Book Title: Vividh Vishay Vicharmala Part 04
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 9
________________ ભાગ-૨ ભાગ-૩ ભાગ-૪ ભાગ-૫ ભાગ-૬ સુંદર રીતે સ્પષ્ટ કરનાર ૧૨૫ થી વધુ અદ્ભૂત કથાઓનો સંગ્રહ શ્રાવકનું સ્વરૂપ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ વિષયો ઉપર સુંદર વિવેચન, વ્યવહાર શુદ્ધિ અને માનવભવની દુર્લભતા દર્શાવતા દૃષ્ટાંતો આદિ અનેક કથાઓ યુક્ત. એકથી ચોસઠ વિષયોનો સંગ્રહ, જૈન ધર્મના સંદર્ભ કોશની ગરજ સારનાર આ અદ્ભૂત ગ્રંથ જૈન ધર્મના મોટાભાગના બધા જ વિષયોની વિગતો આ વિભાગમાં આપને મળી રહેશે. સમ્યકત્વ અને મિથ્યાત્વ નું સ્વરૂપ તથા તેના ભેદ પ્રભેદો નુ દૃષ્ટાંત સહિત વર્ણન સાથે સાથે કુલક્ષણો, દુર્ગુણો, દુરાચારનું વર્ણન અને તેના ત્યાગ માટેના ઉપાયો, સુગુણ, સદાચાર, સદ્ધર્મનું સ્વરૂપ અને તેને સ્વીકારવાના સરળ ઉપાયો. જૈન ધર્મમાં ચોવીશ દંડકોનું વિશેષ મહત્ત્વ છે. આ દંડકોનું ચિંતન મનના ભાવોને સ્થિર, નિર્મિત અને ઉદાત્ત બનાવે છે. તેનું સુંદર સ્વરૂપ સાથે સાથે કષાયાદિજ વર્ણન પણ સુંદર રીતે કરવામાં આવ્યું છે. વ્યવહારિક જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા નીતિ અને સદાચારનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. તે માર્ગે જવાનું સદૃષ્ટાંત વર્ણન આ વિભાગમાં કરવામાં આવ્યું છે. પુરૂષ, કાળ દાન, અતિથિ નિહનવ, વ્રત, બત્રીસ લક્ષણો બુદ્ધિ, મૂર્ખ, ભક્ષ્યાભક્ષ્ય અને પ્રાયશ્ચિત જેવા અનેક વિષયો દૃષ્ટાંત સહિત વર્ણવવામાં આવ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 130