________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૭
હવે તેનું ફળ કહેવાય છે— अतोऽपि केवलज्ञानं, शैलेशीसम्परिग्रहः । मोक्षमाप्तिरनाबाधा, सदानन्दविधायिनी ॥ ३६७॥
અર્થ–આ વૃત્તિ સંક્ષયથી કેવળજ્ઞાન થાય ત્યાર પછી યોગ નિરોધરૂપ શશી કરણને સ્વીકાર થાય, અને અંતે બાધાહિત સદા આનંદ આપનારી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૩૬૭
વિવેચન—ઉપર જણાવ્યા પ્રમાણે સર્વ મનોવૃત્તિને સંક્ષય થાય છે એટલે મૂલથી ક્ષય થાય છે. તેને વડે ઘાતી કર્મને ક્ષય થાય છે. તેથી સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાયને પ્રત્યક્ષ કરાવનારૂં સર્વદા સંપૂર્ણ ઉપગવાળું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સંપૂર્ણ આયુષ્ય કાલ સુધી વિચરી જગતના આત્માઓને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરાવી, અને અઘાતી કર્મને ક્ષય કરતાં બાકી રહેલા કર્મને નાશ કરવા કેવલી સમુદ્દઘાત કરે છે. અને અંતે શિલેશીકરણ વડે સર્વ મન વચન કાયાના ગની પ્રવૃત્તિને રોકવા રૂપ સર્વ સંવરમય મેરૂની જે સ્થિરતા છે તેવા રૂપે શલેશીકરણને સ્વીકાર કરે છે. ત્યાર પછી સર્વ શરીર, મન અને વચનના વ્યાપાર વિનાના થઈને તથા નિરાકાય એટલે કેઈ પણ પ્રકારની પીડા વિનાના અનંત અખંડ આનંદને આપનારા શાશ્વતા સુખના ધામ રૂપ મોક્ષ પ્રાપ્તિ રૂપ નિર્વાણુને લાભ આત્મા પ્રાપ્ત કરે છે. કણાદ મહર્ષિ આત્માને સુખ દુઃખના અભાવ રૂપ મેક્ષ માને છે. તેને નિષેધ કરવા અનાબાધત્વ તથા આનંદ વિધાયિત્વ એ
For Private And Personal Use Only