SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મ પંથની યાત્રા બીજી આવૃત્તિ વેળાએ............ ઈ. સ. ૧૯૮૦ માં આ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. તે સમયે મુમુક્ષુ ભાઈશ્રી જયંતિભાઈ પોપટલાલ શાહે આ પ્રકાશન માટે ખૂબ પ્રેમપરિશ્રમ અને ઉત્સાહ દાખવ્યા હતાં. દુર્ભાગ્યવશ, તેઓને કેન્સરની બીમારી તે જ અરસામાં લાગુ પડી અને તેઓનું શાંતિપૂર્વક દેહાવસાન થયું. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના ચાર અગત્યના પત્રો ઉપર કરેલી વિચારણા અને મૂળ પત્રો આ આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિની માફક જ પ્રકાશિત કર્યા છે. તેથી આ પુનર્મુદ્રણ જ ગણી શકાય. ભવિષ્યમાં, સમયની અનુકૂળતાએ, “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના બીજા પણ કેટલાક પત્રોનું વિવેચન થાય તો સાધક-મુમુક્ષુઓને તે ગહન વચનો સમજવામાં સરળતા પડે, એવી ભાવના ભાવીને મુમુક્ષુઓના કરકમળમાં આ પુનર્મુદ્રણરૂપ આવૃત્તિ સમર્પણ કરીએ છીએ અને તેઓની મુમુક્ષતા વર્ધમાન થઈ આત્મજ્ઞાનપ્રાપ્તિમાં આ આલેખન ઉપકારી બનો તેવી ભાવના ભાવીએ છીએ. સાહિત્ય પ્રકાશક સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy