________________
અધ્યાત્મ પંથની યાત્રા
પત્રાંક પ૭૯ ટૂંકસાર
આ પત્ર શ્રીમદ્ રાજચન્દ્રજીએ તેમના મુખ્ય મુનિ-શિષ્ય પૂ. શ્રી લઘુરાજ સ્વામી પર લખ્યો છે.
SC
આત્મજ્ઞાનપ્રાપ્તિ તે જ સર્વ દુઃખોથી છૂટવાનો એક માત્ર ઉપાય છે, તે સિદ્ધાંત રજૂ કરી, તેની પ્રાપ્તિ માટે જે ક્રમની આરાધના કરવી પડે તે ક્રમને એવી તો યુક્તિ-યુક્ત અને સચોટ રીતે આ પત્રમાં શ્રીગુરુએ ૨જૂ કર્યો છે કે કોઈ પણ મુમુક્ષુને ૫૨મ ઉલ્લાસભાવ આવે અને યથાર્થ આરાધના કરવાનો અવસર તેને પ્રાપ્ત થાય.
ત્યાર બાદ મોહ, પ્રમાદ, મુનિ, આત્મજ્ઞાન, આત્મસમાધિ, અંતર્ભેદજાગૃતિ વગેરે અનેક શબ્દોની સમજણ આપી છે. મનુષ્યભવ તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનો સર્વોત્તમ અવસર છે એમ જણાવી પરમ પુરુષાર્થની પ્રેરણા કરી છે.
આગળ, આત્મશુદ્ધિની આવશ્યકતા જણાવીને, આરંભપરિગ્રહરૂપ અસત્પ્રસંગોને તેમાં પ્રતિબંધરૂપ ગણ્યા છે અને તેનો સંક્ષેપ કરી સત્સંગનો આશ્રય કરવાની પ્રેરણા કરી છે, અને જેટલા પ્રમાણમાં સંસાર અસાર ભાસે તેટલા પ્રમાણમાં આત્મવિચાર ઊગે છે, એમ પ્રતિપાદિત કર્યું છે.
પૂર્વે જનકાદિ મહાપુરુષો ઉપાધિ મધ્યે પણ મહાજ્ઞાની તરીકે વસતા હતા તેવા ભાવ પ્રત્યે પોતાની રુચિ નથી પણ શ્રી તીર્થંકરોએ જે નિવૃત્તિમાર્ગ ગ્રહણ કર્યો તે પ્રત્યે જ પોતાને રુચિ રહે છે એમ જણાવી, તે પ્રત્યે પોતાનો અધિક્તમ પુરુષાર્થ કરવાની દૃઢ ભાવના વ્યક્ત કરી છે. આમ થવા માટે ત્યાગમાર્ગનું ગ્રહણ અને આંતર્બાહ્ય સર્વ પ્રતિબંધોનો નિરોધ સ્વીકારવો એ સિદ્ધાંતનો પોતે સ્વીકાર કર્યો છે.
વચ્ચે વચ્ચે ત્યાગ, જ્ઞાન વગેરે શબ્દોની સમજણ આપી, સ્વવિચારબળની વૃદ્ધિ અર્થે આ પત્ર લખ્યો છે, એમ જણાવી અને સત્સંગની ઇચ્છા વ્યક્ત કરી પૂજ્યશ્રીએ પત્ર સમાપ્ત કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org