SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. ભોગ સંયોગ વિયોગ વિથા અવલોકી કહે યહ કર્મજ ઘેરો, હે જિનકો અનુભો ઈહ ભાંતિ, સદા તિનકો પરમારથ નેરો.* સામાન્ય સાધકને મનમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પોની હારમાળા ચાલ્યા કરતી હોય છે. સાધક જેટલા પ્રમાણમાં જાગ્રત હશે તેટલા પ્રમાણમાં તે શુભાશુભ ભાવો (સંકલ્પ-વિકલ્પો)સાથે તન્મય નહિ થઈ જાય.પરભાવોમાં સર્વથા એકાકારપણું થઈ જવું તે અજ્ઞાનની નિશાની છે, અને જેટલા પ્રમાણમાં અજ્ઞાન તેટલા પ્રમાણમાં સાધક મોક્ષથી દૂર હોય છે. માટે જેને મોક્ષની નજીક આવવું હોય તેવા ઉત્તમ જિજ્ઞાસુ જીવોએ આત્મજ્ઞાન-ઉત્પાદક કે આત્મજ્ઞાનમાં સહાયક ન હોય તેવા ભાવોમાં પોતાનું ચિત્ત બને તેટલું ઓછું લગાડવું એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે– “આત્મજ્ઞાનથી અન્ય કાર્ય, બુદ્ધિમાં લાંબો સમય ધારણ કરવું નહીં, પ્રયોજનવશ (સ્વ-પરકલ્યાણ માટે) કિંચિત કરવું પડે તો અતત્પર રહીને માત્ર વચન અને કાયાથી કરવું.” જેટલા પ્રમાણમાં સ્વસ્વરૂપની જાગૃતિ હશે તેટલા પ્રમાણમાં વિભાવભાવ આત્મામાં ઉત્પન્ન થતાં જ ‘આ અન્યભાવ છે, આસ્ત્રવભાવ છે,” એવી જાગૃતિરૂપ સ્મૃતિ ઉત્પન્ન થઈ આવશે. સાધકે આ આત્રવને હેયરૂપ જાણ્યા હોવાને લીધે તે વિભાવોને (આસવોને) તે દૂર કરવાનો પ્રયત્ન કર્યા વિના રહેશે નહિ. આમ, અભ્યાસના બળે કરીને, “આ શુદ્ધ ચૈતન્યરૂપ જ્ઞાયકસત્તાનો ભાવ છે” અને “આ વિવિધ પ્રકારના ૧. શ્રી સમયસાર નાટક, મોક્ષદ્વાર, ૧૭ (મૂળ સમયસારકળશ ૧૮૫ ઉપરથી) અભ્યાસી મુખશુએ મૂળ શ્લોક અવશ્ય જોવા યોગ્ય છે. વિશા=વૃથા, નકામા. નેરો નજીક, પાસે. શ્રી સમાધિશતક, ૫૦. = + ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy