________________
અનિપુરાણ અ. ૩૯ માં લેકાખ્યાયિકામાં તંત્ર ગ્રંથ કર્તાના ૨૫ નામે આપેલ છે. માનસારમાં બત્રીશ શિલ્પાચાર્યના નામ આપેલા છે જોકે આ ગ્રંથોમાં કેટલાક નામોની પુનરૂકિત થઈ જાય છે તેમાં શિલ્પનો પણ વિષય હશે. એ રીતે ૧૮૪૨૫+૩૨=૭૫ માંથી ખરે વિશ્વકર્મા પ્રકાશમાં કહ્યું છે કે –
इतिग्रोक्त वास्तुशास्त्र पूर्व गर्गायधियते । गर्गेत्पराशरः प्राप्तस्तस्याप्राप्तोबृहद्रथ
प्रहद्रथद्विश्वकर्मा प्राप्तवान वास्तुशास्त्रकम् ।। મહર્ષિ ગગ મુનિ વાસ્તુશાસ્ત્રના મહાબુદ્ધિમાન જ્ઞાતા હતા તેમાંથી પરાશર મુનિને પ્રાપ્ત થયું. તેમાંથી બ્રહદ્રથને પ્રાપ્ત થયું. બ્રહદ્રથ મુનિથી વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે જગત હિતને સારું પ્રવર્તાવ્યું.
આ ક્રમ પાછલા યુગના વિશ્વકર્માને હેય. કારણકે મૂળ તે આદિ વિશ્વકર્માજ શિલ્પશાસ્ત્રના પ્રણેતા ગણવામાં આવે છે. એક સ્થળેથી વાસ્તુશાસ્ત્રના જ્ઞાતાઓની નોંધ મળેલ છે. તેમાં શૌનક, રાવણ, રામ, પરશુરામ, હરિ, ગાલવ, ગૌતમ, ગોભિલ, (અને વિશ્વકર્માના ચાર શિષ્યોમાં) વિજય, સિદ્ધાર્થ, અપરાજિત, વૈશ્યાચાર્ય, ગચ્છવૈક્ષ, મયપુત્ર, કાર્તિકેય અને ચ્યવન-આમ જણાવેલ છે.
માનસારમાં બત્રીશ શિ૮પાચાર્યોના નામે આપેલા છે. બૃહદસંહિતામાં મનુ, પરાશર, કાશ્યપ, ભારદ્વાજ, પ્રહલાદ, અગત્ય, માર્કંડેયના નામે આપેલા છે. તે ઉપરાંત ગર્ગ, મય અને નગ્નજીત અને વસિષ્ઠના પ્રમાણે પોતાના ગ્રંથના અવતરણ રેફરન્સ આપેલ છે. કમભાગ્યે ત્રણેક આચાર્યો સિવાય કોઈ આચાર્યોને એક સળંગ ગ્રંથ હજુ ઉપલબ્ધ થયો નથી.
શ્રી વિશ્વકર્મા અને તેના શિષ્યોના સંવાદ રૂપ ગ્રંથ અપરાજીતપૃચ્છા, જયપૃચ્છા, નારદ્દ અને વિશ્વકર્માના સંવાદ રૂપ. ક્ષીરાર્ણવ અને વૃક્ષાર્ણવ ગ્રંથ છે. જ્ઞાનપ્રકાશ, દ્વીપાર્ણવ, જ્ઞાનરત્નકેશ, વિશ્વકર્મા પ્રકાશ, વાસ્તુવિદ્યા જ્ઞાનસાર, અપરાજિત વાસ્તુશાસ્ત્રકારિકા, રત્નતિલક- આ ગ્રંથ સિવાય દશમી સદીમાં વિરેચન લક્ષણ સમુચય. માળવામાં ભોજદેવનાકાળમાં સમરાંકણ સૂત્રધાર, કાછશિલ્પ વિષય, શ્રી માલદેવે “પરિમાણ મંજરી” તેરમી સદીમાં ઠકકુર કેરૂએ વાતુસાર માગધીમાં રચેલે છે.