Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 12
________________ નાથ-બિબનાં જે ઘણાંખરાં નામો આપેલ છે તેની અકારાદિ ક્રમમાં ગોઠવેલી એક “સૂચી' પણ આપવામાં આવી છે. તેમાંનાં જે નામો અપ્રસિદ્ધ લાગ્યાં અથવા ઓછી પ્રસિદ્ધિમાં આવ્યાં હોય તે સંબન્ધીના પ્રાચીન ગ્રન્થોના ઉલ્લેખો અથવા તેના અસ્તિત્વ સંબધીના અનુમાનરૂપ ટિપ્પણીઓ આવ કતા અને શક્તિને અનુસાર તે સૂચીમાં આપવામાં આવેલ છે કે જેથી જનતીર્થોના ઈતિહાસ સંબન્ધીની શોધખોળને માટે સાધનભૂત બને. પ્રાચીન ગ્રન્થોને અર્ધ-જીર્ણ હાલતમાં સંખ્યાબંધ બહાર પાડવાને બદલે એકાદ ગ્રન્થને કાળજીપૂર્વક અને આધુનિક વાચક તેના અર્થ અને મહત્ત્વ ગ્રહણ કરી શકે તેવી રીતે સંપાદિત કરો એ મારો આદર્શ આ વિષયના રસિકોને અનુકૂળ લાગે અને વિદ્વગમાં વધુ પ્રમાણમાં લક્ષ્યભૂત બને તે મારી હાર્દિક ઈચ્છા છે, કારણ કે જે ગુજરાતી સાહિત્યનો સત્ય ઇતિહાસ લખવો હોય તે પ્રાચીન ગ્રંથનું આવા પ્રકારનું સંપાદન તેને કષ્ટયુક્ત, પરતુ સીધે માર્ગ છે. આટલું કથન કર્યા પછી હું હવે પ્રસ્તુત કૃતિઓના પરિચયમાં ઊતરું છું. ૧. “શ્રી રખેશ્વર પાર્શ્વનાથ છંદ મહાકવિ શ્રી નયસુન્દરની સરસ ગુજરાતી કૃતિઓ તરફ સૌથી પહેલાં વિધર સ્વ. શ્રી મો. દ. દેસાઈએ સાહિત્યરસિકનું લક્ષ્ય ખેંચ્યું હતું. તેઓએ આ કવિના કેટલાક રાસ “શ્રી આનન્દકાવ્ય મહોદધિનાં મૌક્તિક ૩ અને ૬ માં સંપાદિત કર્યા અને તેની ભૂમિકાઓમાં કવિ અને તેમની કૃતિઓ સંબધી કંઈક વિવેચન કર્યું હતું. તે સંબધી સુધારા વધારા સ્વ. દેસાઈએ આ કવિની પાછળથી મળી આવેલ કૃતિઓને આધારે પોતાના જૈન ગુર્જર કવિઓ' ભાગ ૧ અને ૩ માં અને જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાં પ્રસંગોપાત્ત આપેલા છે. એટલે કવિ અને તેમની વિગત પ્રસિદ્ધ હેવાથી હું અહીં ફક્ત તે સંબધીની કેટલીક અગત્યની વાતે પ્રસ્તુત કરીશ. કવિકુલપરંપરા વૃદ્ધ તપાગચ્છની ૫૭મી પાટ પર “કૃષ્ણ સરસ્વતી’ શ્રીલબ્ધિસાગરસૂરિ થયા હતા કે જેઓ એક પ્રસિદ્ધ ગ્રંથકર્તા હતા અને જેમના સં. ૧૫૫૯થી ૧૫૬૫ સુધીના પ્રતિમાલેખો ઉપલબ્ધ છે. એમના પધર ૧. શેઠ દેવચન્દ લાલભાઈ જે પુસ્તકોદ્ધાર ફંડ તરફથી પ્રકાશિત ૨. ભાગ ૧ પૃ. ૨૫૪ આદિ ભાગ ૩ પૃ. ૭૪૮ આદિ ૩. સન ૧૯૨૬ ૪. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૨, પૃ. ૭૪૧ આદિ અને ભાગ ૩, પૃ. ૨૨૯૬ આદિ.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114