________________
૧
અધ્યાત્મ પંથની યાત્રા કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી. માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિશે લય પણ હોય નહીં.
- ત્રીજું પદઃ “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. ત્રીજું પદઃ હવે શ્રીગુરુ ત્રીજા પદની પ્રરૂપણા કરે છે જેમાં “આત્મા કર્તા છે. તે સિદ્ધાંત રજૂ કરે છે. આ જગતમાં જે કાંઈ જડ ને ચેતન પદાર્થો દેખાય છે તે સર્વમાં કાંઈ ને કાંઈ ફેરફાર થતો જોવામાં આવે છે, પછી ભલે તે સ્થળ હોય કે સૂક્ષ્મ; અથવા એક પ્રકારનો હોય કે અનેક પ્રકારનો. પ્રત્યક્ષપણે દેખવામાં આવતા આ ફેરફારોનો તે તે પદાર્થ કર્તા છે. પદાર્થોમાં થતી આ ક્રિયા (પરિણમન, અવસ્થા)નું વિવેચન પૂર્ણજ્ઞાની એવા શ્રીજિન પરમાત્માએ અનેક દૃષ્ટિથી કર્યું છે.
પદાર્થમાં થતા આ વિધવિધ પરિણામોની વ્યવસ્થાને યથાર્થ સમજવા માટે સાપેક્ષ દૃષ્ટિની આવશ્યક્તા છે. જે જે દૃષ્ટિથી તે પરિણામ જોવામાં આવે તે દૃષ્ટિ (આંશિક જ્ઞાન-point of view)ને નય કહીએ અને તેના મુખ્ય સાત નય છે. એમનાં નામ નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય, ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય, અને એવંભૂતનય - એમ છે. અહીં અધ્યાત્મનું પ્રયોજન હોવાથી તે સાત નયોને સંક્ષેપીને, કરુણાસાગર શ્રીગુરુએ આત્માનું પરિજ્ઞાન કરાવવા અને તેનો કર્તા-કર્મસંબંધ બતાવવા માટે મુખ્ય એવા ત્રણ નયોનું આલેખન કર્યું છે. આત્માનું કર્તા-કર્મપણું આ ત્રણ મુખ્ય નયો દ્વારા નીચે પ્રમાણે જાણવું.
પ્રથમ, નિશ્ચયદૃષ્ટિએ જોતાં દરેક આત્મા પોતપોતાની પરિણતિનો કર્તા છે. અહીં એમ સમજવું કે મોક્ષમાર્ગમાં રત્નત્રયરૂપે (સમ્યગદર્શન૧. શ્રી તત્ત્વાર્થસૂત્ર, ૧/૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org