________________
તે ઉપાસનાઓના ત્રણ પ્રકાર.
(૧) સર્વવિરતિ ધર્મનો સ્વીકાર. (૨) દેશવિરતિ ધર્મનો સ્વીકાર અને
(૩) એ સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મને પામવા માટે પાયાની ભૂમિકારૂપી માર્ગાનુસારીના પાંત્રીશ ગુણોનું જીવનમાં આદરપૂર્વકનું આચરણ.
આ ગુણો અને વ્રતોને ખિલવવા માટે જીવનની દૃષ્ટિને પલટવી જરૂરી છે. સૃષ્ટિ પલટવી એ આપણા હાથમાં નથી.
પરંતુ સૃષ્ટિ પ્રત્યેની દૃષ્ટિ પલટવી એ જરૂર આપણા હાથની વાત છે. આખું ગામ ફેરવી ન શકાય. પણ ગાડું જરૂર ફેરવી શકાય.
• આખા શહેરના ઝાડુથી વાળી ઝૂડીને સાફ કરવું તે શક્ય નથી, પરંતુ પોતાના ઘરનો કચરો તો સાફ કરી શકાયને ?
• કંટકથી છાઇ ગયેલા આખા રસ્તાને કાંટાવિહોણો બનાવી દેવો તે શક્ય નથી, પરંતુ કાંટાથી બચવા માટે આપણા પગમાં તો બૂટ પહેરી શકાય ને ?
• સૂસવાટા - બંધ વાઇ રહેલા ભયંકર વાવંટોળથી ઘરને બચાવવું છે તો વાવંટોળને શમાવી દેવો તો શક્ય નથી. પણ ઘરની બારીઓ અને બારણાંઓ તો સંપૂર્ણ પણે બંધ કરીને આપણે ઘરને સુરક્ષિત જરૂર કરી શકીએ છીએ.
દૃષ્ટિને પલટવા માટે જીવનમાં ૧૨ વ્રતોનું યથાશક્તિ આચરણ અતિ અનિવાર્ય છે, પરંતુ એ વ્રતોને પામવા કાજે જીવનમાં પાત્રતાની પણ અનિવાર્ય જરૂરિયાત છે. “પોગલિક સુખોનાં સાધનોની પ્રાપ્તિમાં જ સુખ. અને અપ્રાપ્તિમાં દુઃખ” આ વિચારણાને તજવાની અતિ આવશ્યકતા છે. અને “આ વ્રતોને મારે જીવનમાં પામવા જ છે. તે મને બહુ ગમે છે. એ માટે મારે તમામ ભોગ અને બલિદાન આપવું પડે તો તે માટે મારી તૈયારી છે.” આ પ્રકારની દૃઢ માન્યતા રૂપી પાત્રતાને આપણે જરૂર કેળવીએ.
- શ્રી સમ્યક્ત ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. ધર્મ અંગીકાર કર્યા પહેલા સમકિત પ્રાપ્ત કરવું અતિ આવશ્યક છે. “શ્રધ્ધા પરમ દુલહા...” રૂચિ ઊભી થવી જ દુર્લભ છે. સમ્યક્તરત્નની પ્રાપ્તિ અને રક્ષણ માટે પૂર્ણ રૂપે સાવધાની રાખવી જોઇએ. જેણે અંત મૂહૂર્ત માત્ર સમકિતની સ્પર્શના કરી લીધી તેનો મોક્ષ નિશ્ચિત જ છે.
સમ્યગ્દર્શન શું ચીજ છે ? સમ્યગ્દર્શન કોઇ ક્રિયા નથી પરંતુ ચિત્તની પવિત્રતા છે સાથે સાથે સુદેવમાં દેવબુધ્ધિ, સુગુરુમાં ગુરુ બુધ્ધિ અને શુદ્ધધર્મમાં ધર્મ બુદ્ધિ રાખવી, એના પર શ્રધ્ધા રાખવી એનું નામ સમ્યગ્દર્શન. ધર્મની શરૂઆત થાય છે શ્રદ્ધાથી. સમ્યગ્દર્શન ન આવે ત્યાં સુધી સાચા સાધુ-સાચા શ્રાવક બની શકાય નહીં. પરમાત્માએ