Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 10
________________ કવિનો સમય, ફલપરંપરા, કવિની રચનાઓ, કવિતાની ભાષા, તેના છંદો વગેરે ઉપર સંપાદિક બહેને પોતાની પ્રસ્તાવનામાં બારીકાઈપૂર્વક પ્રકાશ પાળ્યો છે, એટલે તે સંબંધી વિશેષ લખવાની જરૂર અહીં નથી. વળી સંપાદિકા બહેને પોતાના સંપાદનકાર્યમાં કેવળ મૂળ ગ્રન્થો કે પ્રસ્તાવના લખીને જ સંતોષ નથી માન્યો, કિન્તુ દરેક કૃતિ ઉપર ટિપણી, પાઠાન્તરોની સૂચિ, સ્થાન અને બિઓની સૂચિ, ગ્રન્થમાં ઉલિખિત સાહિત્યની સૂચિ અને સંતોની સૂચિ આપીને, વિદ્વાનોને માટે આ ગ્રન્થની ઉપયોગિતામાં ઘણો જ વધારો કરી આપ્યો છે. તેમની પ્રરતાવના પણ ઘણી જ વિદ્વત્તાપૂર્ણ, એક સાચા સંશોધકને શોભે તેવી લખાઈ છે. ફરીથી કહેવું અનુચિત નહીં ગણાય કે બહેન સુભદ્રાદેવીના આ સંપાદને જૈનસંઘ તેમજ સાહિત્યકારો અને ઇતિહાસકારોને ખરેખર જ અણ બનાવ્યા છે. પ્રાન્ત– બહેન સુભદ્રાદેવી દીર્ધાયુષ્ય અને નીરોગી રહી આવી રીતે સાહિત્ય અને શ્રમણ સંસ્કૃતિની સેવા કરવામાં વધારે ને વધારે સમર્થ બને એવી શાસનદેવ પ્રત્યે પ્રાથના કરું છું. શિવપુરી (ગ્વાલિયર) કાર્તિક વદિ ૮, ૨૦૦૪ • ધર્મ સં. ૨) વિદ્યાવિજય

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 114