________________
અધ્યાત્મ પંથની યાત્રા
૬૬
પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે; પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પરપરિચયને છેદીને સત્સંગ કર્ત્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે. જ્ઞાનીપુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે, થતી નથી. તેથી આવા મહાપુરુષો રુચિપૂર્વક કે આયોજનપૂર્વક પરવસ્તુઓનો પરિચય કરવામાં ઉત્સુક બનતા નથી, એટલું જ નહીં પણ સર્વ પ્રકારના બાહ્યાંતર પ્રતિબંધોને દૂર કરીને પરમ અસંગપણાને પ્રાપ્ત કરવાની ભાવના અને પુરુષાર્થ કર્યા જ કરે છે. યથા— “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છોદીને વિચરશું કવ મહત્પુરુષને પંથ જો.”૧ આવી ઉત્તમ અસંગદશાને પ્રાપ્ત કરવાનું કાર્ય આ કાળે, આ ક્ષેત્રે અતિ અતિ વિકટ છે. આમ હોવા છતાં, સામાન્યપણે દરેક કક્ષાના મુમુક્ષુએ અને વિશેષપણે ઊંચી કક્ષાના મુમુક્ષુએ અપ્રમત્ત પુરુષાર્થપૂર્વક પરપરિચયનો પ્રસંગ છેદવો અને સત્સંગનો આશ્રય વારંવાર કરવો. સત્સંગનો આશ્રય કર્યાથી અનેકવિધ લાભ થયાનો અને તે પ્રત્યે દુર્લક્ષ સેવવાથી ઘણી હાનિ થયાનો અમને અનુભવ થયો છે. મહાજ્ઞાની પુરુષોએ સત્સંગનું જે માહાત્મ્ય કહ્યું છે તે પરમ સત્ય છે એવો મુમુક્ષુઓએ અવશ્ય પોતાના અંતરમાં નિશ્ચય કરવો એવી જ્ઞાની પુરુષોની આશા છે. યથા
“અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે....જો શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-૭૩૮.
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org