________________
અધ્યાત્મ પંથની યાત્રા
૨ તે, આ જીવને શિથિલપણું જ છે, એમ લાગે છે; અથવા એવો નિશ્ચય રહે છે. જનકાદિ ઉપાધિમાં રહ્યાં છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રીજિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે.
જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી,
પૂર્વકાળે ભગવાન શ્રીરામના કાળમાં થયેલા જનકાદિ મહાત્માઓને બાહ્ય ઉપાધિ છતાં પણ અંતરમાં વિશિષ્ટ જ્ઞાનદશા પ્રગટી હતી એમ શાસ્ત્રમાં કથન છે. પરંતુ અમારા ચિત્તમાં તો આ સ્થિતિ આદરરૂપ પણ નથી તો આદર્શપણે ક્યાંથી હોઈ શકે ? કારણ કે અમારા જ્ઞાનમાં તો એવો દૃઢ નિશ્ચય થયેલો છે કે આગલા જન્મોથી જ શુદ્ધ આત્મજ્ઞાનાદિ સંપત્તિને સાથે લઈને જન્મેલા એવા શ્રી તીર્થંકરાદિ મહા સમર્થ પુરુષોએ પણ આ સંસાર-પ્રસંગોને એકાંતે વિનાશિક, દુઃખદાયી અને સાવ અસાર જાણીને જો ત્યાગી દીધા છે તો આ જગતમાં બીજો ક્યો બુદ્ધિમાન પુરુષ તેવા પ્રસંગોમાં રહેવાની રુચિ રાખી શકે? અર્થાત્ સમયે સમયે જેમાં કર્મબંધનનો, દુઃખોનો, આસવોનો, ભયનો, અશરણતાનો, અપવિત્રતાનો અને વિપરીતતાનો જ અનુભવ થવા યોગ્ય છે તેવા સંસારના આ વ્યવસાયાદિ પ્રપંચોના ત્યાગમાં ઉદ્યમવાન એવો અમારો આત્મા જો અમુક કાળ વિતાવી દેશે તો આલોકપરલોકમાં તેનું અકલ્યાણ જ થશે એવી ભીતિ પ્રત્યે અમે જાગ્રત જ છીએ અને તેવી આત્મજાગ્રતિ સતત કર્થરૂપ છે. આવી આત્મજાગૃતિરૂપ જે અપ્રમત્ત દશા તેના બળ વડે થોડા કાળમાં અમારા પ્રમાદ આદિનો નાશ થઈને સાતિશય અને વિશિષ્ટ અપ્રમત્ત ધર્મદશા પ્રગટ થશે એવો અમારો નિશ્ચય અને ઉદ્યમ છે.
હવે પૂર્ણજ્ઞાનનું અને રાગ-દ્વેષનું એકસાથે હોવું સંભવતું નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org