________________
છતાં રાજાએ કહ્યું ને ? આચાર્યભગવંતે પણ ‘મારા કોઇ શિષ્ય આવા નથી.’ એમ કહ્યું ને ?
સ૦ આચાર્યભગવંત ખોટું બોલ્યા !
=
આ ખોટું ક્યાં છે ? રાજાને સોંપવા જેવા અવિનીત નથી - એમ જ કહ્યું હતું. પોતે પણ એમને હિતશિક્ષા આપતા જ હતા. આને ખોટું ન કહેવાય. અમે તમારે ત્યાં વહોરવા આવીએ અને ખપ નથી કહીએ - એનો અર્થ શું ? તમારે ઘરે ખપ નથી - એમ જ ને ? કારણ કે તમારે ઘરે ના પાડીને અમે પાછા બીજા ઘરે વહોરવા જઇએ જ છીએ. તેથી આ ખોટું નથી. આપણી વાત એટલી જ છે કે અવિનીત સાધુ હોય તે આવકારપાત્ર નથી. તમે તો ‘આપણા કરતાં તો ઊંચા છે ને ?’ એમ કહીને આવકાર આપો ને ? સ૦ અમારા કરતાં સારા તો ખરા ને ?
જે પ્રતિજ્ઞા લીધા પછી પ્રતિજ્ઞા પાળે નહિ તે સારા કહેવાય ? તમે ભગવાનની આજ્ઞાથી શ્રાવકપણું પાળો અને સાધુ ભગવાનની આજ્ઞા મુજબ સાધુપણું ન પાળે તો એવા સાધુ તમારાથી ઊંચા ક્યાંથી કહેવાય ? સોદો ન કરે એ સારો કે સોદો કરીને ફરી જાય તે સારો ? સ૦ અમે સાધુને સાધુ ન માનીએ તો પાપ ન લાગે ?
લાગે. સાધુને સાધુ ન માનો તો પાપ લાગવાનું જ. પણ અસાધુને અસાધુ તરીકે જાણવા છતાં સાધુ માનવામાં મહાપાપ છે. તમને સારા સાધુ કે ખરાબ સાધુ સમજાતા નથી એવું નથી, પણ જે મળે તે ચલાવવાની વૃત્તિ છે માટે સાચું મળતું નથી. આ ચલાવી લેવાની વૃત્તિના કારણે જ સંસાર ખરાબ લાગવા છતાં છૂટતો નથી અને સાધુપણું સારું લાગવા છતાં મળતું નથી. અહીં જણાવે છે કે અવિનીત શિષ્ય સર્વસ્થાનેથી દૂર કરાય છે. સર્વ ઠેકાણેથી એટલે કુળમાંથી, ગણમાંથી અને સંઘમાંથી પણ દૂર કરાય છે. એક આચાર્યની પરંપરામાં જે આવેલા હોય તેને કુળ કહેવાય. એક ગુરુની નિશ્રામાં રહેલા હોય તેને ગણ કહેવાય અને ચતુર્વિધ સંઘ તે સંઘ કહેવાય છે. આ દરેકમાંથી બહાર કરાય છે. સ્વચ્છંદી સાધુઓ પૂજાતા હોય તો તે અયોગ્ય આગળ પૂજાય. શિષ્ટ પુરુષો સ્વચ્છંદીનો
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૨
આદર ન કરે. ભગવાનની હાજરીમાં પણ ભગવાન કરતાં ગોશાળાના અનુયાયી વધારે હતા.
સ૦ ગોશાળા જેવા અમને મળે તો અમારાં માથાં પણ ફેરવે ને ? ગોશાળો ચૌદ હજારને ફેરવી શક્યો ન હતો, એક લાખ ને ઓગણસાઇઠ હજાર શ્રાવકોને પણ ફેરવી શક્યો ન હતો - એ કેમ યાદ નથી કરતા ? ગોશાળામાં અને ભગવાનમાં ભેદ સમજાય ને ? ગોશાળાએ ભગવાનને નામે કેટલા ઠેકાણે તેોલેશ્યા મૂકેલી ? ખુદ ભગવાન ઉપર પણ મૂકી ને ? તેણે દુઃખ આપવામાં બાકી ન રાખ્યું, જ્યારે ભગવાને સહન કરવામાં બાકી ન રાખ્યું. જે સહન કરે તે ભગવાનના અનુયાયી, જે સહન કરાવે તે ગોશાળાના અનુયાયી. દુઃખ આપવાનું કામ કરે તે ગોશાળા જેવા છે. દુઃખ આવે તો વેઠી લેવાનું કહે તે ભગવાનના અનુયાયી છે. આપણે તરવું હોય તો ગમે તેને સાધુ નહિ મનાય, ભગવાનના અનુયાયીને જ સાધુ માનવા પડશે.
હવે શિષ્ય શંકા કરે છે કે દુઃશીલતા આટલી ખરાબ છે તો શિષ્ય આવા અવિનયનું આચરણ કેમ કરે છે - એના નિરાકરણમાં જણાવે છે કે
कणकुंडगं चइत्ताणं विट्टं भुंजइ सूयरे । एवं सीलं चइत्ताणं दुस्सीले रमइ मिए ॥१-५॥
જે રીતે ભુંડ અનાજના કણના કૂંડાને છોડીને વિષ્ટામાં જ મોઢું ઘાલે છે તે રીતે મૃગ અર્થાત્ પશુ જેવા સાધુ શીલાચારને છોડીને દુઃશીલમાં રમે છે. એક વાર પાપનો રસ જાગે પછી સમજણ, જ્ઞાન કે શ્રદ્ધા... આ બધું જ નાશ પામે છે. આથી જ તો પાંચ મહાવ્રત લીધા પછી પણ અવિનીત પાંચ પ્રકારના વિષયમાં આસક્ત થઇને ફરે છે. આપણે કોઇને અવિનીત નથી કહેવા, આપણી જાતને અવિનયથી દૂર રાખવી છે. આજે અવિનયનું આચરણ વધવા છતાં ભૂતકાળનું પુણ્ય આડું આવે છે એટલે અવિનીત પણ ફૂલે પૂજાય છે. એક વાર મારા ગુરુમહારાજે કહેલું કે અત્યારે આપણાં બધાં પાપ છતાં થઇ જાય તો આપણે મહેલમાં નહિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૩