Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5 Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Jain Dharm Prasarak SabhaPage 17
________________ ૧૪ ઉપમિતિ ભવપ્રચા કથા. કહે તે સર્વ કરવા લાગ્યા, ખાનપાન માગે તે આપવા લાગ્યા અને એને તૃપ્ત કરવા લાગ્યા. વિચક્ષણે વિચાર કર્યો, વૃદ્ધિ વગર સહજ રસનાને પેાષી, પણ પેાતે લેાલતાથી લેવાઇ ગયેા નહિ. જડના કુટુંબીએએ જડનું રસના સાથેનું વર્તન પ્રરાસ્યું. વિચક્ષણના માતપિતાએ તપાસ કરવા સલાહ આપી. શુભેાયે સ્ત્રીઓની નૈસગિક અધમતા બતાવી, માતાએ તપાસ કરી નિર્ણય કરવા કહ્યું, પત્ની બુદ્ધિદેવીએ વિડલનાં વચનને અનુસરવા કહ્યું. છેવટે રસના કાણુ છે તેનું મૂળ શેાધવા નિર્ણય થયા. બુદેિવીના ભાઇ વિમર્શે તે કાર્ય કરવા માથે લીધું, ભાણેજ પ્રકર્ષ સાથે જિજ્ઞાસાથી આવવા તત્પર થયા. એક વર્ષની અવિત્ર કરી મામાભાણેજ વિશે પ્રકર્ષ રસનાની મુળશુદ્ધિ કરવા નીકળી પડ્યા. પૃ. ૭૬૭–૭૮૪. પ્રકરણ ૮ સું-વિમર્શ-પ્રકર્યું. શરદ્ અને હેમંતને સમય બાહ્ય સૃષ્ટિમાં પસાર થયેા. મામાભાણેજ રસનાની શેાધમાં બહિલેાકમાં ઘણા ફર્યાં પણ કાંઇ પત્તો લાગ્યા નહિ. પછી અંતરંગ દેશે ગયા. પ્રથમ રાજસચિત્ત નગરે આવ્યા. નગર શૂન્ય જણાયું. મિથ્યાભિમાન તેને અધિકારી હતા. તેની પાસેથી હકીકત મળી કે રાગકેસરીનું એ નગર છે. એ રાજા પેાતાના વિષયાભિલાષ મંત્રી સાથે અને મેટા રાજા અને દાદા મહામેાહુ સાથે સંતેાષ સામે યુદ્ધ કરવા ગયા છે, કારણ કે પેલા સંતેાષ મંત્રીના માણસેાને હેરાન કરી લેાકેાને નિવ્રુતિ નગરીએ મેાલી દેતા હતા. એ મંત્રીના માણસે પૈકી રસનાનું નામ પણ મિથ્યાભિમાન ખેલ્યા એટલે રસનાને કાંઇક પત્તો લાગ્યા એમ મામાને લાગ્યું. વધારે હકીકતની માતમી આપવા મિથ્યાભિમાને ના પાડી. પછી અંતરંગમાં તામસચિત્ત નગરે મામાભાણેજ ગયા. ત્યાં કેટલાક માસ સાથે શાક તેમને મળ્યા. વાત કરતાં જણાયું કે એ મહામહના ખીન્ન દીકરા દ્વેષગજેંદ્રનું નગર હતું, તે પણ પિતા મહામેાહુ અને મેાટા ભાઇ રાગકેસરી સાથે સંતાષ સામે યુદ્ધ કરવા ગયા છે. દેવી અવિવેકિતા તે વખતે ગર્ભ ધારણ કરી રહ્યા હતા તેમને સમજાવી દુષ્ટાભિસન્ધિ રાજાના રૌદ્રચિત્તપુરે મેાકલી આપ્યા. ત્યાં તેમણે એક પુત્રને જન્મ આપ્યા છે. (તે વખતે પ્રજ્ઞાવિશાળાએ જણાવ્યું કે આ પુત્ર તે પ્રકરણ - ૧ - લામાં જણાવેલા શૈલરાજ હતા.) શેકે વિશેષમાં જણાવ્યું કે પાતે મતિમેાહ નામના નગરરક્ષકને મળવા લશ્કરમાંથી ત્યાં આવેલ હતા. આટલી વાત જાણી વધારે પત્તો મેળવવા મામાભાણેજ અઢવી તરફ ચાલ્યા. પૃ. ૭૮૪-૮૦૧. પ્રકરણ ૯ મું-ચિત્તવૃત્તિ અટવી, મામાએ ભાણેજને નદી વચ્ચે આ વેલા મંડપમાં સિંહાસનપર બેઠેલા રાજાને દૂરથી બતાવ્યા. મામાએ ભાણેજના કુતૂહળને તૃપ્ત કરવા પ્રથમ અવલોકન કરી લીધું, પછી ચિત્તવૃત્તિ અટવીનું, પ્રમત્તતા નદીનું, તદ્વિલસિત બેટનું, ચિત્તવિક્ષેપ મંડપનું, તૃષ્ણા વેદિકાનું, વિપ ચોસ સિંહાસનનું અને મહામેાહ મહારાજાનું વિસ્તારથી વર્ણન વિગતવાર કરી બતાવ્યું. પૃ. ૮૦૨-૮૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 804