SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા કલ્પિત પદાર્થ વિષે ‘સત્’ની માન્યતા હોય છે; થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, ૧. ૨. ૩. તેને ન ગમે સંસારીનો સંગ રે.” ,,૧ ન આ ઉપરોક્ત પ્રકારે જ્યારે પોતાનામાં વિશિષ્ટ વિનયગુણનું પ્રગટવું થાય ત્યારે તેના ફળરૂપે પ્રાણીમાત્રમાં પોતાના જેવો જ આત્મા દેખાવાથી તેને સૌની સેવા”નો ભાવ ઊપજે છે, જેથી ‘સર્વાત્મભાવ’ની સાધના સહેજે સહેજે બને છે; અને ધર્મધ્યાન પ્રત્યે વળવાની પાત્રતા ક્રમે કરીને સાધકમાં પ્રગટે છે. આ વાત કો૨ા તર્કથી સમજણમાં આવે તેવી નથી, પણ પોતાનામાં ઉત્તમ પાત્રતા પ્રગટ કરવાની રુચિવાળા મુમુક્ષુને આ વિનયગુણની આરાધનાનો પ્રયોગ જીવનમાં ક૨વાની ભાવના ઊગે છે. બીજી બાજુ શુષ્કજ્ઞાની-મતાર્થી મનુષ્ય આ બાબતનો મર્મ પામતો નથી અને મહાન આત્મલાભથી વંચિત રહી જાય છે. વિનયગુણનું મોક્ષમાર્ગમાં આવું અલૌકિક માહાત્મ્ય છે, તેથી જ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીસ અધ્યયનમાં વિનય-અધ્યયન સર્વ પ્રથમ મૂકેલ છે. જ્યાં સુધી આવા વિનયગુણને નહિ આરાધો ત્યાં સુધી તમારી ગમે તેવી તીક્ષ્ણ બુદ્ધિ પણ પ્રજ્ઞારૂપે પરિણમશે નહિ અને આત્મતત્ત્વને ગ્રહણ કરી શક્શે નહિ; માટે વિનયનું આવું અલૌકિક માહાત્મ્ય કે આસન્નભવ્ય (જેમને મુક્તિ નિકટ છે તેવા) જીવો ! સંમત કરો, તેમાં જ તમારું કલ્યાણ છે, એમ વીતરાગમાર્ગમાં શ્રીગુરુઓનો ઉપદેશ છે. એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સભાગ્ય.૨ “હોય મુમુક્ષુ જીવ તે સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે અવળો લે નિર્ધાર.” આત્મજાગૃતિનાં પદો, નિત્યક્રમ અગાસ. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૨૦. એજન, ૨૨. Jain Education International ૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy