________________
૬૧
અધ્યાત્મ પંથની યાત્રા જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે,
(દોહા) “ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ, તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય.' “રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ, જગત ઈષ્ટ નહીં આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય.૨
આ પ્રમાણે, “જ્ઞાની અને પ્રમાદ એ વિષય સંબંધી સામાન્ય વિચારણા કરી, પૂર્વાપર સંબંધ સહિત, યથાપદવી જ્ઞાનીનો અને પ્રમાદનો સંબંધ અવધારવો તથા સદ્ગુરુગમે, નયવિવલાથી વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ધાર કરવો.
વિવેકી મુમુક્ષુ તો જાણે જ છે કે મારે તો નિરંતર આગળ વધવા માટે પોતાના પરિણામો જોવાં-તપાસવાં અને પ્રતિબંધક દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવનો બુદ્ધિપૂર્વક અને દઢતાથી અપરિચય કરવો. જેઓને ગૃહસ્થાશ્રમનો યોગ હોય તેઓએ આયોજનપૂર્વક ઘરકામમાંથી, વ્યાપાર કાર્યમાંથી, વાતોમાંથી, ખાવા-પીવાના કાર્યોમાંથી, ઊંઘમાંથી છાપાસમાયિક વાંચવામાંથી તથા નાહવા-ધોવા-દાઢી-વાળ વગેરે શરીરસંસ્કારના કાર્યોમાંથી થોડો થોડો સમય બચાવીને તે સમયને આદરપૂર્વક સત્સંગસ્વાધ્યાય-ભક્તિ-તત્ત્વચિંતનાદિ ધર્મઅનુષ્ઠાનોમાં લગાવવો જોઈએ. જે કાર્યો ભાઈ-બહેન, દીકરા-દીકરીઓ, પત્ની, સેવકો કે અન્ય સ્વજનો કરી શકે તે કામ તેમને સોંપી દઈને તેટલી ઉપાધિને સંક્ષેપવી.
આ પ્રમાણે આત્મજાગૃતિ સહિત વર્તવાનો અભિપ્રાય અને પુરુષાર્થ જે કરે છે તેવા સાધકને પણ કોઈ કોઈ વાર યોગાનુયોગે અને કથંચિત્ અવશપણે ઉપાધિના પ્રસંગ આવી પડે છે. આવા અનિચ્છનીય પ્રસંગોમાં
૧.
શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક ૭૯. એજન, પત્રાંક ૫૪/૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org