________________
પ૩
અધ્યાત્મ પંથની યાત્રા એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે,
શુદ્ધ ઉપયોગ : ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિના અભાવથી જ્ઞાનમય આત્મામાં જ ઉપયોગ લાગે તેને શુદ્ધોપયોગ કહીએ છીએ. તે જ નિશ્ચય ચારિત્ર છે.' (વિશેષ નોંધ : અશુભ અને શુભ ઉપયોગને અહીં અન્ય ભાવ અથવા રાગભાવ જાણવો અને શુદ્ધ ઉપયોગને આત્મભાવ જાણવો. આમ સામાન્ય કથન જાણવું. આત્માના જ્ઞાન અને દર્શનગુણની અવસ્થાને “ઉપયોગ” શબ્દથી ઓળખવામાં આવે છે અને સમસ્ત આત્માની અવસ્થાને “ભાવ” શબ્દથી ઓળખવામાં આવે છે. ભાવમાં ઉપયોગ સમાઈ જતો નથી. ગુણસ્થાન-આરોહણમાં પ્રથમ ત્રણ ગુણસ્થાનોમાં ઘટતો ઘટતો અશુભોપયોગ, ચોથાથી છઠ્ઠા ગુણસ્થાનોમાં વધતો વધતો શુભોપયોગ અને સાતમાંથી બારમાં ગુણસ્થાનો સુધી વધતો વધતો શુદ્ધોપયોગ હોય છે, એમ સામાન્યપણે જાણવું. સાધકદશામાં શુભભાવ-શુદ્ધભાવની કેવી મિશ્રધારા હોય છે તે સૂક્ષ્મ છે અને વિશેષપણે ગુરુગમ દ્વારા સમધ્યયનીય છે. વિશેષ અભ્યાસીએ
જૈનેન્દ્રસિદ્ધાંતકોશમાં પૃષ્ઠ ૪૫૮ અને ૪પ૯ ઉપર ધવલા, પંચાધ્યાયી, પ્રવચનસાર, ભાવપાહુડ અને દ્રવ્યસંગ્રહ ટીકાનાં અવતરણો લીધાં છે તેનો વિવેકપૂર્વક વિચાર કરવો.)
જે કોઈ સાધકના અંતરમાં, ઉપરોક્ત ત્રણ પ્રકારના ભાવોનું યથાર્થ પરિજ્ઞાન (અનુભવ સહિતની સમજણ) થાય છે, તે સાધકને વિષે બોધબીજ (કેવળજ્ઞાનરૂપી બોધનું બીજ) ઉત્પન્ન થયું છે એમ જાણવું. આત્મસાક્ષાત્કાર, આત્મજ્ઞાન, સમક્તિ, નિશ્ચય-સમ્યક્ત, પરમાર્થ-પ્રતીતિ, આંશિક આત્માનુભૂતિ, ભેદજ્ઞાન, સ્વાત્મોપલબ્ધિ, દિવ્યદૃષ્ટિ, આત્મબોધ, શુદ્ધાત્મપ્રકાશ, સ્વપદપ્રાપ્તિ વગેરે અનેક શબ્દો વડે આ દશાનું જ સૂચન થતું હોવાથી આ બધા શબ્દો પરમાર્થથી કાર્યવાચક જાણવા.
મોક્ષપાહુડ, ૭૨, ૫. જયચંદજી કૃત વચનિકા. જુઓ દ્રવ્યસંગ્રહ, પક; શ્રી બ્રહ્મદેવ સૂરિકૃત ટીકા.
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org