________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૯ આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, શોક, ભય, પરાધિનતા, જન્મ, વૃદ્ધત્વ અને જરા વિગેરે ભવ પરંપરાને પણ અભાવ થઈ જાય છે, કહ્યું છે કે– ___“मूलानुच्छेदे कन्दोच्छेदे कृतेऽपि न पल्लवादीनामत्यन्तमुच्छेदो, मूलावष्टम्भेन पुनर्भावसम्भवात् ।।”
જે વૃક્ષનું મૂલ ન દાયું હોય તે, અને થડ, ડાળાં, શાખા વિગેરે છેડાયા હોય તે પણ મૂલ કાયમ હેવાથી ફળ, કુલ વિગેરેને પુનર્ભાવ-ફરીને પાંગરવાને સંભવ રહે છે. તેવી જ રીતે જીવે તપ, જપ, વ્રત, પચ્ચખાણ, આતાતાપના કરીને નરક, તિર્યંચ ગતિરૂપ ભવને કદાપિ નાશ કર્યો હોય, પરંતુ ભવ-સંસારના વિષય વિકારેના વેદવારૂપ કર્મના બંધનના હેતુભૂત રાગ, દ્વેષ, મોહ, માયારૂપ ભૂલો ઉચ્છેદ ન કર્યો હોય ત્યાં લગી નારક, તિર્યચ, દેવ, મનુખ્યરૂપ ભવની પરંપરાને ફરીથી ઉત્પાદ થાય છે. પરંતુ તેવા પ્રકારના ભવપરંપરાના બીજ ભૂત કર્મબંધનતાની યોગ્યતારૂપ મૂલ–બીજને સર્વથા ઉચછેદ કર્યો હોય તો ભવને ઉચછેદ થાય છે એટલે ગ્યતારૂપ મૂલ અથવા બીજ નષ્ટ થયે ભવ પરંપરા નષ્ટ થાય છે. ૪૦૮
હવે આ ઉપર જણાવેલા દષ્ટાંતવડે દાર્ણતિક ભાવને પ્રગટ કરતા જણાવે છે–
मूलं च योग्यता ह्यस्य विज्ञेयोदितलक्षणा । पल्लवा वृत्तयश्चित्रा, हन्त तत्वमिदं परम् ॥४०९॥
For Private And Personal Use Only