________________
અધ્યાત્મ પંથની યાત્રા
“વિનયાચાર સંપન્ન, વિષયોથી પરાક્ષુખ,
જ્ઞાનની ભાવનાવાળો લહે છે હિત ઉત્તમ. આમ, માર્ગપ્રાપ્તિને રોકનારાં બે કારણોને સમજાવીને હવે શ્રીગુરુ છેલ્લું અને ત્રીજું કારણ કહે છે અને તે છે-પદાર્થનો અનર્ણય.
પરમાર્થને ખરેખર પ્રાપ્ત કરવો તે કાંઈ રમત વાત નથી. સત્સંગ, સદ્ધોધ, સદાચાર અને તત્ત્વાભ્યાસના બળથી જેમ જેમ અવિદ્યાના દઢ સંસ્કારોની પકડ સાધકજીવ ઉપરથી ઢીલી થતી જાય છે તેમ તેમ તેની યોગ્યતા વધતી જાય છે, તેનો વિકાસ થતો જાય છે અને ઊંચા ઊંચા પરિણામોને પ્રાપ્ત કરતો થકો તે ગ્રંથિભેદ (અવિદ્યાના નાશ) ભણી દૃઢતાથી ડગલાં ભર્યે જાય છે. સદ્ગુરુના બોધને મધ્યસ્થપણે ગ્રહણ કરતો, કોઈ પણ દુરાગ્રહ ન રાખતો થકો, માત્ર સત્ય તત્ત્વને જ ગ્રહણ કરવાની અંતરંગ જિજ્ઞાસાવાળો તે પુરુષ જ્યારે આવો સપુરુષાર્થ જાળવી રાખે છે ત્યારે સાપેક્ષવાદનું (અનેકાંતવિદ્યાનું) રહસ્ય તેને સદ્ગુરુના બોધથી ધીમે ધીમે સમજાતું જાય છે અને જેમ જેમ સમજાતું જાય છે તેમ તેમ વસ્તુતત્ત્વનો યથાર્થભાવ તેના અંતરમાં ભાસતો જાય છે. આમ, સર્વ પ્રકારે પ્રયોજનભૂત તત્ત્વોનું અવિરુદ્ધ જ્ઞાન સિદ્ધ થતાં અવશ્ય તેને ઉત્તમ આત્મલાભ થાય છે.
“દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે અને તે બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે.”
“જાકે હિરદે મેં સ્યા વાદ સાધના કર, શુદ્ધ આતમકો અનુભો પ્રગટ ભયો છે, જાકે સંકલપ વિકલપ કે વિકાર મિટી સદા કાલ એક ભાવ ૨સ પરિણાયો છે, જાતે બંધ વિધિ પરિહાર મોક્ષ અંગિકાર એસો સુવિચાર પક્ષ સોઉ છાંડી દીનો છે,
શ્રી સારસમુચ્ચયઃ શ્રી કુલભદ્રાચાર્ય. શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૩૩૦.
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org