ જે બતાવતી, નેત્રહીન કહેવાય જેને, નો'ય દૃષ્ટિ શાસ્ત્રની.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથ-૧૩.
ભૈયા ભગવતીદાસકૃત શ્રી બ્રહ્મવિલાસ૮. એજન૪., +
નાવિક
સંકલ્પ-વિકલ્પની જાળ.
*
૧૦.
૧૧.
આંખો, ચક્ષુ. સંતમહિમાવર્ણન,
શ્રી રામચરિતમાનસ.
શ્રી હિતોપદેશ
Page #8
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૧૨.
૧૪
એક શબ્દ ગુરુદેવકા, તાકા અનંત વિચાર,
થાકે મુનિજન પંડિતા વેદ ન પાવૈ પાર. સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ? જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે.
(હરિગીત) જગ-સહિતકર સબ અહિતકર શુતિ સુખદ સબ સંશય હરે; ભ્રમરોગ-હર જિનકે વચન, મુખચન્દ્ર તેં અમૃત ઝરેં.
(હરિગીત) અહો ! વાણી તારી પ્રશમરસ ભાવે નીતરતી, મુમુક્ષને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
૧૫.
૧૬.
૧૨. મહાત્મા કબીરદાસજી. ૧૩. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૧૧૩. ૧૪. શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-પ૭પ ૧૫. છહ-ઢાલા, ૬૨. ૧૬. વિદર્ય શ્રી હિ. જે. શાહ કૃત શ્રી સમયસાર સ્તુતિ, ૩.
Page #9
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
પ્રાક-કથન
ભૂમિકા: ભારત અધ્યાત્મપ્રધાન સંસ્કૃતિવાળો દેશ છે. આ દેશમાં વિશિષ્ટ સંતપુરુષોની પરંપરા હંમેશાં વિદ્યમાન રહેલી છે અને મુખ્યપણે આ સંતપુરુષોના પ્રેરક જીવનમાંથી અને તેમની દિવ્ય આત્મોદ્ધારક વાણીમાંથી આ દેશની જનતાએ વર્તમાન અને ભાવિ જીવનને સમૃદ્ધ, શાંત અને સફળ બનાવ્યું છે.
ગઈ સદીમાં આવા એક સંતપુરુષ થઈ ગયા, જેમનું જીવન સાધકો માટે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના પ્રતીક સમું બની ગયું. આ સંત તે શ્રીમદ્ રાજચંદ્રજી, જેઓને મહાત્મા ગાંધીજીએ પોતાના માર્ગદર્શક અને પ્રેરક તરીકે સ્વીકાર્યા હતા. તેમના જીવનમાંથી મહાત્મા ગાંધીજીને સત્ય અને અહિંસાના સિદ્ધાંતો જીવનમાં ઉતારવાની પરમ પ્રેરણા મળી હતી.
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી એક ઉત્તમ કોટિના સંત અને કવિ તો હતા જ પરંતુ પોતાના ભાવોને અને અનુભવોને વાણી દ્વારા સૈદ્ધાંતિક રીતે વ્યક્ત કરવાનું વિશિષ્ટ વચનબળ પણ તેમનામાં હતું. તેમના વચનોથી પ્રભાવિત થઈ અનેક મુમુક્ષુસાધકોને પોતાના જીવનને અધ્યાત્મમાર્ગે વાળવાની પ્રેરણા મળી છે. તેઓશ્રીનો ઉપદેશ “શ્રીમદ્ રાજચંદ્ર” નામના ગ્રંથમાં સંગ્રહિત થયેલો છે.
ગ્રંથનું આયોજન ચાર પત્રો (જેમની ક્રમસંખ્યા અનુક્રમે ૨૫૪, ૪૯૩, પરપ શ્રીમદ્ રાજચંદ્ર-સંપાદક સદ્ગત બ્રહ્મચારી પૂજ્ય શ્રી ગોવર્ધનદાસજી. મૂળ પ્રકાશન વર્ષ: ૧૯૫૧ પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ–અગાસ
,
Page #10
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
અને પ૯ છે) ચૂંટીને તેમના પરની વિશેષ વિચારણાનું આલેખન થવાથી વર્તમાન ગ્રંથ બન્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીના વિશાળ ઉપદેશમાંથી આ ચાર પત્રો એવી રીતે ચૂંટવામાં આવ્યા છે કે જેથી આધ્યાત્મિક્તામાં રસ લેનાર સૌ કોઈને પોતપોતાની યોગ્યતા અને જરૂરિયાત પ્રમાણે ઉપયોગી પાથેય મળી રહે. આમ પ્રાથમિક ભૂમિકાના સાઘકથી માંડીને ઉચ્ચ કોટિના સાધક મુનિને પણ પોતાના જીવનને ઉન્નત, જ્ઞાનસભર, વિકાસશીલ અને સ્વ-પર-ઉપકારી બનાવવામાં આ તત્ત્વજ્ઞાન સહાયક, પ્રેરક અને માર્ગદર્શક બની રહે છે. - દરેક પત્રાંકના પ્રારંભમાં તેનો ટૂંકો સાર ભૂમિકારૂપે આપ્યો છે, જે વાંચ્યા પછી તેનું વિવરણ વાંચવાથી વિષયને તેના પૂર્વાપર સંબંધ સહિત સમજવાનું સહેલાઈથી બની શકશે. દરેક પૃષ્ટના ઉપરના ભાગમાં મોટા અક્ષરોમાં મૂળ ઉપદેશની પાંડુલિપિનું અવતરણ કરેલ છે અને તેનો વિશેષાર્થ નીચે નાના અક્ષરોમાં છાપેલો છે. વિશેષાર્થોના આલેખનમાં જે જે શાસ્ત્રોનો આધાર લીધેલો છે તેની વિગત જે તે પાનાની નીચેના ભાગમાં પાદનોંધ સ્વરૂપે આપેલી છે. ગુજરાતી અને હિંદી અવતરણો વિશેષાર્થની સાથે જ છાપ્યા છે જ્યારે કોઈક અપવાદ સિવાય સંસ્કૃત-પ્રાકૃત અવતરણોનું ગુજરાતી ભાષાંતર જ અવતરિત કર્યું છે, પણ મૂળ સ્ત્રોતની વિગત નીચે પાદનોંધમાં આપી છે, જેથી વિશેષ અભ્યાસી મૂળનું અવલોકન કરી શકે. વિશેષાર્થનું કદ મધ્યમ રાખેલું છે. દૃષ્ટિ અધ્યાત્મપ્રધાન રાખેલ છે અને પારિભાષિક શબ્દોનો ઉપયોગ ઓછો કર્યો છે.
ગ્રંથનું આલેખન અને પ્રયોજનઃ શ્રીમદ્ રાજચંદ્રજીની અનુભવવાણી ખૂબ ગંભીર, અર્થસભર, તત્ત્વપ્રકાશક અને સાધકોને વિશિષ્ટપણે પ્રેરણાદાયી છે. વળી તેમના વિસ્તૃત, ઉત્તમ અને ઉપકારી ઉપદેશમાંથી માત્ર સંક્ષિપ્ત અને આવશ્યક તત્ત્વજ્ઞાનનો જ ઉપદેશ આ પત્રોમાં અવતરિત કરેલો છે. આ તત્ત્વજ્ઞાનનો દૈનિક જીવનમાં કેવી રીતે પ્રયોગ કરવો કે જેથી આપણા જીવનમાં
Page #11
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
સાચી આધ્યાત્મિક્તાનો ઉદય થાય અને આપણું જીવન કૃતકૃત્ય બને એ દૃષ્ટિને મુખ્ય રાખીને વિશેષાર્થોનું વિવરણ કરેલું હોવાથી આ ગ્રંથને “અધ્યાત્મને પંથે” એવું નામ આપેલું છે. આ ગ્રંથમાં માત્ર કોરું તત્ત્વજ્ઞાન નથી પરંતુ ઉત્તમ એવું જે અધ્યાત્મજ્ઞાન તેના સંક્ષિપ્ત વર્ણન સહિત દૈનિક જીવનમાં તેના પ્રયોગનું અને પ્રયોગની વિધિનું પણ તેમાં દિગ્દર્શન થયેલું છે. આમ આ ગ્રંથને “Synopsis ofPrinciples and Pracitce of Spiritualism” એ દૃષ્ટિની મુખ્યતાથી અવલોકન કરવાની વાચકવર્ગને વિનંતી છે.
આ ગ્રંથના આલેખનનો એક ઉદ્દેશ તો મૂળ ગ્રંથકર્તાના મહાન વચનોની ઊંડી વિચારણાના અવલંબનથી પોતાનું જીવન પવિત્ર બનાવવાનો અવસર વિશેષાર્થના લેખકને પ્રાપ્ત થાય તે છે. શ્રીમદ્જીના વચનોનો સાદો સરળ અર્થ યથાપદવી સામાન્ય મુમુક્ષુઓને પણ સમજવામાં આવે તે બીજો ઉદ્દેશ છે. ગુણાનુરાગી, સિદ્ધાંતપ્રેમી વિદ્વતર્ગને અને પૂજ્ય ત્યાગીગણને પણ શાસ્ત્રોક્ત દૃષ્ટિથી તેમના વચનોનો આધ્યાત્મિક અને સાહિત્યિક રસાસ્વાદ અનુભવવાનો અવસર પ્રાપ્ત થાય તે ત્રીજું પ્રયોજન છે. છેલ્લે, શ્રીજિન પરમાત્મા તથા પૂજ્ય પૂર્વાચાર્યોના વચનોનો સાર દેશકાળ આદિને ખ્યાલમાં રાખીને કેવી રીતે સરળ, અદ્ભુત પ્રયોગાત્મક અને લોકભોગ્ય શૈલીમાં શ્રીમદ્જીએ ગુજરાતી ભાષામાં રજૂ કર્યો છે તે વાતનો ખ્યાલ પણ સહજપણે આ વિશેષાર્થના અવલોકન દ્વારા પંડિતવર્ગને અને શાસ્ત્રાભ્યાસીઓને આવી જશે તેવી ભાવના અસ્થાને નહીં ગણાય.
ઉપસંહાર : આ પ્રમાણે જ્ઞાની પુરુષના વચનોનો સ્વશક્તિ પ્રમાણ વિચારવિસ્તાર કરવામાં અલ્પજ્ઞતાથી વા પ્રમાદથી કંઈ પણ ન્યૂનાધિક લખાઈ ગયું હોય તો સુજ્ઞપુરુષો તે તરફ અંગુલીનિર્દેશ કરશો અને વિશેષાર્થ લેખકની ક્ષતિને ક્ષમ્ય ગણી ઉદારભાવે મૂળમાંથી યથાર્થભાવ સમજશો એવી વિનંતી છે.
આ ઉત્તમ વચનોનો આશય સત્સમાગમના યોગે વારંવાર અભ્યાસ
Page #12
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
દ્વારા હ્રદયગત કરી, તત્ત્વનો યથાર્થ નિર્ણય કરી, ઉપશમ-વૈરાગ્યને પ્રાપ્ત થઈ, તત્ત્વવિચારની શ્રેણીએ ચઢી, ભવ્યજીવો આત્મજ્ઞાનાદિ ઉત્તમ લક્ષ્મીને પામી મનુષ્યભવની સફળતાને પામો એવી ભાવના ભાવી વિરમું છું.
“સર્વજ્ઞ સદ્ગુરુ પ્રતિ ફરી ફરી અરજ એ નેક, લક્ષ ૨હો પ્રભુ સ્વરૂપમાં હો રત્નત્રય એક.”૧ સંવત ૨૦૩૬, ચૈત્ર સુદ ૯,
૧.
શ્રી સદ્ગુરુસ્તુતિ/૭, નિત્યક્રમ-અગાસ, પૃષ્ટ ૩૨,
ૐ શાંતિઃ
ડૉ. મુકુંદભાઈ સોનેજી શાહઆલમ ટોલનાકા પાસે,
અમદાવાદ
૩૮૦ ૦૨૮
વ
-
Page #13
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મ પંથની યાત્રા
બીજી આવૃત્તિ વેળાએ............ ઈ. સ. ૧૯૮૦ માં આ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. તે સમયે મુમુક્ષુ ભાઈશ્રી જયંતિભાઈ પોપટલાલ શાહે આ પ્રકાશન માટે ખૂબ પ્રેમપરિશ્રમ અને ઉત્સાહ દાખવ્યા હતાં. દુર્ભાગ્યવશ, તેઓને કેન્સરની બીમારી તે જ અરસામાં લાગુ પડી અને તેઓનું શાંતિપૂર્વક દેહાવસાન થયું.
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના ચાર અગત્યના પત્રો ઉપર કરેલી વિચારણા અને મૂળ પત્રો આ આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિની માફક જ પ્રકાશિત કર્યા છે. તેથી આ પુનર્મુદ્રણ જ ગણી શકાય.
ભવિષ્યમાં, સમયની અનુકૂળતાએ, “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના બીજા પણ કેટલાક પત્રોનું વિવેચન થાય તો સાધક-મુમુક્ષુઓને તે ગહન વચનો સમજવામાં સરળતા પડે, એવી ભાવના ભાવીને મુમુક્ષુઓના કરકમળમાં આ પુનર્મુદ્રણરૂપ આવૃત્તિ સમર્પણ કરીએ છીએ અને તેઓની મુમુક્ષતા વર્ધમાન થઈ આત્મજ્ઞાનપ્રાપ્તિમાં આ આલેખન ઉપકારી બનો તેવી ભાવના ભાવીએ છીએ.
સાહિત્ય પ્રકાશક સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર,
કોબા.
Page #14
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
-
આભાર – દર્શન
આ ગ્રંથ પ્રગટ થાય છે તેમાં અનેક મિત્રોનો અનેક રીતે સહકાર સાંપડ્યો છે. તેમાં પણ નીચે જણાવેલા સજ્જનોનો વિશેષ સહકાર પ્રાપ્ત થયો છે; જેમના તથારૂપ યોગદાન અને પ્રેમપરિશ્રમ વિના આ ગ્રંથ વાચકવર્ગ સુધી પહોંચી શક્યું નહીં. આ કારણથી આ સૌ મહાનુભાવોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છે. (૧) આત્માર્થી શ્રુતાભ્યાસી શ્રીયુત્ જયંતીભાઈ પોપટલાલ શાહ (૨) શ્રીયુત્ રમણિકલાલ ઉમેદચંદ શેઠ (૩) આત્માર્થી ભાઈ શ્રીયુત્ રતિલાલ લાલભાઈ શાહ (૪) શિષ્ટસાહિત્યપ્રેમી પ્રોફેસર શ્રીયુત્ અનિલ સોનેજી (૫) શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર, અમદાવાદના મુમુક્ષુ ભાઈ
બહેનો. (૯) મારા કુટુંબના સભ્યો.
વિશેષાર્થ લેખક
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૧
અધ્યાત્મ પંથની યાત્રા
અનુક્રમણિકા
ક્રમ
વિષય
૧. પત્રાંક - ૨૫૪નો ટૂંકસાર
૨. જીવના દોષોનું વર્ણન ૩. કુળાચાર તે પરમાર્થ ધર્મ નથી
૪. મુમુક્ષુતાનું સ્વરૂપ
૫. સ્વચ્છંદનિરોધ અને બોધબીજની ભૂમિકા ૬. આ લોકની સુખેચ્છાથી આત્મજ્ઞાનપ્રાપ્તિમાં અવરોધ
૭. પરમવિનયની ઓછાઈથી આત્મજ્ઞાનપ્રાપ્તિમાં
અવરોધ
૮. શંકાદિ દોષોને લીધે આત્મજ્ઞાનપ્રાપ્તિમાં અવરોધ ૯. પ્રેમાર્પણપૂર્વક મહાત્માની ઓળખાણથી આત્માની ઓળખાણ અને આત્મજ્ઞાનપ્રાપ્તિનું ફળ ૧૦.મુમુક્ષુઓને પરસ્પર ધર્મવાર્તા શ્રેયસ્કર છે ૧૧.સતત વસ્તુવિચારની આવશ્યક્તા પત્રાંક
૪૯૩ (છ પદનો પત્ર)
૧. છ પદના પત્રનો ટૂંકસાર
૨. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, એવા છ પદનું વિવરણ
૩. આત્મદર્શન થવાથી અહંભાવનો નાશ અને અપરોક્ષ
પૃષ્ઠ સંખ્યા
૧
૫
૬
પત્રાંક – ૫૨૫
-
૧. પત્રાંક-૫૨૫નો ટૂંકસાર
૨. આત્મભાવ અને અન્યભાવનું સ્વરૂપ, ત્રણ પ્રકારના
૧૦
૧૧
૧૩-૧૬
૧૭-૧૮
અનુભવની પ્રાપ્તિ
૩૮-૪૧
૪. સત્પુરુષોની ભક્તિ
૪૨-૪૪
૫. સદ્ગુરુની સાચી ભક્તિ અને તેનું ફળ આત્મબોધ ૪૫-૪૭ ૬. ઉપસંહાર
૪૯-૫૦
૧૯-૨૩
૨૪
૨૫
૨૬
૨૭-૩૭
૫૧
Page #16
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
ઉપયોગનું શાસ્ત્રના આધારે વિવરણ
૩. જ્ઞાનીનો અકર્તૃત્વભાવ અને તેને અંતર્મુખ દૃષ્ટિની
પ્રાપ્તિ
૪. જ્ઞાનીને જ્ઞાન-વૈરાગ્યની શક્તિ
૫. જ્ઞાનીને પણ પરભાવના પ્રસંગોથી પાછી હઠવાની
શ્રીજિનની આજ્ઞા
૬. ‘જ્ઞાની અને પ્રમાદ’નું વિવરણ
૭. જ્ઞાનીને પણ ત્યાગની પ્રેરણા
૮. શારીરિક પ્રતિકૂળતાઓ અને વેદનાઓને સમભાવથી સહન કરો
૯. જ્ઞાની-મુનિને પણ અસંગપદની સિદ્ધિ માટે સત્સંગ કરવાની પ્રેરણા અને તે માટે વિવિધ શાસ્ત્રોની
આજ્ઞાઓ
પત્રાંક
-
૫૬૯
૧. પત્રાંક-૫૬૯નો ટૂંકસાર
૨. સત્પુરુષોને નમસ્કાર
૩. સર્વ દુઃખના નાશનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન
અસત્સંગ-અસત્પ્રસંગનું સ્વરૂપ
૪. અસત્સંગપ્રસંગોનો તથા આરંભ-પરિગ્રહનો સંક્ષેપ અને તેના ફળરૂપે ક્યા ક્રમથી આત્મજ્ઞાનપ્રાપ્તિ થાય તેનું યુક્તિયુક્ત, સચોટ, અદ્ભૂતપણે ઉપકારી એવું હ્રદયંગમ વર્ણન.
૫. મુનિનું સ્વરૂપ
૬. -આત્મજ્ઞાન-આત્મસમાધિનો સીધો સંબંધ
૭. –આત્મજ્ઞાનપ્રાપ્તિના યોગો અને સાધકનું જાગૃત
૫૨-૫૩
થવું.
૮. –આત્મજોગ બને તો જ મનુષ્યભવની સફળતા અને
૫૪
૫૫-૫૬
૫૭-૫૮
૫૯-૬૨
૬૩-૬૪
૬૫
૬૭-૬૮
૬૯
૭૦
૭૧-૭૩
૭૪-૭૬
26-66
02-26
૮૧-૮૩
૧૨
Page #17
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
તે સિદ્ધ કરવા અત્યંત દૃઢ પુરુષાર્થ કરવાની આજ્ઞા ૮૪-૮૬ ૯. આત્મજ્ઞાન માટે વિચારોની નિર્મળતાની આવશ્યક્તા તથા તેનીં સિદ્ધિ માટે તત્ત્વજ્ઞાનના અભ્યાસનો અને સત્સંગની આરાધનાનો ક્રમ સેવવો તેવી આજ્ઞા ૧૦.—વિચારબળની (ધ્યાન ક૨વાની)શક્તિ શું ક૨વાથી વધે ? તે માટે કેવું જીવન જીવવું આવશ્યક છે ? ૧૧.-અનાસક્ત બુદ્ધિ-સંસારના પદાર્થોની અસારતા જેટલી ભાસે, તેટલા પ્રમાણમાં આત્મવિચારનું બળ વધે તેવો સિદ્ધાંત અને તે માટેના શાસ્ત્રપ્રમાણો ૧૨.–પોતાની અસંગપદની ભાવના
૧૩
સમજણ
૧૭.--સત્સંગની ભાવના અને સમાપ્તિ
૯૦-૯૧
૯૨
૧૩.-જનકાદિ જ્ઞાની ગૃહસ્થ પોતાને માટે આદર્શરૂપ નહીં. ૯૨ ૧૪.-ઉપાધિયોગમાં રહેવાથી જીવનું અશ્રેય તથા સર્વથા જીવન્મુક્તપણું રાગદ્વેષ હોતા કેમ સંભવે ?
૧૫.-ત્યાગનું સ્વરૂપ--વિધેયાત્મક, નિષેધાત્મક તથા બાહ્યત્યાગનું કથંચિત્ ઉપકારીપણું ૧૬.--આ વચનોનું ઉપકારીપણું તથા જીવ, પ્રદેશ સંખ્યાત, અસંખ્યાત આદિ શબ્દોની સંક્ષેપમાં
૮૭
૮૮-૮૯
૯૩
૯૪-૯૭
૯૮ ૯૯
Page #18
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
અધ્યાત્મ પંથની યાત્રા” ગ્રંથમાં અગાઉથી ‘જ્ઞાનદાન’ આપનાર
દાતાઓની શુભનામાવલિ
નામ
સ્વ. પ્રવિણચંદ્ર અમૃતલાલના સ્મરણાર્થે
શ્રી ઉમરશીભાઈ કાનજીભાઈ પરિવાર
ગામ
રૂપિયા
અમદાવાદ ૫૦૦૧.૦૦
મુંબઈ ૫૦૦૧.૦૦
મુંબઈ
૫૦૦૧.૦૦
લંડન ૫૦૦૧.૦૦
અમદાવાદ ૧૫૦૧.૦૦
અમાદવાદ ૧૦૦૧.૦૦
અમદાવાદ ૧૦૦૧.૦૦
શ્રી શકરાભાઈ ગિરધરલાલ શાહ સ્વ. શાંતિલાલ મોહનલાલ શાહ, સ્મરણાર્થે અમદાવાદ ૧૦૦૧,૦૦ સ્વ. વનીતાબેન મથુરભાઈ કોઠારી સ્મરણાર્થેઅમદાવાદ ૧૦૦૧,૦૦ રાજકોટ ૧૦૦૧.૦૦ શ્રી કલ્યાણભાઈ ભોગીલાલ હ. જ્યોતીબેન અમદાવાદ ૧૦૦૧,૦૦ સ્વ. મંજુલાબેન ચંદુલાલ શાહ, સ્મરણાર્થે સુરેન્દ્રનગર ૫૦૧.૦૦ ડૉ. શ્રી સોનેજી મુકુંદભાઈ વી.
સ્વ. સૌભાગ્યચંદ મોદી, સ્મરણાર્થે
અમદાવાદ
૫૦૧.૦૦
ડૉ. શ્રીમતી સોનેજી શર્મિષ્ઠાબેન મુકુંદભાઈ અમદાવાદ
૫૦૧.૦૦
શ્રી ચંદુલાલ છોટાલાલ મહેતા
અમદાવાદ
૫૦૧.૦૦
અમદાવાદ ૫૦૧.૦૦
અમદાવાદ ૫૦૧.૦૦
શ્રી હરિલાલ મોહનલાલ શાહ શ્રી હેમેન્દ્રકુમાર બુલાખીદાસ શ્રી ચંદુલાલ ગીરધરલાલ શાહ શ્રી લીલાધર પોપટલાલ શાહ
અમદાવાદ ૫૦૧.૦૦
અમદાવાદ
૫૦૧.૦૦
શ્રી રસીકલાલ ગોકલદાસ શાહ
અમદાવાદ
૫૦૧.૦૦
શ્રીમતી જયાબહેન શશીકાંતભાઈ ધ્રુવ શ્રી અમૃતલાલ ધરમશી ચંદેરીયા પરિવાર
શ્રી છબીલદાસ ફૂલચંદ દોશી
શ્રી પાનાચંદભાઈ ભાઈચંદ મહેતા
૧૪
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૫
અધ્યાત્મ પંથની યાત્રા
અમદાવાદ પ૦૧.૦૦ અમદાવાદ ૫૦૧.૦૦ રાજકોટ ૫૦૧.00
અમદાવાદ ૫૦૧.OO અમદાવાદ ૫૦૧.૦૦ અમદાવાદ ૫૦૧.OO
મે. શાહ એસોસીએટ્સ હ. ઉપેન્દ્રભાઈ શ્રી સુબોધચંદ્ર શીવલાલ શાહ શ્રી સુર્યકાંત પ્રાણલાલ શાહ શ્રી જયંતીભાઈ પોપટલાલ તથા ચંદ્રકાન્તભાઈ અમરતલાલ શ્રી મુમુક્ષુભાઈ તરફથી એક મુમુક્ષુ તરફથી શ્રી જયંતીલાલ મનસુખલાલ શાહ લોખંડવાલા શ્રી શ્રીકાંત એસ. શાહ શ્રી ધીરુભાઈ એમ. ઝવેરી શ્રી અરવિંદભાઈ માણેકભાઈ શ્રી રમણીકલાલ ઉમેદચંદ શેઠ શ્રી લાલભાઈ સોમચંદ શાહ શ્રીમતી ચંદનબેન ચીનુભાઈ શ્રીમતી રૂક્ષ્મણીબેન જયસુખલાલ ખારા શ્રીમતી મૃદુલાબેન મહેતા શ્રી અરુણભાઈ ભાવસાર શ્રી ખુશાલચંદ હઠીસીંગ સખીદાસ શ્રી ઉત્તમલાલ હેમચંદ મહેતા શ્રી એચ. કે. વ્યાસ શ્રી હર્ષદભાઈ ચુનીલાલ શાહ શ્રીમતી જશવંતીબહેન શાંતિલાલ શાહ
અમદાવાદ
અમદાવાદ ૨૫૧.૦૦ અમદાવાદ ૨૫૧.૦૦
મુંબઈ ૨૫૧.૦૦ અમદાવાદ ૧૫૧.OO અમદાવાદ ૧૫૧.00 અમદાવાદ ૧૫૧.00 અમદાવાદ ૧૫૦.00 અમદાવાદ ૧૦૫.૦૦ અમદાવાદ ૧૦૧.૦૦ અમદાવાદ ૧૦૧.૦૦ અમદાવાદ ૧૦૧.૦૦ અમદાવાદ ૧૦૧.૦૦ અમદાવાદ ૧૦૧.૦૦ અમદાવાદ ૧૦૧.૦૦ અમદાવાદ ૧૦૧.૦૦
Page #20
--------------------------------------------------------------------------
________________
G
અધ્યાત્મ પંથની યાત્રા શ્રી હિંમતલાલ પૂંજાભાઈ
અમદાવાદ ૧૦૧.૦૦ શ્રી જશંવતલાલ ચીમનલાલ શાહ અમદાવાદ ૧૦૧.૦૦ શ્રીમતી કાંતાબહેન ચંદુલાલ શાહ અમદાવાદ ૧૦૧.૦૦ શ્રી ચંદુલાલ અબજીભાઈ શાહ
અમદાવાદ ૧૦૧.00 શ્રીમતી કેવલીબહેન ચંદુલાલ શાહ અમદાવાદ ૧૦૧.૦૦ શ્રીમતી ચારુબહેન સુરેન્દ્રભાઈ મહેતા અમદાવાદ ૧૦૧.૦૦ શ્રીમતી નલીનીબહેન પ્રવિણચંદ્ર શાહ અમદાવાદ ૧૦૧.૦૦ શ્રી સોમચંદ ડોસાભાઈ
અમદાવાદ ૧૦૧.૦૦ શ્રી વિમલભાઈ છોટાલાલ
અમદાવાદ ૧૦૧.૦૦ શ્રીમતી સાકરબહેન માવજી શાહ બોરીવલી ૧૦૧.૦૦ શ્રીમતી ઝવેરબેન પ્રેમજી શાહ બોરીવલી ૧૦૧.૦૦ શ્રીમતી સવિતાબેન મનુભાઈ ખોખાણી ઘાટકોપર ૧૦૧.૦૦ શ્રી હિંમતલાલ ચીનુભાઈ શાહ અમદાવાદ ૧૦૧.૦૦ શ્રી વિનોદભાઈ શાંતીલાલ
અમદાવાદ ૧૦૧.૦૦ શ્રી ચીનુભાઈ બાલાભાઈ
અમદાવાદ ૫૧.૦૦ શ્રી લલિતચંદ્ર શાંતિલાલ શાહ
૫૧.00
પૂના
Page #21
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
અધ્યાત્મ પંથની યાત્રા
‘શ્રીમદ્ રાજચન્દ્ર” ગ્રંથ પત્રાંક ૨૫૪ નો ટૂંકમાં સાર આ પત્ર શ્રીમદ્ રાજચન્દ્રજીએ ખંભાતના મુમુક્ષુઓના માર્ગદર્શન અર્થે લખેલો છે.
પ્રથમ તો જીવને મુમુક્ષુતાની ભાવના જ થતી નથી એ સૌથી મોટો દોષ છે એમ કહી મુમુક્ષુતાની વ્યાખ્યા કરી છે. ત્યાર પછી મુમુક્ષુતાની પ્રાપ્તિમાં સ્વચ્છંદને છોડવાની અને તે માટે આત્મનિરીક્ષણની આવશ્યક્તા બતાવી છે.
મુમુક્ષતા પ્રાપ્ત કર્યા પછી પણ સાક્ષાત્ ‘માર્ગપ્રાપ્તિ’ને રોકનારાં નીચેના ત્રણ કારણોનું વિશેષ વ્યાખ્યાન કર્યું છે ઃઆ લોકની અલ્પ પણ સુખેચ્છા
(૧)
(૨)
પરમ વિનયની ઓછાઈ પદાર્થનો અનિર્ણય.
(૩)
તત્કાલીન ઘણાખરા મુમુક્ષુઓમાં આ કારણોનો સદ્ભાવ તેઓશ્રીને દૃષ્ટિગોચર થયો હતો તેમ જણાવી વિનયગુણની વિશિષ્ટ આરાધના દ્વારા મહાત્માનો નિર્ણય કરીને મોહાસક્તિ મટાડવાની આજ્ઞા કરેલ છે.
મોહાસક્તિ મટવાથી નિઃશંક્તા, નિઃશંકતાથી નિર્ભયતા, નિર્ભયતાથી નિઃસંગતા અને તેથી પરમાત્મપદની પ્રાપ્તિ હોય છે એમ જણાવ્યું છે.
છેલ્લે, પરસ્પર ધર્મવાર્તામાં અને તત્ત્વવિચારમાં ઉદ્યમવંત રહી સમયનો સદુપયોગ કરવા ભણી લક્ષ દોરી વાત્સલ્યભાવ દર્શાવી પત્રની સમાપ્તિ કરી છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
'પત્રાંક- ૨૫૪ નો સાર દર્શાવતો ચાર્ટ - સત્સંગ, સલ્લાસ્ત્ર અને સદાચારના આશ્રયથી
આત્મપુરુષાર્થ કરતાં જાગેલી મુમુક્ષુતા
પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા
સ્વચ્છંદનો નાશ
બોધબીજ ભૂમિકાની પ્રાપ્તિ
આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ વિનયની ઓછાઈ અને પદાર્થનો અનર્ણય એવા ત્રણ દોષને ટાળવાનો પુરુષાર્થ
મહાત્માની સાચી ઓળખાણ
મોહાસક્તિનો નાશ
પદાર્થનો નિર્ણય
નિઃશક્તા
તીવ્ર મુમુક્ષતા નિર્ભયતા
નિઃસંગતા
પરમપદ-મોક્ષ-ની પ્રાપ્તિ. તેરમાં પગલે તેરમા ગુણસ્થાનની પ્રાપ્તિ
Page #23
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
મુંબઈ, અષાડ સુદ ૮, ભોમ, ૧૯૪૭
હનાથી નિર્ભય પત્રક
નિઃશંક્તાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે.
श्री परमात्मने नमः श्री सद्गुरूदेवाय नमः મંગળાચરણ
(દોહા) જ્ઞાન-સુસંયમ પૂર્ણથી દૂર કર્યા સવિ કર્મ; પ્રગટાવ્યું પરમાત્મ પદ વ શ્રી ભગવંત. બોધિ-સમાધિના નિધિ, સમદષ્ટિ સબ માંહી; જ્ઞાન-ધ્યાન-વિરાગમય ગુરુપદ નમું આંહી. મિથ્યાતમને ટાળવા, છે અદ્ભુત ઉપદેશ, અનેકાંત વિદ્યા લહું, જેમાં લેશ ન કલેશ. વચનાતિશય જેહને, કરુણા જ્ઞાન નિધાન;
પ્રશાંત-રસની મૂરતિ, નમું રાજ ગુરુ આણ.
સમીપ સમયવર્તી, પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત, મોક્ષાર્થીને પરમ ઉપકારી કેટલાક અગત્યના પત્રાંકો ઉપર વિશેષ વિચારણા કરવાના હેતુથી લખવાનો પ્રારંભ કરીએ છીએ.
પત્રાંક ૨૫૪ ‘દેહ આદિ જગતના સર્વ પદાર્થોથી જુદાં લક્ષણોવાળો હું આ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું' એવો બોધ સગુરુ-ઉપદેશથી, અર્થથી અને સ્વસંવેદનથી જેને થાય છે તે સાધક સ્વસ્વરૂપના નિર્ણયમાં નિઃશંક હોય છે અને નિઃશંક હોવાથી તેના જીવનમાં નિર્ભયતા અને નિઃસંગતા ક્રમે કરીને દૃષ્ટિગોચર થાય છે. જ્ઞાનીઓએ કહ્યું છે તેમ :
Page #24
--------------------------------------------------------------------------
________________
- અધ્યાત્મ પંથની યાત્રા
પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે;
(ચોપાઈ) “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન
પ્રભુ મેળવવા ગુરુ ભગવાન" “અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.”
સમ્યકત્વવંત જીવો નિઃશંકિત તેથી છે નિર્ભય અને, છે સખ ભય પ્રવિમુક્ત જેથી, તેથી તે નિશંક છે.”
જેટલા પ્રમાણમાં આત્મજ્ઞાન પ્રગટ્યું હોય તેટલા પ્રમાણમાં જીવનમાં પારમાર્થિક નિર્ભયતા પ્રગટે છે; જે ક્રમે કરીને વર્ધમાન થતાં મુનિદશામાં વિકાસ પામી (આઠમા ગુણસ્થાનને અંતે) પૂર્ણ થાય છે. અજ્ઞાનરૂપી ગ્રંથી છૂટી જતાં અંતરંગ નિઃસંગતા પ્રગટે છે અને સર્વસંગપરિત્યાગની દશા અંગીકાર કરતાં સર્વથા નિઃસંગપણું સિદ્ધ થાય છે. બાહ્યાંતર સર્વ પરિગ્રહની મમતા છોડી નિઃસંગપણું સિદ્ધ કરવાનો જ્ઞાનીઓ અભ્યાસ કરે છે.
જગતની અનેક પ્રકારની વિટંબણાઓમાં ફસાયેલા જીવને ઘણા પ્રકારનાં વળગણ છે તે પ્રત્યક્ષપણે જોઈ શકાય છે. અહીં તો શ્રીગુરુ કહે છે કે જીવ સાથે લાગેલી (જ્ઞાનાવરણીય આદિ) કર્મપ્રકૃતિનો વિસ્તાર અનંત છે અને તે તે કર્મને આધીન થઈને અજ્ઞાનપૂર્વક જીવન
શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૧૦૭. એજન, ૭૦૯. શ્રી સમયસાર ગાથા-૨૨૮. (શ્રી હિંમતભાઈ જે. શાહ કૃત પદ્યાનુવાદ),
૨.
Page #25
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી ‘તીવ્ર મુમુક્ષુતા’ ઉત્પન્ન ન જ હોય, જીવી રહેલા મનુષ્યમાં અનેક પ્રકારની ચિત્રવિચિત્રતાઓ દેખાય છે. કોઈ ક્રોધી છે, કોઈ કામી છે, કોઈ લોભી છે, કોઈ માયાચારી છે, કોઈ નાસ્તિકપણે વર્તે છે, કોઈ આડંબરમાં ફસાયેલો છે, કોઈ શોકમગ્ન છે, કોઈ ભયભીત છે, કોઈ ઉડાઉ છે, કોઈ શરાબી છે, કોઈ શિકારમાં આનંદ માને છે, કોઈ લડાઈઝઘડો ઉત્પન્ન કરાવે છે, કોઈ સતત નિંદામાં જ રચ્યોપચ્યો રહે છે તો બીજો વળી ખોટાં આળ લગાવીને કે ચાડી ખાઈને કલહ ઉત્પન્ન કરવામાં મશગૂલ છે.
અજ્ઞાની જીવોના અતિ અતિ વિસ્તારવાળા દોષોનું વર્ણન કોણ કરી શકે ? જેમ અનંત પ્રકારનાં કર્મો છે તેમ તે તે કર્મોને વશ પડેલા જગતના જીવોના દોષો પણ અનંત છે. તે સર્વ તો સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં ઝબકે છે છતાં પ્રાયશ્ચિત્ત કરતો સાધક વિધવિધ પ્રકારે કબૂલે છે ઃ
૫
૧.
૨.
*
આતમ ધ્યાનથી રે, સંતો સદા સ્વરૂપે રહેવું,કર્માધીન છે સહુ સંસારી, કોઈને કાંઈ નવ કહેવું,-આતમ૦ કોઈ જન નાચે, કોઈ જન રુએ, કોઈ જન યુદ્ધ કરંતા, કોઈ જન જન્મે, કોઈ જન ખેલે, દેશાટન કોઈ ફરતા.-આતમ૦* “હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું દીનાનાથ દયાળ; હું તો દોષ અત્યંતનું, ભાજન છું કરુણાળ.
૬,૧
અથવા
“ઈત્યાદિક પાપ અનંતા હમ કીને શ્રી ભગવંતા; સંતતિ ચિરકાલ ઉપાઈ વાની તે કહિય ન જાઈ.”ર આ જીવે એટલાં બધાં દુષ્કર્મો કર્યાં છે કે જેનો કોઈ અંત નથી.
શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૨૬૪, આલોચના પાઠ-૨૭.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
Page #26
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
અથવા ‘મુમુક્ષુતા’ જ ઉત્પન્ન ન હોય.
ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ ‘મુમુક્ષુતા’ નથી.
તો તે બધાં કથનમાં કેમ આવી શકે ? તેથી શ્રીગુરુ આ જીવ ઉપર કરુણા લાવીને તેના બધા દોષોમાંનો મુખ્ય દોષ બતાવતાં કહે છે કે જે દોષને આધીન થઈને વર્તવાથી પોતે પોતાના સાચા સ્વરૂપને જાણવાની કે પામવાની જિજ્ઞાસા જ ઉત્પન્ન કરી શક્તો નથી. આમ આ અજ્ઞાની જીવ મારે સર્વ કર્મોથી અને સર્વ દોષોથી રહિત થવું છે અને શાશ્વત જ્ઞાન અને આનંદને પામવાં છે એવી વૃત્તિ-સદ્ભાવ-મોક્ષાભિલાષ, આત્માર્થિતા જ ઉત્પન્ન કરતો નથી. જ્યાં સાધારણ મોક્ષેચ્છા પણ ઉત્પન્ન કરવાનો ઉદ્યમ કરતો નથી ત્યાં તીવ્ર મોક્ષાભિલાષ ઉપજાવી ઉગ્ર મુમુક્ષુપણું ક્યાંથી ઉત્પન્ન કરે ? આમ, સત્ય શાશ્વત નિજવસ્તુ પ્રત્યે બેદરકાર એવો જીવ અનાદિ કાળથી જન્મ-જરા-મરણ અને આધિ-વ્યાધિ-ઉપાધિ જેવાં અનેક દુઃખોને પામી રહ્યો છે. આવા સંસાર-પરિભ્રમણમાં અટવાયેલા આ જીવને મહપુણ્યના ઉદયથી કાકતાલીય ન્યાયે મનુષ્યપણું પ્રાપ્ત થયું છે. ત્યારે તેનું સાર્થકપણું કરી લેવા માટે કેવી જીવનદૃષ્ટિ કેળવવી જોઈએ તે શ્રીગુરુ કરુણા કરીને રૂડા ભવ્ય જીવોને બતાવે છે.
આ દુનિયામાં અત્યારે અનેક ધર્મમતો પ્રવર્તે છે. કોઈ પોતાને હિંદુ, કોઈ મુસલમાન, કોઈ ખ્રિસ્તી, કોઈ શીખ, કોઈ જૈન, કોઈ સ્વામીનારાયણ, કોઈ વૈષ્ણવ, કોઈ વેદાંતી, કોઈ પારસી કે કોઈ વળી અન્ય પ્રકારે માને છે, જે માતા-પિતાને ત્યાં દેહ ધારણ કર્યો તે માતાપિતાના કુળને, ધર્મને, આચારને, રીતરિવાજને, માન્યતાને, ધર્મવ્યવસ્થાને, રૂઢિગત ક્રિયાઓને, ધર્મસ્થાનકોને કે પહેરવેશાદિને મનુષ્ય પોતાનાં માને છે અને એમ ક૨વાથી પોતે ધર્મી છે એવી માન્યતામાં પ્રવર્તી રહ્યો છે. મંદિર, મસ્જિદ, ગિરજાઘર, ગુરુદ્વારા, દેરાસર, ઉપાશ્રય કે અગિયારીમાં જવું, રૂઢિગત રીતે પૂજા, બંદગી,
9
Page #27
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. પ્રાર્થના, પ્રતિક્રમણ વગેરે બોલી જવાં કે શરીરની બેસવાની, ઊઠવાની, નમવાની, સ્થિર થવાની કે એવી બીજી ક્રિયાઓમાં પ્રવર્તવું તેને ધર્મીપણું, આરાધકપણું કે મુમુક્ષુપણું માને છે. પરંતુ આ રીત પરમાર્થ ધર્મની નથી.
“ગચ્છ મતની જે કલ્પના, તે નહીં સવ્યવહાર ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર.”
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈયો તે તત્ત્વચિંતન વિના,
રત્નચિંતામણિ જન્મ ખોયો. “અમને તો બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન આદિ કહેવાતાં હોય અને મતવાળા હોય તો તે અહિતકારી છે, મતરહિત હિતકારી છે.”
ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં
તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર-ભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડિયા કળિકાળ રાજે....... ધાર તરવાની જેણે સાચી મુમુક્ષુતા પ્રગટાવવી છે તેણે તો સર્વ પ્રકારના મોહથી રહિત થવાનો અપ્રતિમ પુરુષાર્થ કરવાનો છે. મોહરૂપ જે આસક્તિ (રાગાંશો) તેનાથી અકળામણ-ગૂંગળામણ અનુભવીને તેથી રહિત થવાની લગની ન લાગે, ધૂન ન ચડે, નિર્ણય ન બને અને
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ૧૩૩. ભક્તકવિ નરસિંહ મહેતા. ઉપદેશછાયા, શ્રીમદ્ રાજચન્દ્ર, ૭. યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજ.
Page #28
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
‘તીવ્ર મુમુક્ષુતા” વિષે અત્ર જણાવવું નથી પણ ‘મુમુક્ષુતા” વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ થાય છે.
સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે.
પુરુષાર્થ ન ઉલ્લુસે તો કદાપિ સાચું મુમુક્ષુપણું પ્રગટી શકે નહિ. આ મોહના બે પ્રકાર છે-દર્શનમોહ (ખોટી માન્યતા) અને ચારિત્રમોહ (ખોટું આચરણ).
કર્મ મોહનીય ભેદ બે, દર્શન, ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા અચૂક ઉપાય આમ.”૧
મોહથી રહિત થવાથી આરાધનાના ક્રમમાં સદ્બોધનો પરિચય ક૨વો આવશ્યક છે, અને તે સદ્બોધને પોતાના જીવનમાં સ્થિર કરી તે પ્રમાણે પોતાના જીવનની શુદ્ધિના પ્રયોગરૂપ આચરણ કરવાનું પણ જરૂરી છે. આ પ્રકારે માત્ર મોક્ષરૂપી પ્રયત્ન જ જ્યારે જીવનમાં અગ્રીમતાને પામે, અને તેને અનુરૂપ જ્યારે જીવનવ્યવહારનું આયોજન કરવામાં આવે ત્યારે જાણવું કે મુમુક્ષુપણું - આત્માર્થીપણું ખરેખર પ્રગટ્યું છે.
,92
મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.’૩
“ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુજીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્તૃત થઈ જાય છે.””
૧.
૨.
૩.
૪.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૦૩. શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૯૫૪. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૩૮. શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૬૪૩.
Page #29
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
મુમુક્ષુતાથી આગળની દશા તીવ્ર મુમુક્ષુતા છે, જેનું લક્ષણ એ છે કે નિરંતર શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અતિ ઉલ્લાસભાવે અત્યંત ભક્તિ પ્રગટે છે, જે ભક્તિની પરિપક્વતા થયે નિજવૃત્તિનો પ્રવાહ શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વળે છે અને નિર્વિકલ્પ આત્માનુભવનો પ્રસંગ વારંવાર સાંપડે છે. આ સ્થિતિ મુખ્યપણે આત્મજ્ઞાનપ્રાપ્તિ પછી સંયમદશા પ્રગટ થવાથી ઉત્પન્ન થાય છે અને તેનું મુખ્ય લક્ષણ તત્ત્વસ્વરૂપની ચિંતવના ધારાપ્રવાહથી વહેતી થકી બોધિ-સમાધિના માર્ગને અતિશયપણે સાધે તે છે. આને જ પ્રશમસુખ કહેવામાં આવે છે.
992
“પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બર્સે, વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભો બતલાઈ દિયે.”” “ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ, નરભવ સફલો જો કરે, દાન, શીલ, તપ ભાવ. “જીવાદિ પદાર્થો તથા (તેમાં સારભૂત) નિજ આત્મતત્ત્વના ચિંતવન રૂપ સમ્યજ્ઞાનમાં નિરંતર જાગૃતિ રાખવી તેને અભીક્ષ્ણજ્ઞાનોપયોગ કહે છે.””
C
૬૪
“વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ વાસ. “દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્ત્વપ્રતીતિ સભ્યપણે ઉત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે.”
૫
આ પ્રકારે ક્ષણે ક્ષણે જેમાં આત્મજાગૃતિ છે તેવી તીવ્ર મુમુક્ષુતાની વાત ન કરતાં સામાન્ય અને મધ્યમ કક્ષાના સાધકોને મુખ્યરૂપે આ શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૨૭૫
૧.
૨.
શ્રી બૃહદ આલોચના.
૩.
जीवादिपदार्थ- स्वतत्त्वविषये, सम्यग्ज्ञाने नित्यं युक्तता अभिक्ष्ण ज्ञानोपयोगः ।। ૬/૨૪ સર્વાર્થસિદ્ધિ.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૧૨.
શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૯૦૧.
૪.
૫.
Page #30
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની ચાત્રા
૧૦
સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી ‘માર્ગપ્રાપ્તિ’ને રોકનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય.
એ બધાં કારણો ટાળવાનું બીજ હવે પછી કહેશું. તે પહેલાં તે જ કારણોને અધિક્તાથી કહીએ છીએ.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા”, એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે તે હોવાનાં કારણો....
કાળે જે પ્રયોજનભૂત છે તેવી મુમુક્ષુતાના વિષયનું પ્રતિપાદન કરતાં શ્રીગુરુ કહે છે કે જે કોઈ સાધક સાચો મુમુક્ષુ થવાની ભાવનાવાળો હોય તેણે નિષ્પક્ષપણે પોતાના દોષોને જાણવા, ઓળખવા અને કાઢવા કે જેથી અનાદિકાળનો કોઠે પડી ગયેલો એવો જીવનો સ્વચ્છંદ ઘટે. અનેક જન્મોના સંસ્કારોથી જીવને દેહબુદ્ધિ અને બહિર્દષ્ટિપણું વર્તે છે અને મોહરૂપી મદિરાથી ઉન્મત્ત થઈ મન ફાવે તેમ દેહ-વાણી-મનની પ્રવૃત્તિમાં નિરંકુશપણે તે વર્તી રહ્યો છે.
હવે, જેમ જેમ સદ્દગુરુના સાન્નિધ્યમાં કે સત્સંગના યોગમાં રહીને આરાધના કરે તેમ તેમ નિજ મતિ કલ્પના છોડી જ્ઞાનીના માર્ગનો આરાધક બને. જેમ જેમ સન્માર્ગની આરાધના કરતો જાય તેમ તેમ સ્વચ્છંદ ઘટતો જાય, માર્ગાનુસારીપણું સધાય અને મુમુક્ષુતા વર્ધમાન થાય.
“પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય. 2)૧
992
“માનાદિક શત્રુ મહા નિજછંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય.” આ પ્રમાણે સદ્ગુરુ આજ્ઞાએ વર્તતાં સહજપણે અનેકવિધ કલ્યાણ થાય છે અને આત્મજ્ઞાનપ્રાપ્તિ માટેની યોગ્યતા વધી જાય છે. આવા
૧. અને ૨. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૭/૧૮,
Page #31
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
નિઃશંકપણે તે ‘સત્' છે એવું દૃઢ થયું નથી, અથવા તે ‘પરમાનંદરૂપ’ જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે; જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે.
૧૧
સુપાત્ર અથવા ‘ઉત્તમ’ મુમુક્ષુને પણ હજુ ‘સાક્ષાત્ - મોક્ષમાર્ગ’ની પ્રાપ્તિને રોકનારાં જે મુખ્ય ત્રણ કારણો છે તે કારણોનો નિર્દેશ કરી શ્રીગુરુ કંઈક વિસ્તારથી તે કારણોની સમજણ આપે છે કે જેથી તે કારણોથી રહિત થવા મુમુક્ષુ પુરુષાર્થ કરે.
પ્રથમ કારણ તે આ લોકની અલ્પ પણ સુખેચ્છા છે. મોક્ષમાર્ગમાં સર્વ પ્રકારની જગતની ઈચ્છાઓ બાધક જ છે, તેથી ઉત્તમ મુમુક્ષુએ સદ્ગુરુના સાન્નિધ્યનો કે સત્સંગનો આશ્રય કરી યથાર્થ બોધને અંતરમાં ધારણ કરવો. આ બોધના ફળરૂપે મુમુક્ષુએ “મારો આત્મા જ સર્વોત્કૃષ્ટ અને શાશ્વત સુખનો ખજાનો છે” એવી નિઃશંકતા ઉપજાવવી જોઈએ. નિજ શુદ્ધ આત્મતત્ત્વની અબાધિત સત્તાની આત્યંતિક રુચિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મુમુક્ષુના જીવનનો ઝોક જેવી જોઈએ તેવી ગતિથી સાધના તરફ વળતો નથી. જ્યાં સુધી જગતના કોઈ પણ પદાર્થમાંથી સુખ મળશે એવી માન્યતા ઊંડે ઊંડે પણ રહે ત્યાં સુધી ‘પરમાનંદ’ રૂપ એવા પોતાના આત્મા પ્રત્યે વૃત્તિનું પ્રવહવું થાય નહિ અને જ્યાં સુધી આમ ન બને ત્યાં સુધી આત્મસાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે ? માટે જ્યાં સુધી મોક્ષેચ્છા યથાયોગ્ય અને તીવ્ર નથી બનતી ત્યાં સુધી મુમુક્ષુએ સદ્ગુરુઆજ્ઞાની શ્રદ્ધાના બળે આગળ વધવું રહ્યું. કહ્યું છે કે :
“અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને, તે સર્વ આગમધર ભલે પણ જાણતો નહીં આત્મને.” “હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે; તે શ્રી સમયસાર ગાથા-૨૦૧.
૧.
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૨
આધ્યાત્મ પંથની યાત્રા સપુરુષમાં જ પરમેશ્વર-બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ઘર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દેખ્યત્વ સૂચવે છે; બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે, સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ.'
વર્ત નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં પરમાર્થે સમકિત.” આમ, આત્મસ્વરૂપમાં યથાયોગ્ય નિઃશંકતાની ઊણપ તથા તે જ પરમાનંદરૂપ છે એ બાબતનો અનિશ્ચય - આ બે પેટાકારણોનો નિર્દેશ કર્યો. હવે, મુમુક્ષુદશામાં પણ અમુક પ્રકારના સુખનું વેદના થાય છે તેવું ત્રીજું પેટાકારણ દર્શાવે છે. જેમ જેમ ક્રોધાદિ ઉપશમ પામતા જાય અને સામાન્યપણે ભક્તિમાર્ગ આદિની આરાધના જામતી જાય તેમ તેમ સુખ ઉપજાવનારા બે પ્રકારનાં કારણો સાધકદશામાં આવી પડે છે.
એક તો અનેકવિધ સાત્ત્વિક્તાના અંશો જેવા કે સંગુરુ-પરમાત્મા આદિના દર્શન-પૂજન-વિનય કરતાં કરતાં રોમાંચ, હર્ષાશ્રુ, કંઠનું ગદ્ગદ થઈ જવું, સમસ્ત શરીરનું પુલકિત થવું, દેહભાન કથંચિત્ વિસ્મૃત થઈ ભાવાવેશમાં નૃત્ય આદિ શુભ અનુષ્ઠાનમાં પ્રવર્તવું વગેરે ઊપજે છે જે સાધકને ઉલ્લાસ ઉપજાવે છે. આવાં અનેકવિધ સાત્ત્વિક આનંદનાં સ્પંદનોને જો તાત્વિક માની લેવામાં આવે તો સાધક આ વિશિષ્ટ શુભભાવની ભૂમિકામાં અટકી જાય છે અને સાક્ષાત્ મોક્ષમાર્ગથી (શુદ્ધભાવથી) વંચિત રહી જાય છે.
બીજા પ્રકારનો આનંદ, જે મુમુક્ષુ દશામાં સહજપણે સંયોગવશાત્ આવી બને છે તે પવિત્રતા-મિશ્રિત પુણ્યોદયનો છે. મુમુક્ષુએ સંપાદિત કરેલાં જ્ઞાન-ભક્તિ-સદાચરણ આદિથી પ્રભાવિત થયેલો સામાન્ય ભક્તસમાજ, તે મુમુક્ષુની વિધવિધ સેવાશુશ્રુષા કરવા લાગી જાય છે. ૧. શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૧૦૮. ૨. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૧૧.
.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૩
અધ્યાત્મ પંથની યાત્રા
સુંદર સ્વાદિષ્ટ ભોજન, કીંમતી વસ્ત્રો, નયનરમ્ય આવાસ, શારીરિક સેવા, નમસ્કાર-આદર-પ્રણામ-સત્કાર વગેરે બાહ્ય સુખાકારીનાં સાધનો તે મુમુક્ષુની તહેનાતમાં હાજર કરી દે છે. વળી મુમુક્ષુને પોતાથી વિશેષ ગુણવાન અને જ્ઞાનવાન કોઈ બીજું આજુબાજુમાં દેખાતું ન હોવાથી તેને પણ પોતામાં મહત્તાનો આભાસ ઉત્પન્ન થઈ જાય છે. આમ વિશિષ્ટ પુણ્યના ઉદયથી સંપ્રાપ્ત થયેલી સામગ્રીના ગ્રહણમાં રોકાઈ જવાથી તેની વૃત્તિ પુણ્ય-પાપના ફળરહિત એવા નિજસ્વરૂપની સાધનામાં કાં તો પ્રવૃત્ત જ થતી નથી અથવા એટલી મંદપણે પ્રવૃત્ત થાય છે કે જેથી થોડા વખતમાં તે નિષ્ક્રિય થઈ સ્વયં સમાપ્તિને પામે છે. આવા બન્નેમાથી કોઈ પણ પ્રકારમાં રોકાઈ ગઈ છે જીવનચર્યા જેની, તે મુમુક્ષુ, તથારૂપ યોગ્યતાને ન પહોંચવાને લીધે, સાક્ષાત્ મોક્ષમાર્ગપ્રાપ્તિથી વંચિત રહી જાય છે. આ પ્રમાણે, માર્ગપ્રાપ્તિને રોકનાર પ્રથમ કારણનું વ્યાખ્યાન પૂરું થયું.
મોક્ષમાર્ગપ્રાપ્તિને રોકનારું દ્વિતીય કારણ જે પરમ વિનયની ઓછાઈ, તે હવે જણાવે છે. જગતના સર્વ અજ્ઞાની જીવોમાં જોકે અહંત્વ-મમત્વનો મોટો દોષ જોવામાં આવે છે, તોપણ મનુષ્યના અવતા૨માં અને વળી આ કળિયુગના મનુષ્યોમાં તો અભિમાન, સ્વાભિમાન, અહંકાર (કે સ્વમાન ! Self-respect ! )આદિના બહાના હેઠળ અનેક નામોથી ઓળખાતા માનના અંશો દૃષ્ટિગોચર થાય છે.
વર્તમાન પર્યાયમાં (એટલે કે દેહમાં) અને વર્તમાન સંયોગોમાં પોતાપણાની ભ્રાંતિ ઊપજી છે તેવા મનુષ્યોમાં અનેક પ્રકારનાં મિથ્યાભિમાન હોય છે. હું શેઠ છું, શાહુકાર છું, મોટો હિસાબનીસ છું, પ્રધાન છું, લાગવગવાળો છું, સંઘપતિ છું, રાજ્યસત્તાવાળો છું, ઈજનેર છું, નાગર બ્રાહ્મણ, સિસોદિયો રજપૂત કે દશા શ્રીમાળી છું, અમીરવર્ગનો છું, બુદ્ધિજીવી (Cream of society, intellectual) છું, આવા આવા, અનેક પ્રકારનાં અભિમાન વર્તમાન સમાજમાં
Page #34
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મ પંથની યાત્રા
૧૪
જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ “પરમ દેખ્યત્વ” જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. દેખાય છે. વળી હું ત્યાગી છું, તપસ્વી છું, વતી છું, દીર્ઘકાળથી સંયમી છું, પ્રખર પ્રજ્ઞાવાન છું, સતાવધાની કે શતાવધાની છું, શાસ્ત્રમર્મજ્ઞ છું, અનેક શિષ્યોનો ગુરુ છું, અનેક વિદ્યામાં પારંગત છું, રિદ્ધિસિદ્ધિનો ધારક છું, અમુક સંપ્રદાયનો વડો છું આવા પ્રકારના ઘણા અભિમાન પણ વર્તમાન મનુષ્યોમાં જણાય છે.'
જે સાચો મુમુક્ષુ હોય તેણે તો પોતાના સાચા શુદ્ધ આત્મસ્વરૂપને જાણ્યું છે તેથી આવા કોઈ પ્રકારના અહંકાર ધારણ કર્યા વગર, જેમના પ્રતાપથી પોતાને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન-ભાન થયું તેવા શ્રી સદ્ગુરુદેવને અથવા સત્પરુષને જ તે મહત્તાવાળા માને છે એને પોતાને ખરેખર તેમનો સાચો સેવક માને છે. આમ કર્યું છે જેણે એવો મુમુક્ષુ સગુરુદેવને જ ભગવાન સમાન ગણે છે અને પોતાનાં કહેવાય છે તેવાં તન, મન, ધનાદિ સર્વ તેમને ચરણે ધરીને, તેમની આજ્ઞાની યાચના કરીને, તેમની આજ્ઞાનું સમજી સમજીને ઉપયોગપૂર્વક પોતાની શક્તિ ગોપવ્યા વિના આરાધન કરે છે.
“શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન.” “આ દેહાદિ આજ થી, વર્તા પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.” પ્રત્યક્ષ સગુરુ સમ નહીં પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના ઊગે ન આત્મવિચાર.”
નં જે 4
શ્રી રત્નકરંડશ્રાવકાચાર, ગાથા-૨૫. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૨૫. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૨૧. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૧.
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૫
અધ્યાત્મ પંથની યાત્રા
કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ-નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્થા સમતા આવે છે;
આજ્ઞાનું આરાધન તે જ ધર્મ અને આજ્ઞાનું આરાધન તે જ તપ. માઈI થી VII તવો :
“દાસ કહાવન કઠિન હૈ, મેં દાસનકો દાસ, અબ તો એસા હો રહું કિ પાંવ તલેકી ઘાસ. “રાઈ બાંટા બીસવાં, ફિર બીસનકા બીસ, એસા મનવા જો કરે, તાહિ મિલે જગદીશ.”
સદગુરુ પદમેં સમાત છે, અરિહંતાદિ પદ સર્વ, તાતેં સદ્ગુરુ ચરણકું, ઉપાસાં તજી ગર્વ.૪
આવાં આવાં અનેક વચનોથી સત્પરુષનું– ગુરુનું અદ્ભુત અલૌકિક માહામ્ય પૂર્વે મહાપુરુષોએ પ્રકાણ્યું છે. સાધકને જ્યારે આ વાત અંતરમાં યથાર્થ સમજાય ત્યારે તેને અતિશય ઉલ્લાસ આવે છે. પુરુષની એકનિષ્ઠાએ સેવા કરવાથી અને તેમના સાચા સ્વરૂપની ઓળખાણ થવાથી તેમનામાં પ્રભુના જેવી જ દિવ્ય જ્ઞાનજ્યોતિનું દર્શન થાય છે. તેમની આજ્ઞાના આરાધનથી પોતાને પણ ક્રમે કરીને તેમના જેવી જ આત્મિક સમૃદ્ધિ અવશ્ય પ્રગટે છે.
“તનસેં, મનમેં, ધનમેં, સબસેં, ગુરુદેવની આન સ્વ-આત્મ બર્સે, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો.૫
“એનું સ્વપ્ન જો દર્શન પામે રે,
તેનું મન ન ચઢે બીજે ભામે રે,
નં ૪ ૪
ઉપદેશપદ, શ્રી હરિભદ્રસૂરિ. મહાત્મા કબીરદાસજી. મહાત્મા કબીરદાસજી. શ્રી સદ્ગુરુ સ્તુતિ-શ્રી રત્નરાજ સ્વામી. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૨૭૫.
Page #36
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
કલ્પિત પદાર્થ વિષે ‘સત્’ની માન્યતા હોય છે;
થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે,
૧. ૨.
૩.
તેને ન ગમે સંસારીનો સંગ રે.” ,,૧
ન
આ ઉપરોક્ત પ્રકારે જ્યારે પોતાનામાં વિશિષ્ટ વિનયગુણનું પ્રગટવું થાય ત્યારે તેના ફળરૂપે પ્રાણીમાત્રમાં પોતાના જેવો જ આત્મા દેખાવાથી તેને સૌની સેવા”નો ભાવ ઊપજે છે, જેથી ‘સર્વાત્મભાવ’ની સાધના સહેજે સહેજે બને છે; અને ધર્મધ્યાન પ્રત્યે વળવાની પાત્રતા ક્રમે કરીને સાધકમાં પ્રગટે છે. આ વાત કો૨ા તર્કથી સમજણમાં આવે તેવી નથી, પણ પોતાનામાં ઉત્તમ પાત્રતા પ્રગટ કરવાની રુચિવાળા મુમુક્ષુને આ વિનયગુણની આરાધનાનો પ્રયોગ જીવનમાં ક૨વાની ભાવના ઊગે છે. બીજી બાજુ શુષ્કજ્ઞાની-મતાર્થી મનુષ્ય આ બાબતનો મર્મ પામતો નથી અને મહાન આત્મલાભથી વંચિત રહી જાય છે.
વિનયગુણનું મોક્ષમાર્ગમાં આવું અલૌકિક માહાત્મ્ય છે, તેથી જ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીસ અધ્યયનમાં વિનય-અધ્યયન સર્વ પ્રથમ મૂકેલ છે. જ્યાં સુધી આવા વિનયગુણને નહિ આરાધો ત્યાં સુધી તમારી ગમે તેવી તીક્ષ્ણ બુદ્ધિ પણ પ્રજ્ઞારૂપે પરિણમશે નહિ અને આત્મતત્ત્વને ગ્રહણ કરી શક્શે નહિ; માટે વિનયનું આવું અલૌકિક માહાત્મ્ય કે આસન્નભવ્ય (જેમને મુક્તિ નિકટ છે તેવા) જીવો ! સંમત કરો, તેમાં જ તમારું કલ્યાણ છે, એમ વીતરાગમાર્ગમાં શ્રીગુરુઓનો ઉપદેશ છે. એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સભાગ્ય.૨ “હોય મુમુક્ષુ જીવ તે સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે અવળો લે નિર્ધાર.”
આત્મજાગૃતિનાં પદો, નિત્યક્રમ અગાસ. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૨૦. એજન, ૨૨.
૧૬
Page #37
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
“વિનયાચાર સંપન્ન, વિષયોથી પરાક્ષુખ,
જ્ઞાનની ભાવનાવાળો લહે છે હિત ઉત્તમ. આમ, માર્ગપ્રાપ્તિને રોકનારાં બે કારણોને સમજાવીને હવે શ્રીગુરુ છેલ્લું અને ત્રીજું કારણ કહે છે અને તે છે-પદાર્થનો અનર્ણય.
પરમાર્થને ખરેખર પ્રાપ્ત કરવો તે કાંઈ રમત વાત નથી. સત્સંગ, સદ્ધોધ, સદાચાર અને તત્ત્વાભ્યાસના બળથી જેમ જેમ અવિદ્યાના દઢ સંસ્કારોની પકડ સાધકજીવ ઉપરથી ઢીલી થતી જાય છે તેમ તેમ તેની યોગ્યતા વધતી જાય છે, તેનો વિકાસ થતો જાય છે અને ઊંચા ઊંચા પરિણામોને પ્રાપ્ત કરતો થકો તે ગ્રંથિભેદ (અવિદ્યાના નાશ) ભણી દૃઢતાથી ડગલાં ભર્યે જાય છે. સદ્ગુરુના બોધને મધ્યસ્થપણે ગ્રહણ કરતો, કોઈ પણ દુરાગ્રહ ન રાખતો થકો, માત્ર સત્ય તત્ત્વને જ ગ્રહણ કરવાની અંતરંગ જિજ્ઞાસાવાળો તે પુરુષ જ્યારે આવો સપુરુષાર્થ જાળવી રાખે છે ત્યારે સાપેક્ષવાદનું (અનેકાંતવિદ્યાનું) રહસ્ય તેને સદ્ગુરુના બોધથી ધીમે ધીમે સમજાતું જાય છે અને જેમ જેમ સમજાતું જાય છે તેમ તેમ વસ્તુતત્ત્વનો યથાર્થભાવ તેના અંતરમાં ભાસતો જાય છે. આમ, સર્વ પ્રકારે પ્રયોજનભૂત તત્ત્વોનું અવિરુદ્ધ જ્ઞાન સિદ્ધ થતાં અવશ્ય તેને ઉત્તમ આત્મલાભ થાય છે.
“દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે અને તે બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે.”
“જાકે હિરદે મેં સ્યા વાદ સાધના કર, શુદ્ધ આતમકો અનુભો પ્રગટ ભયો છે, જાકે સંકલપ વિકલપ કે વિકાર મિટી સદા કાલ એક ભાવ ૨સ પરિણાયો છે, જાતે બંધ વિધિ પરિહાર મોક્ષ અંગિકાર એસો સુવિચાર પક્ષ સોઉ છાંડી દીનો છે,
શ્રી સારસમુચ્ચયઃ શ્રી કુલભદ્રાચાર્ય. શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૩૩૦.
૨.
Page #38
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા જાકી જ્ઞાન મહિમા ઉદ્યોત દિન દિન પ્રતિ, સાઉ ભવસાગર ઉલંધી પાર ગયો છે.' “શ્રામણ્ય જ્યાં એકાઢે ને એકાગ્ય વસ્તુ નિશ્ચય
નિશ્ચય બને આગમ થકી, આગમ પ્રવર્તન મુખ્ય છે.” “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેસર; હૃદય-નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિનેસર, ધર્મ જિનેર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત જિનેસર
આ પ્રમાણે જ્ઞાનીપુરુષના વચનના આધારે વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ કે આ જ સમ્યગુજ્ઞાન છે. જ્યાં સુધી આવું સમ્યગૂજ્ઞાન અંતરમાં સુસ્થિત ન થાય ત્યાં સુધી ચિત્ત ચંચળ રહે, ભય અને આકુળતા ટળે નહિ અને અનેકવિધ સંકલ્પ-વિકલ્પોની જાળમાં સાધક ફસાયેલો રહે. કદાચિત્ ઉપર ઉપરથી સમભાવ રાખવાનો પ્રયત્ન કરે, પણ યથાર્થબોધમાં સ્થિરતા ન થઈ હોવાથી નામમાત્ર સમતા-ઉપલક સમતાદેખાવની સમતા આવે, સાચી સમતા આવે નહિ. આમ વસ્તુનો યથાર્થ નિર્ધાર અંતરમાં થયા વિના જગતના અનેકવિધ પદાર્થોમાં વૃત્તિ દોડ્યા કરે છે અને જ્યાં સ્થિર થવી જોઈએ ત્યાં સ્થિર થઈ શકતી નથી. આ વિશ્વનો સર્વોત્કૃષ્ટ પદાર્થ મારો શુદ્ધ આત્મા જ છે; તેનાથી વિશેષ, મોટું, મહાન, ઉન્નત, સુખદાયક, ઊંચી કક્ષાનું, ઉપાદેય, સ્વીકાર્ય, આદરણીય, શ્રેયરૂપ, ધ્યેયરૂપ, લક્ષ્યરૂપ, શ્રદ્ધવાયોગ્ય, પ્રાપ્તવ્ય, અને કૃતકૃત્યતાદાયક અન્ય કાંઈ જ નથી એવો નિર્ણય મુમુક્ષુને થવો અનિવાર્ય છે. આવો પરમ પદાર્થ જે નિજાત્મા, તેમાં પ્રેમનો પ્રવાહ તો જ વળે જો તેનું સર્વોત્કૃષ્ટપણું અંતરમાં નિર્ધારિત કરીને તેનો જ અભ્યાસ કરવામાં આવે. યથા
“એ રીત દર્શનજ્ઞાન છે, ઈન્દ્રિય-અતીત મહાર્થ છે, માનું છું આલંબનરહિત જીવ, શુદ્ધ, નિશ્ચય ધ્રુવ છે.*
| -
N S
શ્રી સમયસાર નાટક. શ્રી પ્રવચનસાર-૨૩૨. યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજ. શ્રી પ્રવચનસાર, ૧૯૨.
»
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૯
અધ્યાત્મ પંથની યાત્રા જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે.
આ ત્રણ કારણો ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કોઈ વિષે જોઈ છે.
આત્મ-પદાર્થનું અત્યંત માહામ્ય અંતરમાં ભાસવું, એકમાત્ર આત્મતૃપ્રાપ્તિની જ રૂચિ રહેવી અને સર્વ મતમતાંતર, પંથ-આગ્રહ, વ્યક્તિગત કે દૃષ્ટિગત રાગમાં રોકાઈ જવાનો તથા પંથ-વ્યામોહાદિનો અભાવ થવો-આવી દશાને પ્રાપ્ત થયેલો જીવ સદ્ગુરુના બોધને પામીને, તત્ત્વનો યથાર્થ નિર્ણય કરી શકે છે. આ રીતે પદાર્થના નિર્ણયને પામેલા જીવને સ્વ-દ્રવ્ય (શુદ્ધાત્મા) પ્રત્યે આત્યંતિક પ્રેમ પ્રગટે છે, જે પ્રગટવું તેજ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે, કારણ કે ત્યાર પછી તેવા ઉત્તમ પાત્રતાને પામેલા જીવને મોક્ષપ્રાપ્તિમાં કોઈ બાધક કારણ રહેતું નથી
શ્રીગુરુ કહે છે કે મોટા ભાગના અમને મળેલા મુમુક્ષુઓમાં આ ત્રણ કારણો દેખાયાં છે. પરંતુ કોઈ કોઈ મુમુક્ષુઓમાં વિનયગુણનું કંઈક પ્રાગટ્ય દૃષ્ટિગોચર થયું છે. આવા ભાગ્યવાન મુમુક્ષુઓ વિશેષ પુરુષાર્થ કરીને જો વિનયગુણની ઉગ્ર આરાધનામાં જોડાઈને યથાર્થ રીતે પરમવિનયપણાને પ્રાપ્ત થઈ જાય તો તેમનામાં ઉત્તમ પાત્રતા પ્રગટ થઈ જાય. આવા મુમુક્ષુને મોક્ષમાર્ગ અવશ્ય પ્રાપ્ત થાય છે. માટે સત્પરુષને યથાર્થપણે ઓળખીને તેમના પ્રત્યે સર્વાર્પણ કરવું એમ કહેવાનો શ્રી સદગુરુનો આશય જાણવો.
વિશેષ ક્યાં સુધી આ વાતનો વિસ્તાર કર્યા કરવો ? ભૂતકાળ, વર્તમાનકાળે, અને ભવિષ્યકાળે આ જ માર્ગ છે કે ગુણવાનોને ઓળખી, તેમના ગુણોની ખરેખરી પિછાન કરી, તેમની પરમ ભક્તિને આધીન થઈ તેમના બતાવેલા માર્ગે ચાલવું.
Page #40
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૨૦
અને જો તેઓમાં સર્વ પ્રકારે (પરમ દૈન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તો જોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે.
અધિક શું કહીએ ? અનંતકાળે એ જ માર્ગ છે.
પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તો ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.
શ્રમણો જિનો તીર્થંકરો, એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમું તેમને, નિર્વાણના તે માર્ગને ”
માર્ગપ્રાપ્તિને રોકનારા પહેલા અને ત્રીજા કારણનો ૨કાસ થવા માટે પરમ વિનયપૂર્વક વર્તવું અને વારંવાર સત્પુરુષના સમાગમનો આશ્રય કરી તેમના વ્યક્તિત્વમાં રહેલી જે દિવ્યતા, આત્મદૃષ્ટિ, આત્મલક્ષ અને સહજ ઉદાસીનતા તેને ઓળખવાનો પ્રયત્ન કરવો. જે કોઈ મુમુક્ષુ, આત્માનો સાચો ખપી થઈને સત્પુરુષને ઓળખવાનો વારંવાર પ્રયત્ન કરે છે અને વિપરીત કારણો આવવા છતાં પોતાનો પ્રયત્ન પ્રમાણિકતાથી જાળવી રાખે છે, તેનામાં ક્રમે કરીને એક એવી દિવ્ય દૃષ્ટિ ઊગે છે કે જેના પ્રતાપે કરીને તેને સત્પુરુષના આત્માની ઓળખાણ થઈ જાય છે. આવી પારદર્શક ઓળખશક્તિ પેદા ન થાય ત્યાં સુધી સતત સત્ઝમાગમ કર્યા જ કરવો તથા સત્શાસ્ત્ર અને સદાચારનું દૃઢ અવલંબન લઈને પોતાની મુમુક્ષુદશા કેટલી વર્ધમાન થાય છે તેનું અઠવાડિક, માસિક કે વાર્ષિક સરવૈયું કાઢવું અને નિરંતર દોષો દૂર ક૨વાનો પુરુષાર્થ જારી રાખવો એ જ મોક્ષપ્રાપ્તિનું રહસ્ય છે.
જે કોઈ સાધકને સત્પુરુષના સ્વરૂપનો યથાર્થ અને દૃઢ નિશ્ચય થાય તેને શું શું ફળની પ્રાપ્તિ થાય એ વાત હવે શ્રીગુરુ સમજાવે છે. શ્રી પ્રવચનસાર, ૧૯૯.
૧.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૧
અધ્યાત્મ પંથની યાત્રા મહાત્મામાં જેનો દઢ નિશ્ચય થાય છે, તેને મોહાસક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે.
સપુરુષ તે પ્રગટ શુદ્ધ આત્મા છે. જેને તત્ત્વદૃષ્ટિથી સપુરુષની ઓળખાણ થાય તેને જોકે સત્પરુષ પ્રત્યે અલૌકિક ભક્તિભાવ ઊપજે છે છતાં વ્યક્તિગત રાગમાં તે વ્યામોહ પામતો નથી. તેમનામાં પ્રગટેલા શુદ્ધ આત્મતત્ત્વ પ્રત્યે તે સાધકમાં પરમ આદર પ્રગટે છે અને તેથી દિનપ્રતિદિન તેમનામાં રહેલાં અનેકવિધ ગુણો પોતાનામાં કેવી રીતે પ્રગટે તે તરફનો તેનો પુરુષાર્થ વધી જાય છે. ફળસ્વરૂપે સમતાભાવની તેમની સાધનાનું અનુસરણ અને અનુકરણ કરતો એવો તે સાધક, આત્મા-અનાત્મા અને સ્વ-પરના વિવેક ભણી વળે છે. જે મુમુક્ષુ આ રીતે પુરુષના આશ્રયે ભેદજ્ઞાનનો અભ્યાસ કરે છે, તેની મોહદૃષ્ટિ ક્રમ કરીને ઘસાઈ જાય છે અને જ્ઞાનદષ્ટિ વિકાસ પામે છે. આમ, એક મહાત્માની ઓળખાણ યથાર્થ રીતે જ્યારે સાધકને થાય ત્યારે નીચે કહ્યા તેવા અનેક પ્રકાર તેના જીવનમાં બને છે, જે બધાને શાસ્ત્રકાર ભગવંતોએ વિવિધ અપેક્ષાઓએ સમ્યક્ત્વ કે આત્મજ્ઞાન કહી બિરદાવ્યા
(૧) તે સપુરુષ પ્રત્યે તેને આત્યંતિક અને પારમાર્થિક ભક્તિ પ્રગટ થાય છે. (૨) અન્ય સર્વ મહાત્માઓની પણ તેને ઓળખાણ થઈ જાય છે, કારણ કે સર્વ મહાત્માઓની જાત (સમ્યપણાની અપેક્ષાએ) એક છે. (૩) મહાત્માની ઓળખાણ થતાં આત્મા-અનાત્માની એટલે કે જીવઅજવાદિ પ્રયોજનભૂત તત્ત્વોની પણ સાચી શ્રદ્ધા અને નિર્ણય તેને થઈ જાય છે.
આ પ્રમાણે જે મુમુક્ષુને તત્ત્વોનો યથાર્થ નિર્ણય થવાથી આત્મજ્ઞાન પ્રગટ્યું તેને આત્મજ્ઞાનના ફળસ્વરૂપે નિરાકુળતા ઊપજે છે. હવે શું થશે? સુખ આવશે કે દુ:ખ? સફળતા મળશે કે નિષ્ફળતા? માન થશે કે અપમાન? ઊંધું થશે કે ચતું? રોગ આવશે તો? મારી સેવા કોણ
Page #42
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૨૨
કરશે? કદાચ મૃત્યુ થઈ જશે? ગરીબાઈ આવી પડશે? આ અને આવા અનેક પ્રકારના વિકલ્પોની જાળનું જોર હવે તેના અંતરમાં રહેતું નથી; કારણ કે પ્રયોજનભૂત સર્વ તત્ત્વોનો નિર્ણય થયો હોવાથી, પાપ-પુણ્યનો અને મોક્ષતત્ત્વનો પણ તેને નિશ્ચય થઈ ગયો છે. આના ફળસ્વરૂપે ચિંતામગ્નતા, આકુળવ્યાકુળતા, ભય (sense of insecurity), શોકાદિનો પરાભવ થઈ એક શીતળ-શાંત-ઉદાસીન યથાયોગ્ય-સહજદશા તેના જીવનમાં પ્રગટે છે. કહ્યું છે કે
“ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાંહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહિ, રાઈમાત્ર ઘટવધ નહીં દેખ્યાં કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન.'
આકુળવ્યાકુળતાનો અભાવ થવાથી જે નિઃશંક્તા ઊપજે છે તે આ પ્રકારે કે જગતના પદાર્થોમાં તો જેમ બનવાનું હોય તેમ બનો, મારે તો મારા આત્મહિતમાં જ પ્રયત્ન કરવો યોગ્ય છે. રાગાંશો વિદ્યમાન હોવાથી બીજું જે કાંઈ કાર્ય થાય તેમાં તો હું નિમિત્તમાત્ર છું. અણુમાત્ર પણ જગતનો પદાર્થ મારો નથી એ મારો નિશ્ચય છે. આવો નિર્ણય થયો છે જેને તે જ્ઞાની મહાજ્ઞાની થાય છે અને બાહ્યાંતર સર્વ બંધનોમાંથી મુક્ત થઈ શાશ્વત, સ્વાધીન, અને અતીન્દ્રિય આનંદને તે પ્રાપ્ત કરે છે.
પૂર્વાચાર્યોએ જ્ઞાનીની નિઃશક્તા અને નિર્ભયતાનું વર્ણન અનેક પ્રકારે કર્યું છે. જ્ઞાની (સમ્યગ્દષ્ટિ)નાં આઠ અંગોમાં પહેલું જ અંગ નિઃશંક્તા મૂક્યું છે અને તે વડે જ તેને સાતેય પ્રકારના ભયથી રહિત કહ્યો છે.
પરથમ ધ્યાન=આર્તધ્યાનઃખોટું ધ્યાન, ખોટી ચિંતા. લાલા રણજિતસિંહ કૃત શ્રી બૃહદ્ આલોચના/૨૧, ૧૯. નિઃશંકિત્વ, નિઃકાંક્ષિત્વ, નિર્વિચિકિત્સા, અમૂઢતા, ઉપગૃહનતા, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. (શ્રી મૂલાચાર, ૨૦૧) જુઓ સમયસાર, આત્મખ્યાતિ કળશ ૧૫૫ થી ૧૩૦.
૩.
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૩
અધ્યાત્મ પંથની યાત્રા
તેથી નિઃશંક્તા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે.
માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે;
આવી ઉપરોક્ત પ્રકારની સાધનાના બળે પ્રગટ થઈ ગયાં છે નિઃશક્તા અને નિર્ભયતા જેને, તેવા સાધકને મોક્ષપ્રાપ્તિમાં હવે બીજા
ક્યા અંતરાયો રોકવાને સમર્થ છે? અંનતાનુબંધી આદિ કષાયના અભાવથી અને જ્ઞાની પુરુષોનાં વચનોની પારમાર્થિક શ્રદ્ધાથી ઉલ્લસિત થયું છે વીર્ય જેનું તેવો તે મહાન સાધક, સંયમની વિશિષ્ટ સાધનાની ભૂમિકા પર વિજય મેળવવા હવે નિઃસંગતાને અંગીકાર કરે છે.*
“દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. તેથી પ્રક્ષણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો
અપૂર્વ અવસર.' આમ, આખા પત્રનો ઉપસંહાર કરતાં શ્રીગુરુએ સાધકનો જે વિકાસક્રમ ઉપદેશ્યો છે તે દર્શાવતાં ચાર્ટ માટે જુઓ પાના નં. ૨
મહાજ્ઞાની પુરુષોનો ઉપદેશ મુમુક્ષુઓને બોધિ-સમાધિની પ્રાપ્તિ થાય તે અર્થે જ હોય છે; તેથી દેશકાળને લક્ષમાં રાખીને આ પત્રમાં જે બોધ સંક્ષેપથી અવતરિત કર્યો છે, તે તમે સૌ પરસ્પર આત્મકલ્યાણ અર્થે વિચારશો. આ કળિયુગની અંદર સરખી વિચારસરણી ધરાવતા ધર્મલોભી મનુષ્યો એકબીજા સાથે પ્રેમપૂર્ણ ધર્મવાતા કરે અને
* નિઃશંક્તા, નિર્ભયતા અને તેના ફળસ્વરૂપે નિઃસંગતા (નિગ્રંથ-મુનિ પદ)ને ધારણ કરનાર સાધકની દશાનું અતિ અદ્ભુત, રોમાંચક, આલાદક, પરમ પ્રેરક, હુબહુ વર્ણન જિજ્ઞાસુઓએ શ્રી પ્રવચનસારની અમૃતચન્દ્રસૂરિની ૧૯૯ થી ૨૦૦ ગાથાઓની ટીકામાં અવલોકવું. ૧. અપૂર્વ અવસર, શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૭૩૮.
Page #44
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૨૪.
તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ.
અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે.
તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું.
હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તો થાય; પણ તે ક્ય સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. જ્ઞાનીપુરુષનાં સૂત્રાત્મક વચનોનો અર્થ વિવિધ રીતે અનેક દૃષ્ટિકોણથી સમજીને પોતાનું જ્ઞાનબળ અને ધ્યાનબળ વધારી મોક્ષરૂપી પુરુષાર્થમાં લાગે એ જ શ્રેયનું, હર્ષનું અને સ્વ-પર પ્રેરણાનું મુખ્ય કારણ છે. ગુર્જર ભાષામાં લખાયેલાં હોવા છતાં આ વચનોમાં ઉત્તમોત્તમ શાસ્ત્રોનો સાર અમે ઠાંસી ઠાંસીને ભર્યો છે એમ તમો નિર્ધાર કરશો અને જ્યાં સમજણમાં કઠિનતા લાગે ત્યાં વિશેષ જ્ઞાનીના આશ્રયે તેમાં રહેલો અતિ અદ્દભુત અને રહસ્યમય મર્મ સમજશો એવી અમારી તમોને સૂચના છે.
પ્રાસંગિક સાધર્મીઓ સાથે તત્ત્વ સંબંધી વાર્તાલાપ કરી પોતાના જ્ઞાનને વધારવું અને પ્રાપ્ત થયેલા જ્ઞાનને દઢ કરવું એ ધર્મમાર્ગમાં મહાન ઉપકાર કરનારું છે. આચાર્યોએ પણ પૃચ્છના (પ્રશ્નોત્તરરૂપ સ્વાધ્યાય)ને તપ કહ્યું છે. સત્તરમાં સૈકામાં જયપુરમાં શ્રીમાનું ટોડરમલજીના સાનિધ્યમાં, આગ્રામાં શ્રીમાનું બનારસીદાસજીના સાન્નિધ્યમાં અને ઉત્તર ગુજરાતમાં, શ્રીમાન્ આનંદઘનજીના અને યશોવિજયજીના સાન્નિધ્યમાં આવી ધર્મસભાઓમાં સત્સંગ-સ્વાધ્યાયની જ્ઞાનગંગામાં અનેક જિજ્ઞાસુઓ સ્નાન કરી પોતાના આત્માને પવિત્ર કરતા હતા. જૈન ધર્મો ધાર્મિકેઃ વિના ઈત્યાદિ આગમ સુત્રોથી આ વાતની પુષ્ટિ થાય છે. સમ્યકત્વનાં નિઃ શક્તિત્વ, ઉપગ્રહનત્વ, વાત્સલ્ય અને પ્રભાવના વગેરે અનેક અંગોનું ધર્મસભાઓથી દઢપણું થાય છે અને વીતરાગ ભગવાનના સમગ્ર અનુયાયીઓમાં પરસ્પર સાચો પ્રેમ અને વાત્સલ્ય જાગે છે, જે આ જમાનાની તાતી જરૂરિયાત છે. ભારત જૈન મહામંડળ દ્વારા આ દિશામાં સ્તુત્ય પ્રયાસો થયા છે. પણ હજુ ઘણું ઘણું કરવાનું બાકી રહે છે, જેમાં શ્રાવકો કરતાં પણ શ્રમણ વર્ગે વિશેષ યોગદાન આપવું આવશ્યક છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
ર૫
અધ્યાત્મ પંથની યાત્રા
કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.
તમને બધાને યથાયોગ્ય પહોંચે.
જો અમારો તમારો પ્રત્યક્ષ સમાગમ જ્ઞાનીદષ્ટ હશે તો તેમ બનશે અને તે સમયે જો તમ મુમુક્ષુઓમાં બોધ ઝીલવાની પાત્રતા દૃષ્ટિગોચર થશે તો અમારા શ્રીમુખેથી તેમાં કહેલી ધર્મવાર્તાનો અલૌકિક અને અમૂલ્ય અર્થ સમજવાનું સૌભાગ્ય તમોને સાંપડશે. એમ જાણજો.
વર્તમાનમાં તો આપણા પરસ્પર સમાગમનો યોગ દૃષ્ટિગોચર થતો નથી, પણ થોડા કાળમાં થવો સંભવે છે. તે કેવી રીતે અને ક્યા ક્ષેત્રે તે અંગે હજુ અનિશ્ચિતતા વર્તે છે.
છેલ્લે અમ મહાત્માઓની તમ સર્વ મુમુક્ષુઓને ખાસ ભલામણ છે કે પોતાના આત્માને નિરંતર જાગતો રાખજો અને મોહદૃષ્ટિથી જગત તરફ ન જોતાં તત્ત્વદૃષ્ટિથી જોજો. આ કળિયુગમાં ભૌતિક સુખનાં સાધનોની ઝાકઝમાળ એટલી બધી વધી ગઈ છે અને અસ...સંગોનું સર્વત્ર એટલું બધું પ્રાબલ્ય છે કે શ્રાવકવર્ગ કે શ્રમણવર્ગ સૌને ખૂબ સાવચેતીથી ડગલું ભરવાનું છે, નહિ તો જાણશો કે માર્ગથી શ્રુત થવામાં જરા પણ વિલંબ નહિ થાય. માટે બને તેટલો સત્સંગ અને નિવૃત્તિક્ષેત્રનો લાભ લઈ જ્ઞાની પુરુષોએ કહેલા વસ્તુસ્વરૂપનો બરોબર ખ્યાલ રાખી રહેશો; અને સમયે-સમયે તથા પ્રસંગે-પ્રસંગે પોતાના વિચારોને તપાસતા રહીને જ્ઞાનીના બતાવેલા માર્ગે ચાલતા રહેજો.
તમોને સર્વેને અમારા તરફથી ધર્મવૃદ્ધિની અને સુખાકારીની ભાવના ઇચ્છી વિરમું છું. 3ૐ
Page #46
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
S
પત્રાંક ૪૯૩ (છ પદનો પત્ર)
ટૂંક સાર આ પત્ર શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના મુખ્ય મુનિ શિષ્ય પૂ. શ્રી લઘુરાજ સ્વામીને ઉદ્દેશીને લખ્યો છે.
મોક્ષમાર્ગમાં મુખ્ય પ્રયોજનભૂત એવાં, આત્માના નીચે કહ્યાં તે પદોનું, આ પત્રમાં સંક્ષેપમાં પ્રતિપાદન કર્યું છે : (૧) આત્મા છે (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્તા છે (૪) આત્મા ભોક્તા છે (૫) મોક્ષપદ છે અને (૬) મોક્ષનો ઉપાય છે.
આ પદની પ્રત્યક્ષ-પરોક્ષ આદિ પ્રમાણોથી દૃષ્ટાંતપૂર્વક સમજણ આપીને, સદ્ગુરુગમે તેનો બોધ પામવા માટે જિજ્ઞાસુને સૂચન કરેલ છે. આ છ પદની વિવેકપૂર્વક યથાર્થ સમજણ થવાથી આત્મદર્શન (સમ્યક્દર્શન)ની પ્રાપ્તિ થાય છે અને તે દર્શનને પ્રાપ્ત થયેલો પુરુષ ક્રમે કરીને સંસારનાં સર્વ દુઃખોનો નાશ કરી પૂર્ણ મોક્ષપદને પામે છે એવો સિદ્ધાંત રજૂ કર્યો છે.
આ પત્રમાં જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગનો અતિશય સુંદર સમન્વય દૃષ્ટિગોચર થાય છે. જે સત્પરુષોએ આ છ પદનો બોધ, કેવળ જગતના જીવોના કલ્યાણ માટે કર્યો છે તેઓ પ્રત્યેની અદ્દભુત અલૌકિક ભક્તિનું નિરૂપણ અહીં જોવામાં આવ્યું છે. ભારતીય દર્શનોમાં સર્વમાન્ય એવી શ્રીસદ્દગુરુની પારમાર્થિક ભક્તિનું સ્વરૂપ અને તેનું ફળ પણ અહીં જણાવેલ છે.
છેલ્લે, પોતાને પ્રગટ થયેલી આત્મદશાનું સૂચન કરી, તે દશા પ્રગટ થવામાં જેમનાં વચનામૃત પરમ ઉપકારી થયાં છે એવા સત્પરુષોને ફરી ફરી નમસ્કાર કરી પત્ર પૂર્ણ કરેલ છે.
વિશેષ નોંધ : આ છ પદનું સવિસ્તર શાસ્ત્રીય પદ્ધતિથી જેમાં વર્ણન કરેલ છે તે “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અભ્યાસી મુમુક્ષુઓએ અવશ્ય વાચન-મનન-અનુશીલન કરવા યોગ્ય છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૭
અધ્યાત્મ પંથની યાત્રા
પત્રાંક નં. ૪૯૩ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી
મુંબઈ, ફાગણ, ૧૯૫૦
નમસ્કાર.
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ :- ‘આત્મા’ છે.
મોક્ષેચ્છુને પ્રયોજનભૂત એવાં છ પદના સિદ્ધાંતને રજૂ કરતાં, પ્રારંભમાં જ તે છ પદનો બોધ આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને નમસ્કાર કરીને આદિ-મંગળ કરે છે
જેનાથી ઉત્તમ બીજું કોઈ અવલંબન નથી તેવા, ભવસાગરથી તારવા માટેની તત્ત્વજ્ઞાનરૂપી નૌકાના સુકાની, આત્મજ્ઞાનઆત્મસંયમરૂપી ઐશ્વર્યના સ્વામી, પ્રત્યક્ષ જાણે કે મોક્ષની જ મૂર્તિસમા એવા સ્વ-૫૨-કલ્યાણમાં નિરંતર ઉદ્યમવંત શ્રીગુરુદેવના ચરણકમળમાં મન-વચન-કાયાના યોગોની શુદ્ધિથી એકાગ્રતાપૂર્વક પ્રણામ કરું છું.
આમ, માંગલિક કરીને, હવે પોતાના વક્તવ્યની પ્રમાણિક્તા રજૂ કરે છે. ‘આત્મા છે”, ‘આત્મા નિત્ય છે’, ‘આત્મા કર્તા છે’, ‘આત્મા ભોક્તા છે’, ‘મોક્ષપદ છે’, અને ‘મોક્ષનો ઉપાય છે”. આ જે છ પદની વ્યાખ્યા અમે કરવાના છીએ તે છ પદ સમ્યક્ત્વ (આત્મદર્શન)ને રહેવા માટેનું ઉત્તમ સ્થાન છે. આ વાત જગતના સર્વ જ્ઞાનીપુરુષોએ સ્વીકારી છે. કેવા જ્ઞાનીઓ ? તો કહે છે કે તે જ્ઞાનીઓ કે જેમણે પોતાના જીવનમાં સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણની એક્તા સાધીને પ્રત્યક્ષપણે સ્વસંવેદન (આત્માનુભવ) દ્વારા શુદ્ધ આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો છે— મતલબ કે પોતાના વિશિષ્ટ આત્મવૈભવને પ્રગટ કર્યો છે.
પ્રથમ પદ : આ વિશ્વમાં જેમ અનેક પદાર્થો છે તેમ આત્મા પણ એક વિશિષ્ટ પદાર્થ છે. યથા -
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૮
અધ્યાત્મ પંથની યાત્રા જેમ ઘટપટ આદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.
“એ રીતે દર્શન જ્ઞાન છે, ઈન્દ્રિય-અતીત મહાર્થ છે, માનું છું આલંબન રહિત, જીવ શુદ્ધ નિશ્ચળ ધ્રુવ છે."
છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાનદર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ આ સી ક્ષય કરું.”
આ બે ગાથાઓની શ્રી અમૃતચન્દ્રસૂરિ કૃત અભુત ટીકાઓમાં આત્માને પણ જગતના બીજા પદાર્થોની જેમ પદાર્થ વિશેષ તરીકે સિદ્ધ કર્યો છે. તેનું અભ્યાસી મુમુક્ષુઓએ સત્સંગના યોગે વિશેષ પરિજ્ઞાન કરી સ્વપદાર્થના પ્રમાણજ્ઞાનમાં નિઃશંક થવું યોગ્ય છે.
ઘડો, વસ્ત્ર આદિ રૂપી જડ પદાર્થોનું અસ્તિત્વ સ્પર્શ-રસગંધાદિ ગુણોની વિદ્યમાનતાને લીધે નક્કી કરી શકાય છે. જેમ કે ઘડો માટીમાંથી બનાવવામાં આવે છે, કુંભાર ચાકડા ઉપર તેને બનાવે છે, તેમાં પાણીને ઠંડું રાખવાનો ગુણ છે, તે લાલ કે કાળા રંગનો હોય છે, તે જમીન પર પડે તો ફૂટી જાય છે વગેરે લક્ષણોથી ઘડાનો નિર્ણય થઈ શકે છે. કંઈક આવી જ પદ્ધતિથી આત્માની પણ ઓળખાણ થઈ શકે છે. સુખ અને દુઃખનો જે અનુભવ કરે છે; જેના વિયોગથી મનુષ્ય (અથવા અન્ય પ્રાણી) શબ-મુડદું બની જાય છે તેવો અરૂપી ચેતન પદાર્થ તે આત્મા છે. ' ' જગતના પદાર્થોમાં અનેક ગુણો જોવામાં આવે છે. જેમ કે સોનું પીળું પણ છે, ચળકાટવાળું પણ છે, વજનદાર પણ છે, અને કાટ ન ચડે તેવું પણ છે તેમ આત્મામાં પણ અનેક ગુણો છે. આ ગુણોને શક્તિઓ પણ કહેવામાં આવે છે. તે શક્તિઓનું વર્ણન કરતાં શ્રીગુરુ કહે છે :
શ્રી પ્રવચનસાર, ૧૯૨. ૨. શ્રી સમયસાર, ૨૭૩.
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૯
અધ્યાત્મ પંથની યાત્રા “જે દ્રષ્ટા છે દષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ.” “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામર “સમતા, રમતા ઊરધતા, જ્ઞાયક્તા, સુખભાસ, વેદક્તા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ,
આત્માની આવી અનેક (અનંત) શક્તિઓમાંથી મુખ્ય સુડતાલીસ (૪૭) શક્તિઓનું વર્ણન તે તે નયની પ્રધાનતાથી, અધ્યાત્મશાસ્ત્રોમાં કરેલું છે, જે વડે આત્માનો બોધ પ્રાપ્ત થઈ શકે છે. પોતાને અને પરને જાણવા-દેખવાની ચૈતન્યગુણાનુસારી શક્તિ જેમાં મુખ્ય છે એવા આ આત્માનું વર્ણન નવદ્વારથી સિદ્ધાંતશાસ્ત્રોમાં પણ નીચે પ્રમાણે કર્યું છેઃ
(હરિગીત) “જાણે અને દેખે બધું, સુખ અભિષે દુઃખથી ડરે, હિત અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે?"
(ચૌપાઈ) “જીવ મય ઉપયોગ અમૂર્તિ, કર્તા દેહમાન હૈ પૂર્વ, ભોક્તા સંસારી અર, સિદ્ધ, ઊર્ધ્વગમન નવકથન પ્રસિદ્ધ, તીન કાલમેં જીવન જાસ, ઈન્દ્રિય બળ આયુષઉચ્છાસ, ઓરિ પ્રાણ વ્યવહારે જીવ, નિશ્ચયનય ચેતના સદીવ.”
આ પ્રમાણે સિદ્ધાંતશાસ્ત્રો અને અધ્યાત્મશાસ્ત્રોનો, સદ્ગુરુગમે, સમન્વયાત્મક અભ્યાસ કરવાથી સાધકનું જ્ઞાન, પ્રમાણને પામતું થયું ૧. ૨. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ૫૧, ૧૧૭. ૩. શ્રી સમયસાર નાટક, ઉત્થાનિકા, ૨૦. ૪. જુઓ શ્રી સમયસાર શ્રી પ્રવચનસારની શ્રી અમૃતચન્દ્રસૂરિકૃત ટીકાઓના પરિશિષ્ટો
શ્રી કુંદકુંદાચાર્ય, વિરચિત પંચાસ્તિકાય, ૧૨૨ (શ્રી હિ.જે.શાહ કૃત ગુજરાતી પદ્યાનુવાદ). શ્રી બૃહદ્રવ્યસંગ્રહ, ૩-૪, શ્રી પંડિતપ્રવર જયચંદજી છાવડાકૃત ભાષાવચનિકા (આત્મા છે, ઉપયોગમય છે, અમૂર્તિ છે, કર્તા છે, ભોક્તા છે, શરીરપ્રમાણ છે, સંસારી છે, સિદ્ધ છે, ઊર્ધ્વગમનસ્વભાવી છે. આ નવ દ્વારથી આત્માનું વર્ણન કર્યું છે.)
Page #50
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૩૦
બીજું પદઃ “આત્મા નિત્ય છે. ઘટપટાદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; સમ્યકરૂપે પરિણમી ‘આત્મા છે” એવા પ્રથમ પદનો અત્યંત દૃઢ અને અબાધિત નિર્ણય કરે છે.
બીજું પદ : “આત્મા નિત્ય છે : વસ્ત્ર, ઘડો વગેરે પદાર્થો અમુક સમયે, અમુક વ્યક્તિ દ્વારા, અમુક અન્ય પદાર્થોના સંયોજન આદિથી બને છે. આત્માને કોઈ વ્યક્તિ કોઈ અન્ય પદાર્થોના સંયોજન દ્વારા બનાવતી હોય એમ જણાતું નથી, એટલે કે આત્મા સંયોગી પદાર્થ નથી પણ સ્વાભાવિક પદાર્થ છે. કોઈ અન્ય વસ્તુના મિશ્રણ વગેરેથી ન બનેલો એવો આ આત્મા, તેથી, કેવી રીતે નાશ પામે ? અને નાશ પામે તો કઈ વસ્તુમાં ભળી જાય ? આમ, કોઈ વસ્તુ કે વ્યક્તિથી નહિ ઉપજેલો એવો આ “આત્મા’ નામનો પદાર્થ સ્વભાવસિદ્ધ, અનાદિ-અનંત અને સાહજિક છે એમ ઠરે છે.
આ ઉપરાંત બીજી પણ કેટલીક હકીકતોનો સૂક્ષ્મ વિચાર કરવાથી આત્માના નિત્યપણાનું અનુમાન થઈ શકે છે. (૧) એક જ કુટુંબમાં જન્મેલા, એક જ કેળવણીને પામેલા, બે બાળકોના વ્યક્તિત્વમાં ખૂબ જ જુદાપણું દેખાય છે, જે પૂર્વકર્મની સત્તા સાબિત કરે છે. પૂર્વજન્મ સાબિત થતાં આત્માનું નિત્યત્વ સ્વયં પુરવાર થઈ જાય છે. (૨) ઉંદર-બિલાડી, મોર-સાપ વગેરે જન્મજાત વૈર પૂર્વસંસ્કાર સૂચવે છે. (૩) સર્પ વગેરે પ્રાણીઓમાં ક્રોધાદિ વિશેષ પ્રમાણમાં દેખાય છે. યથા
ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિકની માંય
પૂર્વજન્મ સંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય." (૪) કેટલાક સંત-મહાત્માઓને કે અન્ય વ્યક્તિઓને પોતાના પૂર્વભવોનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, જેને જાતિસ્મરણજ્ઞાન કહેવામાં આવે છે. ૧. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૯૭.
Page #51
--------------------------------------------------------------------------
________________
૧
અધ્યાત્મ પંથની યાત્રા કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી. માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિશે લય પણ હોય નહીં.
- ત્રીજું પદઃ “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. ત્રીજું પદઃ હવે શ્રીગુરુ ત્રીજા પદની પ્રરૂપણા કરે છે જેમાં “આત્મા કર્તા છે. તે સિદ્ધાંત રજૂ કરે છે. આ જગતમાં જે કાંઈ જડ ને ચેતન પદાર્થો દેખાય છે તે સર્વમાં કાંઈ ને કાંઈ ફેરફાર થતો જોવામાં આવે છે, પછી ભલે તે સ્થળ હોય કે સૂક્ષ્મ; અથવા એક પ્રકારનો હોય કે અનેક પ્રકારનો. પ્રત્યક્ષપણે દેખવામાં આવતા આ ફેરફારોનો તે તે પદાર્થ કર્તા છે. પદાર્થોમાં થતી આ ક્રિયા (પરિણમન, અવસ્થા)નું વિવેચન પૂર્ણજ્ઞાની એવા શ્રીજિન પરમાત્માએ અનેક દૃષ્ટિથી કર્યું છે.
પદાર્થમાં થતા આ વિધવિધ પરિણામોની વ્યવસ્થાને યથાર્થ સમજવા માટે સાપેક્ષ દૃષ્ટિની આવશ્યક્તા છે. જે જે દૃષ્ટિથી તે પરિણામ જોવામાં આવે તે દૃષ્ટિ (આંશિક જ્ઞાન-point of view)ને નય કહીએ અને તેના મુખ્ય સાત નય છે. એમનાં નામ નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય, ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય, અને એવંભૂતનય - એમ છે. અહીં અધ્યાત્મનું પ્રયોજન હોવાથી તે સાત નયોને સંક્ષેપીને, કરુણાસાગર શ્રીગુરુએ આત્માનું પરિજ્ઞાન કરાવવા અને તેનો કર્તા-કર્મસંબંધ બતાવવા માટે મુખ્ય એવા ત્રણ નયોનું આલેખન કર્યું છે. આત્માનું કર્તા-કર્મપણું આ ત્રણ મુખ્ય નયો દ્વારા નીચે પ્રમાણે જાણવું.
પ્રથમ, નિશ્ચયદૃષ્ટિએ જોતાં દરેક આત્મા પોતપોતાની પરિણતિનો કર્તા છે. અહીં એમ સમજવું કે મોક્ષમાર્ગમાં રત્નત્રયરૂપે (સમ્યગદર્શન૧. શ્રી તત્ત્વાર્થસૂત્ર, ૧/૩૩.
Page #52
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
તે કર્તાપણું ત્રિવિધ શ્રીજિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધસહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. જ્ઞાન-ચારિત્રની એક્તારૂપે) આત્માની જે અવસ્થા સાધનાકાળ દરમ્યાન પ્રગટે છે તે પરિણતિનો ઉત્પાદન-કર્તા આત્મા પોતે જ છે અને સંસાર-અવસ્થામાં આત્માને અજ્ઞાન-અસંયમને લીધે જ શુભાશુભ ભાવો પ્રગટે છે. માટે એમ નક્કી કરવું કે, યોગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો સદ્દભાવ હોતાં, શુભાશુભ ભાવોની ઉત્પત્તિમાં અને શુદ્ધ ભાવોની ઉત્પત્તિમાં આત્મા પોતે જ કર્તા થઈને પરિણમે છે, બીજું કોઈ નહિ. કહ્યું છે કે, ‘આત્મા તો સદા પોતાના ભાવોને કરે છે અને પરદ્રવ્ય પરના ભાવોને કરે છે; કારણ કે પોતાના ભાવો છે તે તો પોતે જ છે અને પરના ભાવો છે તે પર છે.' આમ શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ આત્માનું કર્તા-કર્મપણું કહ્યું.
હવે, બીજી દૃષ્ટિએ આત્માનું કર્તાપણું જણાવતાં કહે છે કે જેવો જેવો ભાવ આત્મા કરે, તેવા તેવા પ્રકારના કર્મપરમાણુઓનો તેની સાથે (આશ્રવબંધરૂપે) સંબંધ થઈ જાય છે. આ સંબંધને સત્યાર્થ કહ્યો છે કારણ કે આત્માના ભાવને અને કર્મપરમાણુની જાત-જથ્થોરસ વગેરેને નિયમિત સંબંધ છે. મતલબ એમ છે કે આત્મપરિણામને અનુરૂપ અને અનુકૂળ હોય તેવો જ કર્મબંધ થાય છે, જેની વિશેષ વ્યવસ્થા કર્મસિદ્ધાંતથી જાણવી. આમ હોવા છતાં, આત્મા ચેતન છે અને કર્મપરમાણુ જડ અને અન્ય દ્રવ્યરૂપ છે માટે આ નયને અનુપચરત સદ્દભુત વ્યવહારનય કહી, તે દૃષ્ટિએ આત્માને (જ્ઞાનવરણાદિ દ્રવ્ય) કર્મોનો કર્તા કહ્યો છે.
કર
હવે ઉપચારની અપેક્ષાએ કથન કરે છે. ઘર, નગર આદિ જગતના પદાર્થોનો આત્મા સાથે એકક્ષેત્રે સંબંધ નથી. જેમ કર્મપરમાણુ
૧.
आत्मभावान् करोत्यात्मा परभावान् सदा परः ।
आत्मैव ह्यात्मन्त्रो भावाः परस्य पर एव ते ।।
શ્રી સમયસારકળશ, ૫૭.
Page #53
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. આત્મા સાથે જોડાયેલા છે, તેમ ઘર-નગર આદિ જોડાયેલાં નથી, અર્થાત્ સ્થૂળપણે પણ તે બધાં આત્માથી ભિન્ન છે. આ કારણથી ઘર, નગર આદિના નિર્માણમાં આત્માને કહેવો તે ઉપચાર માત્ર છે. પ્રત્યક્ષ ભિન્નક્ષેત્રવાળાં હોવાથી તેમ કહેવું તે એક લોકવ્યવહાર અથવા સમાજવ્યવસ્થા છે, માટે તે પરમાર્થદષ્ટિએ જોતાં સત્યાર્થ નથી. આમ હોવા છતાં, સમાજવ્યવસ્થાની દૃષ્ટિએ તે સત્ય છે. જો તેને સર્વથા અસત્યાર્થ માનવામાં આવે તો સ્વધન-પરધન, સ્વ-સ્ત્રી પર-સ્ત્રી વગેરેના વિવેકનો અભાવ થશે. જો પરમાર્થમૂલક સદ્વ્યવહારરૂપ વિવેકનો લોપ કરવામાં આવે તો તીર્થવ્યવસ્થા બની શક્તી નથી.
આમ, અનેકાંત પારમેશ્વરી વિદ્યામાં શ્રીગુરુઓએ જ્યાં જેમ ઉપદેશ કર્યો છે ત્યાં તેમ જાણવું, ત્યાં તેમ શ્રદ્ધવું અને ત્યાં તેમ આચરવું, જેથી સાધક-મુમુક્ષુને ઉચી ઉચી ભૂમિકાની પ્રાપ્તિ થઈ, અંતે મોક્ષપદની પ્રાપ્તિ થાય. કહ્યું છે કે :
કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો; કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મટ્યો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઈચ્છી કરતો નથી.”૩
આ પ્રમાણે વિવિધ નયોની અપેક્ષાએ આત્મા કર્તા છે એવું ત્રીજુ પદ પ્રતિપાદિત કર્યું.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; • ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. –શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ગાથા ૮ જે નય સાપેક્ષ છે તે સમય છે અને જે નિરપેક્ષ છે તે દુર્નય છે. સુનયોથી જ નિયમપૂર્વક
સમસ્ત વ્યવહારોની સિદ્ધિ થાય છે.– શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા,૨૦૦ ૩. :- શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક ૨૦૮
Page #54
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા ચોથું પદ : “આત્મા ભોક્તા છે”. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે.
વિષ ખાવાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અનિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે.
ચોથું પદઃ હવે આગળ “આત્મા ભોક્તા છે એવું ચોથું પદ પ્રતિપાદિત કરે છે. પ્રત્યક્ષ પ્રમાણથી સમજાવતાં શ્રીગુરુ કહે છે કે જે જે કોઈ ક્રિયા આપણે કરીએ છીએ તે તે ક્રિયાનું ફળ પણ આપણા અનુભવમાં આવે છે, કારણ કે તે ક્રિયા સાથે જ તે ક્રિયાના ભોક્તાપણાનો. સંબંધ અભિવ્યક્ત થતો જોવામાં આવે છે. ખાવાથી ભૂખની વેદના અને પાણીથી તૃષાની વેદના દૂર થાય તેવો આપણને સૌને અનુભવ છે. અહીં વિશેષ સ્પષ્ટીકરણ અને અનુભવની વિવિધતા દર્શાવવા અનેક દૃષ્ટાંતો આપવામાં આવે છે કે ઝેર ખાવાથી ઝેર ચડે છે, સાકર ખાવાથી ગળપણનો (ગળ્યા-મીઠા રસનો) અનુભવ થાય છે. અગ્નિને અડકવાથી ચામડી દાઝે છે અને ફોલ્લા પણ ઊઠે છે અને બળતરા વેચવામાં આવે છે. બરફને અડકવાથી ખૂબ જ શીત (ઠંડક)નો અનુભવ થાય છે (બહુ ઠંડક હોય તો ચામડી તતડી જાય છે, જેને Frost-bite કહે છે.)
ઉપર દર્શાવવામાં આવી તે વિવિધ વેદનાઓનો અનુભવ કરનાર આત્મા પોતે જ છે, કારણ કે આવો અનુભવ જડ પદાર્થને થઈ શક્તો નથી. ઉપર કહ્યા તેવા શીત-ઉષ્ણ આદિ ભાવોનું વેદન જેવી રીતે આત્મા કરે છે તે જ રીતે બીજા પણ જે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સરાદિ કષાયો (વિભાવભાવો)નું તથા ક્ષમા, વિનય, સંતોષ, મૈત્રી આદિ વિશુદ્ધ આત્મિક ભાવોનું પણ આત્મા પોતે જ વેદન કરે છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૫.
અધ્યાત્મ પંથની યાત્રા પાંચમું પદ : “મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી, તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠું પદ : તે “મોક્ષનો ઉપાય છે.” વળી, જેમ વિવિધ વિકારોનો અનુભવ કરનાર આત્મા પોતે જ છે તેમ નિર્વિકાર ચૈતન્ય ભાવનું વેદન કરનાર પણ આત્મા પોતે જ છે. આ પ્રમાણે આત્મા પોતે જ પાપરૂપ અશુભ ભાવોનો ભોક્તા થાય છે. પુણ્યરૂપ શુભ ભાવોનો ભોક્તા થાય છે અથવા સાક્ષાત્ ધર્મરૂપ શુદ્ધ ભાવોનો ભોક્તા થાય છે. આવું, વિવિધ ભાવોની પરિણતિરૂપ જે કાર્ય, તેનો આ આત્મા પોતે જ સ્વયં કર્તા બનવાથી ભોક્તા બને છે.
પાંચમું પદઃ “મોક્ષપદ છે.” આત્મા પોતાના કર્મનો કર્તા અને ભોક્તા છે એમ પ્રતિપાદિત કરી હવે તે આત્માને તેવું કર્તા-ભોક્તાપણું
જ્યાં સર્વથા ટળી જાય છે એવું શુદ્ધ સ્વભાવરૂપ અને સર્વ પ્રકારની કર્મમલિનતાથી રહિત એવું મોક્ષપદ છે એમ હવે ઉપદેશે છે.
અનેક જીવોમાં ક્રોધાદિ વિકારી ભાવોનું તીવ્રપણું દેખાય છે, જ્યારે બીજા સાધકોમાં તેવા ભાવોનું મંદપણું દેખાય છે જેથી પુરવાર થાય છે કે ક્રોધાદિ વિકારી ભાવોને સમ્યકપણે જો આત્માના ક્ષમાદિ સ્વભાવના લક્ષે ઘટાડવામાં આવે તો ધીમે ધીમે તેની માત્રા ઓછી થતી જાય છે અને તે પ્રક્રિયાને ઠેઠ સુધી લંબાવવામાં આવે તો આખરે તેવા વિકારોનો સર્વથા અભાવ થઈ આત્માનો મૂળ શુદ્ધ સ્વભાવ પ્રગટી શકે છે. ચૈતન્યની આવી શુદ્ધ, નિર્મળ જે સ્વભાવદશા તેને મોક્ષ કહેવામાં આવે છે. આત્માના જ્ઞાન-આનંદ આદિ ગુણોનો જ્યાં પૂર્ણ વિકાસ થાય છે તેવી આ મુક્ત દશા સદેહે પણ હોઈ શકે છે. (જેને તેરમાં ગુણસ્થાનવર્તી અરિહંત પરમાત્મા કહે છે) અને દેહરહિતપણે
Page #56
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૩૬ જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; પણ હોઈ શકે છે (જેને વિદેહમુક્ત અથવા ચૌદમા ગુણસ્થાનવર્તી સિદ્ધ-પરમાત્મા કહે છે. આ પ્રમાણે મોક્ષપદ છે એમ સિદ્ધ કર્યું. " છઠ્ઠ પદઃ તે મોક્ષનો ઉપાય છે.” ઉપર જે “મોક્ષપદનું પ્રતિપાદન કર્યું તે મોક્ષપદને પ્રાપ્ત કરી શકાય છે એમ હવે જણાવે છે.
આ જીવ અનાદિકાળથી પોતાના અજ્ઞાન-અસંયમના ભાવોને આધીન થયો થકો કર્મબંધનાં કારણોને સેવે છે અને તેથી તેને નવો કર્મબંધ થયા જ કરે છે. આ શુભાશુભ કારણોનું વિવરણ પૂર્વાચાર્યોએ નીચે પ્રમાણે કર્યું છે :(૧) મિથ્યાત્વ=ઊંધી માન્યતા, ખોટી શ્રદ્ધા. (૨) અવિરતિ અસંયમ. પાંચ ઈન્દ્રિયો અને મનનો નિરોધ ન કરવો
અને પ્રાણીહિંસાથી ન બચવું તે. (૩) પ્રમાદ અસાવધાની, આળસ, ઊંઘ, ધર્મમાં અનાદરબુદ્ધિ. (૪) કષાય ક્રોધ, માન, માયા, લોભ વગેરે વિભાવભાવો. (૫) યોગ મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ.
અહીં, ઉપર કહ્યાં તેવાં બંધ થવાનાં કારણોથી જીવને જે બંધ થાય છે તે જો થયા જ કરે તો જીવ નિબંધ (મોક્ષ) દશાને કેવી રીતે પામી શકે? માટે તે તે બંધનાં કારણોથી વિરુદ્ધ પ્રકારના ભાવો સેવવાથી તે કર્મબંધનો નિરોધ થઈ શકે છે અને ક્રમે કરીને જીવ મોક્ષદશાને પામી શકે છે. તો ક્યા ક્યા ભાવો સેવવાથી કર્મબંધ મંદ પડે, શિથિલ થાય અથવા ક્ષીણ થઈ જાય તે હવે સમજાવે છે.
પ્રથમ ઉપાય જ્ઞાન કહ્યો. સત્સંગ - સદ્ગુરુના યોગે આત્માને આત્મા માનવો અને દેહાદિ પર પદાર્થોને પર માનવા અને તે પર પદાર્થોમાંથી અહબુદ્ધિ-મમત્વબુદ્ધિ ઘટાડી દેવી તેને જ્ઞાન કહેવાય છે. ક્યું છે,
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૭
અધ્યાત્મ પંથની યાત્રા જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. “છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ મારગ... એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ,” મૂળ મારગ...*
જ્ઞાન તો તે કે જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.*
બીજો ઉપાય દર્શન કહ્યો. દર્શન એટલે જીવ-અજીવ વગેરે તત્ત્વોને યથાર્થપણે-જેમ છે તેમ-અંતરમા શ્રદ્ધવા તે. પ્રથમ, દયા અને આસ્તિકયવાળું એક (વ્યવહાર)સમ્યગદર્શન છે. આત્માની (અનંતાનુબંધીના વ્યુચ્છેદથી) શુદ્ધિરૂપ માત્ર બીજું (નિશ્ચય) સમ્યગદર્શન છે.
ત્રીજો ઉપાય સમાધિ કહ્યો. આત્માને અધિક જાણવાથી જગતના પદાર્થોમાં ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિરૂપ વિષમ ભાવોનો અભાવ તે સમાધિ. આત્મ-પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે. કહ્યું છે કે
(હરિગીત) “ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે.
આ રત્નત્રય (દર્શન-જ્ઞાન-સંયમ) પરમાર્થથી એકસાથે પ્રગટ છે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-૭૧૫ શ્રીમદ્ રાજચંદ્ર, શ્રી ઉપદેશછાયા આંક-૧૨ તત્ત્વાર્થશ્રદ્ધાનં સ નમ્. શ્રી તત્વાર્થસૂત્ર, ૧/૨.
(અનુષ્ટ્રપ) एकं प्रशमसंवेगदयास्तिक्यलक्षणम् । ગામના શુદ્ધિમાત્ર વિતરખ્ય સમન્નતી I શ્રી જ્ઞાનાર્ણવ, અવતરણગાથા. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-પ૬૮. શ્રી પ્રવચનસાર, ૭ (હિ. જે. શાહ કૃત ગુજરાતી પદ્યાનુવાદ).
૪.
Page #58
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યફદર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે.
(ગીત) જે ચેતન જડ ભાવો અવલોક્યા છે મુનીંદ્ર સર્વજો; તેવી અંતર આસ્થા, પ્રગત્યે દર્શન કહ્યું છે તત્ત્વજ્ઞ. સમ્યક પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યગુજ્ઞાન કહ્યું તે, સંશય વિભ્રમ મોહ ત્યાં નાશ્ય. વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય;
સહિત સમ્યક્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય.' ચોથો ઉપાય વૈરાગ્ય કહ્યો. દેહ, સંસાર અને ભોગના પદાર્થો પ્રત્યે અનાસક્ત બુદ્ધિનું ઉપજવું તે વૈરાગ્ય છે. જેનો રાગ ઓછો થઈ ગયો છે તેવા વિરાગી પુરુષનો ભાવ તે વૈરાગ્ય છે.
પાંચમાં ઉપાય તરીકે ભક્તિ આદિ સાધન કહ્યાં. પરમાત્મા અને સદ્ગુરુ પ્રત્યે, તેમના ગુણોની સાચી ઓળખાણપૂર્વક નિઃસ્વાર્થ અનુરાગ કરવો તે ભક્તિ. “જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. ભક્તિના નવ પ્રકાર બનાવ્યા છે :
શ્રવણ કીર્તન ચિંતવન, વન્દન સેવન ધ્યાન; લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ
આ પ્રકારે સંક્ષેપમાં બંધના કારણોથી વિપરીત સ્વભાવવાળા મુખ્ય પાંચ ભાવો મોક્ષપદની પ્રાપ્તિના ઉપાયરૂપે બતાવ્યા, જે કારણો
શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૭૨૪. શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-પ૭૨. સમયસારનાટક, મોક્ષદ્વાર, ૮.
૧.
Page #59
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય, સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વ સ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંત૨રહિત તેના અનુભવમાં આવે છે.
સેવવાથી કર્મબંધ અટકે છે અને મોક્ષપદ ક્રમે કરીને પ્રગટે છે. કહ્યું છે, (દોહા)
કલ
જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવ અંત. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ?૧ રત્નત્રય ગહ ભવિક જન, જિનઆજ્ઞા સમ ચાલિયે, નિશ્ચય કર આરાધના કરમ બંધકો જાલિયે.
આ પ્રમાણે ‘મોક્ષનો ઉપાય છે’ એવા છઠ્ઠા પદનું વ્યાખ્યાન પૂરું
થયું.
જેમણે શુદ્ધ આત્માનો અનુભવ કર્યો છે તેવા જ્ઞાની મહાત્માઓએ એમ કહ્યું છે કે, જે સાધકજીવ આ છ પદને સેવે છે તે સમ્યક્ત્વને સેવે છે કારણ કે સમ્યક્ત્વ (યથાર્થ દૃષ્ટિ)ની પ્રાપ્તિમાં આ છ પદનું પરિક્ષાન મૂળભૂત છે. જે કોઈ સાચો-ભવ્ય-જિજ્ઞાસુ-સાધક, મધ્યસ્થ થઈને આ છ
૧. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૯૯, ૧૦૩, ૧૦૪.
૨.
શ્રી ક્ષમાવાણી-પૂજા (શ્રીમલ્લકૃત)
Page #60
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૪૦.
પદનો શાંતિથી વિચાર કરે છે તેને તે પદોની અંદર રહેલું શાશ્વત સત્ય સમજાતું જાય છે અને વિવેકજ્ઞાનની જ્યોતિ તેના હૃદયમાં જાગ્રત થાય છે. વસ્તુસ્વરૂપનો નિઃશંકપણે તેના અંતરમાં નિર્ધાર થતાં તેને જરૂર એમ ભાસે છે કે આ વાત જે પરમ જ્ઞાની પુરુષોએ સર્વ જીવોના કલ્યાણને અર્થે કહી છે તે ખરેખર પૂર્ણ અને શાશ્વત સત્ય છે કારણ કે તેના મૂળ ઉપદેશક પૂર્ણ જ્ઞાની પુરુષો છે. '
આ છ પદનો યથાર્થ વિવેકપૂર્વક જેમ જેમ વિચાર કરવામાં આવે છે તેમ તેમ સાધકને પોતાના મૂળ શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન પ્રગટ થતું જાય છે. જેમ કોઈ ભિખારીને સ્વપ્નમાં મોટું રાજપાટ મળે અને તે પોતાને મોટો રાજા માને, પણ સ્વપ્ન પૂરું થતાં જ તેને પોતાની સાચી સ્થિતિનો ખ્યાલ આવી જાય છે, તેમ પોતાની સાચા સ્વરૂપના અજ્ઞાનરૂપ જે સ્વપ્નદશા, તેને આધીન થવાથી અજ્ઞાની જીવ પોતાના નહીં એવા જગતના વિવિધ પદાર્થોમાં “મારાપણાની અને “હું” પણાની કલ્પના કરે છે. આવી ભ્રાંતિરૂપ જે સ્વપ્નદશા તેનો નાશ થવા માટે મહાજ્ઞાનીઓએ કરુણાથી શાશ્વત સત્ય-સિદ્ધાંતરૂપ આ છ પદનો ઉપદેશ સંક્ષેપમાં કર્યો છે.
જેવી રીતે પેલા ભિખારીને સ્વપ્ન પૂરું થતાંની સાથે જ રાજપાટ આદિ જરા પણ મારાં નથી એવો અવશ્ય નિશ્ચય અને અનુભવ થાય છે તેવી રીતે અજ્ઞાનરૂપી સ્વપ્નદશાનો, આ છ પદનાં યથાર્થ બોધથી જે સાધક સુવિચારની શ્રેણીએ ચડીને નાશ કરે છે તેનો આત્મા પણ જાગ્રત થઈ જાય છે અને દિવ્ય જીવન જીવવાની યથાર્થ દૃષ્ટિની તેને પ્રાપ્તિ થઈ જાય છે. આમ, સમ્યક નેત્ર પ્રાપ્ત થવાથી સાધકને પોતાના આત્માના સાચા સ્વરૂપનું યથાર્થ ભાન પ્રગટે છે અને આવો પ્રબુદ્ધ સાધક ક્રમે કરીને પૂર્ણ મોક્ષદશાને પ્રાપ્ત થાય છે.
જે જીવને સ્વસ્વરૂપનો યથાર્થ બોધ પ્રગટ થાય તે જીવને જગતના પદાર્થોનું માહાસ્ય અંતરમાંથી ઊડી જાય છે. ક્ષણિક સુખ આપીને નાશ પામી જનારા, અપવિત્ર અને પોતાના સ્વભાવથી વિપરીત
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૧
અધ્યાત્મ પંથની યાત્રા
સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી.
જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. લક્ષણોવાળા એવા જગતના કોઈ પણ પદાર્થોને પ્રાપ્ત કરીને તેને અંતરંગ હર્ષ થતો નથી. અથવા તેવા પદાર્થોનો વિયોગ થઈ જવાથી તેને અંતરંગ શોક પણ ઉપજતો નથી. આમ, જગતના અનેકવિધ ચેતન, અચેતન કે મિશ્ર પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં તેને સમભાવ જ રહે છે, વિષમભાવની ઉત્પત્તિ થતી નથી. આવો સમતાભાવસમદર્શિતાનો ભાવ જેને અંગીકાર કરવાથી પ્રગટે છે તેવા નિજ શુદ્ધાત્મસ્વરૂપનું અત્યંત નિર્મળપણું, અત્યંત પરિપૂર્ણપણું, નિત્યપણું અને સાતિશય આહ્વાદદાયકપણું તેના અનુભવમાં આવે છે. સમ્યગુદષ્ટિને પોતાના ચૈતન્ય સ્વભાવનું લબ્ધિરૂપે નિરંતર લક્ષ રહે છે. પરંતુ ચારિત્રમોહનીયના ઉદયની બળજોરીથી તેને જે વિભાવભાવો ઊપજે છે તેને તે પોતાનું મૂળ સ્વરૂપ માનતો નથી. અનાદિકાળના અધ્યાસને આધીન થઈ જવાને લીધે જ પોતાને તે ભાવોનું કથંચિત્ વેદના થાય છે એમ તે સ્પષ્ટપણે માને છે. શુભાશુભ ઉપયોગરૂપે પરિણમવા છતાં પણ તે શુભાશુભ ભાવોની તેને રુચિ નથી અને પોતાની સર્વ શક્તિથી તેવા વિભાવભાવોથી પાછા ફરવાનો પુરુષાર્થ સમ્યગ્દષ્ટિ કર્યા જ કરે છે. જેટલા પ્રમાણમાં તે સ્વસંવેદન કરે છે તેટલા પ્રમાણમાં તેને તે વિભાવભાવોથી ભિન્ન એવા શુદ્ધાત્માની પ્રત્યક્ષ (અતીન્દ્રિયપણે) અનુભૂતિ થાય છે, અને આમ થવાથી જગતના કોઈ પણ ક્ષણભંગુર અને તુચ્છ પદાર્થો મળવાથી કે વિખૂટા પડવાથી તેને અંતરંગમાં હર્ષના ભાવો કે શોકના ભાવો થઈ જતા નથી, નિરંતર સમભાવ જ રહે છે. કહ્યું છે કે
Page #62
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
જર
જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વસંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.
જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરૂણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, ‘દેહાત્મબુદ્ધિનો નાશ થતાં અને પરમાત્મપદનું વિશિષ્ટ જ્ઞાન થતાં જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં સમભાવ જ રહે છે.’૧
ફરી ફરી દેહ ધારણ કરવો તેને જન્મ કહે છે. વર્તમાન જીવનની છેલ્લી અવસ્થામાં ઈન્દ્રિયોની અને અંગોની શિથિલતાથી ઉત્પન્ન થતી અર્ધમૃતક જેવી અવસ્થા તેને ઘડપણ કહે છે. આયુષ્યની પૂર્ણતા થતાં વર્તમાન શરીરના વિયોગને મરણ કહે છે. વાત, પિત્ત, કફ આદિની અસમતુલા ઉત્પન્ન થવાથી શરીરની અસ્વસ્થ અવસ્થા થવી તેને રોગ કહે છે. આ પ્રકારના સર્વ વિઘ્નોથી અબાધિત, અનંત અનંત ઐશ્વર્યના સ્રોતરૂપ અને સંપૂર્ણ કૃતકૃત્યતારૂપ જેનો સ્વભાવ છે તેવું નિજ શુદ્ધાત્મપદ તેનો શબ્દથી, અર્થથી અને સ્વાનુભૂતિથી બોધ થયો છે જેને તેવો તે પુરુષ કથંચિત ભવના અંતને પામીને કૃતાર્થ થાય છે.
આ વાત ફ૨ીથી સિદ્ધાંતરૂપે સ્થાપતાં શ્રીગુરુ કહે છે કે, જે જે કોઈ ભવ્ય આત્માઓને, પ્રત્યક્ષ-પરોક્ષાદિ સર્વ પ્રમાણોથી વિભૂષિત અને સુયુક્તિયુક્ત જે આ છ પદ તેનો પરમજ્ઞાની એવા શ્રીસત્પુરુષનાં પ્રત્યક્ષ ઉપદેશ આદિનો યોગ પામીને અંતરમાં અવિરુદ્ધ નિશ્ચય થાય છે તે તે સર્વ આત્માઓ મહાત્મા બની જાય છે. આમ પરમાર્થથી જેમને આવું આનંદદાયક જ્ઞાનપદ-નિજપદ-શુદ્ધાત્મપદ-પ્રગટે છે તેઓ
૧.
देहाभिमाने गलिते विज्ञाते परमात्मनि ।
यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ।। ૩૦. દગદશ્યવિવેક.
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૩
અધ્યાત્મ પંથની યાત્રા અવશ્ય, અપાર શોકસ્વરૂપ એવા આ સંસારસમુદ્રને તરીને સર્વ માનસિક ચિતાઓથી, શારીરિક રોગોથી અને બધી ઉપાધિઓથી રહિત થાય છે. ક્રમે કરીને તેઓને સર્વ પ્રકારના બાહ્યાંતર સંગોથી રહિત અને પરિપૂર્ણ જ્ઞાન-આનંદના રસથી છલોછલ ભરેલું એવું પરમાત્મપદ પ્રગટ થઈ જાય છે. આ વાત ત્રણે કાળને માટે પરમ સત્ય છે એવો હે ભવ્ય જીવો ! તમે અવશ્ય નિશ્ચય કરજો. - હવે, જે સાધકને શ્રીસદ્ગુરુના ઉપદેશથી સ્વસ્વરૂપની ઉપલબ્ધિ થઈ, તે સાધક, શ્રીસદ્દગુરુનો અને એવા સર્વ સપુરુષોનો અભૂતપૂર્વ ઉપકાર માને છે. તેમની સાચી ભક્તિ કરવાનું જે અલૌકિક ફળ અને તેમનું જે અદ્ભુત આત્મ-ઐશ્વર્ય તેને વિવિધ રીતે અભિનંદતો થકો, પરમ વિનય સહિત તેમની ભક્તિમાં આ પ્રમાણે જોડાય છે. અમે પણ તેવા વિશિષ્ટ સન્દુરુષોને મન, વચન, કાયાના ત્રિકરણ યોગોની શુદ્ધિ સહિત અત્યંત નમ્રીભૂત થઈને નમસ્કાર કરીએ છીએ. કેવા પુરુષો? તો કહે છે કે જેમની દિવ્યવાણી સંસારતારક, અતિ મધુર, અતિ કલ્યાણકારી, સર્વ જીવોનો સર્વતોમુખી અભ્યદય કરાવી જન્મ, જરા (ઘડપણ) અને મૃત્યુને પેલે પાર લઈ જઈ પોતપોતાના સહજાનંદ સ્વરૂપમાં સ્થિર કરાવનારી છે ર્તવા સત્પરુષોને. એવા અતિશયવાન સપુરુષોની ભક્તિનું વિશેષ વ્યાખ્યાન કરતાં કહે છે કે જેઓ સ્વ-પરકલ્યાણકારક દિવ્ય જીવન વ્યતીત કરતાં થકાં, સર્વ જીવો તરફ કેવળ નિષ્કારણ દયાભાવવાળાં છે તેમના પ્રત્યે વારંવાર સ્તવન-કીર્તનપૂજન-આદર-સત્કાર-વિનય-બહુમાનાદિ વિવિધ ભાવો સહિત વર્તવાથી સાધકોને વિશુદ્ધભાવોની પ્રાપ્તિ થાય છે અને વિશિષ્ટ સાધકોને તો તેમના જેવો શુદ્ધ આત્મસ્વભાવ પણ પ્રગટે છે. કહ્યું છે કે :
“આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી, સદેવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. આવા
૧.
શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-પપ.
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૪
અધ્યાત્મ પંથની યાત્રા એવા સર્વ સપુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો!
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર ક સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઈશ્યા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, અચિંત્ય માહાસ્યવાળા, ભૂત-વર્તમાન-ભાવિ કાળના સર્વ જે સપુરુષો તેમનાં પરમ પુનિત ચરણકમળો, મારા ચિત્તકમળમાં ત્રિકાળ સદા જયવંત વર્તો કે જેથી તેમની લોકોત્તર પવિત્રતાનો મારા જીવનમાં સંચાર થાય, એમ પોતે પ્રાર્થના કરે છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે
' દર્શનશુદ્ધતા તેહ પામે, જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી,
કર્મ ઝીપી વસે મુક્તિ-ધામે.' હવે આગળના વ્યાખ્યાનમાં, સપુરુષનું અને તેમનાં ગુણોનું કથંચિત્ વચનાતીતપણું સ્વીકારીને તેમના મહાન વ્યક્તિત્વને પ્રથમ તર્કથી અને પછી પ્રત્યક્ષ ગુણાતિશયથી પુરવાર કરે છે. ત્યાં પ્રથમ તર્કને અનુલક્ષીને કહે છે :
મહાન પુરુષો પણ શ્રી પુરુષોને ભજે છે કારણ કે તેઓને જે શુદ્ધ ચૈતન્ય ચમત્કાર અંતરમાં પ્રગટ્યો છે તે ઉપર કહ્યાં તે છ પદનો યથાર્થ બોધ થવાથી પ્રગટ્યો છે. આ છ પદનાં બોધના દાતા એવા તે સપુરુષ જ છે કે જેમનો આત્માર્થબોધક દિવ્ય ઉપદેશ તેમના મુખકમલમાંથી નીકળતાં જ અમારા હૃદય સોંસરવો આરપાર ઊતરી ગયો અને જેણે અમારા જીવનમાં જ્ઞાનજ્યોતિ જગાવી અમને નિઃશંક, ૧. શ્રીમદ્ દેવચંદ્રજી
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૫
અધ્યાત્મ પંથની યાત્રા
એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે, માટે મારી છે, એમ કદી જોયું નથી, એવા જે સપુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો !
જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર
થઈ,
નિર્ભય અને શાશ્વત અતીન્દ્રિય આનંદરસના ભોક્તા બનાવ્યા. આવો અમારા ઉપર જેમનો અત્યંત ઉપકાર વર્તે છે તેમનો પ્રત્યુપકાર અમે શી રીતે વાળી શકીએ અથવા કઈ રીતે તેમનાં ગુણગાન સંપૂર્ણ રીતે ગાઈ શકીએ ? અહો ! અમે તેમ કરવા ખરેખર અસમર્થ છીએ, કારણ કે તેઓએ અમને જે ઉપદેશરૂપ પ્રસાદ આપ્યો તેમાં તેમને કિંચિત્માત્ર પણ સ્વાર્થ નથી. તેઓ તો કેવળ કરુણાના સાગર છે અને નાત, જાત, સંપ્રદાય, દેશ, વેશ, ઉમર કે એવા કોઈ પણ લૌકિક પ્રકારને ખ્યાલમાં રાખ્યા વગર કેવળ શિષ્યોના કલ્યાણને માટે જ તેઓની જગજીવહિતકર અમૃતવાણી રૂપ ગંગા તેમના પરમ અલૌકિક દિવ્ય હિમગિરિરૂપ વ્યક્તિત્વમાંથી સહજપણે પ્રવહે છે.
- હવે તેમના પ્રત્યક્ષ ગુણાતિશયની વાત સાંભળો. આવો મહાન ઉપકાર તેમણે અમ શિષ્યો ઉપર કર્યો છે છતાં પણ કોઈ પણ વેળાએ અમે તેમના શિષ્યો છીએ, તેમની ભક્તિ-સેવા કરીએ છીએ માટે અમારે તેમને આધીન થઈને વર્તવું જોઈએ એટલે કે અમારા પ્રત્યે તેમના અંતરમાં “મારાપણાનો ભાવ ઉદ્ભવ્યો હોય એવું અમે સ્વપ્નમાં પણ વિચારી શક્તા નથી, કારણ કે તેવો અનુભવ કદાપિ અમને થયો નથી. કહો જોઈએ, કેવળ કરુણામૂર્તિ સપુરુષ પ્રત્યે અમારે શી રીતે વર્તવું ? આથી અમે એમ જ જાણીએ છીએ કે તે પુરુષો પ્રત્યેના સર્વતોમુખી ભક્તિભાવ સહિત વર્તવું એ જ અમારા પરમ શ્રેયનું કારણ છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૪૬. અન્ય સ્વછંદ માટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !
હવે આગળ, સદ્ગુરુની પારમાર્થિક ભક્તિનું અને તેવી વ્યક્તિના ફળનું સ્વરૂપ પ્રતિપાદિત કરે છે. સદ્ગુરુની ભક્તિ તે મોક્ષસાધનાનું એક અનિવાર્ય અને અનુપમ અંગ છે એમ સર્વ જ્ઞાની પુરુષોએ સ્વીકાર્ય છે. આવી ઉત્તમ જે ગુરુભક્તિ, તેનું ફળ શિષ્યને પાત્રતાની વૃદ્ધિથી માંડીને અનેકવિધ કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ થવી તે જ છે, એમ હે ભવ્ય જીવો ! તમે નિશ્ચયથી જાણો. અમારો આવો નિશ્ચય થવાનું કારણ એ છે કે જે પુરુષોએ આવી સદ્ગુરુની ભક્તિની પ્રરૂપણા કરી છે તેઓના જીવનમાં સ્વાર્થનો એક અલ્પ અંશ પણ અમને દૃષ્ટિગોચર થયો નથી, કેવળ સ્વાર્થત્યાગનો ભાવ જ સમયે સમયે પ્રગટપણે દેખાયો છે.
આવી સાચી ગુરુભક્તિ જે શિષ્યના અંતરમાં પ્રગટ થાય તેની દશા કેવી હોય? તે શિષ્યને શ્રી સદ્ગુરુની દિવ્યતાવ્યાપ્ત ચેષ્ટાઓ વારંવાર સ્મરણમાં આવે. જેમ લોભીનું મન ધનમાં અને સતીનું મન ભરથારમાં રહે છે તેમ તેનું મન પણ શ્રીસદ્ગુરુના લોકોત્તર વ્યક્તિત્વની નિરંતર ઝાંખી કર્યા કરે છે. તેઓશ્રીનું વિશિષ્ટ જ્ઞાન, નિર્મળ ધ્યાન, વિવિધલક્ષી તપ, તીવ્ર વૈરાગ્ય, અંતર્મુખ દશા, સત્યપરાયણતા, બ્રહ્મનિષ્ઠા, ક્ષમા, અલૌકિક-શ્રદ્ધા, સર્વાત્મભાવ, અમૃતમય વાણી અને અવિરત આત્મજાગૃતિ આદિ અનેક અદ્ભુત ગુણોની સ્મૃતિ અને લક્ષ તેને રહ્યા જ કરે છે. તે કહે છે :
(દોહરા) “અહો ! અહો ! શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.'
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૨૪
Page #67
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
શું પ્રભુચરણ કને ઘરું આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો વર્લ્ડ ચરણાધીન “મોહે લાગી લટક ગુરુ ચરનકી ચરણ બિના મુઝે કછુ નહિ ભાવે.” જૂઠ માયા સબ સપનકી... મોહે લાગીર
(દોહરા) “તીરથ નાહે એક ફલ, સંત મિલે ફલ ચાર;
સદગુરુ મિલે અનેક ફલ, કહત કબીર વિચાર.” વળી, જે સાધકને સદ્ગુરુની ભક્તિ પ્રગટે તેને નિજછંદથી ચાલવાની વૃત્તિ રહેતી નથી. જે જીવન જીવવાથી પોતાના આત્માનું દિનપ્રતિદિન કલ્યાણ થતું જાય તે જીવનરીતિને તે અપનાવે છે અને
આ જગતમાં અભુત-અપૂર્વ સદ્ગણોના નિધિ અને સર્વથા અનુસરવા યોગ્ય આ મારા શ્રી સદ્ગુરુદેવ જ છે એવો તેને નિરંતર નિશ્ચય રહે છે અને તે નિશ્ચયને અનુસરવાનો તે સર્વ શક્તિથી પુરુષાર્થ કરે છે. જે આમ કરે, તેને શાશ્વત મોક્ષમાર્ગની આરાધના અવશ્યપણે બને છે અને સહજ-શુદ્ધ-ચૈતન્ય-આત્મસ્વરૂપનો બોધ તેના જીવનમાં ઉદય પામતાં તે કૃતકૃત્ય થાય છે.
આ પ્રમાણે શ્રી સદ્ગુરુની ભક્તિ પ્રગટ થવાથી આલોક-પરલોકમાં સંપૂર્ણ કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ સહિત નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રગટે છે, માટે તેવી શ્રી ગુરુની ભક્તિને અને તેવી ભક્તિના ઉપદેશક જે શ્રી સતુપુરુષો તેમને, અમે ફરી ફરી અંતઃકરણના સાચા ભાવથી સર્વથા સર્વકાળ ભજીએ છીએ.
હવે, ઉપસંહારરૂપે, શ્રી સદ્ગુરુના બોધને અંગીકાર કરવાથી પોતાના જીવનમાં કેવો મહતું ઉપકાર થયો છે તેનું સંસ્મરણ કરતાં થકો કહે છે :
૧.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૨૫. ભક્તિશિરોમણિ મીરાંબાઈ
Page #68
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે,
અમારા આ આત્માએ ભરતક્ષેત્રમાં કળિયુગમાં મનુષ્યદેહ ધારણ કર્યો છે અને તેથી સંપૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિની યોગ્યતા આ ભવમા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોતાં સંભવિત જણાતી નથી, છતાં પણ શ્રી સદ્ગુરુના અપૂર્વ-અલૌકિક ઉપદેશને ગ્રહણ કરવાથી અમારા વર્તમાન જીવનમાં પરમાત્મપદની-કેવળજ્ઞાનની સ્પષ્ટપણે પ્રતીતિ થઈ ગઈ છે. શબ્દથી, અર્થથી અને સ્વાનુભૂતિના અંશોથી પરમાત્મપદનો અમને નિઃશંકપણે જે નિશ્ચય થયો છે તે અમારા શ્રી સદ્ગુરુદેવની નિષ્કારણ કરૂણાનું ફળ છે એમ હે ભવ્ય જીવો ! તમે પણ જાણો.
હવે, પોતાને જે શુદ્ધાત્મદશા પ્રગટ થઈ છે તેનું સાપેક્ષ દૃષ્ટિથી અને અધ્યાત્મપદ્ધતિથી વિશેષ વિવરણ કરે છે. શુદ્ધ સમ્યક્ત્વ પ્રગટ થયું છે તે કેવળજ્ઞાનરૂપી આત્માનો એક અંશ જ છે કારણ કે ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’ એમ આગમવચન છે. સમ્યકૃત્વ અને કેવળજ્ઞાન બન્નેમાં એ રીતની સમાનતા છે કે બન્ને અતીન્દ્રિયસ્વરૂપ અને સહજશુદ્ધભાવરૂપ છે. આમ હોવાથી જ સમ્યક્ત્વી જીવને અવશ્ય અમુક કાળમાં મોક્ષની પ્રાપ્તિ કહી છે અને અધ્યાત્મપદ્ધતિમાં તેનું ઘણું જ બહુમાન કરેલું છે.
યથા
(સવૈયા છંદ)
ભેદવિજ્ઞાન જગ્યો જિનકે ઘટ,
શીતલ ચિત્ત ભયો જિમ ચંદન,
કેલિ કરે સિવ મારગમેં;
જગમાંહિ જિનેસરકે લઘુનંદન. સત્યસ્વરૂપ સદા જિનકે,
પ્રગટ્યો અવદાત મિથ્યાત-નિકંદન,
.
Page #69
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે. તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર,
શાંતદશા તિનકી પહિચાનિ,
४९
કરે કર જોરિ બનારસી વન્દેન.
આ પ્રમાણે અમારા આત્મામાં કેવળજ્ઞાનની સ્પષ્ટ પ્રતીતિ થઈ હોવાથી અમને શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન થયું છે. સમ્યક્ત્વ જેનો ગુણ છે એવા શુદ્ધ આત્માનો અમને અતિશય લક્ષ રહે છે તેથી વિચારદશાએ અમને કેવળજ્ઞાન પ્રગટ્યું છે. ત્રણ કાળ ત્રણ લોકના સર્વોત્કૃષ્ટ દુન્યવી વૈભવને અમે તરણા તુલ્ય તુચ્છ શ્રદ્ધીએ છીએ અને અંતરમાં તેને જરા પણ નથી ઈચ્છતા તેથી ઈચ્છાદશાએ અમને કેવળજ્ઞાન થયું છે. અધ્યાત્મ પદ્ધતિમાં, દ્રવ્યાર્થિક નય માત્ર દ્રવ્યનું જ ગ્રહણ કરે છે, પર્યાયને કરતો નથી; અને આવું જે શુદ્ધાત્મદ્રવ્ય તેનો તો અમને સાક્ષાત્કાર થઈ ગયો છે, માટે મુખ્ય એવો જે દ્રવ્યાર્થિકનય તેની અપેક્ષાએ પણ અમને કેવળજ્ઞાન પ્રગટ્યું છે.
આ પ્રમાણે અમારા આત્મામાં ઉત્પન્ન થયેલું સ્વસંવેદનપ્રત્યક્ષ જે સમ્યક્ત્વરૂપી કેવળજ્ઞાન તે ક્રમે કરીને વધતું વધતું સર્વ મોહનીય કર્મનો નાશ કરી, અનંત અવ્યાબાધ સુખને પ્રગટ કરવાવાળું છે. યથા— “જૈસો નિરભેદરૂપ નિહચે અતીત હતો, પૈસો નિરભેદ, અબ ભેદકો ન ગહેગો, દીસે કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયો નિજ થાન અબ બાહિર ન બહેગો, કબહું કદાપિ અપનો સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકે ન પ૨ વસ્તુ ગઢેગો, જ્ઞાન અમલાન વિદ્યમાન પરગટ ભર્યો, યાહિ ભાંતિ આગામી અનંત કાલ રહેગો. શ્રી સમયસાર નાટક, સર્વવિશુદ્ધિદ્વાર, ૧૦૮.
399
Page #70
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૫૦.
જેના યોગે સહજમાત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !!
અબ હમ અમર ભયે ન મરેંગે (૨) યા કારણ મિથ્યાત દીયો તજ કર્યો કર દેહ ધરેંગે...અબo. “છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષય કરું.
આમ, આત્મજ્ઞાનથી પ્રારંભ કરીને વિશિષ્ટ નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચવામાં જેમનાં વચનો, મુદ્રા અને પ્રત્યક્ષ સમાગમ અમને પરમ ઉપકારભૂત થયાં છે અને જેમના સાન્નિધ્યની પ્રાપ્તિથી અમારા આત્મામાં ઉંચી ઉચી અધ્યાત્મદશા પ્રગટ કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ છે તેવા પ્રાપ્ત મૂર્તિમાન મોક્ષસ્વરૂપ જે શ્રી પુરુષ, તેમના તે ઉપકારને અમે ફરી ફરીને વન્દનાત્મક પ્રણામ કરીએ છીએ. જોકે તેમના અપૂર્વ ઉપકારનો બદલો અમે કોઈ પણ રીતે વાળી શકવાને સમર્થ નથી છતાં યત્કિંચિત્ તેમના પ્રત્યે અમારી કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે અને અમારા આત્માને વિશેષ નિર્મળ બનાવવા માટે અમે વારંવાર અમારા ચિત્તમાં તે મહાપુરુષોનું સ્મરણ કરીને ધન્યતા અનુભવીએ છીએ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨.
યોગીરાજ શ્રી આનંદઘનજી. શ્રી સમયસાર ૭૩. (હિ. જે. કૃત ગુજરાતી પદ્યાનુવાદ)
Page #71
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
પત્રાંક ૫૨૫
ટૂંક સાર
મોક્ષપ્રાપ્તિનું પ્રથમ અને મુખ્ય કારણ એવું જે આત્મજ્ઞાન, તે જેને પ્રગટ્યું હોય, તેની જીવનપદ્ધતિની આંતરબાહ્ય દશાનું વર્ણન કરીને, આ પત્ર દ્વારા આગળની સાધનામાં તે સાધકને માર્ગદર્શન આપ્યું છે.
૫૧
આત્મજ્ઞાનને જૈન પરિભાષામાં ભેદજ્ઞાન પણ કહે છે. ‘સ્વ’ અને ‘પર’નો યથાર્થ બોધ થવાથી ‘સ્વ’ પ્રત્યે રુચિ અને વૃત્તિ થાય છે એવો સિદ્ધાંત સ્વીકારીને, તેવા જ્ઞાનીએ પણ વિશેષપણે જગતના પ્રતિબંધોને નિવારીને સ્વરૂપનો પરિચય કરવો એવી શ્રીજિનની આજ્ઞા છે.
‘જ્ઞાની પ્રમાદી હોતા નથી’ એ કથન સામાન્યપણે કરેલું છે. અંતરાત્મદશામાં ચોથા આદિ ગુણસ્થાને વર્તતા જ્ઞાનીઓ માટે આ કથન નથી, પણ આગળ વધેલા વિશેષ પુરુષાર્થયુક્ત મહાજ્ઞાનીઓ માટે આ કથન છે એ વાત તેના લક્ષ પર લાવી શ્રીગુરુએ જ્ઞાનીને પણ નિવૃત્તિમય જીવનનો લક્ષ રાખી ત્વરિત ગતિએ ત્યાગમાર્ગની આરાધનામાં ઉઘમવંત થવા આજ્ઞા કરેલી છે.
સામાન્યપણે અપ્રતિબદ્ધ એવા જ્ઞાનીને પણ સત્સંગનો યોગ કલ્યાણકારી છે અને તે વડે કરીને તેને પરમ અસંગપદની પ્રાપ્તિ થઈ શકે છે માટે પરમસમાધિના ઈચ્છુક એવા જ્ઞાનીએ ફરી ફરી અપૂર્વ માહાત્મ્યવાળા પરમ ઉપકારી તથા મોક્ષના સર્વોત્તમ અને સરળ સાધનરૂપ સત્સંગને પરમ પ્રેમથી ઉપાસવો એવી આજ્ઞા કરી છે.
છેલ્લે, અમે પણ સર્વ કાળે તે સત્સંગને જ ઈચ્છીએ છીએ એમ સત્સંગ-આરાધના પ્રત્યેની પોતાની અદ્ભુત નિષ્ઠા વ્યક્ત કરી પત્રની સમાપ્તિ કરી છે.
6
Page #72
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
પર
મુંબઈ, ભાદરવા સુદ ૧૦, રવિ ૧૯૫૦
પત્રાંક પર૫ આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે,
મોક્ષપ્રાપ્તિનું મૂળ અને મુખ્ય કારણ એવું જે આત્મજ્ઞાન, તેની જે સાધકને પ્રાપ્તિ થઈ જાય છે તેનું જીવનદર્શન કરાવવાના હેતુથી શ્રીગુરુ અહીં પ્રથમ અધ્યાત્મપદ્ધતિથી અને પછી સિદ્ધાંતપદ્ધતિથી વ્યાખ્યાન કરે છે. આ બન્ને પ્રકારની કથનપદ્ધતિનું અવિરુદ્ધપણું, ઉત્તમ સાધકને, ક્રમે કરીને સદ્ગુરુગમે વિશેષ કરીને સમજાય છે. ધીરજ સહિત અને સાપેક્ષ દૃષ્ટિથી વક્તાનો આશય સમજતાં મહાન તત્ત્વબોધ અને અપૂર્વ આત્મલાભ થાય છે એમ સુજ્ઞ પુરુષોએ શ્રદ્ધવું.
અહીં પ્રથમ જ આત્મભાવ અને અનાત્મભાવનું સ્વરૂપ સમજાવે છે. મૂળ દૃષ્ટિએ જોતાં, આત્માનો જેવો શુદ્ધ સ્વભાવ છે તે સ્વભાવને અનુરૂપ જે ભાવ ઊપજે તેને આત્મભાવ જાણવો. આત્માના મૂળ સ્વભાવથી જુદા પ્રકારનો એટલે કે તેનાથી વિપરીત સ્વભાવવાળો જે ભાવ ઊપજે તેને અન્ય ભાવ જાણવો. આમ, સામાન્યપણે વિચારતાં, શુદ્ધભાવ (શુદ્ધોપયોગ) તે આત્મભાવ છે અને અશુદ્ધભાવ (અશુભ અને શુભ ભાવો, માઠી અને રૂડી વિચારધારા) તે અન્ય ભાવ છે. અહીં સાધકને પ્રયોજનભૂત હોવાથી, તે ત્રણ પ્રકારના ઉપયોગનો વિશેષ વિચાર કરીએ છીએ :
અશુભ ઉપયોગ : જેનો ઉપયોગ વિષય-કષાયમાં મગ્ન છે, કુશ્રુતિ (કુશાસ્ત્ર), કુવિચાર અને કુસંગતિમાં લાગેલો છે તથા ઉન્માર્ગમાં લાગેલો છે તે અશુભ ઉપયોગ છે.'
શુભ ઉપયોગ: દાન, પૂજા, વ્રત, શીલ આદિરૂપ તથા ચિત્તપ્રસન્નતારૂપ પરિણામ શુભ ઉપયોગ છે એમ સૂત્રનો અભિપ્રાય છે.
૨.
શ્રી પ્રવચનસાર, ૧૫૮. શ્રી પંચાસ્તિકાય, તાત્પર્યવૃત્તિ, ૧૩૧.
Page #73
--------------------------------------------------------------------------
________________
પ૩
અધ્યાત્મ પંથની યાત્રા એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે,
શુદ્ધ ઉપયોગ : ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિના અભાવથી જ્ઞાનમય આત્મામાં જ ઉપયોગ લાગે તેને શુદ્ધોપયોગ કહીએ છીએ. તે જ નિશ્ચય ચારિત્ર છે.' (વિશેષ નોંધ : અશુભ અને શુભ ઉપયોગને અહીં અન્ય ભાવ અથવા રાગભાવ જાણવો અને શુદ્ધ ઉપયોગને આત્મભાવ જાણવો. આમ સામાન્ય કથન જાણવું. આત્માના જ્ઞાન અને દર્શનગુણની અવસ્થાને “ઉપયોગ” શબ્દથી ઓળખવામાં આવે છે અને સમસ્ત આત્માની અવસ્થાને “ભાવ” શબ્દથી ઓળખવામાં આવે છે. ભાવમાં ઉપયોગ સમાઈ જતો નથી. ગુણસ્થાન-આરોહણમાં પ્રથમ ત્રણ ગુણસ્થાનોમાં ઘટતો ઘટતો અશુભોપયોગ, ચોથાથી છઠ્ઠા ગુણસ્થાનોમાં વધતો વધતો શુભોપયોગ અને સાતમાંથી બારમાં ગુણસ્થાનો સુધી વધતો વધતો શુદ્ધોપયોગ હોય છે, એમ સામાન્યપણે જાણવું. સાધકદશામાં શુભભાવ-શુદ્ધભાવની કેવી મિશ્રધારા હોય છે તે સૂક્ષ્મ છે અને વિશેષપણે ગુરુગમ દ્વારા સમધ્યયનીય છે. વિશેષ અભ્યાસીએ
જૈનેન્દ્રસિદ્ધાંતકોશમાં પૃષ્ઠ ૪૫૮ અને ૪પ૯ ઉપર ધવલા, પંચાધ્યાયી, પ્રવચનસાર, ભાવપાહુડ અને દ્રવ્યસંગ્રહ ટીકાનાં અવતરણો લીધાં છે તેનો વિવેકપૂર્વક વિચાર કરવો.)
જે કોઈ સાધકના અંતરમાં, ઉપરોક્ત ત્રણ પ્રકારના ભાવોનું યથાર્થ પરિજ્ઞાન (અનુભવ સહિતની સમજણ) થાય છે, તે સાધકને વિષે બોધબીજ (કેવળજ્ઞાનરૂપી બોધનું બીજ) ઉત્પન્ન થયું છે એમ જાણવું. આત્મસાક્ષાત્કાર, આત્મજ્ઞાન, સમક્તિ, નિશ્ચય-સમ્યક્ત, પરમાર્થ-પ્રતીતિ, આંશિક આત્માનુભૂતિ, ભેદજ્ઞાન, સ્વાત્મોપલબ્ધિ, દિવ્યદૃષ્ટિ, આત્મબોધ, શુદ્ધાત્મપ્રકાશ, સ્વપદપ્રાપ્તિ વગેરે અનેક શબ્દો વડે આ દશાનું જ સૂચન થતું હોવાથી આ બધા શબ્દો પરમાર્થથી કાર્યવાચક જાણવા.
મોક્ષપાહુડ, ૭૨, ૫. જયચંદજી કૃત વચનિકા. જુઓ દ્રવ્યસંગ્રહ, પક; શ્રી બ્રહ્મદેવ સૂરિકૃત ટીકા.
૨.
Page #74
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૫૪
અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજપરભાવ જેણે જાણ્યો છે
જે સાધકને આવું શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન પ્રગટે તેને પછી તે સ્વભાવથી વિપરીત સ્વભાવવાળા ભાવોની રુચિ થતી નથી, તેવા ભાવો ચિત્તમાં રાખવા ગમતા નથી અને તેવા ભાવોમાં તન્મયપણું ખરેખર થઈ જતું નથી. જેવી રીતે ખાનદાન કુટુંબની દીકરી પોતાના પિયરમાં આવી હોય અને પિતાના ઘરનું કામકાજ કરતી હોય તો પણ તેના અંતરમાં તે વાત પાકી જ રહે છે કે આ ઘર મારું નથી. મારું ઘર તો મારું સાસરુ જ છે; તેવી રીતે આત્મજ્ઞાનીને જ્યારે અન્ય ભાવોમાં વર્તવાનું બને ત્યારે તેને પણ આવી દશા થાય છે. તેને અન્ય ભાવોની અંતરંગ રુચિ થતી નથી. તે ભાવોને તે ખરેખર રૂડા માનતો નથી અને તેવાં કાર્યો અવશપણે કરવાં પડે તોપણ તે જ્ઞાની કર્તાપણાની બુદ્ધિ ધારણ કરીને તે કાર્યોમાં તન્મય થઈ જતો નથી. આવા પુરુષની દશાનું વર્ણન શાસ્ત્રોમાં નીચે પ્રમાણે કર્યું છે :
(સવૈયા તેવીસા)
જે નિજ પૂરબ કર્મ ઉર્દૂ, સુખ ભુંજત ભોગ ઉદાસ રહેંગે, જે દુ:ખમેં ન વિલાપ કરે નિરએ હિયે તન તાપ સોંગ, હૈ જિનકે દૃઢ આતમજ્ઞાન ક્રિયા કરિ લકો ન રહેંગે; તે સુવિચક્ષણ જ્ઞાયક હૈ તિન્હકો હમ તો કર્તા ન કહેશેં.' (સવૈયા એકત્રીસા)
૧.
૨.
૩.
૪.
૫.
જબહીનેં ચેતન વિભાવ ઉલટિ આપુ, સમૈ પાઈ અપનો સુભાવ ગહિ લીનો હૈ,
શ્રી સમયસારનાટક, નિર્જરાદ્વાર, ૪૫.
સુખ ભોગવતાં થકા.
અદ્વેષ-ભાવથી, શાંતભાવથી.
શારીરિક-દુઃખ, કષ્ટ.
છોડીને.
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૫
અધ્યાત્મ પંથની યાત્રા
એવા જ્ઞાનીપુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી.
તબહી તેં જો જો લેન જોગ સો સો સબ લીનૌ, જો જો ત્યાગ જોગ સૌ સૌ સબ છાંડી દીનૌ હૈ; લેબેંકો ન રહી ઠૌર ત્યાગિવેકોં નાંહી ઓર, બાકી કહા ઉબર્યો જુ કારજ નવીનો હૈ, સંગ ત્યાગિ અંગ ત્યાગિ વચન તરંગ યાગિ, મન ત્યાગિ બુદ્ધિ ત્યાગિ આપા શુદ્ધ કીનો હૈ.' (સવૈયા તેવીસા)
જિનકે ઘટમેં પ્રગટ્યો પરમારથ રાગ વિરોધ હિયે ન વિશારે કરિકે અનુભો નિજ આતમકો, વિષયાસુખસોં હિત મૂલ નિવારે હરિકે મમતા ધરિકે સમતા, અપનો બલ ફૌરિ જુ કર્મ વિડારે જિનકી યહ હૈ કરતુતિ સુજાન સુઆપ તરે પર જીવન તારે
આ પ્રમાણે જ્ઞાનભાવનું (આત્મભાવનું) અને રાગભાવનું ભિન્નપણું શબ્દથી, અર્થથી અને સ્વસંવેદનથી જેને ભાસે છે તેના અંતરમાં પ્રજ્ઞાનો પ્રકાશ થતાં જગતના સમસ્ત પદાર્થો અને ભાવો પ્રત્યે સાચી ઉદાસીનતા ઊપજે છે; અને તે ઉદાસીનતા ક્રમશઃ વિકાસ પામતી પામતી તે સાધકને પૂર્ણપદની પ્રાપ્તિમાં સહાયકારી થાય છે. કહ્યું છે કે :
“સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.”
“દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન શ્રી સમયસાર નાટક, સર્વવિશુદ્ધિદ્વાર-૧૦૯
બાકી રહ્યું.
૧.
૨.
૩.
૪.
૫.
૭.
..
આત્મા.
વિસ્તારે, લંબાવે.
સ્ફોરવીને.
૭.
કાપી નાખે.
શ્રી ધર્મવિલાસ, ૯૨. અધ્યાત્મ કવિવર ધાનતરાયજી.
શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૭૭
Page #76
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
પક પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી, કેમકે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં, ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે;
થાય છે, તત્ત્વપ્રતીતિ સમ્યકપણે ઉત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે."
આ પ્રમાણે “સ્વ” અને “પર”નું યથાર્થ ભાસન થતાં હેયસ્વરૂપ એવા જે સાંસારિક પદાર્થો અને ભાવો તથા ઉપાદેય એવું જે શુદ્ધાત્મસ્વરૂપ અને તેની પ્રાપ્તિના ઉપાયોનો તેના અંતરમાં દઢ નિશ્ચય થઈ જાય છે. જે પદાર્થોનું માહાસ્ય દૃષ્ટિમાં ઓછું થઈ ગયું અને જે પ્રસંગોની અગત્યતા જીવનમાં ગૌણ થઈ ગઈ તેવા પદાર્થો કે પ્રસંગો, પૂર્વકર્મોદય હોતાં કોઈક જ્ઞાની પુરુષને રહે તોપણ તે પદાર્થો અને પ્રસંગોમાં તેને હિતબુદ્ધિ કેવી રીતે થઈ શકે? તે સર્વ તેને સારહીન જ ભાસે છે; અને આ જ સાચા જ્ઞાનનું માહાસ્ય છે કે જે પ્રગટતાં તે જ્ઞાનીને જગતના કોઈ પણ પદાર્થ, પ્રસંગ કે વૈભવ આંતરિક રુચિ ઉપજાવી શક્તા નથી; સર્વથા પ્રતિબંધનું કારણ થઈ શક્તાં નથી. કહ્યું છે કે :
(ચોપાઈ) જ્ઞાન કલા જિનકે, ઘટ જાગી,
તે જગમાંહિ સહજ વૈરાગી; જ્ઞાની મગન વિષેસુખ માંહિ. યહ વિપરીત સંભવે નાહિ.
(દોહા) સકળ જગત તે એંઠવત્ અથવા સ્વપ્ન સમાન; તે કહિયે જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન.
એજન, પત્રાંક-૯૦૧. શ્રી સમયસારનાટક, નિર્જરાધાર, ૪૧. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર-૧૪૦
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૭
અધ્યાત્મ પંથની યાત્રા
અને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રીજિને નિજજ્ઞાનના પરિચયપુરુષાર્થને વખાણ્યો છે; તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી,
આત્મજ્ઞાન વણ કાર્ય કંઈ, મનમાં ચિર નહીં હોય; કારણવશ કંઈ પણ કરે, બુધ ત્યાં તત્પર નોય.
“જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. સમ્યક્ત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે સંભવે છે.’ 192
જે પુરુષો પોતાથી અથવા પરના ઉપદેશથી, કોઈ પણ પ્રકારે, ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે તેવી નિશ્ચળ સ્વાનુભૂતિને પામે છે, તેઓ દર્પણની જેમ પોતામાં ઝળકતા જે અનંત ભાવોના સ્વભાવ તેમનાથી નિરંતર વિકારરહિત હોય છે. (જ્ઞાનમાં શેયના આકારે પ્રતિભાસતા રાગાદિભાવોથી વિકારને પ્રાપ્ત થતાં નથી.)
આ પ્રમાણે અધ્યાત્મદૃષ્ટિની મુખ્યતાથી કથન કર્યું. હવે, સિદ્ધાંતદૃષ્ટિની મુખ્યતાથી કથન કરતાં શ્રીગુરુ આગળ વ્યાખ્યાન કરે છે :
જોકે જ્ઞાનીને પરદ્રવ્યોના પ્રસંગોમાં પ્રતિબંધ થતો નથી એમ સામાન્ય કથન છે તોપણ તેમાં એકાંત નથી. જ્યાં સુધી વિશિષ્ટ અભ્યાસના બળથી જ્ઞાનનું સુસ્થિતપણું અને નિષ્કપપણું થયું હોતું નથી, ત્યાં સુધી જ્ઞાનીને પણ તેવા વિભાવભાવોનો પરિચય કરવાથી જ્ઞાનમાં શિથિલતા આવી શકે છે, કારણ કે જ્ઞાનના સંસ્કાર તો નવીન અને અલ્પ છે અને અજ્ઞાનના સંસ્કાર તો અનાદિકાલીન અને અતિ દૃઢ છે.
૧.
૨.
૩.
આમ હોવાને લીધે સર્વજ્ઞ ભગવાને અને જ્ઞાની પુરુષોએ, વિશેષ શ્રી સમાધિશતક, ૫૦ (છો. ગુ. ગાંધીકૃત ગુજરાતી પદ્યાનુવાદ)
શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-૪૫૯.
कथमपि हि लभन्ते भेदविज्ञानमूलाम्, अचलितमनुंभूतिं ये स्वतो वान्यतो वा । प्रतिफलननिमग्नानन्तभावस्वभावै, मुकुरवदविकारा संततं स्युस्त एव ।।
-શ્રી સમયસારકળશ, ૨૧.
Page #78
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા.
પ૮
વિશેષ જાગૃતિ સહિત અભ્યાસ અને અનુપ્રેક્ષા વારંવાર કરવાની સાધકોને પણ આજ્ઞા કરેલી છે અને જરા પણ પ્રમાદને આધીન થયા વિના સતતપણે સાવધાન રહેવાનો ઉપદેશ કર્યો છે. મતલબ કે જ્ઞાની પુરુષે પણ અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ વગેરે સમસ્ત પ્રકારના અહિતકારી અને અશુદ્ધ ભાવોનો અનભ્યાસ, અપરિચય અને ઉપશમ કરવો; કારણ કે તે સઘળા ભાવો આત્માના સ્વભાવથી વિપરીત સ્વભાવવાળા હોવાને લીધે આત્મવિકાસમાં નિઃશંકપણે બાધા ઉપજાવે તેવા છે. માટે જ્ઞાની પુરુષે પણ આવા પ્રતિબંધ ઉપજાવવાના સ્વભાવવાળા ભાવોથી પોતાના આત્માને અલિપ્ત રાખવો અને ક્ષમા, વિનય આદિ ભેદરૂપ શુદ્ધ ભાવોનો તથા શુદ્ધ ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવરૂપ એક નિજભાવનો, ફરી ફરી વારંવાર ક્ષણે ક્ષણે જાગ્રતપણે લક્ષ રાખવો, એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે. યથા–
(હરિગીત) નિજ ભાવને છોડે નહીં પરભાવ કંઈ પણ નવ ગ્રહે; જાણે જુએ છે તે જ હું છું એમ જ્ઞાની ચિંતવે.” “જ્યારે સ્વયં તે શંખ શ્વેત સ્વભાવ નિજનો છોડીને પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુકલત્વને. ત્વમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને, અજ્ઞાનભાવે પરિણામે અજ્ઞાનતા ત્યારે લહે.૨ “પર મમ કુછ ના કહતા પર તુ ભોગ ભોગતા હું કહતા, વિતથી ભોગતા તબ એ ! શાની ભોગ બુરા કયો દુખ સહતા શ્રી નિયમસાર, ૭, (હિં.જે.શાહ કૃત ગુજરાતી પદ્યાનુવાદ). શ્રી સમયસાર, ૨૨૨, ૨૨૩. એજન. નિજામૃતપાન, ૧૫૧ (પૂ.શ્રી ૧૦૮ વિદ્યાસાગરજી મહારાજકૃત સમયસાર-કળશનો હિંદી પદ્યાનુવાદ)
વિતથઃનિષ્ફળ
Page #79
--------------------------------------------------------------------------
________________
પ૯
અધ્યાત્મ પંથની યાત્રા અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે.
જ્ઞાનીને પ્રમાદબુદ્ધિ સંભવતી નથી, એમ જોકે સામાન્યપદે શ્રી જિનાદિ મહાત્માઓએ કહ્યું છે,
ભોગત બંધ ન હો યદિ કહતા ભોગેચ્છા ક્યા છે મનમેં? જ્ઞાનલીન બન નહીં તો રતિવશ જકડેગા વિધિ* બંધનમેં.'
“જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહિ, પણ પ્રારબ્ધ પ્રતિબંધપણે હોય; એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે.”
નિજસ્વરૂપનો દઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગદુવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તો પછી તેથી ન્યૂન દશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે?”
“અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રીતીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી... જેટલી સંસારને વિષે સાર-પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે.”
આ પ્રમાણે, જ્ઞાનીના જીવનદર્શનનું સામાન્ય પ્રરૂપણ અધ્યાત્મપદ્ધતિથી અને સિદ્ધાંતપદ્ધતિથી કર્યું . તે જ વિષયનું વિસ્તારથી પ્રતિપાદન કરવાના હેતુથી ‘પ્રમાદ અને જ્ઞાની એ મુદ્દાની શ્રીગુરુ હવે છણાવટ કરે છે :
સામાન્ય દૃષ્ટિએ વિચારતાં જ્ઞાનીને આત્મજાગૃતિનો સદ્દભાવ હોવાને લીધે ધર્મમાં અનાદરરૂપ અથવા આત્મભાવ પ્રત્યે અસાવધાનીરૂપ પ્રમાદભાવ હોતો નથી. આમ હોવા છતાં, પ્રમાદના અનેક પ્રકારોમાંથી
* વિધિઃકર્મો ૧. નિજામૃતપાન, ૧૫૧ (પૂ. શ્રી ૧૦૮ વિદ્યાસાગરજી મહારાજકૃત સમયસાર કળશનો હિંદી પદ્યાનુવાદ)
૩. એજન પત્રાંક-પ૭પ. ૨. શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-પકo. ૪. શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-પપ૧.
Page #80
--------------------------------------------------------------------------
________________
૧ પ્રકાર
અધ્યાત્મ પંથની યાત્રા
Go તોપણ તે પદ ચોથે ગુણઠાણેથી સંભવિત ગયું નથી; આગળ જતાં સંભવિત ગયું છે; તે સાધક બચી શકે તે હેતુથી શ્રીગુરુ પ્રમાદના તે તે વિશેષોનું તેને સ્મરણ કરાવી દે છે.' (૧) પાંચ ઈન્દ્રિયોને આધીનપણું,
૫ પ્રકાર (સ્પર્શ, રસ, ગંઘ, વર્ણ અને શ્રોત્ર) (૨) ચાર કષાયોનું આધીનપણું
૪ પ્રકાર (ક્રોધ, માન, માયા, લોભને વશ થઈ જવું) (૩) ચાર પ્રકારની વિકથાઓનું આધીનપણું.૪ પ્રકાર
(સ્ત્રીકથા, રાજકથા, ભોજનકથા અને દેશકથા રૂપી
પાપમય વાતોને વશ થઈ જવું) (૪) સ્નેહાધીનપણું (૫) નિદ્રાધીનપણું
૧ પ્રકાર આમ, પ્રમાદના જે પંદર વિશેષો છે તેમાંના અમુક અમુકનો વખતોવખત સામાન્ય જ્ઞાનીને ઉદ્દભવ થતો હોવાને લીધે તેને પણ પ્રમાદભાવ સંભવે છે. આ ઉપરથી એમ નિર્ધાર કરવો કે શાસ્ત્રમાં જ્ઞાનીને પ્રમાદબુદ્ધિ હોતી નથી એવું જે વિધાન છે તે ચોથા ગુણસ્થાને વર્તતા અવિરત સમ્યગ્દષ્ટિને મુખ્યપણે લાગુ પડતું નથી પરંતુ જ્ઞાનના અને ચારિત્રના વિશેષ અભ્યાસથી આત્મદશાનું સુસ્થિતપણું જેણે સંપાદન કર્યું છે તેવા ઊંચી કક્ષાના મહાજ્ઞાનીને લાગુ પડે છે. તેવા મહાજ્ઞાની પુરુષોનું વર્ણન શાસ્ત્રોમાં અનેક રીતે કર્યું છે. જેમ કે
પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો, દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ,
વિચરવું ઉદયાધીન પણ વિતલોભ જો... અપૂર્વ અવસર. શ્રીગોમ્મસાર, જીવકાંડ, ૩૪. ૨. શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-૭૩૮.
૧.
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૧
અધ્યાત્મ પંથની યાત્રા જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે,
(દોહા) “ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ, તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય.' “રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ, જગત ઈષ્ટ નહીં આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય.૨
આ પ્રમાણે, “જ્ઞાની અને પ્રમાદ એ વિષય સંબંધી સામાન્ય વિચારણા કરી, પૂર્વાપર સંબંધ સહિત, યથાપદવી જ્ઞાનીનો અને પ્રમાદનો સંબંધ અવધારવો તથા સદ્ગુરુગમે, નયવિવલાથી વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ધાર કરવો.
વિવેકી મુમુક્ષુ તો જાણે જ છે કે મારે તો નિરંતર આગળ વધવા માટે પોતાના પરિણામો જોવાં-તપાસવાં અને પ્રતિબંધક દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવનો બુદ્ધિપૂર્વક અને દઢતાથી અપરિચય કરવો. જેઓને ગૃહસ્થાશ્રમનો યોગ હોય તેઓએ આયોજનપૂર્વક ઘરકામમાંથી, વ્યાપાર કાર્યમાંથી, વાતોમાંથી, ખાવા-પીવાના કાર્યોમાંથી, ઊંઘમાંથી છાપાસમાયિક વાંચવામાંથી તથા નાહવા-ધોવા-દાઢી-વાળ વગેરે શરીરસંસ્કારના કાર્યોમાંથી થોડો થોડો સમય બચાવીને તે સમયને આદરપૂર્વક સત્સંગસ્વાધ્યાય-ભક્તિ-તત્ત્વચિંતનાદિ ધર્મઅનુષ્ઠાનોમાં લગાવવો જોઈએ. જે કાર્યો ભાઈ-બહેન, દીકરા-દીકરીઓ, પત્ની, સેવકો કે અન્ય સ્વજનો કરી શકે તે કામ તેમને સોંપી દઈને તેટલી ઉપાધિને સંક્ષેપવી.
આ પ્રમાણે આત્મજાગૃતિ સહિત વર્તવાનો અભિપ્રાય અને પુરુષાર્થ જે કરે છે તેવા સાધકને પણ કોઈ કોઈ વાર યોગાનુયોગે અને કથંચિત્ અવશપણે ઉપાધિના પ્રસંગ આવી પડે છે. આવા અનિચ્છનીય પ્રસંગોમાં
૧.
શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક ૭૯. એજન, પત્રાંક ૫૪/૧૦
Page #82
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૬૨
વર્તવું પડે ત્યારે સ્વરૂપમાં સ્થિર રહેવું વિકટ છે એમ નિર્ધાર કરી, અંતરમાં તો નિવૃત્તિની ભાવના જ રાખવી અને જે કામ કરવું પડે તે ઉપલક રીતે કરવું પણ તન્મય થઈને કરવું નહીં એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે. કહ્યું છે કે ઃ-~~
આત્મજ્ઞાન સિવાયનું બીજું કોઈ કામ લાંબા સમય સુધી પોતાના ચિત્તમાં ધારી રાખવું નહીં; જો કદી પ્રયોજનવશ ક૨વું પડે તો શરીરવાણીથી ક૨વું પણ તત્પર (તન્મય, એકાકાર) થઈને કરવું નહિ.
“પ્રમાદના અવકાશયોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિકભાવે કરીને, આત્મહિત ઈચ્છવું એ નહિ બનવા જેવું જ કાર્ય છે; કેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થયું સંભવે છે.”ર
.....જો આમ છે તો મોહની સેના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે. આ રીતે મેં ચિંતામણિ પ્રાપ્ત કર્યો હોવા છતાં પ્રમાદ ચોર છે એમ વિચારી જાગ્રત રહે છે.
આત્મજ્ઞાનની જ્યોતિ જેના જીવનમાં પ્રકાશિત થઈ ગઈ છે તેવો પુરુષ જો વિશિષ્ટ નિર્વિકલ્પ આત્મસમાધિને ઈચ્છતો હોય તો તેણે શું કરવું આવશ્યક છે તે હવે જણાવે છે.
વર્તમાનકાળની દૃષ્ટિએ સામાન્યપણે વિચારીએ તો આત્મજ્ઞાની પુરુષને અપ્રમત્ત ગુણસ્થાન સુધી પહોંચવાનો પુરુષાર્થ સિદ્ધ થતાં બાર વર્ષથી અધિક કાળ તો સહેજે નીકળી જાય તેવું છે. પછી તો જે જ્ઞાનીનો જેવો પુરુષાર્થ અને જેવી તેના સમસ્ત વ્યક્તિત્વની યોગ્યતા.
૧.
૨.
૩.
आत्मज्ञानात् परं कार्यं न बुद्धौ धारयेत् चिरम्
कुर्यात् अर्थवशात् किंचित् वाक्कायाभ्याम् अतत्पर: ।।
-શ્રી સમાધિશતક, ૫૦.
શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-૫૨૮.
શ્રી પ્રવચનસાર, તત્ત્વાર્થદીપિકા, ગાથા ૮૦મી તથા ગાથા ૮૧ ની ઉત્થાનિકા.
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉ૩
અધ્યાત્મ પંથની યાત્રા
તથાપિ કોઈ પ્રારબ્ધવશાતુ પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે, એમ ગણી નિત્ય નિવૃત્તબુદ્ધિની વિશેષ ભાવના કરવી, એમ મોટા પુરુષોએ કહ્યું છે.
અલ્પ કાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે;
વળી આ કળિયુગમાં અલ્પ આયુષ્ય અને અલ્પ બળ છે તેથી જ્ઞાનીએ પણ ત્વરિત ગતિથી નિરાબાધ આત્મસ્થિરતાની સિદ્ધિ થાય તે માટે, આત્મલક્ષે અને સદ્દગુરુ આજ્ઞાએ સત્સાધનોને અંગીકાર કરવારૂપ રત્નત્રયની પ્રાપ્તિનો પુરુષાર્થ સતતપણે કરવો યોગ્ય છે. અહીં તો તેવા મહાપુરુષને પણ કહે છે કે તે સમ્યગુદૃષ્ટિ ! અપ્રમત્ત સમાધિના આનંદની ખરેખર અભિલાષા હોય તો હળવી હળવી ક્રમિક નિવૃત્તિ નહીં લેતા, આક્રમક થઈ મોટાં મોટાં કર્મોના જથ્થાને જલાવી દેવા માટે શાંત, શાંત અતિશાંત થાઓ. બાહ્યમાં જેમનો આશ્રય લીધા વિના વિધવિધ પાપભાવો ઊપજી શક્તાં નથી તેવા સાંસારિક સ્ત્રી, પુત્ર, મિત્ર, મોટર, બંગલા, સોનું, ચાંદી, ઝવેરાત, શેરો, ફિકસ્ડ ડિપોઝિટો, રાચરચીલું આદિ જગતના સમસ્ત પદાર્થોથી બળપૂર્વક હટી જાઓ. વળી, અંતરમાં રિદ્ધિ-સિદ્ધિ આદિની તથા સ્વર્ગલોકની ઈચ્છાઓ, પ્રબળ એવી લોકેષણા કે સમાજના અમુક વર્ગના કલ્યાણની ભાવનાના બહાના હેઠળ પોષાઈ રહેલા સૂક્ષ્મ માન-લોભના ભાવોના સંચારને સમૂળ ઉખાડીને ફેંકી દો. જો આમ કરશો તો જ જીવનની અભીષ્ટ ભાવનાની સિદ્ધિ કરી શકશો. સાંભળો આ શ્રીગુરુઓનાં વચનો :- .
“ઈસ વિધ વિચાર વિવિધ વિકલ્પોંકો તજને નિજ ભજતે હૈ, રાગભાવકા મૂલ પરિગ્રહ મુનિવર જિસકો તજાતે હૈ,
Page #84
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૧૪૨
નિજ નિરામય સંવેદનસે ભરિત આત્મકો પાતે હૈ, બંધમુક્ત બન ભગવન અપનેમેં તબ આપ સુહાતે હૈ"
સ્નેહમય બંધનોને છેદીને તથા મોહરૂપી જંજીરોને તોડીને, સચ્ચારિત્રથી યુક્ત થયેલો શૂરવીર પુરુષ મોક્ષમાર્ગમાં સ્થિર હોય છે. ઉત્તમ મનુષ્યભવને પામ્યો છે તો યત્નપૂર્વક ચારિત્રનું પાલન કર, સદ્ધર્મમાં દઢ ભક્તિ કર અને શાંતભાવમાં શ્રેષ્ઠ પ્રીતિ કર.”
“હે સમ્યક્દર્શની ! સમ્યક્ષ્યારિત્ર જ સમ્યક્રર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. તે સમ્યકુચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે??
(હરિગીત) પરમબ્રહ્મ ચિંતન તલ્લીન હું મને કોઈ ભય શાપ દીયે, વસ્તુહરણ ચૂરણ વધ તાડન, છેદ ભેદ બહુ દુઃખ દીયે, ગિરિ અગ્નિ અબ્ધિ વન ફૂપે, ફેંકે વજે હણે ભલે; ભલે હાસ્ય નિંદાદિ કરો પણ અલ્પ ચિત્ત મુજ નહીં ચળે.
નિજામૃતપાન, ૧૭૮. छित्त्वा मोहमयान् पाशान् भित्त्वा मोहमहार्गलम् । सच्चारित्रसमायुक्तः शूरो मोक्षपथे स्थितः ।। उत्तमे जन्मनि प्राप्ते चारित्रं कुरु यत्नतः । सद्धौ च परां भक्तिं शमे च परमां रतिम् ।।
– શ્રી સારસમુચ્ચય, ૨૦, ૪૭. આચાર્ય શ્રી કુલભદ્રસ્વામી. શ્રીમદ્ રાજચંદ્ર : આત્યંતર-પરિણામ-અવલોકન-હાથનોંધ-૨, આંક ૭. શ્રીતત્ત્વજ્ઞાનતરંગિણી, ૪ (રા. જી. દેસાઈ કૃત ગુજરાતી પદ્યાનુવાદ)
Page #85
--------------------------------------------------------------------------
________________
ઉ૫
અધ્યાત્મ પંથની યાત્રા
અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ દવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી શીધ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને
(હરિગીત) પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે; હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. છેદાવ વા ભેદાવ કો લઈ જાવ, નષ્ટ બનો ભલે; વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ મારો નથી ખરે.
જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય છે, તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય, તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે.”
આ પ્રમાણે જ્ઞાની-ગૃહસ્થને પણ નિવૃત્તિમાર્ગ ભણી કદમ ઉઠાવવાની શ્રીગુરુઓની આજ્ઞા છે. આમ કરતી વેળાએ ખાવાપીવામાં, બેસવા-ઊઠવામાં, હરવા-ફરવામાં કે રોગાદિની ઉત્પત્તિકાળમાં શરીરવિષયક જે કાંઈ સુખ-દુ:ખ કે અગવડ વેઠવાં પડે તે સર્વ સમભાવથી, સહનશીલતા સહિત અને સમજણપૂર્વક અવશ્યપણે સ્વીકારવાં પણ અન્ય દ્રવ્યોનો અપરિચય કરવામાં શારીરિક પ્રતિકૂળતા વગેરેથી ડરી જઈને ઢીલાપણું થવા દેવું નહીં એમ કહેવાનો શ્રીગુરુનો આશય છે.
મોક્ષમાર્ગમાં જેમણે અત્યંત પ્રબળ પુરુષાર્થ કર્યો છે તેમને નિર્મમત્વ (નિર્મોહપણું) સિદ્ધ થયું હોવાથી દેહાતીત દશા વર્તતી હોય છે. આવા વિશિષ્ટ મહાજ્ઞાની સહજસમાધિના સ્વામી હોવાને લીધે તેમને સ્વાત્માનંદથી એવી તૃપ્તિ વર્તતી હોય છે કે જગતના આ પદાર્થો કે તે પદાર્થો જોવાની, જાણવાની, મેળવવાની કે ભોગવવાની ઈચ્છા તેમને
૧. ૨.
શ્રી સમયસાર, ૨૦૮, ૨૦૯ (હિ. જે. શાહ કૃત ગુજરાતી પદ્યાનુવાદ). શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-૫૭૦ (મહાત્મા ગાંધીજી પર શ્રીમદ્જીએ લખેલો પત્ર).
ઉથાવાદ)
Page #86
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૬૬
પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે; પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પરપરિચયને છેદીને સત્સંગ કર્ત્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે. જ્ઞાનીપુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે, થતી નથી. તેથી આવા મહાપુરુષો રુચિપૂર્વક કે આયોજનપૂર્વક પરવસ્તુઓનો પરિચય કરવામાં ઉત્સુક બનતા નથી, એટલું જ નહીં પણ સર્વ પ્રકારના બાહ્યાંતર પ્રતિબંધોને દૂર કરીને પરમ અસંગપણાને પ્રાપ્ત કરવાની ભાવના અને પુરુષાર્થ કર્યા જ કરે છે. યથા— “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છોદીને વિચરશું કવ મહત્પુરુષને પંથ જો.”૧ આવી ઉત્તમ અસંગદશાને પ્રાપ્ત કરવાનું કાર્ય આ કાળે, આ ક્ષેત્રે અતિ અતિ વિકટ છે. આમ હોવા છતાં, સામાન્યપણે દરેક કક્ષાના મુમુક્ષુએ અને વિશેષપણે ઊંચી કક્ષાના મુમુક્ષુએ અપ્રમત્ત પુરુષાર્થપૂર્વક પરપરિચયનો પ્રસંગ છેદવો અને સત્સંગનો આશ્રય વારંવાર કરવો. સત્સંગનો આશ્રય કર્યાથી અનેકવિધ લાભ થયાનો અને તે પ્રત્યે દુર્લક્ષ સેવવાથી ઘણી હાનિ થયાનો અમને અનુભવ થયો છે. મહાજ્ઞાની પુરુષોએ સત્સંગનું જે માહાત્મ્ય કહ્યું છે તે પરમ સત્ય છે એવો મુમુક્ષુઓએ અવશ્ય પોતાના અંતરમાં નિશ્ચય કરવો એવી જ્ઞાની પુરુષોની આશા છે. યથા
“અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે....જો શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-૭૩૮.
૧.
Page #87
--------------------------------------------------------------------------
________________
ઉ૭
અધ્યાત્મ પણની યાત્રા કેમ કે જીવને જો અવ્યાબાધ સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી.
આમ હોવાથી દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઈચ્છા વર્ધમાન થયા કરે છે. એ જ વિનંતી.
- આ. સ્વ. પ્રણામ. એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય
સત્સંગ વડે અસંગતા આવે છે, અસંગતા વડે નિર્મોહદશા આવે છે, નિર્મોહદશામાં ચિત્તની અવિચળ (સ્થિર) દશા ઉપજે છે અને નિશ્ચળ (નિર્વિકલ્પ) ચિત્ત થવાથી જીવન્મુક્તદશા પ્રગટે છે.
સાચું અવધૂતપણું પ્રગટ્યું છે જેમને એવા યોગીશ્વરો કે જેઓ રમતા રામરૂપે એકાકી વિચરે તો પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી બાધા પામતા નથી તેઓ પણ વારંવાર સત્સમાગમને ઈચ્છે છે. પૂર્વાચાર્યોએ પણ મુનિજનોને સત્સંગના આશ્રમમાં રહેવાની આજ્ઞા કરી છે, કે જેથી પોતામાં પ્રગટેલાં ગુણોનું સંરક્ષણ થાય અને તે ગુણો વર્ધમાનદશાને પામે.,*
પરમાર્થદૃષ્ટિએ વિચારતાં તો પોતાના આત્મિક ગુણોનો સંગ કરવો તે યથાર્થ સત્સંગ છે, પણ તેવી દશા પ્રગટ કરતાં પહેલાં ઘણો વખત સુધી તેવી દશાને પ્રાપ્ત થયેલાં પુરુષોનું, તેમના સમસ્ત વ્યક્તિત્વનું અને તેમનાં વચનામૃતોનું વારંવાર અવલંબન લેવું પડે છે. આવા દીર્ધકાળના અભ્યાસના ફળરૂપે જ આવો પરમાર્થ સત્સંગ (એટલે કે અસંગદશા) પ્રગટે છે જેનું બીજું નામ મોક્ષ છે.
શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૧૦૯. सत्संगत्वे नि:संगत्वं निःसंगत्वे निर्मोहत्त्वं'। નિદા વિશ્વરિત વિશ્વવિદ્યાજિ: શ્રીમદ્ શંકરાચાર્ચય પ્રવચનસાર, ૨૭છે. જ્ઞાનાર્ણવ, પ્રકરણ ૧પ૧૪, ૧૭, ૨૭, ૨૯.
સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે; કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.-શ્રીમદ્ રાજચંદ્ર, ૩૦૯૬
૨.
4 ૪
Page #88
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મ પંથની યાત્રા
ઉ૮
સત્સંગનું આવું અલૌકિક માહાભ્ય હોવાથી અને તેના જેવું આત્મકલ્યાણનું બીજું કોઈ પણ સત્સાધન નહીં હોવાથી દરેક કક્ષાના મુમુક્ષુએ સત્સંગની અત્યંત રૂચિ અંતરમાં રાખી સર્વ સમયે, સર્વ પ્રસંગે, સર્વ ક્ષેત્રે અને સર્વ ઉપાય, તેવો સત્સંગ આરાધવાનો લક્ષ રાખવો. જો કે પુરુષના વચનાદિ પણ મુમુક્ષુઓને અવલંબનરૂપ છે તો પણ જે કાયા અને વચનના યોગોમાં પ્રગટ શુદ્ધ આત્મા વ્યાપેલો હોય તે કાયા અને વચનોમાંથી શુદ્ધતાના સ્પંદનો એવી તીવ્ર ગતિથી સ્કુરાયમાન થતા હોય છે કે તે મુમુક્ષુના હૃદય સોંસરવા ઉતરી જાય છે અને પાત્ર સાધકને સંત બનાવી દે છે. કહ્યું છે કે :
“પારસમેં ઓર સંતમેં બડો અંતરો જાન,
વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન” આમ હોવાને લીધે જ્ઞાનીઓ કહે છે કે આવા પરમ માહાત્મવાળા સત્સંગને આરાધવાની અમારા અંતરમાં નિરંતર ભાવના રહ્યા જ કરે
Page #89
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
પત્રાંક પ૭૯ ટૂંકસાર
આ પત્ર શ્રીમદ્ રાજચન્દ્રજીએ તેમના મુખ્ય મુનિ-શિષ્ય પૂ. શ્રી લઘુરાજ સ્વામી પર લખ્યો છે.
SC
આત્મજ્ઞાનપ્રાપ્તિ તે જ સર્વ દુઃખોથી છૂટવાનો એક માત્ર ઉપાય છે, તે સિદ્ધાંત રજૂ કરી, તેની પ્રાપ્તિ માટે જે ક્રમની આરાધના કરવી પડે તે ક્રમને એવી તો યુક્તિ-યુક્ત અને સચોટ રીતે આ પત્રમાં શ્રીગુરુએ ૨જૂ કર્યો છે કે કોઈ પણ મુમુક્ષુને ૫૨મ ઉલ્લાસભાવ આવે અને યથાર્થ આરાધના કરવાનો અવસર તેને પ્રાપ્ત થાય.
ત્યાર બાદ મોહ, પ્રમાદ, મુનિ, આત્મજ્ઞાન, આત્મસમાધિ, અંતર્ભેદજાગૃતિ વગેરે અનેક શબ્દોની સમજણ આપી છે. મનુષ્યભવ તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનો સર્વોત્તમ અવસર છે એમ જણાવી પરમ પુરુષાર્થની પ્રેરણા કરી છે.
આગળ, આત્મશુદ્ધિની આવશ્યકતા જણાવીને, આરંભપરિગ્રહરૂપ અસત્પ્રસંગોને તેમાં પ્રતિબંધરૂપ ગણ્યા છે અને તેનો સંક્ષેપ કરી સત્સંગનો આશ્રય કરવાની પ્રેરણા કરી છે, અને જેટલા પ્રમાણમાં સંસાર અસાર ભાસે તેટલા પ્રમાણમાં આત્મવિચાર ઊગે છે, એમ પ્રતિપાદિત કર્યું છે.
પૂર્વે જનકાદિ મહાપુરુષો ઉપાધિ મધ્યે પણ મહાજ્ઞાની તરીકે વસતા હતા તેવા ભાવ પ્રત્યે પોતાની રુચિ નથી પણ શ્રી તીર્થંકરોએ જે નિવૃત્તિમાર્ગ ગ્રહણ કર્યો તે પ્રત્યે જ પોતાને રુચિ રહે છે એમ જણાવી, તે પ્રત્યે પોતાનો અધિક્તમ પુરુષાર્થ કરવાની દૃઢ ભાવના વ્યક્ત કરી છે. આમ થવા માટે ત્યાગમાર્ગનું ગ્રહણ અને આંતર્બાહ્ય સર્વ પ્રતિબંધોનો નિરોધ સ્વીકારવો એ સિદ્ધાંતનો પોતે સ્વીકાર કર્યો છે.
વચ્ચે વચ્ચે ત્યાગ, જ્ઞાન વગેરે શબ્દોની સમજણ આપી, સ્વવિચારબળની વૃદ્ધિ અર્થે આ પત્ર લખ્યો છે, એમ જણાવી અને સત્સંગની ઇચ્છા વ્યક્ત કરી પૂજ્યશ્રીએ પત્ર સમાપ્ત કર્યો છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૭૦.
મુંબઈ, ફાગણ વદ ૩, ૧૯૫૧ પત્રાંક પક૯ શ્રી સત્પષોને નમસ્કાર
પત્રના પ્રારંભમાં પોતાને ઈષ્ટ એવા મહાન આત્માઓને બહુમાન સહિત નમસ્કાર કરે છે. કેવા છે તે આત્માઓ ? “શ્રી” કહીને આત્મજ્ઞાનરૂપી લક્ષ્મીના જેઓ સ્વામી છે, તેવા મહાત્માઓ. આ મહાત્માઓની શું ઓળખાણ થઈ શકે ? તો કહે છે માત્ર ઉત્તમ મુમુક્ષુ હોય તેને મહાત્માની સાચી ઓળખાણ થાય, અન્ય મુમુક્ષુઓને સામાન્ય ઓળખાણ થાય, તેવા મહાત્માઓનું સ્વરૂપ વર્ણવતાં શ્રીગુરુ કહે છે :
“નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચવિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે; અનેકાન્ત દૃષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવ્યા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ.”
(સવૈયા એકત્રીસા) “સ્વારથકે સાંચે પરમારથકે સોચે ચિત્ત
સાચે સાચે બેન કહે સાચે જૈન મતિ હૈ, કાહૂકે વિરોધી નાંહિ પરજાયબુદ્ધિ* નહિ
આતમ વેષી હે ગૃહસ્થ હૈ ન મુનિ હૈ, રિદ્ધિ-સિદ્ધિ-વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા
અંતરકી લચ્છીસો* અજાચી લક્ષપતિ છે; દાસ ભગવંત કે ઉદાસ રહે જગતસીં
સુખિયા સદેવ એસે જીવ સમકિતી હૈ” શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૮૦. પર્યાયબુદ્ધિવાળા. આત્માની લક્ષ્મી, આત્મિક એશ્વર્ય અયાચક, ૨. શ્રી સમયસારનાટક, મંગલાચરણ, ૭
-
*
*
*
Page #91
--------------------------------------------------------------------------
________________
છેલ
છે.
અધ્યાત્મ પંથની યાત્રા
સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન
વિષયોંકી આશા નહીં જિનકે સામ્યભાવ ધન રખતે હૈં, નિજ઼પરકે હિત સાધનમેં જો નિશદિન તત્પર રહતે હૈં, સ્વાર્થત્યાગકી કઠિન તપસ્યા બિના ખેદ જો કરતે હૈં; ઐસે શાની સાધુ જગતકે દુઃખ સમુહકો હરતે હૈં.”
આ પ્રકારે માંગલિક શીર્ષક સહિત હવે શ્રીગુરુ પોતાના મુખ્ય વક્તવ્યનો પ્રારંભ કરે છે.
જો કોઈ પણ મનુષ્યને (જીવમાત્રને) સર્વ પ્રકારનાં દુ:ખોથી અને વિટંબણાઓથી કાયમને માટે છૂટી જવું હોય, તો તેને માટે નિજસ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. જ્યાં સુધી મનુષ્યને પોતાના સાચા સ્વરૂપનું ભાન થતું નથી ત્યાં સુધી તે દુનિયાદારીના સારાં-નરસાં અનેક કાર્યો કરવામાં જ પ્રેરિત રહીને પોતાના અમૂલ્ય માનવજીવનને સમાપ્ત કરી દે છે કારણ કે તેને ભાન જ નથી કે હું કોણ છું ? હું સુખી છું કે દુ:ખી છું ? હું શુ કરી રહ્યો છું ? મારા કરેલાં કર્મોનું શું ફળ થવા યોગ્ય છે? આ અને આવા પ્રાથમિક અને પ્રયોજનવાળા પ્રશ્નોનો વિવેક કે વિચાર જ તે કરતો નથી પણ માત્ર દેખાદેખીમાં ગમે તેમ જીવન વિતાવી દે છે.
ઘરમાં ખોવાયેલી વસ્તુ બહાર શોધવાની કોઈ મથામણ કર્યા કરે અથવા પાણી વલોવીને માખણ મેળવવાની કોશિશ કોઈ કર્યા કરે તો દુનિયામાં તે મૂર્ખ ગણાય છે, હાંસીપાત્ર થાય છે અને માત્ર ક્લેશને જ પામે છે, તેમ આત્મા સિવાયના બીજા પદાર્થોમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરનાર પણ પરમાર્થે પોતાની ભૂલને લીધે દુ:ખને જ પ્રાપ્ત થાય છે.
સાચું અને શાશ્વત સુખ તો નિજાત્મામાં છે. જ્યાં સુધી તેની
વિદ્વન્દ્વર્ય જુગલકિશોર મુખ્તાર-મેરી ભાવના.
૧.
Page #92
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૭૨
વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસહ્મસંગથી જીવનું યથાર્થ ઓળખાણ અને શ્રદ્ધા ન થાય ત્યાં સુધી મનુષ્ય તે તરફ પોતાનો પુરુષાર્થ ફોરવી શક્તો નથી અને જગતના અનેકવિધ પદાર્થોમાંથી સુખાભાસોને પ્રાપ્ત કરવાની માથાકૂટમાં ગૂંચવાઈ રહીને આધિ-વ્યાધિ-ઉપાધિ અને જન્મ-જરા-મરણનાં વિવિધ દુઃખોને પામી અત્યંત ખેદખિન્ન રહ્યા કરે છે. પૂર્વે બાંધેલા પાપકર્મોના ઉદયથી સંપ્રાપ્ત થયેલા અણગમતા પદાર્થોના નિમિત્તથી જીવ દુઃખી થાય છે, જેવા કે નિર્ધનતા, વાંઝિયાપણું, વૈધવ્ય, શરીરમાં રોગાદિની ઉત્પત્તિ વગેરે. પોતાને સુખરૂપ લાગતા હોય તેવા પ્રસંગો કે પદાર્થોનો વિયોગ થવાથી જીવને અંતરમાં જ એક ખાસ પ્રકારનો ઉચાટ રહ્યા કરે છે જેને લોકો “મારો જીવ બળ્યા કરે છે” આવા શબ્દો વડે ઓળખાવે છે, તેને ક્લેશ કહે છે. આવા બધા પ્રકારના જગતના સુખ-દુઃખથી રહિત થવા માટે શ્રીગુરુ આત્મજ્ઞાનપ્રાપ્તિની અનિવાર્યતા જાણી તેની પ્રાપ્તિ કરવા માટે પ્રેરણા કરે છે.
આવું આત્મજ્ઞાન કેવી રીતે પ્રગટ થઈ શકે તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે વિચાર સુવિચાર, સદ્દવિચાર, તત્ત્વવિચાર) વડે કરીને આત્મજ્ઞાન ઊપજે છે. પરંતુ આ દોડધામ અને કોલાહલવાળા જમાનામાં સુવિચાર કરવાની મનુષ્યને નથી જિજ્ઞાસા, નથી અવકાશ, નથી યોગ કે નથી આવડત. આમાંની એક પણ પૂર્વશરત જ્યાં ન હોય ત્યાં વિચારદશા કેવી રીતે પ્રગટી શકે ? અર્થાત્ ચોક્કસપણે ન જ પ્રગટે; કેમ કે સમગ્ર કારણસામગ્રીના અભાવમાં કાર્યોની ઉત્પત્તિ થઈ શક્તી નથી.
અસત્સંગ-અસ...સંગનો નિષેધ સાધકને વિચારદશા ઉત્પન્ન થવામાં ઉપકારી હોવાથી તે વાત હવે રજૂ કરે છે, તેમાં પ્રથમ અસત્સંગ વિષે જણાવે છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે.
જ્ઞાનીઓએ, અસત્સંગના નીચે પ્રમાણે ત્રણ મુખ્ય પ્રકારો દર્શાવ્યા
૭૩
છે :
(૧) પ્રથમ પ્રકારમાં તે જીવોનો સંગ કે જેઓ ૫૨માર્થનું મુદ્દલ જ્ઞાન જ નહિ હોવાથી સર્વથા સારાસારના વિવેકથી રહિત છે. આ જીવોને અજ્ઞાની અથવા મૂઢ જીવો કહી શકાય.
(૨) બીજા પ્રકારમાં તે જીવોનો સંગ છે કે જેઓ માત્ર લોકસંજ્ઞાએ, ઓઘસંજ્ઞાએ અથવા ગતાનુગત કુળપરંપરા પ્રમાણે વર્તવામાં જ ધર્મ માને છે. ગુણ-દોષનો કે સત્ય-અસત્યનો વિવેક કર્યા વિના ‘બાપદાદા કરતા હોય તે કરવું અથવા કુળગુરુ બતાવે તે કરવું’ એવા હઠાગ્રહવાળા હોવાથી પરીક્ષારહિતપણે ધર્મ આદિમાં પ્રવર્તે છે.
(૩) ત્રીજા પ્રકારમાં તેવા સ્વચ્છંદાચારી નાસ્તિક જીવોનો સંગ છે કે જેઓમાં બુદ્ધિ( કુબુદ્ધિ) તો છે પણ પૂર્વે થયેલા આચાર્યો અને મહાન પુરુષોનાં વચનોમાં તેમને કાંઈ જ વિશ્વાસ નથી. આત્મા, ધર્મ, પુણ્ય, પાપ, મોક્ષ કે પુનર્જન્માદિ કોઈ પણ તત્ત્વોનો તેઓ સ્વીકાર જ કરી શક્તા નથી. આ જીવો અશ્રદ્ધાળુ અને નાસ્તિક છે.
અસત્પ્રસંગનું સામાન્ય સ્વરૂપ લોકોમાં સુવિદિત છે. વિવિધ પ્રકારના વિભાવભાવોમાં જે કારણોથી મનુષ્યને પ્રવર્તવાનું બને છે તેવા હિંસા-જૂઠ-ચોરી-કુશીલાદિનાં કાર્યો તથા લોભની અતિ માત્રાથી જગતના પદાર્થોને પોતાના બનાવી લેવાની મૂઢ માન્યતામાં પ્રવર્તાવનાર ઉપાધિયુક્ત અનેકવિધ કાર્યો- આ અસત્પ્રસંગના મુખ્ય પ્રકારો છે.
જે કોઈ જિજ્ઞાસુ સુવિચારની શ્રેણીને ઈચ્છે તેણે ઉપર જણાવ્યા મુજબના અસત્સંગના અને અસત્પ્રસંગના પ્રકારોનો સંકલ્પપૂર્વક અને આયોજનપૂર્વક અપરિચય કરવો ઘટે છે. જો પોતાની આજીવિકા શાંતિપૂર્વક
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૪
આધ્યાત્મ પંથની યાત્રા પ્રાપ્ત થઈ જતી હોય તો નવા નવા ધંધા-વેપાર-કારખાના-મિલો-ઑફિસોઆયાત-નિકાસ વગેરે અનેકવિધ વ્યવહારનાં કાર્યોને વધારવાની ઝંઝટમાં તેણે પડવું જોઈએ નહીં. વળી, જેમ અશુભ આરંભ સંક્ષેપવા યોગ્ય છે તેમ, દશા પ્રમાણે, શુભ-આરંભો પણ વિલ્પોના ઉત્પાદક હોવાથી કથંચિતું સંક્ષેપવા યોગ્ય છે. આગળની સાધના-ભૂમિકામાં રહેલા મુમુક્ષુઓ આવા વ્યવહાર ધર્મનાં કાર્યોની પોતે જવાબદારી લીધા વિના સહજપણે સ્વ-પર કલ્યાણનાં સત્કાર્યોમાં યોગદાન આપે છે.
પરિપ્રદE " (બેભાનપણું, સ્વરૂપનો લક્ષ ન રહેવો તે, પરિગ્રહ છે.) એમ શાસ્ત્રવચન છે. માટે નિશ્ચયથી તો પરપદાર્થોને પોતાના માનવા તે જ મોટો પરિગ્રહ છે. પરવસ્તુઓની અમર્યાતિ ઇચ્છા અને સંગ્રહ કરવો તે મનુષ્યને દુઃખદાયી છે કારણ કે તેવો સંગ્રહ મનુષ્યને ચારે બાજુથી ગ્રહી લે છે–ઘેરી લે છે. (પરિગ્રહ) તેવા પરિગ્રહથી મુક્ત અથવા તેની મર્યાદાવાળો જીવ જ મોક્ષમાર્ગમાં સહેજે સહેજ આગળ વધી શકે છે. માટે જ્ઞાની પુરુષોએ આરંભ-પરિગ્રહના અલ્પત્વની આજ્ઞા નીચે પ્રમાણે કરી છે : “બહુ આરંભ અને પરિગ્રહ નરકગતિનું કારણ છે.”
સત્સમાગમ અને સત્સાસ્ત્રના લાભને ઇચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રીજિનાદિ મહાપુરુષોએ કહ્યું છે.”
“આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોળી પાડવાનું અને સન્શાસ્ત્રના પરિચયમાં રૂચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે; કેમકે જીવનો અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે; તો પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શક્યા છે; માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે.
સર્વ મુમુક્ષુઓએ આ વાતનો નિશ્ચય અને નિત્યનિયમ કરવો ઘટે છે, પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે.
શ્રી તત્વાર્થસૂત્ર, ૭/૧૭. ૨. શ્રી તત્ત્વાર્થસૂત્ર, ૩૧૫.
શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૭૧૧. શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૭૮૩.
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૫
અધ્યાત્મ પંથની યાત્રા આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે;
આત્મજ્ઞાની મહાત્માનો સમાગમ કરવાથી આગળ કહ્યા તેવા અસત્સંગના વિવિધ પ્રકારના સંસ્કારોનું બળ આત્મામાંથી ઓછું થવા લાગે છે અને સબોધના સંસ્કારોની છાપ ધીમે ધીમે દૃઢ થતી જાય છે. આ ક્રમને સેવવાથી સુવિચારણાની શ્રેણી પર ચઢી શકાય છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
આરંભપરિગ્રહનું અદ્ભુત્વ
અસ...સંગમાં ઘટાડો
મુમુક્ષુકાની વૃદ્ધિ
સત્સંગનો આશ્રય
અસત્સંગમાં ઘટાડો તત્ત્વવિચારમાં પ્રવર્તન કરવા માટે શક્તિ અને સમયની વૃદ્ધિ
આત્મસ્વરૂપનો નિર્ણય
આત્મસ્વરૂપનો વિશેષ વિચાર
આત્મવિચારના દઢ સંસ્કાર
આત્મજ્ઞાનની પ્રાપ્તિ આ ક્રમને સમ્યકપણે અને દઢતાસહિત અનુસરવામાં આવતાં આત્મવિચારના ફળરૂપે સ્વસંવેદનાનનો ઉદય થાય છે. આ જ માર્ગ મહાત્માઓએ આત્મતૃપ્રાપ્તિ માટે કહ્યો છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
.
''એ
આ
અધ્યાત્મ પંથની યાત્રા અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વલેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.
(દોહા) એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આવે જ્યાં એવી દશા, સગુરુ બોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન;
જે જ્ઞાને ક્ષયમોહ થઈ, પામે પદ નિર્વાણ. “તેથી મુમુક્ષુઓએ આત્માને સારી રીતે જાણીને, શ્રદ્ધાસહિત તેની સેવા (ઉપાસના, વિશેષ વિચારણા) કરવી, કારણ કે મોક્ષસુખની પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. ઈન્દ્રિયોને પોતાના વિષયોથી રોકીને, (આત્મવિચારનો) અભ્યાસ કર્યો છે જેણે, તેવા વિકલ્પરહિત ચિત્તવાળાને તે (આત્મા)નું મૂળ સ્વરૂપ સ્પષ્ટ ભાસે છે (સ્વસંવેદન દ્વારા પ્રત્યક્ષ થાય છે).
(દોહા) વસ્તુ વિચારત ધ્યાવર્તે મન પાવે વિશ્રામ,
રસસ્વાદત સુખ ઊપજે અનુભો યાકો નામ. આ પ્રમાણે સદ્ગુરુબોધથી જાણેલા શુદ્ધ આત્માના વિચારના અભ્યાસના ફળસ્વરૂપે મુમુક્ષુ મહાત્મા બને છે, સાધક સંત બને છે અને આત્માર્થી જ્ઞાની બને છે. આ આત્મજ્ઞાન જ મોક્ષનું મૂળ છે. જેમ બીજનો ચાંદ દિવસો જતાં વધતો વધતો પૂનમનો ચાંદ થાય છે, તેમ પોતાના જ્ઞાન-આનંદાદિ અનેક ગુણો જ્યાં પરિપૂર્ણ વિકસે છે તેવા ૧. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૩૭, ૩૮, ૪૦, ૪૧.
શ્રી યોગસારપ્રાભૃત, ૧/૪૪, ૪૫. શ્રી સમયસાર નાટક, ૧/૧૭
Page #97
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; મોક્ષની પ્રાપ્તિ આ આત્મજ્ઞાનના ચારિત્રસહિતના ક્રમિક)વિકાસથી થાય છે. આ મહા-આનંદપ્રદ મોક્ષપદમાં કોઈપણ પ્રકારનાં દુ:ખ કે
ક્લેશ હોઈ શક્તા નથી-ટકી શક્તા નથી કારણ કે તેવા ક્લેશાદિની ઉત્પત્તિની અંતરંગ કે બહિરંગ કોઈપણ કારણસામગ્રીનું ત્યાં અસ્તિત્ત્વ જ રહેતું નથી. આવા મોક્ષપદને પ્રગટાવનાર આત્મજ્ઞાન છેઃ કહ્યું છે :
(દોહરો) વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદ વાસ.
(હરિગીત) જે કોઈ ભવમુક્તિ વર્યા, તે ભેદજ્ઞાન બળે ખરે, ભવબંધને જે જે ફસ્યા, તે ભેદજ્ઞાન વિના અરજી
(રોલા છંદ) જે પૂરવ શિવ ગયે, જાહિ, અરુ આગે જે હૈ, સો સબ મહિમા જ્ઞાનતની મુનિનાથ કહે હું; વિષય-ચાહદવ-દાહ જગત-જન અરનિ દઝાવે,
તાસ ઉપાય ન આન, જ્ઞાન ઘનઘાન બુઝાવૈ. સતત આત્મજાગૃત્તિ દ્વારા જ મુનિપદ પ્રાપ્ત થઈ શકે છે તેવો સિદ્ધાંત હવે પ્રતિપાદિત કરે છે. જેમ જગતના લોકો ઊંઘી જાય ત્યારે પોતાનાં શરીરાદિનું કશું ભાન રહેતું નથી અને તેઓ મૂઢજડ જેવા થઈ જાય છે તેમ પરમાર્થમાં જેઓ મોહરૂપી નિદ્રાને આધીન થઈ જાય તેઓને પોતાના આત્મકલ્યાણનું ભાન રહી શક્ત નથી. આવી મોહનિદ્રાના બે પ્રકાર છે, એક દર્શનમોહથી ઉત્પન્ન થયેલી અને બીજી ચારિત્રમોહથી ઉત્પન્ન થયેલી.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૧૨. શ્રી સમયસારકળશ, ૧૩૧. શ્રી અમૃતચંદ્રાચાર્ય (ગુજરાતી પદ્યાનુવાદ રા.દેસાઈ) શ્રી છહ-ઢાળા, ૪/૮
Page #98
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે;
' (દોહરો) કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ
હણે બોધ વીતરાગતા અચૂક ઉપાય આમ." વસ્તુસ્વરૂપને જેનાથી અયથાર્થપણે શ્રદ્ધે તેને દર્શનમોહનીય કહે છે અને આત્મસ્થિરતાને બાધક મોહક્ષોભનાં પરિણામોને આધીન થઈને જેનાથી વર્તે તેને ચારિત્રમોહનીય કહે છે. પ્રમાદને આધીન થઈ, આ બે પ્રકારમાંથી કોઈ પણ પ્રકારને જે ભજે તે મુનિ થઈ શક્તો નથી એટલે કે તે અમુનિ છે.
મુનિપણું એ ખરેખર અભુત દશા છે. આત્મજ્ઞાન સહિત જેણે સકળ સંયમને ધારણ કર્યો છે અથવા તેનો અભ્યાસ કરે છે અને જીવનના દરેક કાર્યમાં જે આત્મજાગૃતિ સહિત-વિચારવિવેકપૂર્વક વર્તે છે તેવા મહાપુરુષ મુનિ હોય છે. જોકે પરમાગમમાં શુભોપયોગી અને શુદ્ધોપયોગી એવા બન્ને પ્રકારના મુનિઓને સ્પષ્ટપણે માન્ય કરવામાં આવ્યા છે, છતાં મુનિસંધમાં અગ્રેસરપણું તો શુદ્ધભાવયુક્ત મુનિઓનું કહ્યું છે. મુનિના સ્વરૂપનું વર્ણન શાસ્ત્રોમાં નીચે પ્રમાણે કર્યું છે.
- (હરિગીત) આગમ વિષે કૌશલ્ય છે ને મોહદષ્ટિ વિનષ્ટ છે વીતરાગ ચરિતારૂઢ છે તે મુનિ મહાત્મા ધર્મ છે.
(મનહર છંદ) શાંતિ કે સાગર અરુ નીતિકે નાગર નેક, દયા કે આગર જ્ઞાન, ધ્યાનકે નિધાન હો, શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી મુખબાની પૂર્ણપ્યારી, સબનકે હિતકારી ધર્મ કે ઉદ્યાન હો, રાગઢે ષસે ૨હિત પરમ પુનિત નિત્ય,
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર-ગાથા ૧૦૩. ૨. શ્રીપ્રવચનસાર ગાથા-૯૨.
Page #99
--------------------------------------------------------------------------
________________
e
અધ્યાત્મ પંથની યાત્રા
પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી
જિને કહ્યું છે.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું
એ છે.
૧.
૨.
૩.
૪.
૫.
ગુનસે ખચિત ચિત્ત સજ્જન સમાન હો, રાયચંદ્ર ધૈર્યપાલ, ધર્મઢાલ ક્રોધકાલ; મુનિ તુમ આગે મેરે પ્રનામ અમાન હો. (હરિગીત)
નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચઉવિધ આરાધન વિષે, નિત્યાનુરક્ત શ્રીસાધુ છે. (સવૈયા ત્રેવીસા)
નિંદક નાંહિ ક્ષમા ઉરમાંહિ,
દુઃખી લખી ભાવ દયાળ કરે છેં; જીવકો ઘાત ન ઝૂઠકી બાત ન,
લેહિ અદાત ન શીલ ધરે હૈં; ગર્વ ગયો ગલ નાહિં કછુ છલ,
મોહ સુભાવોં જોમ હરે હૈ; દેહસો છીન હૈ જ્ઞાનમેં લીન હૈ,
ઘાનત સો શિવનારી વરે હૈં. સાધુ કર્મબંધ કરવાવાળા સર્વ પ્રકારના પરિગ્રહ અને ક્લેશ છોડી દે, જીવોના રક્ષક મુનિ સર્વ વિષયમાં બંધન દેખીને એમાં લિપ્ત થતા નથી.
શ્રી સર્વજ્ઞ ભગવાને, મોહરાગદ્વેષરૂપ સર્વ શત્રુઓને જીતી લીધા છે, તેથી તેઓને શ્રીજિન કહેવામાં આવે છે. તેઓનો એવો ઉપદેશ છે કે જે મનુષ્ય પ્રમાદી થઈ ધર્મ પ્રત્યે અનાદરવાળો થાય તેને તે પ્રમાદને લીધે નવાં કર્મોનું બંધન થાય છે અને તેની આત્મપરિણતિ વિભાવભાવોથી મલિન થાય છે. આ પ્રમાણે આળસ, નિદ્રા, વિષય-કષાયોનું આધીનપણું,
શ્રીમદ્ રાજચંદ્ર, મુનિવંદના.
શ્રી નિયમસાર ગાથા-૭૫
શ્રી ધર્મવિલાસ (અધ્યાત્મકવિવર ઘાનતરાયજી)
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૮/૪
શતેવું અનાલ પ્રમાઃ । શ્રી સર્વાર્થસિદ્ધિ, ૮/૧/૩૭૪/૮
Page #100
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.
પાપમય વાતો, અતિરાગ વગેરે પ્રમાદના પ્રકારોથી સાધકને મોક્ષમાર્ગમાં બાધા ઉત્પન્ન થઈને સંસારવૃદ્ધિ થાય છે, જે તેને ભયનો હેતુ છે (કારણ કે સાધક તે જ છે જે ભવથી ભયભીત હોય છે.)
હવે સર્વ પ્રકારનાં જ્ઞાનમાં આત્મજ્ઞાનની શ્રેષ્ઠતા છે એવો સિદ્ધાંત ૨જૂ ક૨ીને સાધકને તેની પ્રાપ્તિ કરવા પ્રેરણા આપે છે :
આ જગતમાં અનંત પદાર્થો છે, તે સર્વ પદાર્થોનું જ્ઞાન (એક પછી એક એમ) જુદું જુદું ક૨વા જાય તો કદાપિ પાર આવે નહિ, પરંતુ પ્રયોજનભૂત એવા જીવ-અજીવ (જડ-ચેતન)ના યથાર્થ જ્ઞાનના પરિચયથી અંતરંગ વિવેકને જગાડે તો સ્વ-૫૨-પ્રકાશક, શીતળ, નિર્મળ આત્મજ્ઞાન પ્રગટે, જે ક્રમશઃ વર્ધમાન થઈને પૂર્ણજ્ઞાનને પ્રગટ કરે. માટે, જગતના પદાર્થોનું બાહ્યલક્ષી ગમે તેટલું જ્ઞાન ક૨વામાં આવે પણ આત્મલક્ષે જો તે ન ક૨વામાં આવે, અર્થાત્ યથાર્થ ભાવભાસન સહિત જો તે જ્ઞાનની આરાધના ન કરવામાં આવે તો તે બાહ્યલક્ષી જ્ઞાન મોક્ષનું કારણ થઈ શક્તું નથી, અને તેથી પરમાર્થે જ્ઞાનીઓએ તેને નિષ્ફળ કહ્યું છે યથા :--
જે એકને (આત્માને) જાણે છે તે સર્વને જાણે છે, અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.
(દોહા)
9.3
જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક. " एकेन ज्ञातेन सर्व विज्ञातं भवति इति किम् ?” “હે મુમુક્ષુ ! એક આત્માને જાણતા સમસ્ત લોકોલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી
૨.
૩.
શ્રી આચારાંગ સૂત્ર ૧-૩-૪-૧૨૨
શ્રીમદ્ રાજચં, હાથનોંધ, ૧/૧૪
અજ્ઞાતં.
Page #101
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતભેદ જાગૃતિ થાય જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ યપણે તારે વિષે દેખાશે.'
(હરિગીત) જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
આત્મજ્ઞાન તથા આત્મસમાધિને સીધો સંબંધ છે એ વાત હવે સમજાવે છે. આત્માનું જ્ઞાન (ઉપયોગ) જેટલા પ્રમાણમાં નિર્મળ થાય તેટલા પ્રમાણમાં સ્થિરતાને પામવું સુલભ બને છે. આત્માની વિચારધારા વિશેષપણે નિર્મળ રહી શકે તે માટે પાપપ્રવૃત્તિથી વિરામ પામવું આવશ્યક છે. આમ, ચિત્તથી એકાગ્રતા અને નિર્મળતા પરસ્પરની અપેક્ષાવાળા હોવાથી અન્યોન્યાશ્રિત છે. નિર્મળ ચિત્તની સ્થિરતાને જ સમાધિ, સમતા અથવા સામ્ય કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં સમાધિનું વર્ણન આ પ્રમાણે કર્યું છે–
“આત્મપરિણામની સ્વસ્થતાને શ્રીતીર્થંકર સમાધિ કહે છે.”
“આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે.જ
(હરિગીત) સૌ ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહી; આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની."
શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૭૩૧. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૨૭૭ શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-પ૬૮ શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૩૨૪ શ્રી નિયમસાર, ૧૦૪ (હિં.જે.શાહ કૃત પદ્યાનુવાદ).
Page #102
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
તો તેને મોક્ષ વિશેષ દૂર નથી.
(હરિગીત) “સઘળા વિકલ્પ અભાવમાં જે સાધુ જોડે આત્મને;
છે યોગભક્તિ તેહને કઈ રીતે સંભવ અન્યને?" સદ્ગુરુનો બોધ, સલ્લાસ્ત્રનું વાંચન, જિનપરમાત્માનું દર્શન, જાતિસ્મરણજ્ઞાન કે એવો કોઈ પ્રકારનો અન્ય યોગ પ્રાપ્ત થાય અને જો સાધકને અંતર્દષ્ટિ ઊપજે તો મોહની સત્તાને ઉથાપવામાં તેને મોટી મુશ્કેલી પડતી નથી. પરંતુ આવા પ્રકારના યોગ બનવા આ કાળમાં સુલભ નથી. વળી સદ્ગુરુ, સત્સંગ આદિના યોગમાં પણ ઘણુંખરું સામાન્ય સાધકને ગતાનુગતિક ન્યાયથી વર્તવાનું બને છે અને તેથી લોકસંજ્ઞાએ, ઓઘસંજ્ઞાએ કે શરીરચેષ્ટારૂપે વર્તતો તે સાધક જાગ્રત આત્મદષ્ટિવાળો બની શક્તો નથી. જો તેવા યોગમાં, પુરુષાર્થ સ્ફોરવીને, દેહ અને આત્માના ભિન્નપણા વિષે દૃષ્ટિ દે તો ઉપયોગના પ્રવર્તન પ્રત્યે પોતાના વિચારોની શુદ્ધાશુદ્ધતા પ્રત્યે) જાગ્રત રહેતો થકો ધીમે ધીમે તે અંતર્મુખતાનો અભ્યાસ કરી શકે છે. આ પછી સૂક્ષ્મ દૃષ્ટિ વડે કર્મોદય અને નિજપરિણતિને જુદાં જુદાં લક્ષણવાળી જાણીને રાગ અને જ્ઞાનનું ભિન્નપણું કરે ત્યારે તેને ભેદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જે પ્રાપ્ત થયે મોક્ષ વિશેષ દૂર રહેતો નથી. વિવિધ અને વિચિત્ર પ્રકારનાં કર્મોના ઉદયથી થવા યોગ્ય વિભાવભાવો અને તેવા સર્વ વિભાવભાવોને જાણવાની જેનામાં કાયમ શક્તિ રહેલી છે તેવો આત્મા - આ બે વચ્ચેના ભેદને યથાર્થ જાણીને તેમના ભિન્નપણાના અભ્યાસના ફળરૂપે પ્રગટવા યોગ્ય જે આત્મસંવેદન-સ્વસંવેદન-સ્વભાવનું ભાસન-તે પ્રગટ થતાં જ દેદીપ્યમાન વિવેકજ્યોતિ અંતરમાં ઝળહળી ઊઠે છે અને ક્રમે કરીને તે જ જ્યોતિ એક દિવસ કેવળજ્ઞાનજ્યોતિરૂપે પ્રકાશીને સાધકને સિદ્ધ બનાવી દે છે, આત્માને પરમાત્મા બનાવી દે છે. આ કારણથી જ્ઞાની પુરુષોએ તે અંતર્ભે કરવા માટે સાધકને વારંવાર પ્રેરણા કરી છે. કહ્યું છે કે૧. શ્રી નિયમસાર, ૧૩૮ (હિ.જે.શાહ કૃત પદ્યાનુવાદ).
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૩
અધ્યાત્મ પંથની યાત્રા અન્ય પરિણામમાં જેટલી તાદાભ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ
દૂર છે.
દેહ અને આત્માનો ભેદ પાડવો તે “ભેદશાન; જ્ઞાનીનો તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યાં છે. જેમ તેજાબથી સોનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદ-વિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે.”
(અનુષ્ટ્રપ) જૈસે છેની લોહકી, કરે એક સૌ દોઈ, જડ ચેતનકી ભિન્નતા, ત્યાઁ સુબુદ્ધિસો હોઈ.
(હરિગીત) જીવ-કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્ય કરે; તે સંયમી પચખાણ-ધારણમાં અવશ્ય સમર્થ છે.'
(દોહરા) “જીવ કરમ ભિન્ન ભિન્ન કરો, મનુષ જનમકું પાય;
આત્મજ્ઞાન વૈરાગ્યસે, ધીરજ ધ્યાન જગાય.” “દેહ-કર્મ-કૃત સર્વ વિકારો, તે જડ ચેતન આપ અહો! જડચેતન એ ભિન્ન કરે તે ભેદજ્ઞાન મુજ ઉર રહો."
(સયા ત્રેવીસા) ચેતનમંડિત અંગ અખંડિત, શુદ્ધ પવિત્ર પદાર્થ મેરો, રાગ વિરોધ વિમોહ દશા સમુઝે ભ્રમ નાટક પુદ્ગલ કેરો;
| م م
શ્રીમદ્ રાજચંદ્ર, વ્યાખ્યાનસાર, ૨/૧૧/૧૮ શ્રી સમયસાર નાટક, ૧૪. શ્રી નિયમસાર, ગાથા, ૧૦. શ્રી બૃહદ્ આલોચના, દોહરો ર૯. શ્રી તત્ત્વશન તરંગિણી, ૮/૧૦(રા.છ.દેસાઈકૃત ગુજરાતી પદ્યાનુવાદ)
ه ه م
Page #104
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે.
ભોગ સંયોગ વિયોગ વિથા અવલોકી કહે યહ કર્મજ ઘેરો, હે જિનકો અનુભો ઈહ ભાંતિ, સદા તિનકો પરમારથ નેરો.*
સામાન્ય સાધકને મનમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પોની હારમાળા ચાલ્યા કરતી હોય છે. સાધક જેટલા પ્રમાણમાં જાગ્રત હશે તેટલા પ્રમાણમાં તે શુભાશુભ ભાવો (સંકલ્પ-વિકલ્પો)સાથે તન્મય નહિ થઈ જાય.પરભાવોમાં સર્વથા એકાકારપણું થઈ જવું તે અજ્ઞાનની નિશાની છે, અને જેટલા પ્રમાણમાં અજ્ઞાન તેટલા પ્રમાણમાં સાધક મોક્ષથી દૂર હોય છે. માટે જેને મોક્ષની નજીક આવવું હોય તેવા ઉત્તમ જિજ્ઞાસુ જીવોએ આત્મજ્ઞાન-ઉત્પાદક કે આત્મજ્ઞાનમાં સહાયક ન હોય તેવા ભાવોમાં પોતાનું ચિત્ત બને તેટલું ઓછું લગાડવું એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે–
“આત્મજ્ઞાનથી અન્ય કાર્ય, બુદ્ધિમાં લાંબો સમય ધારણ કરવું નહીં, પ્રયોજનવશ (સ્વ-પરકલ્યાણ માટે) કિંચિત કરવું પડે તો અતત્પર રહીને માત્ર વચન અને કાયાથી કરવું.”
જેટલા પ્રમાણમાં સ્વસ્વરૂપની જાગૃતિ હશે તેટલા પ્રમાણમાં વિભાવભાવ આત્મામાં ઉત્પન્ન થતાં જ ‘આ અન્યભાવ છે, આસ્ત્રવભાવ છે,” એવી જાગૃતિરૂપ સ્મૃતિ ઉત્પન્ન થઈ આવશે. સાધકે આ આત્રવને હેયરૂપ જાણ્યા હોવાને લીધે તે વિભાવોને (આસવોને) તે દૂર કરવાનો પ્રયત્ન કર્યા વિના રહેશે નહિ. આમ, અભ્યાસના બળે કરીને, “આ શુદ્ધ ચૈતન્યરૂપ જ્ઞાયકસત્તાનો ભાવ છે” અને “આ વિવિધ પ્રકારના ૧. શ્રી સમયસાર નાટક, મોક્ષદ્વાર, ૧૭ (મૂળ સમયસારકળશ ૧૮૫ ઉપરથી) અભ્યાસી
મુખશુએ મૂળ શ્લોક અવશ્ય જોવા યોગ્ય છે. વિશા=વૃથા, નકામા. નેરો નજીક, પાસે. શ્રી સમાધિશતક, ૫૦.
=
+
૨.
Page #105
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
વિભાવભાવો છે’ એવી ભિન્નતાનો ભાવ જેને ભાસે છે, તે વિભાવભાવો ઉપર સતત ચોકીપહેરો રાખે છે. ક્રમે કરીને પોતાનું અભ્યાસબળ વધારીને સર્વ સ્વ-શક્તિથી જે તેમનો પરિહાર કરે છે તે જ સાચો ભેદજ્ઞાની મહાત્મા છે, બાકી બીજાથી તો મોક્ષ દૂર જ છે. ભેદજ્ઞાનના અભ્યાસ દ્વારા આવા વિભાવભાવોના અપરિચયની જ્ઞાની પુરુષોએ વારંવાર આજ્ઞા કરી છે :
“જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે.”૧
આત્મત્વને (આત્મજ્ઞાનાદિ ઐશ્વર્યને) પામવાનો યોગ, જો કોઈ પણ રીતે આ માનવભવમાં પ્રાપ્ત થઈ જાય તો આ ભવનું મૂલ્ય અપરિમિત છે. મતલબ કે મહાપુણ્યયોગે પ્રાપ્ત થયેલા આ માનવજીવનને સફળ કરવા માટે, કોઈપણ ન્યાયે, સાધકજીવે વારંવાર પુરુષાર્થ કરીને સત્સંગ, સવિચા૨ અને સદાચારને સેવવા જોઈએ. તેના પરિણામે આ જીવને અનાદિના અવિઘાના સંસ્કારોનો કાસ થઈ, ક્રમશઃ નિર્મળ આત્મજ્ઞાનને ધારણ કરવાની પાત્રતા પ્રગટે. આવો પાત્ર જીવ તત્ત્વવિચારની શ્રેણીએ ચઢીને અંતરસંશોધન કરે ત્યારે તેનામાં આત્મજ્ઞાન આવિર્ભાવ પામે. આ મનુષ્યભવ તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનો સુવર્ણ અવસર છે કારણ કે જે બહિરંગ-અંતરંગ સામગ્રીની તેને માટે આવશ્યકતા છે તે સર્વની મનુષ્યભવમાં જેટલી સુપ્રાપ્તિ છે તેટલી અન્ય ભવમાં સામાન્યપણે નથી. જોકે સિદ્ધાંતમાં, ચારે ગતિઓને વિષે તેની ઉત્પત્તિ સંભવિત ગણી છે તોપણ વિવેકી પુરુષ અવશ્ય એવો નિર્ણય કરે છે કે વર્તમાનમાં પ્રાપ્ત આ સોનેરી તકનો લાભ લઈ લેવો એ જ મારે માટે ઈષ્ટ છે. આનાથી પણ આગળ જઈ શ્રીગુરુ કહે છે કે હે ભવ્ય જીવો ! વર્તમાનમાં પ્રાપ્ત મનુષ્યભવ, આર્યક્ષેત્ર, સર્વજ્ઞની વાણી અને સત્સંગનો યોગ અતિ અતિ દુર્લભ છે એમ જાણીને તમે પ્રતિજ્ઞા કરો કે જ્યાં સુધી આત્મજ્ઞાન નહિ પ્રગટે ત્યાં સુધી કષાયની
શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૫૫૧.
૮૫
૧.
Page #106
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૮.
ઉપશાંતતા, અંતરનો વૈરાગ્ય, સન્શાસ્ત્રોનો અભ્યાસ, મધ્યસ્થતા, મૈત્રીગુણપ્રમોદના ભાવો, સરળતા, વિનય અને આત્મભાનપૂર્વકની દેવગુરુ-ધર્મની ઉત્કૃષ્ટ ભક્તિ સહિત તત્ત્વોનુસંધાનનો પુરુષાર્થ અમે છોડીશું નહિ. આ કાર્યને અમે અગ્રીમતાને ધોરણે સ્વીકારીશું અને તે પૂર્ણ કરીને જ જંપીશું. શ્રીગુરુ કહે છે :
(હરિગીત) રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો.'
(હરિગીત) યહ રાગ આગ દહૈ સદા તાતેં સમામૃત પીજિયે, ચિર ભજે વિષય-કષાય અબ તો ત્યાગ નિજ પદ બેઈયે, કહા રચ્યો પરપદમેં ન તેરો પદ યહે, કયો દુઃખ સહે, અબ “દીલ”હોઉ સુખી સ્વપદ રચી દાવ મત ચૂકો યહે. “ભવ-તન-ભોગ પ્રતિ હૃદયે વૈરાગ્ય ધરી તજી સંગ ત્રિધા, સદગુરુને નિર્મલ શ્રુત ભજતાં, રત્નત્રયે ધારી મુદા, અન્ય જીવોની સંગતિ તેમ જ રાગાદિ ત્યજી સઘળાને સુખ સ્વાત્મો ચહે તે વસતા નિર્જન નિરુપદ્રવ સ્થાને.
“હે ભાઈ ! તું કોઈ પણ રીતે, મરીને પણ મહાકષ્ટ કરીને) તત્ત્વોનો કૌતુહલી થઈ આ શરીરાદિ મૂર્તિ દ્રવ્યનો એક મુહૂર્ત (૪૮ મિનિટ)
પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તરત જ છોડશે.જ
-
જે
બ, પાઠ-૭૭. શ્રી છાહઢાળા, ૭/૧૫. શ્રી તત્ત્વજ્ઞાનતરંગિણી, ૧૭૩ (રા.ક.દેસાઈકત ગુજરાતી પદ્યાનુવાદ) શ્રી સમયસાર-કળશ, ૨૩.
4
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૭.
અધ્યાત્મ પંથની યાત્રા વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી
આત્મજ્ઞાનપ્રાપ્તિ માટે નિર્મળ દૃષ્ટિની અને શાંત થવાની આવશ્યક્તા છે, એવો સિદ્ધાંત શ્રીગુરુ હવે રજૂ કરે છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે જૈન સિદ્ધાંતમાં પાંચ લબ્ધિઓ આવશ્યક ગણી છે જેમાંની બીજી લબ્ધિ તે વિશુદ્ધિલબ્ધિ છે, જેને પ્રાપ્ત થયા વિના સાધક કરણલબ્ધિનો પુરુષાર્થ કરી શકે નહિ. માટે સાધકે પોતાના વિચારોને નિર્મળ રાખવા માટે સતત ઉદ્યમ કર્તવ્ય છે અને તેવી નિર્મળતામાં સહકારી કારણો જેવાં કે સત્સંગ, સદાચાર અને સન્શાસ્ત્રને અંગીકાર કરવા પણ આવશ્યક છે. જ્યારે પોતાની વિચારધારાને વિશુદ્ધ રાખવા માટે આવાં સાધનોને અંગીકાર કરીએ ત્યારે સ્વાભાવિકપણે જ આત્માને મલિન કરવાવાળા જે પાપારંભો અને પાપકથાઓ તેનો અપરિચય કરવો પડે છે. માટે વર્તમાનકાળની અપેક્ષાએ (૧) ગપ્પાં મારવાં, (૨) નવલિકા-નાટક-શૃંગારકાવ્યો વગેરે વાંચવા, (૩) આવશ્યક્તાથી અધિક વર્તમાનપત્રો કે રેડિયાનો પરિચય કરવો. (૪) ક્લબોમાં જવાનું કે અનિવાર્ય કારણ સિવાય હોટલ-સિનેમા વગેરેમાં જવું, (૫) સગાવ્હાલાં-મિત્રોને ત્યાં આવશ્યક્તાથી અધિક જવું, (૬) ઊંધ અને ભોજનને સેવવામાં અધિક સમય લગાવવો, (૭) સપ્તવ્યસનો સેવવા-આવી બધી પ્રવૃત્તિઓને દઢતાથી, સ્પષ્ટપણે અને આયોજનપૂર્વક સંકોચવી જરૂરી છે. જો કે બધાને માટે આ નિયમો એકસરખા લાગુ પાડી શકાય નહીં છતાં ઉંચી કક્ષાના મુમુક્ષુએ આ બધા કાર્ય કર્યા વિના વિશુદ્ધ
--
૧.
(૧) થયોપશમલબ્ધિ (૨) વિહિલબ્ધિ (૩) દેશનાલબ્ધિ (૪) પ્રાયોગ્યલબ્ધિ (૫) કરણલબ્ધિ .
Page #108
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પની ાવ્યા
૮૮.
તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જે બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચાર દશાને પામે. વિચારધારાને પ્રાપ્ત કરવાની ઈચ્છા છોડી દેવી.
આવા ઉપરોક્ત ક્રમિક જીવનપરિવર્તનને સ્વીકારીને સત્સંગના યોગે તત્ત્વચિંતન દ્વારા અંતરશોધન અને અંતર્મુખતાનો અભ્યાસ જે સાધક કરે છે તેને અલ્પકાળમાં મહાન સાધનદશા પ્રગટે છે. અસત્સંગઅસ...સંગોને સંક્ષેપવા માટે આગળ પ્રેરણા આપી દીધી છે, અહીં તો શ્રીગુરુ કહે છે કે જ્યાં સુધી તથારૂપ પ્રકારોથી નિવર્તીને સત્સંગનો આશ્રય નિયમિતપણે અમુક ચોક્કસ વિધિથી (મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષયલોલુપતાને ઘટાડીને) અને દીર્ઘકાળ (ઘણા માસ કે વર્ષ) સુધી ન કરે ત્યાં સુધી સાધકનું વિચારબળનું સામર્થ્ય અતિ અલ્પ જ રહે છે, અર્થાત્ નહિવત્ રહે છે. જ્યાં સુધી વિચારબળ વધે નહિ
ત્યાં સુધી યથાર્થ વિચારણા બની શકે નહિ અને તેવી સુવિચારણા વિના કોઈ પણ જીવને આત્મજ્ઞાન ઊપજી શકે નહીં.
અસ...સંગ ઘટાડવા માટે
અસત્સંગ ઘટાડવા માટે
સત્સંગ યથાર્થપણે આરાધવા માટે
વિચારો વિશુદ્ધ કરવા માટે
| વિચારબળની વૃદ્ધિ
માટે
| અને |
સાધકને પૂર્વે થયેલા મહાન જ્ઞાની પુરુષો આ પ્રમાણે પ્રેરણા કરે છે. -
“આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ
Page #109
--------------------------------------------------------------------------
________________
૯
અધ્યાત્મ પંથની યાત્રા જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે વર્તમાન થયા કરે છે... અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભપરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં, ત્યારે મુમુક્ષતા નિર્મળ હોય છે”
“નિત્ય તેવો પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં, ફરી ફરીને પુરુષાર્થ કરતાં, તે મુમુક્ષતા ઉત્પન્ન થાય છે.”
આ કાળમાં એ વાત ઘણું કરી જોવામાં આવતી નથી. કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ, અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં પણ અધોદશા થવી ઘટે.૩
“ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.”
(હરિગીત) પ્રગટાવ આત્મજ્ઞાન સદ્ગુરુ, શાસ્ત્ર ધર્મ સુસંગથી, તેનું જ અવલંબન કરી, સ્થિર થા છૂટી પરસંગથી."
(હરિગીત) પરદ્રવ્યને તજવા કરે અભ્યાસ સતત સ્વચિંતને, તે યોગી કર્મ-શરીર આદિ ત્યાગી સત્વર શિવ બને, પરદ્રવ્યનું ચિંતન ખરેખર કર્મ-બંધ નિદાન છે; ચિંતન વિમલ નિજદ્રવ્યનું શિવ હેતુ એ જ પ્રધાન છે.
= = $ $
શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૩૩૨. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૪૨૨. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૪૫. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૭૪૩. શ્રી તત્ત્વજ્ઞાનતરંગિણી, ૧૫/૧૦ (રા.છ.દેસાઈકૃત ગુજરાતી પદ્યાનુવાદ શ્રી તત્ત્વશાનતરંગિણી, ૧પ/૧પ-૧૬(રાછાઈ ગુજરાતી પદ્યાનુવાદ)
Page #110
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.
હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે
(હરિગીત) તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પરદ્રવ્યો વિષે.'
(માલિની) વિરમ વિરમ સંગોથી, છોડ છોડ પ્રસંગો, ' મૂકી મૂકી દે મોહ, જાણ જાણ સ્વતત્ત્વ, કર કર સ્વાભ્યાસ, દેખ દેખ સ્વરૂપ;
ભજ ભજ પુરુષાર્થ, મોક્ષ આનંદ હતુ.
(હરિગીત) સંસારરૂપી દુઃખથી ન રોગ જબરો જાણીએ, સમ્યફવિચાર સમાન ઔષધ પરમ કો ના માનીએ; સંસાર રોગ વિનાશ કાજે, શાસ્ત્ર સમ્યફ શોધીને, સમ્યક વિચાર-ઉપાય ગ્રહું છું, પામી ગુરુગમ બોધિને.
જેમ જેમ અને જેટલા જેટલા પ્રમાણમાં જગતનું, જગતના પદાર્થોનું અને જગતના ભાવોનું સાવ સાધારણપણે સાધકના ચિત્તમાં ભાસે, તેમ તેમ અને તેટલા તેટલા પ્રમાણમાં પરમાર્થમાર્ગ વિષે અને પરમાર્થ (સ્વ-આત્મા) પ્રત્યે તેનું વલણ વધતું જાય છે. જગતના સર્વ ભાવ-પદાર્થો ક્ષણભંગુર છે, વિનાશિક છે, કોઈ પણ રીતે કલ્યાણકારી કે સત્ત્વયુક્ત નહિ હોવાથી આશ્રય લેવા યોગ્ય નથી એવો જો સાધકના
૧.
૨.
શ્રી સમયસાર (હિ.જે.કૃત ગુજરાતી પદ્યાનુવાદ). विरम विरम संगात् मुंच मुंच प्रपंच विसृज विसृज मोहं विद्वि विद्वि स्ततत्वं । कलय कलय वृतम् पश्य पश्य स्वरूपं ગુરુ ગુરુ પુરૂષાર્થે નિવૃત્તાનંદ: (શ્રી શા-પાર્ણવ-૧૫/૪ર.) શ્રી હૃદય-પ્રદીપ-ગાથા-૯ (બ્ર. ગોવર્ધનદાસજી કૃત પદ્યાનુવાદ).
Page #111
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
અંતરમાં નિશ્ચય થાય તો તેવા ભાવોથી પાર, અવિનાશી, સત્ત્વશીલ કૃતકૃત્યતાને આપનાર, જ્ઞાન-આનંદમય, અપૂર્વ એવા ચૈતન્યાત્મક ભાવ પ્રત્યે તેનું લક્ષ જાય. જેટલું જગતના પદાર્થનું માહાસ્ય અંતરમાં ઘટે તેટલા પ્રમાણમાં તેનું સ્વયંસ્મરણ ઓછું થાય અને જેટલું જગતનું સ્મરણ ઓછું થાય તેટલા સતુના સંસ્કાર વૃદ્ધિગત થતાં પરમાર્થવિચારણાનું સાધકનું બળ વધતું જાય. આમ, જ્ઞાનીઓએ કહેલો જગત-વિસ્મૃતિનો અને તત્ત્વવિચારણાનો ક્રમ ધીરે ધીરે સાધકના રોજબરોજના જીવનમાં આવિર્ભાવ પામે. જે સાધકને આવી મહાન સાધકદશા વર્તે તેને શુદ્ધાત્મપદની પ્રાપ્તિ જરા પણ દૂર નથી એવો શ્રીગુરુઓનો બોધ અને અનુભવ છે. કહ્યું છે કે :
આમ, સંસારનું સ્વરૂપ જાણીને અને ખૂબ આદરથી (સમ્યક્ત્વ, વ્રત, ધ્યાનાદિની સાધના દ્વારા) મોહનો ત્યાગ કરીને તે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરો, જેથી સંસારનો નાશ થાય.'
પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એક, પરમ પુરુષથી રાગમાં એકત્વતા હો દાખી ગુણગેહ,
8ષભ નિણંદશું પ્રીતડી. આગળ શ્રીગુરુ કહે છે કે અમોને વિશેષ સમાધિનો લાભ નિરંતર રહે તે અર્થે સર્વ પ્રકારના બાહ્યાંતર સંગોથી અમારે રહિત જ થવું છે અને તેથી આ જે થોડો ઉપાધિરૂપ બાહ્ય પ્રપંચ અમને વર્તે છે તેનાથી કેવી રીતે છૂટવું તેના ઉપાય-પ્રવર્તનમાં જ અમે લય લગાવી છે. જે પણ કાળ તે ઉપાધિથી રહિત થવામાં વ્યતીત થઈ રહ્યો છે તે અમારા પોતાના જ દોષનું અને પ્રમાદનું કારણ છે એમ અમને તો સ્પષ્ટ લાગે છે અને તે કારણે જ તેવી સર્વ ઉપાધિથી રહિત થવા ક્ષણે ક્ષણે પૂર્વશક્તિ લગાડીને પ્રયત્નશીલ થઈ રહ્યા છીએ.
इति संसारं ज्ञात्वा मोहं सर्वादारेण त्यक्त्वा । तं ध्यायत स्वस्वभावं संसरणं येन नश्यति ।। શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા, ૭૩ શ્રીમદ્ દેવચંદજી કૃત આદિનાથ પ્રભુનું સ્તવન.
૨.
Page #112
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૨ તે, આ જીવને શિથિલપણું જ છે, એમ લાગે છે; અથવા એવો નિશ્ચય રહે છે. જનકાદિ ઉપાધિમાં રહ્યાં છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રીજિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે.
જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી,
પૂર્વકાળે ભગવાન શ્રીરામના કાળમાં થયેલા જનકાદિ મહાત્માઓને બાહ્ય ઉપાધિ છતાં પણ અંતરમાં વિશિષ્ટ જ્ઞાનદશા પ્રગટી હતી એમ શાસ્ત્રમાં કથન છે. પરંતુ અમારા ચિત્તમાં તો આ સ્થિતિ આદરરૂપ પણ નથી તો આદર્શપણે ક્યાંથી હોઈ શકે ? કારણ કે અમારા જ્ઞાનમાં તો એવો દૃઢ નિશ્ચય થયેલો છે કે આગલા જન્મોથી જ શુદ્ધ આત્મજ્ઞાનાદિ સંપત્તિને સાથે લઈને જન્મેલા એવા શ્રી તીર્થંકરાદિ મહા સમર્થ પુરુષોએ પણ આ સંસાર-પ્રસંગોને એકાંતે વિનાશિક, દુઃખદાયી અને સાવ અસાર જાણીને જો ત્યાગી દીધા છે તો આ જગતમાં બીજો ક્યો બુદ્ધિમાન પુરુષ તેવા પ્રસંગોમાં રહેવાની રુચિ રાખી શકે? અર્થાત્ સમયે સમયે જેમાં કર્મબંધનનો, દુઃખોનો, આસવોનો, ભયનો, અશરણતાનો, અપવિત્રતાનો અને વિપરીતતાનો જ અનુભવ થવા યોગ્ય છે તેવા સંસારના આ વ્યવસાયાદિ પ્રપંચોના ત્યાગમાં ઉદ્યમવાન એવો અમારો આત્મા જો અમુક કાળ વિતાવી દેશે તો આલોકપરલોકમાં તેનું અકલ્યાણ જ થશે એવી ભીતિ પ્રત્યે અમે જાગ્રત જ છીએ અને તેવી આત્મજાગ્રતિ સતત કર્થરૂપ છે. આવી આત્મજાગૃતિરૂપ જે અપ્રમત્ત દશા તેના બળ વડે થોડા કાળમાં અમારા પ્રમાદ આદિનો નાશ થઈને સાતિશય અને વિશિષ્ટ અપ્રમત્ત ધર્મદશા પ્રગટ થશે એવો અમારો નિશ્ચય અને ઉદ્યમ છે.
હવે પૂર્ણજ્ઞાનનું અને રાગ-દ્વેષનું એકસાથે હોવું સંભવતું નથી
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૩
અધ્યાત્મ પંથની યાત્રા
તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે.
- અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. એવો સિદ્ધાંત પ્રતિપાદિત કરતાં શ્રીગુરુ કહે છે કે અનુકૂળ પદાર્થો પ્રત્યે ઈષ્ટ બુદ્ધિરૂપી જે રાગના ભાવો અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે અનિષ્ટબુદ્ધિરૂપ જે દ્રષના ભાવો તે પૂર્ણજ્ઞાનીને હોઈ શકે નહીં. અધ્યાત્મપરિભાષાથી નિર્વિકલ્પ પરમ સમાધિના બળ વડે અને સિદ્ધાંત પરિભાષાથી સામાયિક આદિ વિશિષ્ટ ચારિત્રની વિશુદ્ધિની પરંપરાથી યથાખ્યાત ચારિત્ર પ્રગટ થતાં તેના ફળરૂપે કેવળજ્ઞાનાદિ ઊપજે છે. ત્યાં આત્મામાં રાગાદિનો અનંતાંશ પણ રહેતો નથી અને એ દશાને જ સંપૂર્ણ જીવન્મુક્તિ કહી શકાય છે એવો અમારો નિર્ધાર છે.
જ્યાં વધતી ઓછી કક્ષાના પણ રાગાદિ અંશો વિદ્યમાન છે ત્યાં પોતાને સર્વથા જીવન્મુક્ત માનવારૂપી ભૂલ કરનારા જીવો મહાન દોષને પાત્ર થઈને જ્ઞાની પુરુષના માર્ગથી વિરુદ્ધ વર્તનારા છે એમ જાણીએ છીએ. જે સાચા જ્ઞાની અને સમ્યગુષ્ટિ મહાત્મા છે તે તો આત્મામાંથી સર્વ પ્રકારના સ્થળ અને સૂક્ષ્મ રાગાંશોને હેયપણે શ્રદ્ધીને તેના ઉન્મેલનમાં પોતાના જીવનનો વધુમાં વધુ પુરુષાર્થ લગાડે છે અને ક્વચિત્ કદાચિતું તેમાં સફળતા ન મળે તો પણ વારંવાર પૂર્વે થયેલા મહાપુરુષના ચારિત્રાદિનું અવલંબન લઈ પોતાના આત્મામાં પુરુષાર્થ ઊપજાવી, અપ્રમત્તપણે શુદ્ધાત્મદશાને પ્રગટ કરવા કમર કસે છે, કારણ કે તેવી સંપૂર્ણ વીતરાગદશા પ્રગટ કરવી તે જ જ્ઞાનીમુમુક્ષુનું અંતિમ ધ્યેય છે. - હવે, જ્ઞાન અને ત્યાગનું સહચારીપણું દર્શાવે છે. અહીં, જ્ઞાન એટલે સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રની એક્તારૂપે પરિણમેલો આત્માનો
Page #114
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.
તે તાદાભ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, ભાવ. ‘ત્યાગ” શબ્દનો અર્થ નિષેધાત્મક રીતે આગળ કહેશે, વિધેયાત્મક દષ્ટિથી વિચારતાં આત્માના મુખ્ય દસ ધર્મોમાં રહેલા ત્યાગધર્મનું સ્વશક્તિ પ્રમાણે પ્રગટ થયું છે. આત્મા જ્યારે પરદ્રવ્યોનો આશ્રય કરવાનું છોડી દે છે અને પોતાનાં ગુણદ્રવ્યોમાં જ ટકે છે ત્યારે તેને પરમાર્થધર્મની પ્રાપ્તિ થાય છે. “આ હું છું,” “આ છું,' એવી જગતના પદાર્થોમાં અહંબુદ્ધિની ભાવના તે જ અજ્ઞાન છે અને હું આ જ્ઞાનદર્શનસ્વરૂપ,” “હું આ જ્ઞાતા-દ્રષ્ટા” એવી દૃષ્ટિ અને એવું સંચેતનસંવેદન, એવી આત્મઉપયોગની જાગૃતિ, તે સાચું જ્ઞાન છે.
જેમ જેમ જ્ઞાન વર્ધમાન થાય છે તેમ તેમ સ્વસ્વરૂપનો પરિચય વધતો જાય છે અને પરવસ્તુનો પરિચય ઘટતો જાય છે. ઘનિષ્ટપણે
જ્યાં સ્વસ્વરૂપનો પરિચય થાય ત્યાં સમાધિદશા હોય છે, કારણ કે સર્વશક્તિથી, બુદ્ધિપૂર્વક જ્યારે સ્વરૂપનો પરિચય કરે ત્યારે નિર્વિકલ્પઆત્માનુભૂતિના આનંદની દશા પ્રગટે છે. આ દશા મુખ્યપણે મુનિપણાની છે, જ્યાં અપ્રમત્ત પુરુષાર્થની મુખ્યતા છે, ક્વચિત્ પ્રમાદના ધક્કાથી પાછી પ્રમત્ત દશા પણ આવી જાય છે.
જ્યાં સુધી જીવ લોકપ્રતિબંધ, સ્વજનપ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ કે સંકલ્પ-વિકલ્પ પ્રતિબંધોમાં રોકાઈ જાય ત્યાં સુધી તેને નિર્મળ
+ (૪) રમક્ષમાભાવાર્નવશરસંધમત્તપસ્યા વિવચઢાવળિ ઘર્ષ -તત્વાર્થસૂત્ર, લાક. (૪) = શર્મા = પ્રજ્ઞા ન ઘન ત્યજોને અમૃતત્તત્ત્વમાના કેવલ્ય ઉપનિષદ. (કર્મોથી નહિ, પ્રજાથી નહિ, ધનથી નહિ, એક માત્ર ત્યાગથી જ અમરત્વની પ્રાપ્તિ થાય છે.)
Page #115
--------------------------------------------------------------------------
________________
૫
અધ્યાત્મ પંથની યાત્રા
જ્ઞાનની પ્રાપ્તિ થઈ શક્તી નથી. માટે જ્યાં આ બધાય પ્રતિબંધોનો બુદ્ધિપૂર્વક ત્યાગ કરવામાં આવે છે, ત્યાં જ્ઞાન અત્યંત નિર્મળપણે પરિણમે છે એમ શ્રીતીર્થંકર ભગવાને સ્વીકાર્યું છે.
પોતાની માન્યતા-અભિપ્રાય, પોતાનો લક્ષ અને પોતાની પ્રવૃત્તિ આ ત્રણેયમાં પ૨વસ્તુને પ૨વસ્તુ તરીકે જ સ્વીકારવામાં આવે અને સ્વ-વસ્તુને જ સ્વ-વસ્તુ તરીકે સ્વીકારવામાં આવે ત્યારે ઉત્તમ-ત્યાગ નામનો આત્માનો મહાન ધર્મ પ્રગટે છે. આવો મહાન આત્મા સર્વોત્તમ ત્યાગી છે. તેથી નીચેની કક્ષામાં, પોતપોતાની યોગ્યતા પ્રમાણે બુદ્ધિપૂર્વક ૫૨વસ્તુઓનો જેટલો આત્મભાનપૂર્વક અપરિચય કરવામાં આવે તેટલા પ્રમાણમાં તે સાધક પણ ત્યાગી છે.
મોક્ષમાર્ગ પ્રત્યે ચાલી રહેલા મુમુક્ષુએ કે મોક્ષમાર્ગમાં આગળ વધી રહેલા જ્ઞાનીએ ત્યાગ બાબતે કઈ રીતે આગળ વધવું તે વિષે શ્રીગુરુ માર્ગદર્શન અને સૂચના આપે છે. જે સાધકો પ૨વસ્તુમાં આત્મબુદ્ધિ થઈ જવા રૂપ મહાન દોષથી બચવા માંગતા હોય તેમણે માત્ર સામાન્ય રીતે જ નહિ પણ પ્રતિજ્ઞાપૂર્વક પરદ્રવ્યોનો ત્યાગ કરવો આવશ્યક છે. બાહ્ય પદાર્થોના ત્યાગથી તે તે વસ્તુનું તુચ્છપણું વિચારવાનો અવકાશ પ્રાપ્ત થાય છે અને આ પ્રમાણે આત્માનું વિચારબળ અને સંકલ્પબળ દૃઢ થવાનું સહેલાઈથી બની શકે છે, માટે શ્રીગુરુ બાહ્યત્યાગને ઉપકારી અને કાર્યકારી તરીકે સ્વીકારે છે. યથા :
“જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે.... એ વિરોધી સાધનનો બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે. એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ; બીજો પ્રકાર વિચારથી ક૨ી તેનું તુચ્છપણું સમજાવું.
વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે, કેમ કે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે.”...
૧. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૫૭૨
Page #116
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૯
એમ છે, તો પણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે.
- નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે;
આત્મસ્વભાવના અંગરૂપ જે ઉત્તમ ત્યાગધર્મ તે કાંઈ બાહ્યત્યાગને સિદ્ધ કરવા માટે નથી (તે તો જીવનના સહજસ્વભાવરૂપ જ્ઞાનાનંદને પ્રાપ્ત કરવા માટે છે) તો પણ તેવા ઉત્તમ ધર્મરૂપ જે અંતર્યાગ તેની સિદ્ધિ થવા માટે બાહ્ય પ્રસંગો અને પદાર્થોના ત્યાગને ઉપકારી માનીને સાધના-પદ્ધતિમાં યથાપદવી સહર્ષ સ્વીકરવો હિતકારી છે એવો પારમેશ્વરી અનેકાંતવિદ્યામાં શ્રીગુરુઓનો ભવ્ય જીવોને ઉપદેશ છે. યથા:
“ગૃહ રાજ્ય પુત્ર કલત્ર મિત્રો ભ્રાત માત પિતા ભલા, આહાર, વાહન, વસ્ત્રાભૂષણ રત્ન પુરજ નિજ મળ્યાં. ઈન્દ્રિય સુખ ક્રોધાદિ ભાવો વચન તન મનથી ત્રિધા, તે સર્વ ચિદ્રુપ પ્રાપ્તિ માટે પ્રાણ ત્યાગે સર્વથા." “નક્કી જશે મુજને તજી સી સંગ જડ ચેતન કદા, કે સર્વે તજી મારે જવું ત્યાં પ્રીતિ મુજ શી દુઃખદા? જે જ્ઞાન પુસ્તકથી થતું પરદ્રવ્યનું તે ત્યાજ્ય જ્યાં,
તો ત્યાજ્ય શું પરદ્રવ્ય નહિ, તત્ત્વાવલંબી હું થતાં.” ......“મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પર-અધ્યાસ થવાયોગ્ય પદાર્થોદિનો ત્યાગ થાય છે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જોકે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે.
૨.
શ્રી તત્ત્વજ્ઞાનતરંગિણી-૧૫/૧૨-૧૩ (રા.છ.દેસાઈ ગુજરાતી પદ્યાનુવાદ.) શ્રી તત્ત્વજ્ઞાનતરંગિણી, ૧૫/૧ (રા.છ.દેસાઈક્ત ગુજરાતી પદ્યાનુવાદ) શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૭૫૦
૩.
Page #117
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા
હવે, પોતાના જીવનમાં સર્વ પ્રકારની ઉપાધિથી રહિત થવાની જે આત્યંતિક ભાવના તેને રજૂ કરતાં આગળ કહે છે કે, વારંવાર અનેક દૃષ્ટિકોણથી વિચાર કરી કરીને ઉપાધિથી જેમજલદી જલદી નિવૃત્ત થવાય તે માટે નિરંતર જાપ જપીએ છીએ, એટલે કે તે કાર્ય સિદ્ધ થઈ જાય એટલા માટે ધૂણી ધખાવીને પુરુષાર્થ ચાલુ કર્યો છે અને તે સિદ્ધ કરીને જ રહેવું એવો નિશ્ચય વર્તે છે. આમ સતત પુરુષાર્થ ક૨વાં છતાં પણ તે કાર્ય સિદ્ધ નહિ થતું દેખીને અંત૨માં એમ થાય છે કે પુરુષાર્થની ઉગ્રતામાં હજુ જોઈએ તેવી બળવત્તરતા આવી નથી અને જે પણ કાંઈ શિથિલતાનાં અલ્પ અંશો હજુ વિદ્યમાન હોય તેમન અત્યંત મહાન પરાક્રમ વડે દૂર કરવા અને તો જ યથાયોગ્ય સમયમાં કાર્યની સિદ્ધિ થશે. કહ્યું છે કે, શુદ્ધ આત્મજ્ઞાનના ધારક ગૃહસ્થ પણ ઘ૨માં ૨હીને કોઈ વાર ધર્મનું સેવન કરે છે, કોઈ વાર મહાન અધર્મનું સેવન કરે છે, કોઈવાર બન્નેનું સેવન કરે છે. કહો જોઈએ, આ ગૃહવાસ સર્વ કર્મમળની શુદ્ધિ કરનારો કેવી રીતે થઈ શકે ? એમ વિચારીને, નિર્મળ બુદ્ધિવાળા પુરુષોએ તેનો મનથી, વચનથી, અને કાયાથી ત્યાગ કર્યો છે.
૯૭
ન
“ગૃહસ્થાશ્રમી એકાંત ધર્મસાધના કરવા ઈચ્છે તો તેમ ન થઈ શકે, સર્વસંગપરિત્યાગ જ જોઈએ.”ર
તમારી અંતર્જિજ્ઞાસાને અને યોગ્યતાને જોઈને યોગાનુયોગે સહજપણે એકબીજાને સબંધિત એવા અને માર્ગાનુસા૨ી જીવને મોક્ષમાર્ગ સાધવામાં અત્યંત પ્રયોજનભૂત બોધ દેનારાં કેટલાંક વચનો લખવાનું બન્યું છે. તમારા પ્રત્યે અમારું સહજ વાત્સલ્ય વર્તે છે તેમ જ જગતના જીવોને સન્માર્ગથી ધણે દૂર જોઈ કોઈ વાર કરુણાના ભાવો સ્પૂરી
૧
૨.
क्वचन भजति धर्मं क्वाप्यधर्मं दुरन्तम् क्वचिदुभयमनेकं शुद्धबोधोडपि गेही । कथमिति गृहवास: शुद्धकारी मलानां
કૃતિ વિમલખનવે; ત્યખતે મેં ત્રિયાપિ 11 શ્રી તત્ત્વભાવના, ૧૧૯ આચાર્ય અમિતગતિ
શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૭૯૭.
Page #118
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પંથની યાત્રા માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્યા કરે છે. -
પ્રસંગથી કેટલાંક અરપરસ સંબંધ જેવાં વચનો આ પત્રમાં લખ્યાં છે, તે વિચારમાં ફુરી આવતાં સ્વવિચારબળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે. આવે છે. તેવા વિચારભાવોને ભાષાનું રૂપ આપી અમારા આત્મામાં રહેલ તત્ત્વવિષયક જ્ઞાનને વ્યવસ્થિત કરી અવતરિત કર્યું છે જેથી સ્વપરને વિચારબળની વૃદ્ધિનો હેતુ થાય. વિચારદશા અને વૈરાગ્યની વૃદ્ધિ કલ્યાણનો હેતુ છે કારણ કે તે બન્નેનો વિકાસ થતાં જ કર્મઈંધનને ભસ્મ કરનારો શુદ્ધ-ધ્યાનરૂપી અગ્નિ પ્રગટીને જીવને પરમસમાધિભાવનો લાભ કરાવી આપે છે.
જીવ એટલે આત્મા.'
આકાશનો તે નાનામાં નાનો અંશ, જેને અવિભાગી એક પુદ્ગલપરમાણું રોકે, તેને પ્રદેશ કહે છે. તે એક પ્રદેશમાં અનેક પરમાણુઓને સમાવવાનું સામર્થ્ય હોય છે.
પર્યાય એટલે અવસ્થા. વસ્તુમાં જે નવી નવી દશા ઊપજ્યા કરે તેને પર્યાય કહે છે; જેમ કે વીંટી, હાર, એરિંગ, બંગડી વગેરે સોનાની પર્યાયો છે. દરેક વસ્તુ બદલાઈને ટકે છે, તેને સત્ કહેવામાં આવે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ ત્રિપદી અનેકાંત-સિદ્ધાંતનું હાર્દ છે.
સંખ્યાત, અસંખ્યાત અને અનંત વિષે સંક્ષિપ્તમાં એમ જાણવું કે પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા જે જાણી શકાય તે તો સંખ્યાત છે. એકદેશપ્રત્યક્ષ એવું જે અવધિજ્ઞાન તેના વડે જે જાણી શકાય તે તો અસંખ્ય છે અને જે માત્ર કેવળજ્ઞાન (પૂર્ણજ્ઞાન) દ્વારા જાણી શકાય તે અનંત છે.
જુઓ છ પદ પત્રના વિવરણમાં પ્રથમ પદ “આત્મા છે'.
વ્યયવ્યયુમ્ સત્ I શ્રી તત્ત્વાર્થસૂત્ર, ૫/૩૦.
૨.
Page #119
--------------------------------------------------------------------------
________________
GG
અધ્યાત્મ પંથની યાત્રા
જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષે તથા રસના વ્યાપકપણા વિષે ક્રમે કરી સમજવું યોગ્ય થશે.
તમારો અત્ર આવવાનો વિચાર છે, તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ જોગની ઈચ્છા રહ્યા કરે છે.
રસના વ્યાપકપણા વિષે એમ સમજવું કે સાચો અતીન્દ્રિય આત્માનુભવનો જે રસ છે તે કાંઈ વાણી કે મનનો વિષય નથી, પરંતુ તેનો જ્ઞાપક જે આનંદ તે આખા આત્મામાં શરીરના બધા ભાગમાં) આત્માનુભૂતિના કાળ દરમિયાન વેદાય છે. વિશેષ એમ છે કે ધ્યાન અભ્યાસમાં વિવિધ ચક્રો (કપાળ, માથું, આંખો, મુખ, નાભિ વગેરે મુખ્ય દસ છે.) ઉપર એકાગ્રતા કરનાર સાધકોને મુખ્યપણે તે સુધારસનું વેદન તે તે આત્મપ્રદેશોમાં વિશેષપણે થાય છે.
આ પ્રમાણે સંક્ષેપમાં જાણશો, વિશેષ તો તમારો-અમારો પ્રત્યક્ષ સમાગમ થયે સમજવાનું બની શકશે.
તમારો આ બાજુ આવવાનો વિચાર છે, તો સ્વાભાવિક જ તમારા જેવા ઉત્તમ પુરુષોના સમાગમમાં અમારું ચિત્ત વિશેષ પ્રસન્નતાને પામશે તે સહજપણે જણાવું છું. ૐ
રે
૧.
શ્રી શ્રીશાનાર્ણવ, ૩૦/૧૩.
Page #120
--------------------------------------------------------------------------
________________
ભવનમાં પણ લગભગ ૧૦૦ બહેનો રહી શકે તેવી વ્યવસ્થા છે. કુટુંબ સહિત કે ગ્રુપમાં આવેલ સભ્યો માટે પણ વ્યક્તિગત આવાસની વ્યવસ્થા કેન્દ્રમાં ઉપલબ્ધ છે.
+ પ્રભુ મંદિર અને સંતકુટિર | સાધના કેન્દ્રમાં પ્રવેશદ્વાર સામે જ જ્યાં પાર્શ્વ પ્રભુ, ઋષભદેવ પ્રભુ, મહાવીર પ્રભુની પ્રતિમાઓ વિધિવત્ સ્થાપિત થઈ છે તેવું ભવ્ય મંદિર આવેલ છે.
મંદિરમાં આવેલ આ ત્રણેય વીતરાગ પ્રતિમાઓ અત્યંત ભાવવાહી, સૌમ્ય, શાંતિદાયક અને ભવ્ય છે. મંદિરજીની બાજુમાં જ આવેલ સંતકુટિરમાં સંસ્થાના સ્થાપક, પ્રેરણામૂર્તિ પરમ શ્રદ્ધયશ્રી આત્માનંદજી બિરાજે છે. સ્વ-પર કલ્યાણમાં અહોનિશ લાગેલા રહેતાં કરૂણામૂર્તિ પૂજ્ય સંતશ્રી આત્માનંદજી, તેમના સાધનાપ્રધાન જીવન અને વિશાળ શાસ્ત્રજ્ઞાન અને અનુભવવાણી દ્વારા અનેક સાધકોને માર્ગદર્શન પૂરું પાડે છે.
+ કાર્યાલય અને સ્વાગત કક્ષ
સંસ્થાનું કાર્યાલય તથા સ્વાગતકક્ષ પૂજ્યશ્રી તથા ટ્રસ્ટીમંડળના માર્ગદર્શનથી સંસ્થાના જ સહયોગી કાર્યકરો, નિષ્ઠાવાન સાધકવૃંદ અને નિયુક્ત થયેલા કર્મચારીગણના સંયુક્ત સહયોગથી ખૂબ જ સુંદર-સુગમ રીતે ચાલે છે. વિનયી કાર્યકરો સંસ્થાની | મુલાકાતે આવનાર દરેક વ્યક્તિઓને તેમની જરૂરિયાત પ્રમાણેની સુવિધા તથા માર્ગદર્શન પૂરું પાડે છે.
-+ કાયમી ભોજનશાળા એકી સાથે ૧૨૫ માણસો જમી શકે તેવી સુસજ્જિત ભોજનશાળા બારેમાસ ચાલુ રહે છે અને કાયમી સાધકો તથા આગંતુક દર્શનાર્થીઓ માટે શુદ્ધ સાત્ત્વિક ભોજનની વ્યવસ્થા છે. ગ્રુપમાં આવનાર દર્શનાર્થીઓએ કેન્દ્રને જમવા તથા રહેવા માટે આગોતરા જાણ કરવી ખાસ જરૂરી છે. આ ઉપરાંત ૪૦૦ જેટલા ભાઈ-બહેનો સ્વરુચિભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ભોજનશાળાની બાજુમાં જ કરેલ છે.
+ ગુરુકુળ નવી પેઢીના સાંસ્કારિક ઘડતરના ઉદ્દેશથી, મધ્યમવર્ગના વિદ્યાર્થીઓમાં વિદ્યાની | સાથે સાથે સુસંસ્કારોનું પણ સિંચન થાય તે હેતુથી, સંસ્થામાં એક સુંદર ગુરુકુળ પણ નાના પાયા પર ચાલે છે.
વિદ્યાર્થીઓની સંખ્યા વધે, તેઓ વધુ તેજસ્વી બને અને આ આયોજન દ્વારા | સમાજને ઉચ્ચત્તર નાગરિક મળે તે માટે, સ્કોલરશીપ આદિ આપી તેમને દરેક રીતે પ્રોત્સાહિત કરવાની અમારી ભાવના છે.
Page #121
--------------------------------------------------------------------------
________________ છે "તા છે , S રે પરમ શ્રદ્ધ આત્માનંદજી n 17 , આ - ન થી ત્રક સાધના 18 આધ્યાગ્નિ વા કેન્દ્ર-કોબા, ધ્યાન સત્સંગ વાધ્યાય 'ભક્તિ સંગીત રાહ૮ર૦૦૭ વા સક 8 HSRIS 8 શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર સ્થળ8 શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોણIs = 888 COO) ( ધીન ગુજરાત) fla 8 (0oC) 23203216-823-828 $528 (06C) 2320693 e-mail :srask@rediffmail.com Web: www.shrimad-koba.org