________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક કેનાએ તેર, ત્રીજા લે.
વિવેચન –ચાર પ્રકારના તપમાં પ્રથમ ચંદ્રાયણ તપનું સ્વરૂપ–વિધિ જણાવતાં કહે છે કે પ્રથમ સુદ પક્ષમાં એકમથી તે તપને આરંભ કરી, તેમાં એકમે એક કવળને આહાર એક વખત કરી નિર્વાહ કરે. પણ બે બે ન વધારવા. બીજે બે કવલ લેવા. એમ અનુક્રમે વધતા પુન મના દિવસે પંદર કેળીઆ આહાર લેવું. પછી વદ પક્ષમાં એકમે ચૌદ, બીજે તેર, ત્રીજે બાર એમ કમે કમે એક એક કેળીઓ એક કરતા કરતા વદ ચઉદશે એક કવલ માત્ર આહાર લે, અને અમાવાસ્યાને દિવસે સર્વ કવલ ઓછા થવાથી ઉપવાસ કરે એટલે સર્વથા આહારને ત્યાગ કરે. એવી રીતે શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે શુકલ પક્ષમાં વૃદ્ધિ રૂપે, અને કૃષ્ણ પક્ષમાં હાનિ રૂપે, એક એક કવલ વધારતા તથા ઘટાડતા એ તપની આરાધના કરતા જે તપ થાય તે ચંદ્રાયણ તપ કહેવાય છે. જેમ સુદ પક્ષમાં ચન્દ્ર કલામાં વધતું જાય છે તેમ કવલને વધારે થાય છે. વદમાં ચન્દ્ર કળાને જેમ ક્રમે ક્રમે ક્ષય થાય છે, તેમ કવલને ઓછા કરવા. અમાવાસ્યાને દિવસે ચંદ્રની ક્લા એક પણ રહેતી ન હોવાથી સર્વથા કવલેને ત્યાગ કરી ઉપવાસ કર. એ ચન્દ્રાચણ તપની વિધિ જાણવી. એ તપ લૌકિક શાસ્ત્રોમાં કહેલે છે. આ તપ પ્રથમ ધાર્મિકતાની યેગ્યતા લાવવા માટે અહીં કહ્યો છે. પરંતુ લોકોત્તર ધાર્મિક તપનું સ્વરૂપ જૈન સિદ્ધાંતમાં અને શ્રી આચાર્ય પ્રણીત શાસ્ત્રોમાં જે અન્ય વિધિથી કરવાનું કહેલું છે તે ત્યાંથી જાણવું. ૧૩૨
सन्तापनादिभेदेन, कृच्छमुक्तमनेकधा । अकृच्छ्रादतिकृच्छ्रेषु, हन्त सन्तारणं परम् ॥१३३॥
For Private And Personal Use Only