SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા ૨૨ કરશે? કદાચ મૃત્યુ થઈ જશે? ગરીબાઈ આવી પડશે? આ અને આવા અનેક પ્રકારના વિકલ્પોની જાળનું જોર હવે તેના અંતરમાં રહેતું નથી; કારણ કે પ્રયોજનભૂત સર્વ તત્ત્વોનો નિર્ણય થયો હોવાથી, પાપ-પુણ્યનો અને મોક્ષતત્ત્વનો પણ તેને નિશ્ચય થઈ ગયો છે. આના ફળસ્વરૂપે ચિંતામગ્નતા, આકુળવ્યાકુળતા, ભય (sense of insecurity), શોકાદિનો પરાભવ થઈ એક શીતળ-શાંત-ઉદાસીન યથાયોગ્ય-સહજદશા તેના જીવનમાં પ્રગટે છે. કહ્યું છે કે “ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાંહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહિ, રાઈમાત્ર ઘટવધ નહીં દેખ્યાં કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન.' આકુળવ્યાકુળતાનો અભાવ થવાથી જે નિઃશંક્તા ઊપજે છે તે આ પ્રકારે કે જગતના પદાર્થોમાં તો જેમ બનવાનું હોય તેમ બનો, મારે તો મારા આત્મહિતમાં જ પ્રયત્ન કરવો યોગ્ય છે. રાગાંશો વિદ્યમાન હોવાથી બીજું જે કાંઈ કાર્ય થાય તેમાં તો હું નિમિત્તમાત્ર છું. અણુમાત્ર પણ જગતનો પદાર્થ મારો નથી એ મારો નિશ્ચય છે. આવો નિર્ણય થયો છે જેને તે જ્ઞાની મહાજ્ઞાની થાય છે અને બાહ્યાંતર સર્વ બંધનોમાંથી મુક્ત થઈ શાશ્વત, સ્વાધીન, અને અતીન્દ્રિય આનંદને તે પ્રાપ્ત કરે છે. પૂર્વાચાર્યોએ જ્ઞાનીની નિઃશક્તા અને નિર્ભયતાનું વર્ણન અનેક પ્રકારે કર્યું છે. જ્ઞાની (સમ્યગ્દષ્ટિ)નાં આઠ અંગોમાં પહેલું જ અંગ નિઃશંક્તા મૂક્યું છે અને તે વડે જ તેને સાતેય પ્રકારના ભયથી રહિત કહ્યો છે. પરથમ ધ્યાન=આર્તધ્યાનઃખોટું ધ્યાન, ખોટી ચિંતા. લાલા રણજિતસિંહ કૃત શ્રી બૃહદ્ આલોચના/૨૧, ૧૯. નિઃશંકિત્વ, નિઃકાંક્ષિત્વ, નિર્વિચિકિત્સા, અમૂઢતા, ઉપગૃહનતા, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. (શ્રી મૂલાચાર, ૨૦૧) જુઓ સમયસાર, આત્મખ્યાતિ કળશ ૧૫૫ થી ૧૩૦. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy