Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha
View full book text
________________
પણું પરણે છે. બન્ને ભાઈઓ મોહ અને વિવેકને પારસ્પરિક મહાયુદ્ધ થવા, લાગે છે, તેમાં આખરે વિવેક અહંતની મદદથી જીતી જાય છે.--
રાય વિવેક' =વિવેક રાજા; ‘ઉપક'=પાસે કટક'=સૈન્ય.—
૯૬ “તેં નિવૃત્તિના અતિ સોહામણું પુત્ર (વિવેક) સાથે તારી પુત્રી (સંયમશ્રી)ને પરણાવી દીધી'; “રાજ થા'=તે વિવેકને રાજા તરીકે સ્થાપિત કીધો; “દુઓ આયો’ આશીર્વાદ આપ્યો.
૯૭ “સત્ય સિંહાસન’: _ત્રિભુવનદીપક પ્રબંધ પદ્ય ૧૭૫; ‘કિ તું આણ” ઈત્યાદિ તે વિવેક રાજાના મસ્તક ઉપર અહંતની આજ્ઞારૂપી છત્ર ધારણ કરાવ્યું: “સૌચ સંયમ' ઇત્યાદિ તેં શૌચ અને સંયમરૂપી બે ચામરે આપ્યાં; “તત્ત્વચિંતન પહસ્ત' ત્રિભુ. ૧૨૯માં પણ ઉલિખિત છે –
૯૮ ગુહુર=ગાહેર કીધી, મહત્ત્વ આપ્યું; “વિલગાડિ દીધા =લવા માટે વળગાડવા; તે મહિના પહેલા પુત્ર કામને વિવેકના પહેલા પુત્ર વૈરાગ્યદ્વારા પરાજિત કરાવ્યો, અને ક્ષણમાં તે રાગ (મોહના બીજા પુત્ર) ને સંવર (વિવેકના બીજા પુત્ર) દ્વારા પરાસ્ત કરાવ્યો (ત્રિભુ. ૬૪ અને ૧૬૯).–
૯૯ સમરસ’ વિવેકને, અને દ્વેષ’ મેહને ત્રીજો પુત્ર છે (ત્રિભુ. ૬૪ અને ૧૬૯); નિઃશેષ'=પૂરી રીતે; “સમકિત’ વિવેકને, અને “મિથ્યાત્વ' મોહન મુહતઉ' યાને મહંતો છે (ત્રિભુ. ૬૪ અને ૧૭૦); “આલસ્ય” મોહને ને પુકાર વિવેકને બદલવઈ' (ાતિ) યાને સેનાપતિ છે (ત્રિભુ. ૬૭ અને ૧૭૦); “જ્ઞાન” વિવેકનો અને પ્રમાદ મેહનો ‘તલાર', અર્થાત નગરરક્ષક (પ્રાકૃત ‘તલાર) છે (ત્રિભુ. ૨૯૮, ૧૩૧, ૧૪૫, ૧પર, ૧૭૨, ૨૯૮, ને ૬ ૮).
૧૦૦ “શમ, વિનય, સરલ, સંતોષ' નામના શુરવીરો દ્વારા ક્રોધ વિગેરે દૂર થાય છે (ત્રભુ. ક૭૩ અને ૩૭૪માં “ઉપશમ, વિનય, સરલ, સુખ-સંતોષ’ નામના યોદ્ધાઓ ક્રોધ વગેરેને હરાવે છે); “શીલ’ અને મદ (ઉત્પાદ) નામના પારસ્પરિક વિરુદ્ધ પક્ષના “સેલહથો (ત્રિભુ ૬૮, ૧૭૩
અને ૩૭૩માં એવું જ) છે; ‘સેલહથી યા ‘સેલહત્ય' મુનિરાજ શ્રી જયંત વિજયજી મહારાજ પ્રમાણે પ્રાચીન લેખોમાં ‘તલાટી' યા “પટવારી'ના અર્થમાં વપરાય છે અને શિરોહી રાજ્યમાં આ જ અર્થમાં પ્રસિદ્ધ સેલોથી શબ્દની સાથે સંબંધ ધરાવે છે. આધુનિક ગુજરાતીમાં તેનાં રૂપાન્તર
શેલત “લત” શેલત’ છે.–ચાર્વાકર (ત્રિભુ. ૬૬ પ્રમાણે) મહિને, અને . ૧. “અબુંદ પ્રાચીન જન લેખ સંદોહ’ લેખાંક નં. ૨ (પૃ. ૮-૯), ૪ર૬ (પૃ.૬૭), ૨૪૨
(પૃ. ૮૮), ૨૪૩ (પૃ. ૮૯); નાહરનો લેખસંગ્રહ ભાગ ૨, પૃ. ૨૫૬ –

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114