________________
અધ્યાત્મ પંથની યાત્રા
જર
જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વસંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.
જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરૂણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, ‘દેહાત્મબુદ્ધિનો નાશ થતાં અને પરમાત્મપદનું વિશિષ્ટ જ્ઞાન થતાં જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં સમભાવ જ રહે છે.’૧
ફરી ફરી દેહ ધારણ કરવો તેને જન્મ કહે છે. વર્તમાન જીવનની છેલ્લી અવસ્થામાં ઈન્દ્રિયોની અને અંગોની શિથિલતાથી ઉત્પન્ન થતી અર્ધમૃતક જેવી અવસ્થા તેને ઘડપણ કહે છે. આયુષ્યની પૂર્ણતા થતાં વર્તમાન શરીરના વિયોગને મરણ કહે છે. વાત, પિત્ત, કફ આદિની અસમતુલા ઉત્પન્ન થવાથી શરીરની અસ્વસ્થ અવસ્થા થવી તેને રોગ કહે છે. આ પ્રકારના સર્વ વિઘ્નોથી અબાધિત, અનંત અનંત ઐશ્વર્યના સ્રોતરૂપ અને સંપૂર્ણ કૃતકૃત્યતારૂપ જેનો સ્વભાવ છે તેવું નિજ શુદ્ધાત્મપદ તેનો શબ્દથી, અર્થથી અને સ્વાનુભૂતિથી બોધ થયો છે જેને તેવો તે પુરુષ કથંચિત ભવના અંતને પામીને કૃતાર્થ થાય છે.
આ વાત ફ૨ીથી સિદ્ધાંતરૂપે સ્થાપતાં શ્રીગુરુ કહે છે કે, જે જે કોઈ ભવ્ય આત્માઓને, પ્રત્યક્ષ-પરોક્ષાદિ સર્વ પ્રમાણોથી વિભૂષિત અને સુયુક્તિયુક્ત જે આ છ પદ તેનો પરમજ્ઞાની એવા શ્રીસત્પુરુષનાં પ્રત્યક્ષ ઉપદેશ આદિનો યોગ પામીને અંતરમાં અવિરુદ્ધ નિશ્ચય થાય છે તે તે સર્વ આત્માઓ મહાત્મા બની જાય છે. આમ પરમાર્થથી જેમને આવું આનંદદાયક જ્ઞાનપદ-નિજપદ-શુદ્ધાત્મપદ-પ્રગટે છે તેઓ
૧.
देहाभिमाने गलिते विज्ञाते परमात्मनि ।
यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ।। ૩૦. દગદશ્યવિવેક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org