________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૫
અભિલાષા કરતા હોય, તેવા પ્રકારના સુખ મળવામાં તેઓને બાંધેલા કર્મને જે ઉદય હોય તે આડા આવે છે. તે કર્મ આઠ પ્રકારના ગણાવ્યા છે. તેનું પૂર્ણ સ્વરૂપ કર્મગ્રંથ કર્મપ્રકૃતિ વિગેરેથી જાણવા યોગ્ય છે. તેવા પ્રકારના કર્મને નાશ થવે તે નિરપાય કહેવાય છે. તેવા અપાય રહિત પૂજ્ય તીથ કરે તથા સામાન્ય કેવલીએ કહેવાય છે. કારણકે તેઓએ આત્મ સ્વરૂપના આનંદને ઘાત કરનાર જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય તથા અંતરાય એ ચાર કિલણ ઘાતી કર્મને સમૂલ ઘાત કરીને આત્માના સહજ સ્વરૂપને પ્રગટ કરેલું છે. તેથી તે પૂજે નિરપાય કહેવાય છે. પુરાતન એટલે પૂર્વ કાલમાં છએ અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી ઉપાર્જન કરેલા કર્મ કે જે જીને ચાર ગતિમાં ચોરાસી લાખ જીવનિમાં નવા નવા ભવ કરાવીને અનેક પ્રકારના દુઃખ ઉપજાવે છે. કદાચિત્ શુભ પુન્યોદયથી કાંઈક સુખ દેવત્વ વા ચક્રવત્તિત્વ આદિ ભવમાં દેખાડે છે. તેવા તેવા કર્મો બધા પાપ એટલે દુષ્ટ ચિત્તવૃત્તિથી કરાતા હોવાથી મિથ્યાત્વ અજ્ઞાન રૂપ મોહના ઉદયને પ્રગટ કરતા હોવાથી, હિંસા, ચેરી, અસત્ય, વ્યભિચાર, લોભ, માન, માયા, ક્રોધ, ષ વિગેરે અશુભ આચરણ કરાવીને ભયંકર અશાતા વેદનીય કર્મ બંધને કરાવી આત્માને દીર્ઘતર સંસારમાં પાડે છે, તેથી તે મેક્ષ માર્ગના વિરોધી હોવાથી પાપાશય કહેવાય છે. અને તે કર્મ સમૂહ અત્યંત વિચિત્ર પ્રકારના હોય છે. તેથી તેના ફલ વિપાક કાલે અત્યંત અવાએ દુઃખમય પણ હોય છે. તેમજ તે કર્મ નિરૂપક્રમ પણ
For Private And Personal Use Only