Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 67
________________ યોદ્ધો (“હ’ શબ્દ સંસ્કૃત દ્ધારનું પ્રાકૃત રૂપ છે; આ મોહ લડવૈયા સાથેના યુદ્ધનું વર્ણન આગળ આવશે.– ૯૪ ઈડા, પિંગલા, અને સુષુણ્ણ આ ત્રણે નાડીઓ-રૂપી ત્રિવેણીના સંગમમાં તે તારા પ્રાણને નિવાસિત કીધો' (હોગની કલ્પના પ્રમાણે સમાધિનું લક્ષણ આ જ છે); “વર=ઈષ્ટ; આય’=જીવનશક્તિ, પ્રાણ હંસ’=આત્મા; “ભ્રમર’=મન, ચિત્ત ;-યોગની ક્રિયા દ્વારા તે એકત્રિત થાય છે ; “કિ તૂ ઝીલીઉ ઇત્યાદિ તે તેને સુકૃષ્ણામાં સબળતાથી સ્થિર રાખ્યા, અર્થાત્ તું યોગની સમાધિમાં રહ્યો.— . ૯૫ “ક” =વિષયરૂપી મળ; અહીં સુધી હઠયોગની કલ્પનાઓની શ્રેણી ચાલે છે.– હવે આગળ મેહ અને વિવેકના યુદ્ધનું વર્ણન આવે છે. તે એક અતિ પ્રાચીન રૂપક છે જે જૈન સાહિત્યમાં વારંવાર વર્ણિત છે. આપણી કવિતા શ્રીજયશેખર સૂરિના વિ. સં. ૧૪૬રમાં વિરચિત સંસ્કૃત કાવ્ય “પ્રવધનિત્તામજિક અને તેના આ જ કવિ દ્વારા કરેલ ગુજરાતી અનુવાદ ‘ત્રિભુવન દીપક પ્રબંધ'૫ ને અનુરૂપ છે. તેને સાર એ છે કે ત્રિભુવનનો રાજા હંસ (પરમહંસ, યાને પરમાત્મારૂપ આ ભા) અને તેની રાણી ચેતના છે. માયા નામની વેશ્યાને જોઈને હંસ તેણીને વશ થાય છે અને રાજ્યકાય પિતાના મંત્રી મનને સેપે છે. મન મંત્રી માયા સાથે પ્રેમ કરે છે અને પોતે રાજા બને છે. પહેલી પત્ની પ્રવૃત્તિથી મનને જે પુત્ર થાય છે તેનું નામ મેહ છે. બીજી પત્ની નિવૃત્તિથી વિકિ નામને પુત્ર થાય છે. મેહ રાજા થઈને અવિદ્યાનગરી અને વિવેક રાજા પુણ્યરંગ પાટણમાં રાજ્ય કરે છેજ્યારે કે સને રાજય છોડીને કાયાપુરીમાં રહેવું પડે છે. મેહની પત્ની દુર્મતિ અને પુત્ર કામ છે. વિવેકની પહેલી પત્ની સુમતિ અને તેણીને પુત્ર વૈરાગ્ય છે. પછી વિવેક રાજ અહતની પુત્રી સંયમશ્રીને ૧. જુઓ ટાવવાં (અઘાર-ઈ. સન ૧૯૩૩) ૪. પર—૨. ટાવવા ૪. ૯૦:–ત્યાં ચિત્ત(અતઃકરણ)ને ભગ(ભ્રમર)ની ઉપમા આપવામાં આવે છે કે જે અનાહત નાદરૂપી મકરન્દ (પુપરસ) પીવામાં લીન થાય છે.– 3. हठयोगप्रदीपिका ४. ३०.-४) हठयोगप्रदीपिका ४ ५०૪. ભાષાંતર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, સં. ૧૯૬૫– ૫. સંપાદક છે. લાલચંદ્ર ભગવાનદાસ, શ્રી જૈન ધર્માલ્યુદય ગ્રંથમાળા ૨, સં. ૧૯૩૭.

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114