________________
સમ્મુખ ઉપસ્થિત થાય છે. ભુજંગની ઉગ્ર જ્વાળા મહાત્મા પર પડે છે અને મહાત્માને શાનિત-નાદ ભુજંગ પર પડે છે.
આખરે મહાત્માની જીત થાય છે. મહાત્માના શાન્તિ–રસના પ્રવાહમાં ભુજંગને ક્રોધ–મળ ધોવાય છે. મહાત્માને મહાન આત્મનાદ તેના આન્તર જીવનને સ્પર્શ કરે છે. ભુજંગનું રુણ માનસ સ્વસ્થ બને છે.
શાન્તિથી શાન્તિ! અને પ્રેમથી પ્રેમ! વિશુદ્ધ પ્રેમના પ્રભાવથી વૈરીનું વૈર ધોવાઈ જાય છે અને વૈરીને મિત્ર બનાવી શકાય છે. અહિંસાને આ મહાન સિદ્ધાન્ત મહાવીરના જીવનમાં છલોછલ ભર્યો છે, અને આજે પણ એને આભાસ જગત જોઈ રહ્યું છે.
“સંગમ” દેવ મહાવીરના ઉપર અનહદ ભારે ચલાવી રહ્યો છે, છતાં તેની ઉપર મહાવીરનું એક વાડું પણ ક્રોધથી ફડફડતું નથી. ઉલટું, એ અજ્ઞાનીને માટે એ મહાત્માના હદયમાં દયા છૂટે છે. પિતાની પર પડતા ભારને તે એ મહાત્મા ગણકારતો નથી, કિતુ જે અજ્ઞાનમાંથી એ દુજન ચેષ્ટા વરસી રહી છે તેને માટે એ મહાભાનું હૃદય દયા બને છે. “એ બીચારાનું શું થશે ! ” ની દયાભરી લાગણી મહાવીરની આંખોમાં પાણી લાવે છે. હદ થઈ જાય છે શમવૃત્તિની ! સમતાની પરાકાષ્ઠા !
ગીતા ”ને નાદ છેઃ “રિત્રાણા તાપૂનાં વિરાજ સુતા ! ધર્મસંસ્થાપનાથય xxx.” પણ મહાવીરને આત્મનાદમાં “ જીવનારા સુતા એને બદલે કદાચ કુતમ ( પાપીઓનો નાશ કરવા માટે નહિ, પણ તેમને પણ ઉદ્ધાર કરવા માટે ) સંભળાય છે. કેટલો ઉંચે આદર્શ ! કેટલું ઉંચું જીવન ! કેટલો સમભાવ ! વિશ્વબધુ જીવન અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com