________________
રીતે માનવતા પર આક્રમણુ કરે છે, પરમ્પરા અને કુલીનતાના જોરે દીન, ગરીબ અને દુલાને દબાવી દેવામાં આવે છે, ત્યારે એ બધા પાખડા, વ્હેમા, ભેા, અનીતિઓ અને મૂઢ પરમ્પરાઆના માંચડાઓને ફગાવી દેવા અને વિશુદ્ધ સત્યનેા મહાન્ પ્રકાશ જગમાં પ્રગટાવી પ્રજાને મંગલ-નાદ સુણાવવા સમર્થ ક્રાન્તિકાર મહાપુરુષ પ્રકટ થાય છે.
આત્મજ્યોતિને પૂર્ણ પ્રકાશ મેળવ્યા
પછી તે મહાન પ્રભુ
મગધ દેશની વિશાળ ભૂમી પર પ્રજાની સામે જ્ઞાનની જ્યાત ખરે છે. એમાંથી મહાન ક્રાન્તિ ઉત્પન્ન થાય છે. એ ક્રાન્તિથી ગુરૂડમવાદનાં ઉન્માદી ગાડાં ઉધાં વળે છે, ધર્મનાં ગારાં પાખડા સળગી ઉઠે છે, કર્મકાંડની અજ્ઞાનજાળ વિખાઈ જાય છે, ઉચ્ચનીચની ભેદભાવનાએ ઢીલી પડે છે અને સ્ત્રી-પુરુષાનું વિકાસસાધક અધિકારસામ્ય સ્થાપિત થાય છે. એ ક્રાન્તિથી હિંસાવાદના રોગચાળા પર જબ્બર ફટકા પડે છે અને અહિંસા-ધર્મના ધધ્વજ કવા માંડે છે.
ભગવાનના પ્રવચનનુ` સારભૂત રહસ્ય રાગ-દ્વેષને શમન કરવાનું ક્રમાવે છે. ધર્મનું તત્ત્વ એક માત્ર આત્મશુદ્ધિના સાધનમાં છે. ચિત્તના દેખાનું પ્રક્ષાલન એનું નામજ ધર્મ-સાધના. જૈન દર્શનને એ સ્પષ્ટ મુદ્રાક્ષેખ છે કેઃ—
नाशाम्बरत्वे न सिताम्बरत्वे न तर्कवादे न च तत्त्ववादे | न पक्षसेवाश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ॥
દિગમ્બર થઈ જવામાં કે શ્વેતામ્બર થઇ જવામાં મુક્તિ નથી.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat