________________
૨૭
અધ્યાત્મ પંથની યાત્રા
પત્રાંક નં. ૪૯૩ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી
મુંબઈ, ફાગણ, ૧૯૫૦
નમસ્કાર.
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ :- ‘આત્મા’ છે.
મોક્ષેચ્છુને પ્રયોજનભૂત એવાં છ પદના સિદ્ધાંતને રજૂ કરતાં, પ્રારંભમાં જ તે છ પદનો બોધ આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને નમસ્કાર કરીને આદિ-મંગળ કરે છે
Jain Education International
જેનાથી ઉત્તમ બીજું કોઈ અવલંબન નથી તેવા, ભવસાગરથી તારવા માટેની તત્ત્વજ્ઞાનરૂપી નૌકાના સુકાની, આત્મજ્ઞાનઆત્મસંયમરૂપી ઐશ્વર્યના સ્વામી, પ્રત્યક્ષ જાણે કે મોક્ષની જ મૂર્તિસમા એવા સ્વ-૫૨-કલ્યાણમાં નિરંતર ઉદ્યમવંત શ્રીગુરુદેવના ચરણકમળમાં મન-વચન-કાયાના યોગોની શુદ્ધિથી એકાગ્રતાપૂર્વક પ્રણામ કરું છું.
આમ, માંગલિક કરીને, હવે પોતાના વક્તવ્યની પ્રમાણિક્તા રજૂ કરે છે. ‘આત્મા છે”, ‘આત્મા નિત્ય છે’, ‘આત્મા કર્તા છે’, ‘આત્મા ભોક્તા છે’, ‘મોક્ષપદ છે’, અને ‘મોક્ષનો ઉપાય છે”. આ જે છ પદની વ્યાખ્યા અમે કરવાના છીએ તે છ પદ સમ્યક્ત્વ (આત્મદર્શન)ને રહેવા માટેનું ઉત્તમ સ્થાન છે. આ વાત જગતના સર્વ જ્ઞાનીપુરુષોએ સ્વીકારી છે. કેવા જ્ઞાનીઓ ? તો કહે છે કે તે જ્ઞાનીઓ કે જેમણે પોતાના જીવનમાં સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણની એક્તા સાધીને પ્રત્યક્ષપણે સ્વસંવેદન (આત્માનુભવ) દ્વારા શુદ્ધ આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો છે— મતલબ કે પોતાના વિશિષ્ટ આત્મવૈભવને પ્રગટ કર્યો છે.
પ્રથમ પદ : આ વિશ્વમાં જેમ અનેક પદાર્થો છે તેમ આત્મા પણ એક વિશિષ્ટ પદાર્થ છે. યથા -
For Private & Personal Use Only
www.jainelibrary.org