________________
તર્કવાદમાં કે તત્વવાદમાં મુક્તિ નથી. સંપ્રદાય—પક્ષમાં કેફિરકાબંદીમાં મુક્તિ નથી. કિન્તુ કષાયથી-રાગદ્વેષથી-ક્રોધ-લોભ-મદ-માયાથી મુકત થવામાં જ મુક્તિ છે.
મહાવીરના વર્તમાન પ્રવચનમાં જેમ તત્વ-વિચારણાને સ્થાને છે, તેમ ચારિત્રસબન્ધી ઉપદેશને પણ એટલું જ સ્થાન છે. જૈન દર્શનને મુખ્ય વિષય નવ તો છે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, બન્ધ, નિર્જરા અને મોક્ષ. મુખ્ય તો જીવ, અજીવ એ બેમાં બધાં તત્ત્વોને સમાવેશ થઈ જાય છે.
જીવનું મુખ્ય સ્વરૂપ જ્ઞાન-શક્તિ છે. જેમાં જ્ઞાન–શક્તિ નથી. તે અજીવ. સકમ તે પુણ્ય. અસત્કર્મ તે પાપ. કર્મ બંધાય એવાં કામ તે આસવ. કર્મ બંધાતાં અટકે તે સંવર. કર્મ ( આત્મા સાથે ) બંધાવાં તે બધ. બંધાયેલ કર્મને નાશ થવો તે નિ જરા. તમામ કર્મ–અન્ધાથી મુક્તિ તે મેલ. આ નવ તત્તની ટૂંકી અને સાદી સમજ.
ચારિત્ર એક ગૃહસ્થાશ્રમને અનુકૂલ અને બીજું સંન્યાસીને અનુકૂલ એમ બે વિભાગોમાં જૈનદર્શન બતાવે છે. સંન્યાસીને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ મહાવતે છે, ગૃહસ્થાશ્રમને એ અણુવ્રત છે.
જૈન દર્શનમાં જાતિભેદને સ્થાન નથી. આત્મ-વિકાસમાં ચઢે તે ઉચ્ચ અને પડે તે નીચ. જેનાં ગુણ-કર્મો ઉંચાં તે ઉચ્ચ અને નીચાં તે નીચ. મહાવીરના લક્ષાવધિ વ્રતધારી ધર્મી શ્રાવકોની અન્દર કણબી-પટેલ–કુંભાર જાતના પણ હતા. અન્ય અને ચાંડાલો પણ મહાવીરનાં ચરણેનું શરણ લઈને, મહાવીરના સન્માર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com