Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 11
________________ પ્રસ્તાવના વપુરી (ગ્વાલિયર)માં સ્વ. શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજય- ધર્મસૂરીશ્વરજી મહારાજના સમાધિમન્દિરની શીતલ છાયામાં આવેલી શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ નામની સંસ્થામાં વર્ષો સુધી રહી ઉક્ત જગપૂજ્ય મહાત્માના વિદ્વાન અને પ્રભાવશાળી સાધુ શિષ્યમંડેલ, આચાર્ય શ્રીવિજયેન્દ્રસૂરિજી, સ્વ. ઉપાધ્યાય શ્રીમંગલવિજયજી, મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી, મુનિરાજ શ્રીન્યાયવિજયજી અને મુનિરાજ શ્રી જયન્તવિજયજી, દ્વારા મારા જેવી એક વિદેશી બાઈએ જે કંઈ જ્ઞાન મેળવ્યું છે તે માટે હું તે સંસ્થાની અને જ્ઞાન આપનાર ગુરુઓની સદા ઋણી છું. - પૂજ્યપાદ મુનિ શ્રીવિદ્યાવિજયજી મહારાજ પાસે મેં ખાસ જૂની અને નવી ગુજરાતીના રાસસાહિત્યનો જે અભ્યાસ કર્યો તેના પરિણામે હું ઉજજેનસ્થ શ્રી સિધિયા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટમાં રહેલા આવા સાહિત્યના સંગ્રહની વ્યવસ્થા કરવા સમર્થ થઈ; તે પ્રસંગે થોડાઘણા એવા ગ્રંથો હાથ આવ્યા કે જે મહત્ત્વના હોવા છતાં હજુ સુધી અપ્રકાશિત અથવા તદ્દન અજ્ઞાત છે. આવો એક ગ્રન્થ શ્રી ભાનુમેરુશિષ્ય શ્રી સુન્દર મહાકવિ દ્વારા વિરચિત “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ' નામની મનોહર અને ઉચ્ચતમ કોટિની કૃતિ છે. આ કૃતિનું નામ સ્વ. શ્રી મો. દ. દેસાઈના સુપ્રસિદ્ધ “જૈન ગુર્જર કવિઓ'ના પહેલા ભાગમાં અને પ્રાચીન તીર્થસ્થાનોના વિશેષજ્ઞ પૂજ્યપાદ મુનિ શ્રી જયન્તવિજયજી મહારાજના “શ્રી શંખેશ્વર મહાતીર્થ નામના પુસ્તકમાં આવેલા શંખેશ્વર સાહિત્યમાં ઊંલ્લિખિત નહિ હોવાથી આ કૃતિ બહાર પાડવાની ઇચ્છા થઈ. આ ઇચ્છાના પરિણામે તે કૃતિ બે બીજી અપ્રકાશિત કૃતિઓ સાથે નિગ્નલિખિત ક્રમથી આ ગ્રન્થમાં પ્રકાશિત કરવામાં આવી છે – (૧) શ્રીન સુન્દરકૃત “શંખેશ્વર પાશ્વનાથ છંદ' (૨) શ્રી પ્રેમવિજયકૃત “ત્રણસો પાંસઠ પાર્શ્વનામમાળા' (૩) શ્રીખેમાકૃત ‘વૃદ્ધચૈત્યવન્દન આ કૃતિઓ, તેના કર્તા તથા તેના મહત્ત્વ ઉપર કંઈક પ્રકાશ પાડવાની યથાશક્તિ કે શિશ કરવામાં આવી છે. તેમાં કેટલાંક કઠણ પદ્યોનો અર્થ બેસાડવાના અથવા તે વધારે સ્પષ્ટ કરવાના ઉદ્દેશથી એક ટિપણી પણ સાથે આપવામાં આવી છે. ત્રણે ગ્રંથોમાં સ્થાનોના અને ખાસ કરીને પાશ્વ ૧૦

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 114