________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫ મોક્ષ એ નવ તત્વ અને તેના લક્ષણેને અનુભવ થાય છે. તેથી આમાને કર્મ બંધથી છુટવાને ઉપાય વિચારાય, પરમાત્માના કથન ઉપર વિશ્વાસ બેસે અને તત્વની પ્રતીતિ થાય. માટે તેને જે ઉપાય, તે અધ્યાત્મ સમ્યકત્વ રૂપ જાણવું. તે જ તને સમ્યક્ પ્રકારે નિશ્ચય કરવામાં મહાન ઉપાય છે, તેમ તીર્થકર આદિ પૂજય પુરૂએ ઉપદેશેલું છે. તે ઉપર એક દ્રષ્ટાંત કહે છે–આપણે વિહાર કરીને પાદલિપ્ત કે બીજા કેઈ ઈષ્ટ નગરમાં જવા માટે ગમન કરવાનો આરંભ કર્યો. પરંતુ તે વખતે તે નગરને સાચે માર્ગ જાણ જોઈએ, તેમજ તેના જાણકાર ઉપર આપણે પ્રતીતિ પણ હેવી જોઈએ, તેવી જ રીતે સાવચેત–અપ્રમાદી રહીને બલપૂર્વક-પુરૂષાર્થ પૂર્વક ગમન થાય તે ત્યાં જલદી પહોંચાય, મંદ ગતિ હોય તે બહુ કાળ લાગે. પરંતુ તે આપ્તના કહેલા માર્ગથી ઉંધા રસ્તે ચાલીએ તે કદાપિ પણ ઈષ્ટ સ્થાને ન જ પહોંચાય. તેવી રીતે મેક્ષમાં જવા ઈચ્છનારા મુમુક્ષુઓ સદ્દગુરૂદેવે કથેલા સાચા માર્ગને જાણે, તેમાં યથાર્થ શ્રદ્ધા રાખી, કષાય પ્રમાદને ત્યાગ કરી પાંચ સમિતિ ત્રણ ગુપ્તિથી યુક્ત અપ્રમાદિ ભાવે પાંચ મહાવ્રત પાળતા સમ્યગૂ આગમ શાસ્ત્રોને અભ્યાસ કરતા, ઉત્તમ ધ્યાન સમાધિ યુક્ત થઈ ગમન કરતા, કર્મ મલને ક્ષય કરી મને પ્રાપ્ત કરે છે. માટે એક અધ્યાત્મભાવ જ અપ્રમાદિ આત્માને મુક્તિને સારો ઉપાય છે. ૬૮
જે એમ જ છે તે હવે આપણે કેમ કરવું? તે જણાવે છે –
૧૦
For Private And Personal Use Only